Rainy night ... books and stories free download online pdf in Gujarati

વરસાદ ની રાત...

સાંજ હવે ધીરે ધીરે રાત માં ફેરવાઈ રહી હતી. સંજના આખરે 27 કલાક ની મુસાફરી પછી પોતાના નવા રાખેલ ઘરે પહોંચી. ઑગસ્ટ મહિનો એટલે વરસાદ પણ મધ્યે પહોંચેલા મૂડ માં હોય એમ અનાધાર વરસતો રહેતો હતો. એક તો રાત નું અંધારું ઉપર થી વરસાદ... રાત્રે વરસાદ ના પડવાનો અવાજ કંઇક અંશે ડરામણો લાગતો હતો.
એક તો નવી જગ્યા, નવું ઘર...અને ખૂબ કોશિષ કરવા છતાં મોડી રાત્રે પહોંચવા ના લીધે થતી એ અકળામણ. સંજના ના દિમાગ માં એક સાથે બધી જ ફિલીંગ એક સાથે થયી રહી હતી.
નવા ઘર માં આગળ મોટી જગ્યા હતી જ્યાં અત્યારે તો સાંભળ ના અભાવે બધે ઘાસ ઊગી નીકળ્યું હતું . આગળ નો દરવાજો મોટો હતો. લોખંડ નો. એ કાર માંથી નીચે ઉતરી અને દરવાજો ખોલ્યો અને કાર લઇ ને અંદર આવી. મુખ્ય ડોર પાસે જ પાર્કિંગ હતું ત્યાં કાર પાર્ક કરી ને આગળ નો દરવાજો બંધ કરવા ગઈ. રાત્રિ નો સમય, વરસાદ, આકાશ માં વીજળી નો ગડગડાટ, અને લોખંડ નો દરવાજો બંધ કરવા જતા એનો એક અલગ કર્કશ અવાજ આવ્યો. સંજના એની છત્રી સાંભળતી ઘર નો મેઈન ડોર ખોલવા લાગી. સ્ટ્રીટ લાઈટ નો પ્રકાશ અહી સુધી બરાબર પહોંચતો નહોતો. એટલે એણે કાર ની લાઈટ ચાલુ રાખી હતી. લોક કદાચ ઘણા સમય થી ખૂલ્યું નહિ હોય એટલે જંગ લાગી ગયો હોય એમ મુશ્કેલી થી ખૂલ્યું.
સંજના અંદર આવી. ઘર માં આવી ને એને થોડી શાંતિ લાગી. હાશકારો અનુભવ્યો કે આખરે 27 કલાક પછી એ ઘરે પહોંચી. રાત અને ઉપર થી વરસાદ એટલે એણે વિચાર્યું સવાર થી સાફ સફાઈ કરી ને પછી સામાન ગોઠવીસ. અત્યારે તો એ ખુદ જ બહુ થાકી ગઈ હતી. એટલે દરવાજો લોક કરી ને એ એના બેડરૂમ માં સુવા ચાલી. કિચન ના સામાન માંથી માચીસ અને મીણબત્તી સાથે લીધા અને ઉપર ના એના બેડરૂમ માં આવી. ખૂબ વિશાળ બેડરૂમ હતો એનો. કિંગ સાઈઝ બેડ. જરૂરત પૂરતું જ ફર્નિચર જેના લીધે રૂમ ની વિશાળતા વધારે જ લાગતી હતી.
રૂમ ના પડદા રૂમ ની સુંદરતા માં વધારો કરતા હતા. સફેદ રૂ જેવા પડદા ખૂબ જ સુંદર લાગતા હતા. સંજના એ બારી ખોલી તો ખૂબ પવન ના કારણે પડદા ઉડવા લાગ્યા. કલ્પના માં ખૂબ જ સુંદર લાગતું આ દ્રશ્ય અત્યારે થોડું ડરામણું લાગતું હતું. એટલે સંજના એ બારી ની સ્ટોપર લગાડી ને મચ્છર જાળી બંધ કરી જેથી પવન આવે. એનો પલંગ સરખો કરી ને સંજના નહાવા માટે ગયી કેમ કે મુસાફરી નો થાક તો ઘણો જ હતો.
