ગઝલ - એ - ઇશ્ક - 2 Nency R. Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગઝલ - એ - ઇશ્ક - 2

૧. ગુલાબ જેમ....

ગુલાબ જેમ ગુલાબી હોય!
એમ દિલ મારું નવાબી હોય!

સવારમાં જોઈએ માત્ર એક જ વસ્તું,
અને એ ગરમ ગરમ ચા હોય!

સવાલોની જેમ હારમાળા હોય,
એમ હું હાજરા જવાબી હોય.

કોઈ પૂછે કેમ છો?
તો જવાબ મારો મોજ-ઇ-દરિયા હોય .
જવાનું મન મારું ત્યાં જ હોય,
જ્યાં કુદરતનો અદભૂત નજારો હોય.

કોઈ પૂછે શ્રેષ્ઠ સમય કયો?
તો જવાબ મારું બાળપણ હોય.

જુવાનીમાં તો વાગે જાટકાં !
બાળપણમાં તો ખાલી પ્રેમ અને દુલાર હોય.

સુખ અને દુઃખ ભરેલા આ જીવનમાં,
દુઃખી રહેવાનો કાંઈ અર્થ ના હોય.

જીવનમાં દુઃખ શું છે વળી ?
એનો તો મને ખ્યાલ જ ના હોય.

સવાલ પૂછું હું સુખ ને ક્યારેક,
તું વળી આટલું બધું ફ્રી કેમ હોય?

જવાબ એ વળતો આપે મને,
તું મોજ કર ખાલી બીજું શું હોય?


૨. હરખથી.....

હરખથી ગયો હતો, ચાલવા એ રાહ પર !
પાછો ઠેલવાઇ ગયો ઘોર અંધકારમાં.

ઝાલ્યો’તો હાથ જેનો જીવનભરની આંસમાં,
છૂટ્યો એ સાથ માત્ર એક જ બબાલમાં !

લાગણીઓ ઠાલવી મે, જેના માટે મારી,
એણે જ દુભાવ્યો મને મારા આ સંસારમાં.

ખોટો ન હતો પ્રેમ એ મારો પણ,
છેવટે નડ્યો મારો જ સ્વભાવ ?એ વ્યવહારમાં.

સમજ્યા હતા જેને મેં આ જીવનમાં મારા,
અસલમાં એ ક્યારેય હતા જ નહીં નસીબમાં.

છતાંય મંડ્યો હતો એમને જ હું પામવા,
રહી ગયો એકલો હવે એમના વિરહમાં.

લખવાનો અર્થ માત્ર ગઝલ પૂરતો જ રાખવો,
હા હું લખું છું માત્ર ‘એની’ જ શાન માં.


૩. તલબ...

અઘરી છે તાલાવેલી !
ધૂન મને તારી લાગી!

તારા એ માયાજાળમાં,
ડૂબવાની ચાહ જાગી !

પ્રેમ રસ છે અદ્ભુત !
પીવાની લત લાગી!

જાણ્યું ન હતું ક્યારેય,
એવી જોર આગ લાગી!

તારા એ અનેરા સ્મિત ને,
નિહાળવાની તમન્ના જાગી !

તને ઘોળીને પીય જાવ,
એવી અનરાધાર તરસ લાગી!

તારામાં જ રચ્યાપચ્યા રહેવાની,
અનોખી મનોદશા જાગી !

ઓય ! ‘ગઝલ’ તને જ કહું છું!
કે તને વધારે જાણું, એવી જોર ‘તલબ’ લાગી!


૪. રાહ

હાસ્ય પાછળ રહેલું દર્દ જાણવાં !
વીતેલી ક્ષણોનું રહસ્ય શોધવાં !

સુખ ભરેલી પળોની મજા માણવાં !
દુઃખના ટોપલા અપરંપાર ઝીલવાં !

હૃદયમાં ખુચેલા કાંટા કાઢવાં !
મનોસ્થિતિની સત્ય પણે જાંચ કરવાં !

એકલતાના તાળાની ચાવી બનાવાં !
અનરાધાર મુશ્કેલીમાં સાથ આપવાં !

રુદન ભરેલી આંખોના અશ્રુ લૂછવાં !
કઠિન સમયનો પૂરજોર સામનો કરવાં !

કોઈ નથી?એ સત્ય છે તારો સાથ દેવા !
તું એકલા જ મથતો રહે આ ભેંકારમાં!

કંઈ મુશ્કેલ નથી, એવુંય આ જગતમાં !
તું બસ જીવતો જા, “રાહ" ની રાહમાં !


૫. એક અનમોલ ગઝલ

એક અનમોલ ગઝલ છું,
હા કોઈ ની કવિતા નથી.

લખાણનો અપ્રતિમ બાદશાહ છું,
પણ હા! લેશ માત્ર ઘમંડ નથી.

શતરંજનો સામાન્ય ખેલાડી છું,
પણ રમત એ સારી નથી.

આકાશનો એ ચમકતો તારો છું,
જેનું તેજ કદીયે ખૂટ્યું નથી.

ઘાવ ખાનાર એ પથ્થર છું,
જેના ટૂંકડાં કદીયે થયા નથી.

છંછેડોશો નહીં મને સૂતેલો રહેવા દો,
આગાઝ બેશક ઉત્તમ છે!
અંજામ એટલો સારો નથી.


૬. સત્ય નથી.

લક્ષણો મારા ખરાબ નથી,
તમે સમજો એ બધું સત્ય નથી.

કોઈના માટે હું કઠોર નથી,
દયાવિહીન ભાવના ! કોઈ તાલુકાત નથી.

નિયત મારી બુરી નથી,
તમે જોયું એ દ્રષ્ટિ તમારી ઠીક નથી.

જોડણી મારી અચૂક સાચી નથી,
પણ લાગણી ક્યારેય મારી ખોટી નથી.

મારામાં એવી કોઈ ખામી નથી,
જો દેખાય તો દ્રષ્ટિકોણ સીધો નથી.

શબ્દો ક્યારેક કંટક તો નથી,
પણ લખાણ મારું એટલુંય ભવ્ય નથી.

જીવન કોઇ એક રમત નથી,
“દ્રષ્ટિ એવી સૃષ્ટિ” હરહંમેશ સત્ય નથી.














આપ સહુનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.
તથા માતૃભારતી ની સમગ્ર વ્યવસ્થાનો પણ ખૂબ ખૂબ આભાર.

જય હિંદ......
જય ભારત.......