દરિયા કિનારા ની એ સાંજ Beenaa Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દરિયા કિનારા ની એ સાંજ

જય પોતાનું ઓફિસ નું કામ પૂરું કરી દરિયા કિનારે સાંજ ના સમયે અવારનવાર હળવાશ ની પળો માણવા જતો હતો.જય મુંબઈ માયાવી નગરી માં એકલોજ રહેતો.
જય અને દરિયો બને મિત્ર બની ગયા હોય તેમ સાંજ ના સમયે તે દરિયા કિનારે તેને મળવા અચૂક પહોંચી જ જતો

જુલાઈ મહિના માં ચોમાસા ના દિવસો દરિયો તોફાની બની ગયો હતો. જય એ સાંજે દરિયા કિનારે છત્રી લઈ ને બેઠો હતો ત્યાં એક ચિત્રકાર જય નો સકેચ બનાવી રહ્યો હતો.જય ની નજર અચાનક એ કલાકાર પર પડે છે અને તેની નજીક જાય છે . ચિત્રકાર આબે હુબ જય નો પેન્સિલ ચિત્ર જય ને બતાવે છે.
જય ખુશ થઈ ચિત્રકાર ને એની કિંમત પૂછે છે.ચિત્રકાર હસતા મોઢે એ સ્કેચ જય ને આપી દે છે. અને ફરી ક્યારે મોકો મળશે તો ઓઇલ કલર થી ફરી કોઈક સારું ચિત્ર બનાવી રંગ પુરીશ એવું કહી એ ચિત્ર કાર ત્યાંથી જતો રહે છે.

થોડા દિવસ બાદ જય દરિયા કિનારે કેન્ટીને ચા પીતો હોય છે.ત્યાંજ ચિત્રકાર પર એની નજર પડે છે.જય તેને ચા ની ઓફર કરે છે.ચિત્રકાર જય ની ટેબલે આવે છે.બને જણા વાતો કરતા કરતા ચા પીતા હોય છે.ત્યાંજ એક સુંદર યુવતી કોફી ઓર્ડર માટે વેઇટર ને બોલાવે છે. ત્યાંજ જય ની નજર એની તરફ અને એ યુવતી ની નજર જય થી ટકરાય છે. એ યુવતી ના ચહેરાની માસૂમિયત અને અલ્હડતા જય ને આકર્ષે છે.
બંને એક બીજા થી અજાણ્યા હોવા છતાં એક ચિર પરિચિત લાગણી નો અનુભવ થાય છે.ચિત્રકાર ચા પીતા પિતા બન્ને ને નિહાળતો હોય છે.ત્યાંજ એ યુવતી પોતાની કોફી મગ સાથે લઈ અને દરિયા તરફ જાય છે.
જય યુવતી સુંદરતા ને નિહાળતો રહી જાય છે.તેની દરિયા થી ઊંડી આંખો માં જાણે જય ડૂબી ગયો હોય તેમ તેની આંખો નો નશો જય ને ચડતો જાય છે. દરિયા કિનારે એ યુવતી દરિયા ની સાંજ ની સુંદરતા માણી રહી હતી ત્યાંજ અચાનક વીજળી સાથે ઝર મર વરસાદ ની ઝડી શરૂ થાય છે. એ રૂપ પર વરસાદ ની પાણી ની બુંદો જાણે ઈશ્વરે મોતી નો વરસાદ કર્યો હોય. આમ એ પાણી માં ભીંજાતી યુવતી ને જોઈ જય તરતજ પોતાની છત્રી લઈ એ યુવતી નજીક પહોંચે છે ત્યાંજ વરસાદ એ માજા મૂકી હોય તેમ વરસવા માંડે છે.જય એ યુવતી ને પણ છત્રી માં સમાવી લે છે. જેથી એ ભીંજાય નહિ.યુવતી ના મુખ પર સ્મિત આવે છે.

એ યુવતી જય ને હલ્લો કહી થેન્ક્સ કહે છે.અને થોડો સમય દરિયા ને જોવા ની વાત કરે છે.જય તરતજ હા.. મને પણ વરસાદ માં દરિયો જોવો ગમે છે.કહી ઉભો રહે છે.
આ વરસાદ અને દરિયા ની લહેરો વચ્ચે બને જણા એવા તે ખોવાઇ જાય છે કે સમય નું ધ્યાન જ નથી રહેતું ત્યાં જ દરિયા ની વાતો વચ્ચે બંને એક બીજા ના નામ પણ પૂછવા નું ભૂલી ગયા હતા.ત્યાંજ એ યુવતી ને સમય નું ધ્યાને આવતા તરતજ પોતા નું નામ ગ્રીષ્મા કહી પરિચય આપે છે.જય પણ પોતાનો પરિચય આપે છે.

જય તમે ખુબજ સુંદર છો કહેતા ગ્રીષ્મા થેન્ક્સ કહી હળવું સ્મિત આપતા ફરી મળીયે બાય કહેતા પાર્કિગ તરફ આગળ વધે છે અને જય પણ પોતાની બાઇક લઇ ઘર તરફ જવા રવાના થાય છે. પૂરા રસ્તે જય ગ્રીષ્મા વિષે વિચારતો રહે છે.
રાત્રી ના સમયે જય ગ્રીષ્મા ની વાતો અને એ આંખો ને યાદ કરતાં કરતાં પડખા ફેરવતો ફેરવતો આખી રાત એ ગ્રીષ્મા ને યાદ કરતો રહે છે.

