સવાર નો સૂરજ ઊગ્યો પણ આદિત્ય ના જીવન માં હજી પણ એ કાળ રાત્રિ જ ચાલે છે. સૂમસાન ઘર માં સબંધી ઓ ની આવ જા છે પણ સ્નેહ લાગણી વગર ના. ત્રણ રૂમ રસોડા નું આ મોટું મકાન પણ એક ખંડેર જેવો અહેસાસ આપે છે આદિત્ય ને. અને કેમ ના થાય આટલા મોટા ઘર માં એ અને એની મમ્મી બે જ લોકો રહેતા હતા છતાં પણ પૂરો દિવસ ઘર માં મમ્મી ની વાતો, મમ્મી નો ગુસ્સો, ક્યારેક સામાજિક વાતો રિવાજો શિખવતા આ બધા થી ઘર હમેશાં ગુંજતું રહેતું હતું. પણ આ કોરોના કાળ બની ને આવ્યું અને એની પાસે થી એની સૌથી મહત્વ ની વ્યતક્તી ને છીનવી ગયું. પૂરી દુનિયા આજે કોરોના ની ઝપેટ માં આવી ગઈ હતી. જ્યારે બી સમાચાર જોતો ટીવી પર કે પેપર માં ત્યારે એને ખૂબ દુઃખ થતું પણ એક સ્વાર્થી વિચાર પણ આવતો કે મારા મમ્મી સલામત છે અને એ વાત પર નાનકડું સ્મિત પણ આવી જતું એના ચહેરા પર.
એની પૂરી દુનિયા જ મમ્મી પર નિર્ભર હતી જેમ દુનિયા ના તમામ બાળકો ની હોય છે. સવાર જ મમ્મી ના અવાજ થી થતી હોય અને રાત પણ બહુ મોડું થયું આદિ હવે સૂઈ જા. તબિયત બગડશે.
સંબધીઓ આવે છે પણ કોરોના ના લીધે દૂર દૂર બેસી ને સલાહ આપે છે. આદિત્ય મન માં ને મન માં મૂંઝાઈ રહ્યો છે . રડવું છે મન મૂકી ને પણ રડી નઈ શકાતું. કોરોના ના કારણે થયેલું મરણ એટલે સબંધી ઓ ની એ જ સ્ટીરિયો ટાઈપ સલાહ એ જ સનેટાઈઝર ની બોટલ દરેક સબંધી ના હાથ માં ફરતી ફરતી રહે છે અને એના સ્પ્રે સાથે જેમ કે લાગણી ઓ પણ ઘસાતી જાય છે ભૂસાતી જાય છે. થોડા દિવસો પછી સંબંધીઓ નું પણ આવાનું ઓછું થયું ગયું. એમ પણ કોરોના ના લીધે ઘણા સંબધી ઓ નતા આવી શક્યા.
હવે તો દિવસે પણ ઘર સ્મશાન જેવું લાગવા લાગ્યું હતું આદિત્ય ને. એને કોઈ સાથે વાતો કરવી હતી, કોઈ ને પકડી ને રડવું હતું...
ઘણી રાતો થી એ સૂતો જ નહોતો. રાત્રે મોબાઇલ માં ડૂબવાની કોશિશ કરતો અને જ્યારે મોબાઇલ થી આંખો દુઃખી જાય ત્યારે કદાચ થોડી ઘણી વાર માટે સૂઈ શકાતું. અચાનક રાત્રે એને એ હોસ્પિટલ, કોરોના થી પીડાતા દર્દી ઓ, આઇ સિ યું ના વોર્ડ માં મમ્મી ને તડપતા અને છેલ્લે પોતાના જીવ થી પણ વધારે વહાલી મા ને છેલ્લા શ્વાસ લેતા જોતા..... આ બધું યાદ આવી જતા એ ગભરાઈ જતો. એનો શ્વાસ રુંધાઈ જતો. એમ થતું કે હમણાં એનું રદય બંધ પડી જશે...ચીસો પડવાનું મન થઇ જતું એને. પણ આ બધી જ લાગણી ઓ ને દબાવી ને બેઠો હતો આદિત્ય.
થોડા દિવસ પછી ઓફિસ ના મિત્રો આવે છે ઘરે દિલાસો આપવા. આદિ ને થયું ચલ હવે કોઈ સાથે મન મૂકી ને વાતો કરી શકાશે. રડી શકાશે મિત્ર ના ખભા પર માથું મૂકી ને. પણ કોરોના.... કોરોના ના લીધે મિત્રો પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવી ને બેઠા હતા અલગ અલગ ખૂણા માં. એ જ સેનેટાઈઝર ની બોટલ ફરતી રહી ઘર માં. એ જ હાથ માં સ્પ્રે. અને કીટાણુ ની સાથે લાગણી ઓ પણ મરતી રહી. જૂના મિત્રો પણ એ જ સલાહ એ જ સૂચનો આપતા રહ્યા. અને હિંમત રાખવાનું કહી ને હતા રહ્યા..
હવે આદિ નતો સહન કરી શકતો. એને ખરેખર કોઈ ની જરૂરત હતી જેની સાથે એ રડી શકે, એને ભીંસી ને ગળે લાગી શકે.
આટલા વર્ષો એને કોઈ ને પણ પોતાની પાસે નતા આવવા દીધા. કેમ કે એને કઈક બનવું હતું. મમ્મી નું સપનું પૂરું કરવું હતું. મમ્મી એ ખૂબ દુઃખ જોયું હતું અને એકલા હાથે મોટો કર્યો હતો આદિ ને. એટલે એને મમ્મી ના બધા જ સ્વપ્નાં પૂરા કરવા નું નક્કી કર્યું હતું. તમામ એશો આરામ મમ્મી ને આપવા હતા આદિ ને. એક સરસ મલ્ટીસ્ટાર કંપની માં મેનેજર ની પોસ્ટ પર હતો આદિત્ય. સારી આવક હતી. પણ આ દોઢ વર્ષ થી કોરોના ના લીધે એ કંપની પણ બંધ થઈ ગઈ હતી. વર્ક ફ્રોમ હોમ કરી ને એવી આવક નાતી થતી. એમ માનસિક, આર્થિક n ધીરે ધીરે શારીરિક રીતે પણ નબળો પડતો જતો હતો.
આજે એક જૂના ઓફિસે ના મિત્ર નો ફોન આવ્યો કે ઝલક ના પિતા કોરોના ના લીધે મૃત્યુ પામ્યા છે. ઝલક....આદિ ની ઓફિસ માં નોકરી કરતી , આઝાદ વિચારો ધરાવતી યુવતી હતી. હમેશાં બધા સાથે મસ્તી કરતી ખૂબ મોર્ડન છોકરી હતી ઝલક. આદિ ને એ પસંદ પણ હતી પણ એને એ પણ ખબર હતી કે ઝલક ની પસંદ એ નહિ હોય. કારણકે ઝલક મોર્ડન હતી. એટલી જ સુંદર પણ હતું. એનું કોનવેંટ ઇંગ્લિશ એટલું જ લાજવાબ હતું. ઝલક ઘણી વાર એને કહેતી કે થોડો મોર્ડન બન. પણ એ સ્મિત સાથે વાત જવા દેતો.
ઝલક ના ઘરે તો જવું જ પડશે એવું મન માં ને મન માં વિચારતો હતો એ. પોતને આજ એને આયના માં જોયો. કેટલો બધો બદલાઈ ગયો હતો એ. કાળા વાળ માં ક્યાંક ક્યાંક સફેદી દેખાતી હતી. ઝલક ના કહ્યા પછી થોડું ઇન્ફિરિયર કૉમ્પ્લેક્સ થી પીડાય ને જિમ શરૂ કર્યું હતું. પણ કોરોના ના લીધે દોઢ વર્ષ થી એ પણ બંધ હતું. આંખો ઊંડી ઉતરી ગઈ હતી. અને ઢીલો પડતો શર્ટ અને એ કોટન નું પેન્ટ. કઈક અલગ જ દેખાતો હતો એ.
આજ એને વ્યવસ્થિત વાળ ઓળ્યા. સફેદ દેખાતા વાળ ને સરસ રીતે છૂપાવી દીધા કાળા વાળ માં. કબાટ માં થી શોધી ને ફીટ થાય એવું સારું શર્ટ શોધ્યું અને સારું પેન્ટ. મિત્રો સાથે એ ઝલક ના ઘરે જવા નીકળ્યો.
અહી પણ એ જ રીતે બધા અલગ અલગ બેઠા હતા. સોશિયલ ડિસ્ટન્સ જાળવી ને. એ જ ફરી સેનેટાઈઝર ની બોટલ ફરતી રહી અને હમેશાં જેમ લાગણી ઓ પણ ભુસાતી રહી. એ જ જૂની સલાહો, હિંમત રાખવાની વાતો. જેના થી ઉબાયી રહ્યો હતો આદિત્ય.
ઝલક નીચે જોઈ ને બેસી રહી હતી. એના હમેશાં સરસ રહેતા સુલજાયેલા વાળ આજ વિખરાયેલા હતા. જાણે ક્યારના ઓળ્યા જ ના હોય. આંખો ઊંડી ઉતરી ગઈ હતી. હાડકા દેખાય રહે એ હદે પાતળી લાગતી હતી.
થોડી વાર બેઠા પછી બધા મિત્રો ઊભા થયા અને એ જ સ્ટીરિયો ટાઈપ સલાહ હિંમત રાખવાની અને કંઈ કામ હોય તો જાણવાની આપી ને નીકળી ગયા. આદિ ઝલક ની સોસાયટી ના દરવાજે ઉભો રહી ગયો અને મિત્રો ના જવા પછી પાછો ઘર માં ગયો.
ઝલક પાસે ગયો અને કહ્યું કે ઝલક મને ખબર છે શું વીતી છે તારા પર એ કેમ કે હું પણ એ જ દુઃખ માં થી પસાર થઇ રહ્યો છું. મને ખબર છે આ દુઃખ કોઈ માં કઈ પણ બોલવાં થી ઓછું નહિ થાય પણ તને જ્યારે પણ એવું લાગે કોઈ સાથે વાત કરવી છે હું છું તારી સાથે. હું તને નઈ કહું કે રડીસ નહિ. રડી લે મારો ખભો છે તારા માટે. એટલું બોલી એ ચૂપ થઇ ગયો અને ઝલક દોડી ને આવી એની પાસે કે આદિત્ય મારા પપ્પા.....મને એકલી મૂકી ને જતા રહ્યા આ દુનિયા માં... મન મૂકી ને રડી એ દિવસે ઝલક.....
આ યુગ ના રાધા અને કૃષ્ણ નું મિલન અંતે થયું