Gazal-E-Ishq - 1 books and stories free download online pdf in Gujarati

ગઝલ - એ - ઇશ્ક - 1

૧. ગઝલ 

ઘડિયાળના કાંટા સાથે વિસરતો સમય,
એમાં પુષ્પની મહેક સરીખો તારો પ્રણય.

અલબત્ત ચિનગારી ઊઠી એ હૃદયના મયખાનામાં,
આગને શમાવતો એમાં તારો જળપ્રલય.

કે પ્રેમ ની પાંપણ નો તું એક ઝબકારો,
ઝબકારા ને અકબંધ રાખતો તારો એ ધબકારો.

હું અણસમજું! કારણ, એક તરફી આ ચીઝ,
સમજી બેઠો સ્મિતને તારા, પ્રેમનું પ્રતીક.

એક જ આકાશમાં ક્યારેક દિન અને રાત,
સમકક્ષ જીવનમાં મારા, તારો આભાસ.

વળગી રહું તને! તો કઠિન છે થોડું આમ,
વળગણ વિના નો પ્રેમ ! ઝાલીમ ! ના ફાવે ખાસ.

પોઢતી વેળાએ નીકળે મુસાફરીએ પ્રેમની,
જાગીને જાણું ત્યાં તો, તારો શૂન્યાવકાશ.

રદીફ અને કાફિયા નો તો અલગ જ છે અંદા્ઝ,
મારો અને ગઝલનો એમાં ચાબુકદાર પ્રહાર.

સવારી નીકળી છે, આ એવા મુસાફરની,
ખબર નહીં કયો આધાર ! અને કયો મુકામ !

ગાંડો ઘેલો થાવ, ચાહે તો મરીએ જાઉ !
છોડુ ના સાથ ક્યારેય, ગઝલ તારો હોવ!

 

૨. અધીરો

અધિરો નથી પણ, મૂક બધિર એ નથી.
ન સમજું અંગત ની ચાલ, એવો બેવકૂફ એ નથી !

અસ્ત્ર નોતા હણવા મને, શબ્દોના બાણ કાફી નથી!
પૂરોજ કરવો હોય જો મને, આવો સરેઆમ કમજોરી નથી!

ઘાતક તો હું હતો જ નઇ, પણ બન્યો ઇ વાત ખોટી નથી.
કેટકેટલાને જવાબ દેવા પ્રેમથી? નફરતના ઘા કાંઈ ઓછા નથી!

અને તમે વળી વાત કરો છો દરિયાદિલીની ?
પણ હું કહું છું કે તમારામાં, તો એનો છાંટોય નથી.

દિલ મારુ લઈ ગયા, ને કટકા કરીને દઈ ગયા પાછું !
ઈને કોણ સમજાવે? કે હધ્ય છે રમકડું નથી!

 

૩. મજા તો ત્યારે આવે 

મુશાયરો કરવાની મજા ત્યારે જ આવે,
જ્યારે પ્રેક્ષકોની હાજરી પુરજોર હોય.

પ્રેમ કરવાની મજા ત્યારે જ આવે,
જ્યારે સામેવાળાનેય થોડીક દિલચસ્પી હોય.

નફરત કરવાની મજા તો ત્યારે આવે,
જ્યારે દુશ્મનની દુશ્મનાવટ સટીક હોય.

નશો કરવાની મજા ત્યારે જ આવે,
જ્યારે ભરી મહેફિલ માં મોહબ્બતના જામ રેળાતા હોય.

સમજાવવાની મજા ત્યારે જ આવે,
જ્યારે અસલમાં કોઈક સમજવા ને લાયક હોય.

દુ:ખડા તો ક્યારેય ગાવાના જ નહીં,
પણ રોવાની મજા તો ત્યારે જ આવે,
જ્યારે અશ્રુ આપણા વહે અને આંખ કોકનીય ભીંજાતી હોય.

 

૪. વાસ્તવિકતા 

દીન ના આંસુ લૂછવા કોઈ નથી?
અમીરોની લાગણીઓ છલોછલ લાગે છે!

પૈસા અને લાગણીનો આ સંબંધ કેવો?
દિલ મોટા દિવાન-એ-આમ લાગે છે!

એક રસ્તાના બે ચીરીયા !
જાણે કોણ એનો સર્જક લાગે છે?

આ અમીર અને ગરીબ! જાહિદ !
માણસ માણસમાં તફાવત લાગે છે?

 

૫. અઘરી વેળા 

અઘરી એ વેળા છે,
જ્યારે કોઈ સાથ છૂટે છે .

અશ્રુ વહેતા નથી,
માણસ અંદરથી તૂટે છે.

પોતાને સત્ય સાબિત કરવામાં,
એ પોતે જ થાકી જાય છે.

રાહ જ્યારે પસંદ કરે ખુદથી,
ત્યારે બીજાઓને અત્યંત ખટકે છે.

“કમ્બખ્ત” ઝાલીમીયત કરવાની રીત હોય ને!
તમે જીવો તમારી રીતે, અમને ક્યાં નડે છે?

 

૬. જિંદગીની જંજાળ 

 

જિંદગીની જંજાળમાં થાકી ગયો હું,

કંઈક નવી જવાબદારીઓ માં અટવાઇ ગયો હું.

 

 

લડવાની હજુ તો હમણાં જ શરૂઆત કરી,

ત્યાં તો પ્રારંભમાં જ હણાઈ ગયો હું.

 

 

ચડવાના હતા હજુ તો ઊંચા શિખરો,

પણ સમય,સંજોગ અને હાલાત તો જુઓ,

અરધે જ રસ્તે ફેંકાઈ ગયો હું.

 

 

કેટલાયના પરિચયમાં આવી ગયો છું,

કોણ મારું ? એ ઓળખવામાં હારી ગયો હું.

 

 

મતલબી આ દુનિયા થી માંડ ટેવાયો છું,

કેમ કરીને જીવવું ?એ પણ શીખી ગયો હું.

 

 

ચોમેર સ્વાર્થ ભરેલા માણસોની દુનિયામાં,

માંડ માંડ ! શ્વાસ લેતો થઇ ગયો હું.

 

 

વેદનાઓ બધી કહી નથી શકાતી,

લખીને પણ હળવા થવાય એ જાણી ગયો હું.

કાગળ અને પેન ને બનાવીને મારા મિત્રો,

આ ગાઢ મૈત્રી ના રસ માં રંગાઈ ગયો હું.

શું થયું?ખબર નહી!લખવાનો શોખ જાગ્યો,

એમાં જ ગઝલ લખવા ના રસ્તે ચંપાઈ ગયો હું.

 

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED