વેઇટિંગ રૂમ... Beenaa Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

વેઇટિંગ રૂમ...

સ્થળ : રેલ્વે સ્ટેશન
હૈદરાબાદ

બપોર નો સમય, અને એપ્રિલ મહિનો...ગરમી થી કાળજાળ લોકો...એવા સમયે મુસાફરી કરવી એ ઘણું મુશ્કેલ છે. એમ તો ટ્રેન માં મુસાફરી કરવાની મજા ઘણી છે પણ ઉનાળા ના સમય માં થોડું વધારે મુશ્કેલ છે મારા માટે એક કામ માટે હૈદરાબાદ આવી હતી અને આજે પાછી ફરતી હતી...
હોટેલ થી કેબ બુક કરાવી ને રેલ્વે સ્ટેશન જવા નીકળી.
પણ હાય રે... હૈદરાબાદ નો ટ્રાફિક.....

દોઢ કલાક તો પહોંચતા લાગ્યો...અને બપોર નો સમય એટલે ગરમી થી ત્રસ્ત....

આજે તો એવું લાગતું હતું કે સૂરજ કઈક વધારે જ ગુસ્સા માં છે.
ટાઈમ સાચવી ને રેલ્વે સ્ટેશન પહોંચી ..ત્યાં અનાઉન્સ થયું કે મારી ટ્રેન 2 કલાક મોડી છે....

એક ધ્રાસકો પડી ગયો કે આટલી ગરમી માં 2 કલાક કેવી રીતે વીતશે....

એક પાણી ની બોટલ ખરીદી અને વેઇટિંગ રૂમ તરફ ચાલી નીકળી . બીજો કોઈ રસ્તો પણ નહોતો મારી પાસે. પહેલા તો લેડીસ રૂમ માં ગઈ બેઠી થોડી વાર પણ અહી તો અકળામણ વધારે થતી હતી ગરમી ના કારણે. બહાર આવી ત્યાં જોયું કે એસી વેઇટિંગ રૂમ પણ છે કલાક ના થોડા પૈસા ચૂકવી ને તમે થોડી ઠંડક લઈ શકો છો. આજે મને ખરેખર આપણી ગવર્મેન્ટનો આભાર માનવાનું મન થયું. એમણે એટલીસ્ટ પબ્લિક ની મુશ્કેલી સમજી તો...

ત્યાં અંદર જઈ ને ખરેખર સારું લાગ્યું. થોડો ગરમી નો અહેસાસ ઓછો થયો. થોડી વાર પછી ધ્યાન ગયું કે આજુ બાજુ કોણ બેઠું છે એ પણ મે તો નથી જોયું. અને એટલા લોકો હતા પણ નહિ રૂમ માં ૭ થી ૮ લોકો હતા. એક ફેમિલી હતું, પતિ પત્ની અને એમની એક બાળકી. એક કાકા એમના પુત્ર સાથે બેઠા હતા. લાગ્યું કે કોઈ ઈલાજ કરવા આવ્યા હશે અહીં. એમને જોઈ ને એવું લાગતું હતું. એક ગુજરાતી છોકરો બેઠો હતો એકલો. સ્ટુડન્ટ હોય એમ લાગ્યું. આજ ના સ્ટુડન્ટ્સ ની જેમ કાન માં એર પ્લગ લગાવી ને મોબાઇલ માં પડેલો હતો. અને એમ પણ મોબાઇલ આવ્યા પછી કોઈ એકલું હોતું જ નથી. એટલી ક્રાંતિ તો મોબાઇલ ના આવવા થી થયી છે. ટીવી ચાલુ હતું કોઈ તેલુગુ ગીતો આવી રહ્યા હતા. મારી સમજ ની બહાર નું હતું એટલે હું આસ પાસ ના લોકો ને જોઈ રહી હતી.
થોડી વાર પછી બે છોકરીઓ અંદર રૂમ માં આવી. તમિલ હતી કદાચ. હશે કદાચ ૧૮,૧૯ વર્ષ ની આસપાસ. એ બંને છોકરીઓ માં થી એક છોકરી બહુ જ સુંદર હતી. કંઇક એની ખુદ ની સુંદરતા અને કંઇક એની ઉંમર ના લીધે નું એનું અલ્લહડ પણ...એને વધારે સુંદર બનાવતું હતું. કોઈ પણ મેકઅપ વગર પણ ખૂબ સુંદર લાગતી હતી એ. મોટી નિર્દોષ આંખો, લીસા પણ વાકડિયા વાળ, અને સૌથી સારો હતો એનો અવાજ . મંદિર ની ઘંટડી જેવો કોમળ અવાજ. એ છોકરી પોતાની એ ફ્રેન્ડ સાથે જ વાતો કરી રહી હતી કોઈ ફંકશન ની કદાચ. અને એનું પોતાનું જ હોવું જોઈએ ફંક્શન કેમ કે બોલતી વખતે એક ચમક આવી જતી હતી એની એ મોટી મોટી આંખો માં...
એનો અવાજ સાંભળી ને પહેલી વાર એ છોકરા એ ઉપર જોયું. અને પછી એ મોબાઇલ માં જોવાનું જાણે ભૂલી જ ગયો...

થોડી વાર એને એકટક જોઈ રહ્યો હતો. પછી વરે ઘડીએ એને જોતો રહેતો. કોઈ પણ સ્ત્રી પાસે એક આવડત કહો કે એક ભગવાને આપેલ વરદાન કે કોઈ એની સામે એક ટક જોવે છે કે કોઈ એની પાછળ આવે છે એ કોઈ પણ સ્ત્રી ને જોયા વગર પણ ખબર પડી જાય છે. આ પેલી તમિલ છોકરી ને પણ કદાચ ખબર પડી ગઈ હતી કે સામેની ખુરશી માં બેઠેલો એ છોકરો ક્યાર નો એને જોઈ રહ્યો છે...એને પણ જોયું એની સામે અને કદાચ એ જ વાત એની ફ્રેન્ડ ને કરી કેમ કે એની ફ્રેન્ડ પણ એ છોકરા સામે જોયું.
કદાચ એ નાજુક ઉંમર નો પ્રભાવ કે શું પણ હવે બંને એક બીજા સામે જોઈ અને સ્મિત ની આપ લે કરતા હતા. મને પણ હવે આ બંને ને જોવા નું ગમી રહ્યું હતું. આ મુગ્ધાવસ્થા ની ઉંમર જ એવી હોય છે...
થોડીવાર પછી છોકરો બહાર ગયો અને વેફર્સ ના પેકેટ્સ લઈ ને આવ્યો. એ લોકો જે ખુરશી માં બેઠા હતા એ પણ એમની સાથે બેઠો અને એમને વેફર ના પેકેટ આપ્યા. બંને વચ્ચે નો સેતુ એની મિત્ર હતી. જે થોડી વાચાળ હતી. હવે ત્રણે જણા જાણે ખૂબ જૂના મિત્રો હોય એમ વાતો કરતા હતા. એ છોકરી મોબાઇલ બતાવી રહી હતી એટલે કદાચ નમ્બર્ ની આપ લે કરી હશે.
હવે એમ થતું હતું કે થોડી વધારે મોડી હોય મારી ટ્રેન. મને આ લોકો ની પહેલી નજર ના પ્રેમ મા રસ જાગ્યો હતો.
હવે એ બંને ધીરે ધીરે એ બંને જ સાંભળી શકે તેમ વાતો કરતા હતા. થોડી વાર પછી એ છોકરા ની ટ્રેન નો કદાચ ટાઈમ થયો હોય એમ લાગ્યું કારણ કે એ છોકરી ઉદાસ થયી ગયી હતી. ત્રણેય જણા ઉઠ્યા અને રૂમ ની બહાર નીકળ્યા. મારા પણ બે કલાક વીતી ગયા હતા એટલે હું પણ બહાર નીકળી. એ છોકરો ટ્રેન માં ચડી ગયો હતો. અને પેલી બહાર ઊભી હતી. એટલું સુંદર સંવેદના. ભર્યું દ્રશ્ય હતું. એ ક્ષણ મારા મન માં વસી ગઈ હતી જેના લીધે હું આ વાત લખ્યા વગર ના રહી શકી.
ટ્રેન ચાલી એને જે હાથ પકડી રાખ્યો હતો એ છૂટી ગયો. અને એ હતો રહ્યો. એ વિદાય હાલ પૂરતી હતી કે હમેશાં માટે...ખબર નથી મને પણ દુઃખ એ બંને ના ચહેરા પર જોયું હતું મે.
વેઇટિંગ રૂમ ની આ પ્રેમ કહાની એના પૂરા અંજામ સુધી પહોંચશે કે નહિ...? એ ફરી મળશે કે નહિ???