Featured Books
શ્રેણી
શેયર કરો

હું અને કૃષ્ણ વાંસળી - 8 - કાન્હા સાથે વ્યથા

કાન્હા સાથે વ્યથા

“હું અફાટ ઉર્જાનો મહાસાગર છું. હું જ પ્રેમ છું. હું જ વ્યથા છું. હું જ એ સુંદર
કવિતા... છતાં મારી અંદર આટલો બધો ક્રોધ શેનો છે દેવ? હું એને અફાટ ચાહું
છું જેમ રાધા તમને ચાહતી હતી... તો પછી એનાથી આ નારાજગી કેવી છે
દેવ?” “હા..હા..હા..હા.. મનુષ્ય છો તમે પ્રિયે. એ કેમ ભૂલી જાવ છો? મનુષ્ય છો
તો મનુષ્ય રૂપી લાગણીઓ તો હશે જ. અને એ તમને હેરાન પણ કરશે. તડપાવશે
પણ ખરી, પણ આનંદ પણ આપશે” 
“જે વસ્તુ ક્રોધ કરાવી શકે છે એનાથી ભાગો નહીં જેટલુ ભાગશો એટલું એ
ભગાવશે. એને પ્રેમ કરો. જો તમારુ પ્રિય પાત્ર તમારી પાસે સમય માંગે છે તો
સમય આપો. સવાલ કરે છે તો જવાબ આપો અને દૂર જવાનું કહે છે તો... તો દૂર
થઈ જાવ. દૂર થશો તો જ એને તમારી યાદ આવશે”
“પણ દેવ આજ તો મારી કમજોરી છે. હું એ સ્થિર, સુંદર અને પવિત્ર આત્માને
ગુમાવી ચૂકી છું.  જો સામે વાળું પાત્ર દૂર થવાનું કહે તો દૂર થવા પણ તૈયાર હતી,
વિના કોઈ કારણ એને દૂર થી પ્રેમ કરવા તૈયાર હતી. પણ, હવે ડર લાગે છે. મોહ
થઈ ગયો છે. એની સાથે સમય વિતાવાની આદત થઈ ગઈ છે. મારી જગ્યા અને
મારો સમય કોઈ બીજું ના લઈ લે એનો ડર લાગે છે દેવ”
“હા..હા..હા..હા.. આ ડર જ તો છે પ્રિયે જેના પર જીત મેડવવાની છે” “હું જાણુ
છું નથી થતું પણ કોશિશ તો કરવી પડશે ને. જો એને તમારાથી દૂર, થોડો સમય
એકલામાં વિતાવો હોય તો એ સમય એને આપી દો. એના મિત્ર બનો. પછી
તમારી જગ્યા અને તમારો સમય કોઇ નહી છીનવી શકે”
“પણ દેવ એ મિત્રતા જ ક્યાંક ગાયબ થય ગઈ છે. છૂટી ગઈ છે. ભાંગી ગઈ છે.
વિશ્વાસ કોના પર કરુ? આખો દિવસ મને ડરાવતા મારા મન પર કે પછી એ
મિત્રતા પાછી લાવવા માટે લડતા ઝઘડતા હૃદય પર?” “હા મારા મન અને હૃદય
વચ્ચે નિરંતર એક યુદ્ધ ચાલે છે. દેવ હું આ યુદ્ધની સમાપ્તી ઈચ્છુ છું. હું ફરીથી
એ પવિત્ર દૈવિક આત્મા અને એ વિશ્વાસ ઈચ્છુ છું, બીજા કોઇ માટે નહી પણ
મારા પોતાના મનની શાંતિ માટે. હું તમે થઈ જવા માંગુ છું. સદાને માટે તમારી
અને તમારા જેવી જ”

“હા..હા..હા..હા.. પ્રિયે એના માટે હૃદયને મજબૂત બનાવો, વિશ્વાસને પાણી
આપો. પ્રેમનું, સમર્પણનું, નિઃસ્વાર્થતાનું, સમયનું, સંવાદોનું અને પછી એની જીત
પાક્કી છે” “અને એક વખત એ જીતી જશે તો પછી એ પ્રેમ, એ ત્યાગ અને એ
આત્મા બધું જ તમારુ છે અથવા તો એ બધું જ તમે છો. માત્ર અને માત્ર તમે
અને જ્યાં તમે પ્રેમ અને સમર્પણ માં ભળી જશો ત્યાંથી મારા હોવાની શરૂઆત
થાય છે. પછી કોઇ પણ વ્યક્તિ તમને પ્રેમ કર્યા વગર નહી રહી શકે. વિશ્વાસ કરો
પ્રિયે તમે કૃષ્ણમય થય જશો”

કહના પોતાની વાત ચાલુ રાખે છે

"પછી કદાચ કોઈ સવાલો નહી રહે. તમારા માં તમારા જેવું કઈ નહી રહે. અહ્યા થી એક અનંત યાત્રા ની સરુઆત થશે.

એ યાત્રા જે તમને રાધા એન્ડ મીરા બન્ને બનાવશે. ત

મારા અસ્તિત્વમાં નાનો દીવો સડગતો દેખાસે જે હમેશા તમારા જીવન માં અજવાળું કરી ને રાખશે." 

કાના ના અવાજ માં પ્રેમ અને તડપ બંને સાથે વર્તતા હતા.

હા, આજે પહેલી વાર એમનો ચેરો અને આખો ઓછું બોલતી હતી પરંતુ એમનું વર્તન વધારે જલકતુ હતું.

આ જોય ને મને કાના સાથે આ સવાદ આગળ વધારવાની ઈચ્છા તો હતી, પાન કાનના મનની સ્થિતિ નો વિચાર મને અટકાવી ગયો.

અને મે આગળ કઈ પૂછવા કરતા વધારે એમના મૌન ને અનુભવવાનુ સ્વીકાર્યું.