ધ સ્કોર્પિયન પ્રકરણ-4 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ સ્કોર્પિયન પ્રકરણ-4

ધ સ્કોપીર્યન

પ્રકરણ-4

 દેવ મૂખર્જી સર અને બરૂઆનાં ફોન પછી વિચારમાં પડી ગયો હતો. એણે વાનમાં જોયું બધાં ડ્રીંક લેવા અને પાર્ટીનાં મૂડમાં હતાં. એણે સોફીયા સામે જોયું એ બારીની બહાર જોતી ધીમે ધીમે ડ્રીંક પી રહી હતી. ઝેબા અને મોરીનાં વાતો કરી રહેલાં. દેવે એક નજર ત્યાં નાખી અને એણે દૂબેન્દુને બોલાવ્યો. દૂબેન્દુ પણ કાનમાં ઇયરફોન નાંખી બેંગાલ મ્યુઝીક માણી રહેલો. દેવે એને બોલાવ્યો એનું ધ્યાન ના ગયું. એટલે દેવે ઉભા થઇને દૂબેન્દુને ખભેથી હલાવ્યો દૂબેન્દુનું ધ્યાન ગયું એણે ઇયર ફોન કાઢી ક્હ્યું હાં દેવબાબુ શું થયું ?

       દેવે હસતાં હસતાં કહ્યું વાહ આમોર સોનાર બાગલા બાંગ્લા ગીતો એકલો એકલો એન્જોય કરે છે ? દૂબેન્દુએ કહ્યું ઓ દેવ અમારી બાંગ્લાં કંઇક અનોખી છે રવીન્દ્રર બાબુ અને બાંગલા કવિઓની કલ્પના વાહ દેવે સૂર પુરાવતા કહ્યું દુબેન્દુબાબુ એક સરસ સમાચાર આપું હમણાં બરૂદાનો ફોન હતો એમની ફીલ્મ માટે એમને સરસ લોકેશન જોઇએ છે એનાં માટે મારી મદદ માંગી છે તને ખબર છે એમાં હીરોઇન કોણ છે ?

       દુબેન્દુનો ચહેરો આનંદ આશ્ચર્યથી પહોળો થઇ ગયેલો અને દેવે જોયું કહે તારાં મોઢામાં રસગુલ્લા થઇ ગયા એનું નામ કહ્યું અપરાજીતા અને હોરર મૂવી છે એમાં પેલી માલવીકાં ઐયર સેક્સબોમ્બ પણ છે.. સાંભળીને દૂબેન્દુ ખૂબ ખુશ થઇ ગયો વાહ દેવબાબુ આતો મસ્ત સમાચાર છે આનંદો...

       દેવે કહ્યું ચાલ આપણાં પણ પેગ બનાવ આપણે પણ સેલીબ્રેટ કરીએ મને મેઇલ પણ કરી દીધો છે સ્ક્રીપટની કેવી જરૂરીયાત છે એ અંગે આપણે એવાં લોકેશન અને પ્લેસીસ પર જઇએ છીએ ત્યાં પણ મારી શોધ પુરી થઇ જાય.

       દૂબેન્દુ ઉત્સાહથી ઉભો થઇને કેબીનમાં ગયો અને દેવે લેપટોપ ચાલુ કરી એકોઉંટ ઓપન કર્યુ એમાં જોયું બસુદાનો મેઇલ છે શરૂઆતમાં ફોર્માલીટી છે બધી પછી એણે અસલ કન્ટેન્ટ સ્ક્રીપ્ટનો વાંચવાનો શરૂ કર્યો જેમ વાંચતો ગયો એમ એમ એનાં મન પર લોકેશનની કલ્પના થવા માંડી...

       દૂબેન્દુ પેગ બનાવીનેજ લાવ્યાં અને દેવનાં હાથમાં ગ્લાસ આપ્યો. વાન માલ્દા તરફ આગળ વધી રહી હતી.