જલ્દી થી એ બહાર આવી અને સૂઈ જ ગયી બેડ પર.અને આજે તો ઊંઘ નહિ આવવાનો કોઈ જ પ્રશ્ન નહોતો કેમ કે થાક એની આંખો માં દેખાતો હતો. અને સંજના પણ કઈ પણ વિચાર્યા વગર સૂઈ ગયી કે કાલ સવારે જ બધો સામાન ગોઠવીશ. આંખો બંધ કરતા જ એ સૂઈ ગયી.
સવારે જ્યારે સૂરજ ના કિરણો એના બેડરૂમ ના ગ્લાસ ડોર માંથી પસાર થઇ ને સંજના ના ચહેરા પર પડવા લાગ્યા ત્યારે એનું ગોરું મુખ કિરણો ના તાપ ના લીધે રતાશ પડતું થયી ગયું. એણે આંખો ખોલી અને આસપાસ જોયું. સવાર નું વાતાવરણ એટલું સુંદર લાગતું હતું. એ કિચન તરફ ગઈ અને કોફી નો સામાન કાઢી ને કોફી બનવા લાગી. સંજના ની સવાર હમેશાં એક મસ્ત પોતાના હાથે બનાવેલી ગરમ કોફી થી જ થતી હતી. એ કોફી નો મગ લઈ ને એ બહાર ગાર્ડન તરફ આવી. રાત્રે જે વાતાવરણ બિહામણું લાગતું હતું અત્યારે એટલું જ સુંદર લાગતું હતું. કેટલા બધા પક્ષી ઓ ગાર્ડન માં ચહેકતા હતા. એમનો એટલો સુંદર અવાજ આવતો હતો. સંજના ખૂબ ખુશ હતી નવા ઘર માં આવી ને.
થોડી વાર પછી એણે સામાન ગોઠવવાં વિચાર્યું અને કામ શરૂ કર્યું. બધું કામ પૂરું કરવામાં ક્યારે સાંજ પડી ગઈ એ સંજના ને ખબર જ ના પડી. હવે એને ભૂખ પણ લાગી હતી.
સામાન બધો સરસ રીતે લગાવી દીધો હતો એટલે સંજના નાહી ને ફ્રેશ થઇ અને કિચન માં એના માટે કશું બનવા ગયી. નૂડલ્સ બનવા નું વિચારી ને એની તૈયારી કરવા લાગી. એનું ધ્યાન બનવા માં હતું ત્યારે અચાનક એને પોતાની પાછળ કોઈ ઉભુ હોય એવો ભાસ થયો. તરત પલટી ને જોયું તો કોઈ નહોતું. સંજના એ પણ વહેમ સમજી ને દિમાગ પર ના લીધું. નુડલ્સ બનાવી ને એ બહાર આવી. ડાઇનિંગ ટેબલ પર બેસી ને બહાર ના ગ્લાસ માંથી દેખાતું સુંદર દૃશ્ય જોતાં જોતાં એ નૂડલ્સ ની મજા લઇ રહી હતી. ઢળતી સાંજ અને રાત ની વચ્ચે ના સમયે વાતાવરણ કંઇક વધારે જ સુંદર લાગતું હોય છે. વરસાદ પણ શરૂ થયો રહ્યો હતો ધીમે ધીમે. સંજના એ મીણબત્તી, અને ટોર્ચ લઈ ને ટેબલ પર મુક્યા કે કદાચ જરૂર પડે. એ જમી ને બેડરૂમ માં આવી ગઈ. પૂરા દિવસ ના થાક ના લીધે સ્નાન કરી ને સુવા ની તૈયારી કરી. બાથરૂમ માં થી જ્યારે નીકળી ત્યારે સંજના ને લાગ્યું કોઈ એણે જોઈ રહ્યું છે સતત. એણે રૂમ ની બારી દરવાજા ચેક કર્યા બધું જ બંધ હતું. એ ફરી પણ પોતાનો વહેમ સમજી ને સુઈ ગઈ. સૂતાં પહેલાં આવતી કાલે તો પડોશ માં કોણ રહે છે અને એમને મળવા જવું જ છે એમ વિચારી ને સૂતી.