નંબર પણ ન લીધો પણ ફરી મળીશું ની વાત એક આશા સાથે તે ઓફિસે જવા માટે નીકળે છે.કામ માં પણ એનું ધ્યાન એજ દરિયા થી ઊંડી આંખો અને એજ મીઠી મીઠી વાતો તરફ ખેંચાતું જાય છે. જેમ તેમ એ કામ પતાવી અને તે દરિયા જવાનું વિચારે છે ત્યાંજ બોસ એના ચેમ્બર માં જય ને બોલાવે છે અને અરજન્ટ માં હૈદરાબાદ મીટીંગ માં જવાનું કહે છે જય તો બરાબર નો મુંજાય છે.એક બાજુ ગ્રીષ્મા ની યાદો અને એ વાતો અને બીજી બાજુ બોસ નો ઓર્ડર પણ કામ ને ધ્યાને લઇ જય હૈદ્રાબાદ જવા રવાના થાય છે.ઘર તરફ જતાં દરિયા કિનારે બે મિનિટ માટે જતો આવું અને નજર તો કરું કદાચ ગ્રીષ્મા મારી રાહ જોતી હશે.વિચારી બાઇક થી ઝડપ ભેર દરિયા કિનારે બાઇક થી ઝડપ પહોંચે છે . પણ ત્યાં ગ્રીષ્મા નજરે ન ચડતા નિરાશ થઈ . કેન્ટીને મેસેજ આપી જય હૈદ્રાબાદ જતો રહે છે .ચાર દિવસ બાદ તે પરત ફરે છે અને રજા નો દિવસ હોવાથી વહેલી સવાર થીજ જય દરિયા કિનારે જતો રહે છે કેન્ટીન ખુલતા ની સાથેજ કોઈ મેસેજ આવ્યો કે નહીં પૂછતાં ના માં જવાબ મળે છે છતા તે એક આશ સાથે ગ્રીષ્મા ની રાહ જોતા ત્યાંજ બેઠો રહે છે.

આજે બાર મહિના નો સમય વીતી ગયો પણ જય તો ગ્રીષ્મા ની યાદોમાં ખોવાયેલો અને રાહ જોતો દરિયા કિનારે ફરતો હોય છે.ત્યાંજ એ ચિત્રકાર જય ને મળે છે અને પોતે બીમાર હોતા આવી ન શક્યા ની વાત કરતા એ મસ્તી ના મૂડ માં જય ને ગ્રીષ્મા વિશે પૂછે છે.જય ની આંખો નમ થઈ જાય છે અને પૂરી વાત એ ચિત્રકાર ને કરે છે બંને જણા એજ ટેબલ પર બેસી ને ચા પિતા હોય છે ત્યાંજ કોફી ના ઓડર નો અવાજ સંભળાતા જય ની નજર તે ટેબલ તરફ ફરે છે.તો રેડ કુર્તી માં યુવતી પાછળ થી દેખાતા જય ને ગ્રીષ્માં નો અણસાર આવે છે તે તરતજ ગ્રીષ્મા કહી ટેબલ તરફ પહોંચી જાય છે.

પણ એ તો બીજી જ કોઈ યુવતી દેખાતા સોરી...કહી જય પાછો પોતાની ટેબલ પર નિરાશ થઈ બેસી જાય છે.

ત્યાંજ ચિત્રકાર પોતાની બેગ માંથી ગ્રીષ્મા અને જય નો તે દિવસ નો બેક પેઇન્ટિંગ જય ને આપે છે.આજે આ વાત ને દશ વર્ષ વીતી ગયા છે.એ ચિત્રકાર આ ફાની દુનિયા મૂકી જતો રહ્યો છે.જય આજ ના દિવસે પણ ગ્રીષ્મા ની યાદો અને એ પેન્ટીગ ને નિહાળી જીવન વ્યતીત કરી રહ્યો છે.હવે જય પાસે ગ્રીષ્મા ની યાદો અને દરિયા કિનારે ફરવા આવતા પર્યટકો માટે કેન્ટીન ખોલી ને જીવન નિર્વાહ ચલાવે છે.ગ્રીષ્મા ના નામ થી શરૂ કરેલી કેન્ટીન આજે યુગલો માટે એક પ્રેમ નો પ્રતીક બની ગઈ છે.અનેક કપલ અહીં આવે છે અને પોતાના પાર્ટનર જોડે એકાંત માં સમય વિતાવે છે .જય બસ આ બધા ના પ્રેમ ને નિહાળતો રહે છે.પણ જય તો એકજ નજર માં ગ્રીષ્મા નો બની ગયો હતો. જેનો સાક્ષી આ દરિયો બન્યો હતો. બસ દરિયા કિનારાની એ સાંજ ને યાદ કરી જય જીવન ના દિવસો વિતાવી રહ્યો છે..