       દેવ અને દૂબેન્દુએ હાથમાં ડ્રીંક લીધુ જોઇને બધાને પણ ચીયર્સ કર્યું બધાએ પોતાનાં પેગ ઊંચા કરી ચીયર્સ કર્યું અને વાનમાં વાતાવરણ આનંદીત થયું. દેવની નજર સોફીયા પર પડી એની નજર બારીની બહારજ હતી એ કોઇ ઊંડા વિચારોમાં હોય એવું લાગ્યું એનો ગ્લાસ એનાં હાથમાં હતો પણ ધ્યાન બહાર અને મન ક્યાંક બીજે હતું.

       દેવે નજર ફેરવી દૂબેન્દુને કહ્યું આપણે જઇએ છીએ ત્યાં આ ફીલ્મ માટે પણ લોકેશન મળી જશે એક કાંકરે બે પક્ષી એમ કહી હસ્યો. દૂબેન્દુએ કહ્યું દેવ એક કાંકરે ત્રણ પક્ષી કહી આંખ મીંચકારી. દેવ હસી પડ્યો એણે કહ્યું બે પક્ષી મારાં ત્રીજું તારું ક્યું ? દુબેન્ડે કહ્યું લોકેશન તું ફાઇનલ કરીશ તો હીરોઇન ને ડાયરેક્ટર સાથે આવશે ને ?

       દેવે કહ્યું હજી એ દૂરની વાત છે પણ તને એક અગત્યની વાત કરું એ લોકોનાં પ્રોજેક્ટનું આઇ મીન ફીલ્મનું નામ છે ધ સ્કોર્પીયન... ત્યાં બાજુમાંથી ટ્રક પસાર થઇ અવાજ ખૂબ હતો દૂબેન્દુને એમાં સંભળાયુ નહીં એણે કહ્યું શું નામ ? દેવે જરા જોરથી કહ્યું. ધ સ્કોર્પીયન.. દેવથી જરા મોટાં અવાજે બોલાયું અને યુરોપીયન ગ્રુપે પણ સાંભળ્યુ અને બારી બહાર જોઇ રહેલી સોફીયા પણ ચમકી એણે નામ સાંભળ્યુ અને ડરી ગઇ હોય એવો ચહેરો થઇ ગયો ધ સ્કોર્પીયન .. ઝેબા એ સોફીયા સામે જોયું. બંન્નેનાં ચહેરાં ઉતરી ગયાં અને ખૂબ ડરી ગેયલાં સોફીયા વધેલો પેગ એક શ્વાસે પી ગઇ અને દેવ સામે ડરીને જોવા લાગી.

       દેવની પણ સોફીયા તરફ નજર ગયેલી કારણ કે સોફીયાનાં મોઢેથી એકદમ ધ સ્કોપીર્યન નીકળી આવેલું દેવને નવાઇ લાગી પણ એણે દૂબેન્દુ સામે જોયું.

       દૂબેન્દુએ કહ્યું દેવ આતો જોરદાર હોરર મૂવી બનવાનું લાગે વાત પણ અપરાજીતા હીરોઇન વાહ... શું સુંદર હીરોઇન છે અને માલવિકા તો સેક્સ બોમ છે હોટ.. હોટ..

       દેવે હસતાં હસતાં કહ્યું એમાં હીરો દેવ છે આજનો સુપરસ્ટાર.. દૂબેન્દુએ કહ્યું તું પણ દેવજ છે ને.. દેવે કહ્યું નામ કોઇન્સીડન્ટ છે હું તો પ્રોફેશનલ એસ્કોર્ટ છું ભાઇ ક્યાં એ રૂપસુંદરી અપરાજીતા..