આજે સવારે એ થોડી મોડી ઉઠી નિત્યક્રમ પતાવી ને એ તૈયાર થયી. પાડોશી ને મળવા જવું હતું એટલે મમ્મી ના શબ્દો કે પહેલી વાર ખાલી હાથે ના જવાય એ કશું બનાવવા માટે કિચન માં ગયી. અને ખૂબ સરસ ચોકલેટ કેક બનાવે છે.
પોતે પણ ખૂબ સરસ તૈયાર થયી ને કેક લઈ ને બહાર આવે છે. થોડી દૂર છે બીજું ઘર. એ ચાલતા જ જવાનું વિચારે છે. એ ઘરે પહોંચી ને ડોરબેલ વગાડે છે એક એનાથી થોડી મોટી ઉંમર ના પણ બહુ જ સુંદર દેખાતા આંટી દરવાજો ખોલે છે. સંજના સ્મિત સાથે પરિચય આપે છે કે એ સામે ના ઘર માં નવી રહેવા આવી છે. આન્ટી એને અંદર આવવા કહે છે.
ઘર એકદમ સુઘડ રીતે ગોઠવેલું હોય છે. આન્ટી બેસવા કહી એના માટે પાણી લઈ આવે છે.
થોડી વાર માં બંને એટલા સારી રીતે ભળી જાય છે કે જાણે વર્ષો થી ઓળખતા હોય. બપોર નું લંચ આન્ટી બંને નું પોતાના ઘરે જ બનાવી નાખે છે.
જમ્યા પછી આન્ટી સંજના ને પૂછે છે કે ઘર માં કેવું લાગે છે તને? સવાલ સાંભળી થોડી અચરજ પામે છે સંજના. એણે કહ્યું સારું જ લાગે છે. પણ આન્ટી ના હાવભાવ થોડા બદલાય ગયા હોય છે. એ કહે છે તારા પહેલા એક સરસ ફેમિલી રહેતું હતું અહી.
રાહુલ અને એની વાઈફ રેવતી. બંને બહુ હસમુખા સ્વભાવ ના હતા. અને બંને ની જોડી પણ ખૂબ સરસ લાગતી હતી. રાહુલ કોઈ કંપની માં જોબ કરતો હતો એટલે એ સવાર માં જ નીકળી જતો પછી રેવતી એનું કામ પતાવી ને આન્ટી ને ત્યાં જ આવી જતી.
થોડા સમય પછી રેવતી ની તબિયત ધીરે ધીરે બગડવા લાગી. એને એવું લાગતું હતું કે કોઈ એને એ ઘર માંથી નીકળી જવા કહેતું રહે છે, કોઈ અદ્ર્શ્ય અવાજ આવતો રહેતો હતો. ડોક્ટર ને બતાવ્યું તો એમણે રેવતી ના ટેસ્ટ કર્યા અને થોડું માનસિક રોગ નું જણાવ્યું. દવાઓ ના લીધે સારું રહેતું પણ થોડા દિવસ પછી એ પણ અસર ના કરતી. હવે ડોક્ટર એને ઊંઘ ની દવાઓ આપતા. એક દિવસ રાહુલ બપોરે ઘરે આવ્યો જોબ પર થી. અને બીજી ચાવી થી ઘર ખોલી ને દોડી ને ઉપર ગયો તો રેવતી ફર્શ પર પડી હતી. આન્ટી પણ દોડી ને ગયા. રાહુલ એ કહ્યું એને ઘણા ફોન કર્યા રેવતી એ ના ઉઠાવ્યા એટલે એ ભાગતો આવ્યો ઘરે.
ડોક્ટર એ કહ્યું ઊંઘ ની ગોળીઓ ના ઓવરડોઝ ને કારણે એનું મૃત્યું થયું છે. રાહુલ પણ હવે રેવતી વગર અહી રહેવા માંગતો નહોતો
એટલે એણે ઘર ખાલી કરી દીધું . પછી વર્ષ સુધી કોઈ રહેવા નતુ આવ્યું.
આ બધું સાંભળી ને સંજના થોડી ડરી જાય છે. સાંજે ઘરે જતી વખતે આન્ટી ને પોતાને ત્યાં આવાનું આમંત્રણ આપી ને આવે છે.
સાંજે ઘરે આવ્યા પછી એને સતત અહેસાસ થયા કરે છે કે કોઈ એને જ જોઈ રહ્યું છે. બે આંખો સતત એનો પીછો કરી રહી છે. કોઈ રડતું હોય એવો અવાજ આવતો હોય એવું લાગ્યા કરતું હતું. એ સવારે જ આ મકાન ના ડીલર ને મળવાનું વિચારે છે. રાત્રે સૂતી વખતે પણ એને એવું લાગ્યા કરે છે કે એન સિવાય કોઈ બીજું પણ છે બેડરૂમ માં. પૂરી રાત એને કોઈ યુવતી નું આક્રંદ, ચીસો સંભળાયા કરે છે. સંજના ડર ન લીધે સૂતી જ નથી પૂરી રાત.
સવાર પડતાં જ તૈયાર થયી ને એ ડીલર ને ફોન કરે છે અને એને ઘરે બોલાવે છે. ડિલર આવતા જ e ફરિયાદ કરે છે કે આ કેવું મકાન આપી દીધું છે તમે? આ સાંભળી ડીલરે પૂછ્યું કે શું થયું? સંજના કલ રાત ની પૂરી બિના જણાવે છે .
ડીલર ના પૂછવા પર સંજના એ જણાવ્યું કે સામે ના ઘર માં રહેતા આન્ટી એ એને બધું જણાવ્યું. હવે ડીલર નો વારો હોય છે ચોંકવાનો. એણે સંજના ને પૂછ્યું તમે ક્યારે મળ્યા એ આન્ટી ને? તમે જાણતા હતા પહેલા થી એમને? સંજના એ કહ્યું કાલ સવાર થી સાંજ હું એમની સાથે જ હતી એમના ઘર માં જ.
મકાન ના ડીલર એ કહ્યું તમે ચલો મારી સાથે . સંજના હજી પણ આશ્ચર્ય માં ડૂબેલી છે કે થઇ શું રહ્યું છે આ બધું!!!
એ અને ડીલર બંને આન્ટી નાં ઘર તરફ જાય છે. આ શું?? કાલ જ્યાં સરસ મજાનો બગીચો હતો આજે આવું ઘાસ કેમ છે? કાલ જે મકાન એકદમ સ્વચ્છ ને સુઘડ લાગતું હતું આજે જાણે કેટલા વર્ષો થી બંધ પડ્યું હોય એવું લાગે છે. ડીલર પોતાની પાસે ની ચાવી થી મકાન ખોલે છે. વર્ષો નો ધૂળ જામેલી હોય છે ઘર માં. સંજના ને સમજ જ નથી આવતું. પ્લેટફોર્મ પર એની લાવેલી કેક એમનામ પડી હતી ડીશ માં. એ જોઈ ને સંજના બોલી ઉઠી કે આ જુઓ મારી ડીશ. હું કાલ આન્ટી માટે કેક લઈ ને આવી હતી.
બંને બહાર આવે છે. ડીલર સંજના ને કહે છે કે એ આન્ટી ને માનસિક બીમારી હતી અને ઊંઘ ની ગોળીઓ ના વધારે પડતા ડોઝ થી એમનું મૃત્યુ થયું હતું બે વર્ષ પહેલાં.
હવે સંજના ને બધી વાતો સમજાય છે પણ તો પછી કાલ પૂરો દિવસ એણે કોની સાથે વિતાવ્યો? અગર ઘર લોક જ હતું તો મારી કેક અંદર કેવી રીતે હતી?
આ બધા સવાલો સંજના ના દિમાગ પર હાવી થઇ જાય છે. ડીલર ના ગયા પછી એ બહાર ગાર્ડન માં બેસે છે . એ મકાન ને જોવે છે. હજી પણ એને વિશ્વાસ નથી આવતો. પણ બીજા દિવસે સોમવાર હોય એને સવાર થી જોબ પર પણ જવાનું હોય છે એટલે એ જલ્દી થી વધુ કામ આટોપી લઈ ને સુઈ જાય છે.
આજ રાત્રે એને કોઈ આભાસ નથી થતો કોઈ નો. શાંતિ થી રાત્રિ પસાર થઇ જાય છે. અને સવારે સંજના જોબ પર જવા નીકળી જાય છે
એ વરસાદ ની રાત એને જીવનભર યાદ રહી જાય છે ...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED