ગઝલ - એ - ઇશ્ક - 8 Nency R. Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગઝલ - એ - ઇશ્ક - 8

૧. અણગમો

પ્રેમની પરોણીના દોરાનો તું તાંતણો,
તાંતણાનાય બે ફાંટા, એનો છે અણગમો !

ક્ષણભંગુર રાત્રી ને દિવસનો તાપ દાઝણો,
પળે પળે મૂંઝવતી તારી, યાદોનો છે અણગમો !

રફતાર તો જો ! આ ઘડીએ મોતનો મરણો,
જીવન તથ્યરૂપી, કડવાટનો છે અણગમો !

જાત-પાત નાથ ! અહીંયા જુદા જુદા છે વર્ણો,
માણસ ને માણસાઈ, વિખુટાનો છે અણગમો !

પ્રકૃતિના ન્યાય કરવાના વિશિષ્ટ છે ચરણો,
નિમિત્તોને સહજપણે, ન સ્વીકાર્યાનો છે અણગમો !

ક્યારેક કાઢવા! અમુક મુશ્કેલ છે તારણો,
સત્ય ને જુઠ, નથી ઓળખાતાનો છે અણગમો !

૨. છે તું...

અણગમતી શબ્દાવલીમાં મનગમતો પ્રાસ છે તું,
વણઉકેલી પહેલીના ઉકેલનો આસ છે તું !

અધવચાળે મળી ગયેલો રાઝ છે તું,
ગડમથલ પામેલી જિંદગીનો હાશ છે તું!

બાદબાકી તારી તો જીવતી લાશ છે હું,
સરવાળે સંગ તારા પ્રાણનો આભાસ છે તું !

રળિયામણી જિંદગીનો ગુનેગાર છે તું,
હેડકિઓ આવે એનો ત્રાસ છે તું !

બાકી તો યાદો મહી પાસ છે તું,
જજુમી ઉઠેલી જિંદગીનો અવકાશ છે તું !

આવીને વિફરેલો અવતાર છે તું,
આગાઝ તારો ઉત્તમ ને, અંજામ કાશ છે તું?


૩. મરણ શૈયા

મરણ શૈયા પર સુતા સુતા ખ્યાલ આવ્યો મને ,
જિંદગી ક્ષણભંગુર, પૂર્ણવિરામ લાગ્યો મને!

આત્મા મારો દેહ ત્યાગી દૂર ભાગ્યો મને,
અર્થ અનર્થ બધું પૂરું, ચિત્તાએ બાળ્યો મને !

અમુક અશ્રુઓ વહ્યા આશ્ચર્ય પામાડ્યો મને,
જાતી જાતી વેળાયે ઘણો રિબાવ્યો મને !

અસહ્ય પીડા વેદનાઓ! દર્દમાં લપેટ્યો મને,
એકલવાયા મુંજારાએ અત્યંત હેબતાવ્યો મને !

નિસાસા નથી નાંખતો, પણ કેવો “બનાવ્યો” મને?
શું મળતું હશે? એ ગડમથલે બોવ ઘુમાવ્યો મને !

લાચારી અને ખુમારી, જીવન આ જીવવાની,
“બિચ્છુ” છેલ્લી એ ઘડીએ ફ્લેશબેક કરાવ્યો મને !

૪. સંન્યાસીને જો...

સંન્યાસીને જો ! નથી શેનીય મોહમાયા,
ક્ષણભંગુર જીવન, ને લથપથ આ કાયા !

માયાના રાજમાં છે બધા ખોટ ખાયા!
પડે બધું છાનું જો પડે મોક્ષની છાયા !

ઝેરના આ ઘૂંટ કોણે મને પાયા ?
પાપને ત્રાજવે તોલાઇને, તમે ગંગા નાહ્યા !

સંસારની આ કેવી?લઘુતાગ્રંથિ ભાયા !
આકર્ષક કાયથી અહીંયા સૌ કોઈ લોભાયા !

દિલની દાસ્તાન સુણાવવા સૌ બેચેન આયા !
અળગામણી માણસથી માણસાઈ કેવા આ પાયા ?

શબ્દના બાણ ચલાવે, એ ઘાવ મેં ઝીલ્યા !
અકબંધ મારી ગાથા, ને પ્રેમના થોડા સાયા !

પામવા એ પ્રેમને સૌ કોઈ રોયા!
પામી લેવું એ નથી પ્રેમ, ક્યાં કોઈ સમજ્યા?

૫. કત્લ-એ-આમ

કત્લ-એ-આમ આ દિલની કહાની કોને કેવી?
ઉઠેલા ભયંકર તોફાનની જુબાની કોને દેવી?

પ્રેમની આ કેવી છે? પાંગરેલી માયાજાળ !
મધદરિયે ઊચાપાતની રવાની કોને દેવી?

તડપ અને તલપ ! વિંધાયેલા આ હૃદયની!
સત્ય ચાહત મારી, બયાની કોને દેવી?

ભાંગી પડ્યો છું હું દરેક ખૂણે ખાંચરે !
દર્દનાક આ દાસ્તાનની રુહાની કોને દેવી?

ચડે છે શ્વાસ મારો, અને ઉતરીય જાય છે,
વચ્ચેના સમયની પિડાદાયક ગુમનામી કોને દેવી?

દુ:ખ શેનું લગાડું? અને શેનું ના લગાડું?
બખ્તર પેરીનેય ધાર લહુની કોને દેવી?

નથી જોતી કાયા, કે નથી જોતો આત્મા!
જંગે ચડેલી મારી આ જીંદગાની કોને દેવી?

પુષ્પ પાથરીને માગુ છું માફી હું બધાંની,
વિખરાયેલ હારમાળાની સલામી કોને દેવી?

નથી હું ધુરંધર, છું એક સામાન્ય બાળ,
આગ ભભૂકી ઉઠેલી મારી નનામી કોને દેવી?


૬. કઠિન

કઠિન છે આ સમય, જ્યાં કહી નથી શકાતું !
રહેવું છે! છતાં રહી નથી શકાતું !

લેકિન કિન્તુ પરંતુ બંધુ, વ્યાકરણ આ આવું!
જીવનમાં ઉતારીને તરી નથી શકાતું !

જીવ મારો ગભરાય! એ છે એમ તો સામાન્ય,
પણ એ ગભરામણમાં ક્યારેક ફરીય નથી શકાતું !

આમ તો દેખાડું કે , મને કાંઈ ફેર નથી પડતો !
પણ અંદર જ અંદર રડી નથી શકાતું !

દુઃખ તો નથી મારે એવા કાંઈ !
પણ ઉદાસીનતા મહી બહાર આવી નથી શકાતું !

બસ જીવતો’તો એમ જ જીવવું છે હજુંય !
મોતની સામે "બિચ્છુ"! એમ હારી નથી શકાતું !