       લાવ અપરાજીતાનાં નામે બીજો પેગ બનાવ. મેં એનાં લગભગ બધાં મૂવી જોયા છે હજી ફીલ્મમાં આવ્યે 3 વર્ષ થયા છે અને બધાની માનીતી હીરોઇન છે. દૂબેન્દુએ દેવને બીજો પેગ બનાવી આવ્યો અને સાથે થોડાં રોસ્ટેડ કાજુ આપ્યાં. અને એની નજર સોફીયા પર પડી. એણે દેવને એ તરફ જોવા ઇશારો કર્યો દેવે સોફીયા તરફ જોયું તો સોફીયાએ આખી બોટલ મોઢે માંડી હતી.. દેવ એકદમ ઉભો થયો સોફીયાની નજીક ગયો અને બોટલ ખેંચી લીધી એણે કહ્યું પ્લીઝ કંટ્રોલ ધીસ ઇઝ એટરટેન્મેન્ટ ડોન્ટ ડ્રીંક લાઇક ધીસ.. નોટ ગુડ સોફીયાએ ગુસ્સામાં દેવ તરફ જોયું પણ દેવની આંખોમાં જે ભાવ હતો સખ્તીનો એણે નજર નીચી કરી. દેવે જ્હોનને કહ્યું એને ગ્લાસમાં આપો. તમે લોકો એન્જોય કરો પણ કંઇક અજુગતુ ના થાય એનું ધ્યાન રાખો... હજી આપણે લોકેશન પર પણ નથી પહોચ્યાં ટેઇક કેર...

       જહોન યા... યા.. કહી વાત પુરી કરી. .. સોફીયાએ હાથમાં ગ્લાસ લીધો ધીમે ધીમે સીપ મારી રહી હતી પણ એની નજર દેવ સામે કરતરાતી હતી દેવે એ તરફ ધ્યાન આપ્યા વિનાં એનાં પેગ પીવાનું ચાલુ રાખ્યું.

       દેવે કહ્યું દૂબેન્દુ.. દૂબેન્દુ એની નજીક આવ્યો એટલે દેવે ધીમેથી કહ્યું પેલી તરફ ધ્યાન રાખજો એનામાં મને ગરબડ લાગે છે. દૂબેન્દુ એ કહ્યું યસ સમજી ગયો.

       દેવે એનું લેપટોપ ખોલી સ્ક્રીન પર નજર કરી અને સ્ક્રીપ્ટ આગળ વાંચી રહેલો એ જેમ જેમ સ્ક્રીપ્ટ વાંચતો ગયો એમ એમ મજા આવી રહેલી એનાં મનમાં લોકેશન અંગે વધારે કલ્પનાઓ આવવા માંડી. દૂબેન્દુ સોફીયા અને દેવ બન્ને તરફ જોઇ રહેલો એ સતત સોફીયા તાકી નહોતો રહ્યો. એ પણ હુંશિયાર હતો દૂબેન્દુ દેવનો ખાસ ફ્રેન્ડ કમ આસીસન્ટ હતો એ પણ રીટાયર્ડ પોલીસ કમીશ્નરનો છોકરો હતો. દેવ સાથે એને કોલેજથી સારું ફાવતું બંન્ને જણાં સાથેજ ફરવાં જતાં દેવે જ્યારે આ પ્રોફેશન ચાલુ કરવાનું નક્કી કર્યું ત્યારે દૂબેન્દુએ કહેલું હું તારાં સાથેજ જોડાઇશ તને આસીસ્ટ કરીશ બધે સાથેજ જઇશું દેવે એને એની સાથે લઇ લીધો. એટલે દેવ અને દૂબેન્દુને ફેમીલીને કારણ એમણે જે જોયેલું એજ શીખેલાં. એટલે દરેક સ્થિતિ પાત્રને એ માપી લેતાં અને એમનો આ ગુણ આ પ્રોફેશનમાં કામ આવતો હતો. સોફીયાએ બૂમ પાડી પ્લીઝ સ્ટોપ ધ વાન પ્લીઝ, દેવે એની સામે જોયું અને...

વધુ આવતા અંકે ---- પ્રકરણ-5