૧. આશિક મિજાજ
લાચારી એ ઝૂકાવ્યો'તો!
બેદર્દીની ક્યાં વાત હતી?
ભોળપણ એ ફસાવ્યો'તો!
ચાલાકીની ક્યાં વાત હતી?
અશ્રુ એ મુંજાવ્યો'તો!
લાગણીની ક્યાં વાત હતી?
પ્રેમ એ લોભાવ્યો’તો!
બેવફાઈની ક્યાં વાત હતી?
સમુંદર એ ડુબાવ્યો’તો!
ગેહરાઇની ક્યાં વાત હતી?
આશિક મિજાજ આ દિલને!
ગૈરોની ક્યાં ચાહ હતી?
૨. કઠપૂતળી
મગજથી એવો રિબાયો છું,
ન જાણે કેવો? ઢીબાયો છું!
લોખંડ તો સારુ લાગે છે મને,
એનાં કરતાંય ખરાબ કટાયો છું!
મનોદશાના એવા ઉડ્યા ચિથરા,
એવો કાળઝાળનો ફેંદાયો છું!
ઝેર જ ઉગળતું હોય જાણે જુબાન પર,
એવો અકાળે મરતો-મરતો જીવ્યો છું!
હૃદય ની તો હાલત જ ના પૂછતા,
ધબકારા તો શરૂ છે,
પણ લોહી લુહાણ હાલતમાં ઘવાયો છું !
છેલ્લે શબ્દય નથી જડતા હવે મને,
એવો અંધારપટ માં અટવાયો છું!
અને હા હજુંય છેલ્લે કંઈક કહું તો.....
જુબાન અને કાયા તો મારી જ છે,
પણ લાગે છે, કઠપૂતળીની જેમ રમાડાયો છું!
૩. શુળ બનીને
શુળ બનીને ખૂંચે છે,
એ રાહ બનીને મૂકે છે !
આ કયામત તો જો તારી!
કે શ્વાસ બનીને રૂંધે છે.
પ્રેમ બનીને પારખે છે,
સ્નેહ કરીને જતાવે છે !
આ અદા તો જો તારી!
સ્વાર્થ બનીને લૂંટે છે.
પાપ બનીને પૂજે છે,
નામ લખીને લૂછે છે !
આ વાત તો જો તારી!
બરફ બનીને થીજે છે.
શંખ બનીને ગુંજે છે,
ક્યારેક અજંપો લાવે છે!
આ છટા કઈ છે તારી ?
જે મને ! એય મારા માંથી જ ભૂસે છે!
૪.પ્રભુ
આજની લાગણીવિહીન દુનિયા પ્રભુ,
ક્યાંક તો કચાશ રહી મારા વ્યવહાર મહી પ્રભુ.
કયો સમય અને સંજોગ જ્યારે તે મને બનાવી?
પ્રત્યેક વાત સટીક હદય પર લેતી કરાવી પ્રભુ.
દુઃખ દેવા કે લેવા, બંને પ્રકરણમાં એક માણસ દુઃખી ,
છતાંય મને બંને પ્રકરણોમાં દુઃખ લગાડતી કરી પ્રભુ !
આમ તો હું ક્યારેય તને યાદ નથી કરતી,
પણ સાચું કહું તો દુઃખના સમયમાં તું જ પેલો યાદ આવે છે પ્રભુ.
શિકાયત ના, “કારણ” દરેકને કંઈક ખાસિયત આપી છે તે,
પણ તોય એક શિકાયત ! તારાથી કેમ આટલા કોમળ હૃદયની રચના શક્ય બની પ્રભુ?
સાચું કહું તો વ્યથા કોઈને રજૂ કરવી નથી ગમતી,
જીવવું નથી ગમતું! પણ તે જીવવાય બોવ લાચાર બનાવી પ્રભુ.
ના!ખોટું ન સમજતો પ્રભુ દોષ નથી આપતી તને,
પણ આ ઘનઘોર કાળઝાળ માં હું એકલવાયી પડી પ્રભુ.
અંતર્મુખી સ્વભાવ મારો ક્યાં સુધી નડશે?
મુફટ બોલું તોય બફાટ લાગે પ્રભુ !
ના આમની ના તેમની ક્યાંયની ના રહી!
માફ કરજે જો ભૂલ છેવટે મારી જ હોય પ્રભુ !
૫. શિકાયત
શિકાયત તો બોવ હતી,
પણ હારીને દૂર ફંટાઈ ગયા !
ક્યાં સુધી ચલાવવી બબાલ ?
અંતિમ સમયે ખોટવાઈ ગયા !
પ્રેમની તો એવી ગંગા વહેલી ને,
કે નાહી નાહીને એમાં ડુબાઈ ગયા!
ખબર હતી કે અમો તરવૈયા નથી!
એટલે જ એ ફાયદો ઉઠાઈ ગયા!
ખટમીઠી આ બેમિસાલ જિંદગીમાં,
નશો એ પ્રેમનો ચડાઇ ગયા!
મારે તો ખાવા’તા બે-ચાર પકવાન,
ને મધરાતે જાગવાની નાચીઝ આદત અપાઈ ગયા !
વિખુટા પડ્યા એનો ક્યાં વાંધો છે?
પણ યાદો ને મૂકીને એ તો જતાઈ ગયા !
કમીઓને મારી છૂપાવીને સંતાઈ ગયા !
ક્ષણભંગુર સાથ, જીવીને ધરાઈ ગયા !
અને શબ્દ કંટક, લાગણી ક્યાં ખોટી ?
તફાવત આ સમજાવવામાં “બિચ્છુ”,
આપડે તો ફસાઈ ગયા !
૬. અનુભવથી
અનુભવથી વંઠીને! હું !
ક્યાં જઈને બેઠો છું?
એકલો અટૂલો છુટો-છવાયો,
ને સવાયો થઈને બેઠો છું!
મુશ્કિલ અવરોધોને ક્યાં?
સાથે લઈને બેઠો છું !
સૌની સાથે બને જો શક્ય,
તો સહકાર થઈને બેઠો છું!
લાલચની લાલચમાં ક્યાં?
લાલચી થઈને બેઠો છું?
પામું શક્તિ એવી તો,
પરમાર્થી થઈને બેઠો છું!
નાના એવા શબ્દરૂપી બાણથી,
ક્યાં ઘાયલ થઈને બેઠો છું?
આવે મેઘાડંબર ને એમાં !
ભીંજાયને તણાઈને બેઠો છું!
સથવારાની ઝંખનાને કયાં?
મનમાં લઈને બેઠો છું?
જખ્મોને રુઝાવાની કેવી?
ચાહત લઈને બેઠો છું!
રમતા રમતા રમીને ક્યાં?
હું મોટો થઈને બેઠો છું!
બાળપણની તોતડી બોલી!
શૂન્યાવકાશ થઈને બેઠો છું!
જગતમાં વસેલા મનુષ્યની માફક,
ક્યાં? સામાન્ય થઈને બેઠો છું!
પમાડુ અચરજ દરેકને તો,
એક આશ્ચર્ય થઈને બેઠો છું!
દર્દ ને દબાવી ને ક્યાં ?
હું ધુરંધર થઈને બેઠો છું!
“બિચ્છુ”! હૃદયના હુમલાનું લાગે,
કે મોટું કારણ થઈને બેઠો છું!