The Scorpion - 11 books and stories free download online pdf in Gujarati

ધ સ્કોર્પિયન પ્રકરણ-11

ધ સ્કોપીર્યન

પ્રકરણ-11

       દેવે ઝ્રેબાની સ્ટોરી સાંભળી જાણે ફીલ્મી લાગી એણે દેવન્દુની સામે જોયું એ લોકો આગળની બાજુ ગયાં અને દેવે દુબેન્દુને કહ્યું આ ઝ્રેબા પોપટની જેમ બધું એક સાથે કેમ બોલી ગઇ ? મને તો એના પર પણ શક થાય છે જોઇએ હવે... ત્યાં વાન પર પત્થર પડતાં હોય એવું લાગ્યું દેવ અને દુબેન્દુ સજાગ થયાં અને તરતજ વાનની બહાર નીકળ્યાં પણ ત્યાં આસપાસ પણ કોઇ દેખાતું નહોતું એ લોકોને અચરજ થયું ત્યાં દેવે ઢોળાવનો ચઢાણ તરફથી કોઇ વાહન એ લોકો તરફ આવતું જોયું.

       દેવે દુબેન્દુને કહ્યું કોઇ વાહન આવી રહ્યું છે તું સજાગ રહેજે હજી ધુમ્મસ છે આછું છે ત્યાં એ વાહન સાવ નજીક આવી ગયું દેવે હાંશ કરી એણે કહ્યું ક્લીમપોંગ પોલીસ લાગે છે એ અને દુબેન્દુ એમની તરફ આગળ વધ્યાં.

       ત્યાં પોલીસની જીપમાંથી કોઇ ઇન્સપેક્ટર નીચે ઉતર્યો એણે પૂછ્યું દેવ રોય ? દેવે કહ્યું યસ ઇન્સપેક્ટર હું દેવ રોય. ઇન્સપેક્ટરે કહ્યું તમારી કમ્પેલેઇન મળી છે અમને હેડ ઓફીસથી ઇન્સ્ટ્રક્શન મળી છે વેલ... અમારાં ફોન કામ નથી કરતાં ત્યાં હવાનાં તોફાન અને વરસાદને કારણે લાઇનો તૂટી પડી છે.

       દેવે કહ્યું હાં સર પણ રીંગ આવતી હતી પણ કોઇ ફોન પીકઅપ નહોતું કરતું મારે સેટેલાઇટ ફોનથી કોલકત્તા સંપર્ક કરી જાણ કરવી પડી.

       ઇન્સપેક્ટરે કહ્યું આઇ એમ સિધ્ધાર્થ બસુ અમારે ત્યાં વારે વારે આવાં વરસાદી તોફાન આવે છે ઘણી વાર લાઇનો ઠપ્પ થઇ જાય છે આઇ એમ સોરી તમને તકલીફ પડી. પણ તમારી મેટર શું છે ? તમારી વાન બંધ છે ? રસ્તામાં કોઇ હુમલો થયો છે ? અમે શું મદદ કરી શકીએ ?

       દેવે કહ્યું સર વાનમાં તકલીફ છે પણ મુશ્કેલી બીજી ઘણી મોટી છે હું કોલકત્તાથી એક ટુરીસ્ટ ગ્રુપ લઇને ક્લીમપોંગ આવી રહેલો. ટુરમાં 6 મેમ્બર છે એમાં 3 મેઇલ અને 3 ફીમેલ છે એમાંની એક છોકરી વાનમાંથી ઉતરીને ગાયબ થઇ ગઇ છે. અહીં કોહરા ફોગનું જાણે તોફાન હતું એક ફ્રૂટ દૂર પણ જોઇ શકાતું નહોતું એ માટે એ સોફીયા નામની છોકરી એનો લાભ લઇને વાનથી ઉતરી ગઇ અમે આજુબાજુ બહુ તપાસ કરી પણ એનો ક્યાંય પત્તો નથી અને ખાસ વાત એ પણ છે કે થોડી મીનીટો પછી નીચે ખીણ વાળાં રસ્તે કોઇ બાઇકના અવાજ આવ્યો અમને ડાઉટ છે કે સોફીયા આ દુર્ગમ કેડીનાં રસ્તે નીચે ગઇ હોવી જોઇએ. પણ હું કશુંજ પાકું કહી શકું એમ નથી અમે ખૂબ ચિંતામાં છીએ અને તમારી જીપ આવી રહી હતી અમે જોઇ ત્યારે વાન ઉપર પત્થર પડ્યાં હતાં પણ અહીંતો કોઇ દેખાતું પણ નથી આવી બધી વિચિત્ર ઘટનાઓ બની છે અમારે તમારી મદદની જરૂર છે.

       સિધ્ધાર્થે બસુ બે મીનીટ વિચારમાં પડી ગયો એણે કહ્યું મી. દેવ આ જંગલ વિસ્તારમાં કોઇ ગુનાહીત પ્રવૃત્તિઓ ચાલે છે પણ હાથ કોઇ નથી આવ્યું કોઇ શાતીર ગ્રુપ છે અહીંથી શરૂ કરી છેક હિમાલયન રેન્જ સુધી એ લોકોનો પથારો છે. અમે એનાં માટે સ્પેશીયલ એક ટુકડી બનાવી છે જેથી આવાં લોકોને ઝબ્બે કરી શકાય. તમે જે જગ્યાએ છો એ સાચેજ ખતરનાક છે અહીંથી કિંમતી લાક્ડું ચોરાય છે અને સ્મગલીંગ થાય છે અહીંથી ટોળકી ડ્રગ્સ ની હેરાફેરી કરે છે એમાં કોલકત્તા મુંબઇ અને ઇન્ટરનેશનલ લેવલે આ ધંધો ચાલી રહ્યો છે આ લોકો ખૂંખાર છે અને ટુરીસ્ટનાં ઓઠા હેઠળ આવીને અહીં ટોળકીમાં જમા થાય છે અને તક મળે અહીંથી નીકળી જાય છે.

       તમે કહો છો એમ એ સોફીયા આ ટોળકીની સદસ્ય હોઇ શકે આ લોકો પાસે આધુનીક હથિયાર અને પોલીટીકલ સપોર્ટ પણ છે એમનેમ આ બધું ના થાય. પહેલાંતો હવે અજવાળુ થઇ રહ્યું છે અમે અહીં આસપાસનાં વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરીશું. કોઇ પુરાવા હાથ આવે છે કે કેમ એ જોઇશું.

       સિધ્ધાર્થે કહ્યું તમે તમારી વાનમાં અહીંથી ધીમે ધીમે ક્લીમપોંગ અમારાં પોલીસ સ્ટેશન પહોચો ત્યાં બધી વાત કરીશું ફરિયાદ નોંધીશું.

       દેવે કહ્યું સર તમારી વાત સાચી છે પણ હું ટુરીસ્ટ ગ્રુપ લઇને નીકળ્યો છું એ લોકોને મારે.. સિધ્ધાર્થે કહ્યું પહેલાં પોલીસ સ્ટેશન પહોચ્યો પછી બીજી વાત કરીશું. તમારાં ટુરીસ્ટર ગ્રુપનીજ વ્યક્તિ ગૂમ છે એટલે બધાની વિગત લઇશું બધાની જુબાની લઇશું. પછી આગળ નક્કી થશે હું હેડકવાર્ટર પર પણ જાણ કરું છું દેવે કહ્યું ઓકે સર.

       સિધ્ધાર્થે એની સાથેનાં હથિયાર ધારી સ્ટાફને સૂચનાઓ આપી. જીપમાંથી પાંચ જુવાન હાથમાં બંદુકો લઇને નીચે ઉતર્યા અને ત્યાં આજુબાજુ વિસ્તાર ચેક કરવા કેડીઓ અને ઝાડીમાં સર્ચ કરવા લાગ્યાં.

       સિધ્ધાર્થ દેવ સાથે વાનમાં આવ્યો અને ટુરીસ્ટ ગ્રુપ સાથે મુલાકાત કરી. સિધ્ધાર્થની કરડી નજર બધાં ઉપર ફરી રહી હતી. સિધ્ધાર્થે બધાંનાં નામ પૂછ્યાં અને સોફીયા અંગે પ્રશ્નો કર્યા. પછી દેવ સામે જોઇને કહ્યું ક્લીમપોંગ પહોચીને બાકીની ઇંક્વાઇરી કરીશું એમ અહીં બધાં જવાબ નહીં મળે. એણે દેવને કહ્યું તમે વાન લઇને અહીંથી જવા નીકળો મારી જીપ તમારી પાછળજ હશે અહીં સર્ચ થઇ જવા દો મને ખબર છે અહીં કંઇ હાથ નથી લાગવાનું પણ બાઇક વાળી કેડી ચેક કરવી પડશે.

       દેવે કહ્યું ભલે અને સિધ્ધાર્થ વાનની નીચે ઉતર્યો સિધ્ધાર્થે એનાં બાયનોક્યુલર્સથી આજુબાજુનો બધાં વિસ્તાર જોઇ રહેલો. એણે જોયું એનાં જવાન નીચે કેડીવાળા રસ્તે નીચે ઉતરી રહેલાં એણે બૂમ પાડીને કહ્યું કંઇ પણ સસ્પીસીયસ દેખાય એનાં ફોટાં લો અને બારીકાઇથી નિરીક્ષણ કરો. દેવ બધી કાર્યવાહી જોઇ રહેલો.

       દેવે જોસેફને કહ્યું જોસેફ હવે અજવાળુ ઘણું થઇ ગયું છે આપણે સરે કહ્યું એમ ડ્રાઇવ શરૂ કરીએ અને ધીમે ધીમે કલીમપોંગ પહોચીયે. આ શું ઉપાધી આવી ગઇ.

       જોસેફે કહ્યું સર હું સ્ટાર્ટ કરુ છું તમે સર સાથે વાત કરી લીધી હોય તો હું સ્ટાર્ટ કરી દઊં આપણે નીકળીએ.

       દેવે કહ્યું ઓકે સ્ટાર્ટ કર હું વાત કરી લઊં છું અને દેવે સિધ્ધાર્થને કહ્યું સર અમે નીકળીએ છીએ અમારાંથી ધીમે ધીમે જવાશે ડીફરનશિયલ જોઇન્ટ ડેમેજ છે એટલે.

       સિધ્ધાર્થે કહ્યું તમે નીકલો અમે અહીં ચકાસણી કરીને તમારી પાછળજ આવીએ છીએ અને દેવે જોસેફને સ્ટાર્ટ કરવા કહ્યું અને વાન ધીમે ધીમે આગળ જઇ રહી.

       જોસેફ સાચવીને બધાં ઢોળાવો ચઢતો ધીમે ધીમે આગળ વધી રહેલો હવે વાતાવરણ પણ ખુશનુમા બની રહેલું દેવ વિચારમાં હતો હવે શું થશે ? આ સોફીયાએ બધી ટુરની મજા બગાડી દીધી તેઓ હજી 15 કિમી આગળ પહોચ્યાં પછી ઢોળાવ ઉતરતો રસ્તો આવ્યો અને જોસેફની રસ્તાની બાજુમાં પડેલાં માનવદેહ પર નજર પડી અને એનાંથી જોરથી બ્રેક મરાઇ ગઇ... 

 

વધુ આવતા અંકે ---- પ્રકરણ-12

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED