Featured Books
  • ફરે તે ફરફરે - 36

    મુંબઇમા વાન્દ્રા  વેસ્ટમા હીલ રોડના બીજા છેડે એક રેસ્ટો...

  • આશાબા

    સુરજ આજે અસ્તાચળ પર હતો છતાં પણ કાઈક અલગજ રોશની ફેકી રહ્યો હ...

  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૨૦

રસોડામાં રંધાઈ રહેલી વાનગીઓની સોડમ છેક માઢમાં પ્રવેશતાની સાથે જોડે થતો હતો, આજે શ્યામાનું માંગુ લઈને મહેમાન આવ્યા હતા તો એમની નવાજીમાં કોઈ કસર ન રહે એ માટે પકવાનો રંધાઈ રહ્યા હતા, તેઓ માટે તળાઈ રહેલા મેથીના ભજીયા અને પુરીની સુગંધ પોતાની તીવ્રતા સર્જી રહી હતી, શીરો અને દૂધપાક એમની સોડમથી મઘમઘી રહ્યા હતા, ને બાસમતી ભાતની ભાત અને તમાલપત્રથી વધારેલ દાળની સોડમ જાણે આખાય માઢમાં અલૌકિક આનંદ પ્રસરાવી રહ્યા હતા, ને ઘમ્મર વલોણાંની છાશ એની તાજગી રેલાવી રહી હતી, આજે એ બધાં સ્વાદની સામે કદાચ ડોમિનોઝના પિત્ઝા અને મેક્-ડીની ફ્રેન્ચફ્રાઈઝ હારી જવાની હતી! આ બધામાં બનાવનાર અન્નપૂર્ણા સ્વરૂપ ગૃહિણીઓના પ્રેમ બોનસમાં હતો, માટે એનો સ્વાદ વધારે સ્વાદિષ્ટ બની ગયો હતો.
વાડીએથી આવી રહેલા મહેમાનોને જમવાની માટેની બધી વ્યવસ્થા થઈ જ ગઈ હતી, રોજ ડાઇનિંગ ટેબલ પર જમનારા મોંઘેરા મહેમાન માટે આજે ડાઇનિંગ ટેબલ તો નહોતા પરંતુ નાના પાટલા અને ભરતકમથી સજ્જ આસનિયા એમની રાહ જોઈને બેઠા હતા, લાલ રંગના જાજરમાન આસનીયાઓ પર મોરભાત અને પાટલે મઢેલી નકશી જાણે એકબીજા જોડે જબ્બર તાલમેલ ખાતી હતી, પટલાઓ પર કરેલી સોનાના વરખ જેવી ભાત જાણે સુવર્ણ યુગની યાદી આપી રહ્યા હતા.
મહેમાન ડેલીએ આવ્યાની ખબર સાથે ત્યાં ચહલપહલ વધી ગઈ, દાદા પણ આરામ કરીને જાણે ફરી એમની રિધમમાં આવી ગયા, લાકડી લઈને ચશ્મા પહેરીને અને માથે પાઘડીના વળ સરખા કરતાં તેઓ ફરી મહેમાનનવાજી માટે આતુર થઈ ગયા, મિત્રનો પૌત્ર હોવાથી એમને ગજબનો હરખ હતો, એમાંય જ્યારે એમની જોડે લગ્નસંબંધ સ્થપાશે એ વાતથી જ એમની છાતી ગદગદ થઈ ગઈ હતી, એમાંય શ્રેણિકને જોયા બાદ એમને આત્મસંતોષ થઈ ગયો હતો, શ્રેણિક ભલે બહાર ઉછર્યો પરંતુ એનામાં હજીય શાણપણ હતું, હજીય એના દાદાના સંસ્કાર સિંચાયેલા હતા, સ્વછંદતાની એનામાં જરાય ઝલક નહોતી, દાદાએ એમની શ્યામા માટે જેવો વર ધાર્યો હતો એના કરતાં પણ સદગુણી શ્રેણિક એમને લાગ્યો, હવે માત્ર હા પડવાની વાર હતી, દાદા રૂપિયો આપવા તત્પર જ હતા.
યુવાટોળી શેરીમાં આવી પહોંચી, પાકવાનની સોડમ સૌ પ્રથમ નયનને ઘેરી વળી, એ ખુશ થઈ ગયો, પ્રથમ વખત આવું રજવાડી ખાવા મળશે એને, ન્યુઝીલેન્ડમાં વળી આવી સોડમ ક્યાંથી મળી હોય? પકવાન તો મળ્યા હશે પણ અહીંની માટીની સોડમનો ઉમળકો તો ના જ મળ્યો હોય!
" આવો...કુમાર, જઈ આવ્યા ખેતરે?"- દાદાએ હવે શ્રેણિકને કુમારના નામથી સંબોધ્યો, એને નવાઈ લાગી, પરંતુ એ કઈ સમજી ના શક્યો, એને દાદાની મિઠાશ ગમી.
"જી, દાદા...સરસ છે વાડી હા! મજા પડી ગઈ.."- એને કહ્યું ને મનમાં ખુશ થતા વિચારી રહ્યો કે શ્યામાને મળવાની ખુશીથી વધુ ખુશી કોઈ નહોતી.
"ભલે....પણ આ મહેશ ક્યાં રહી ગયો? દેખાતો નથી?"- દાદાએ સામે બીજાઓ પર મીટ માંડી.
"દાદા....કાકા તો મંડળીએ ગયા છે કામ આવી ગયું હતું તો..."- પ્રયાગ બોલ્યો.
"લે... એને અત્યારે મહેમાનની વિશેષ કયું કામ આવી ગયું?"- દાદાએ જરા અકળાઈને કહ્યું.
"અરે દાદા...આવે જ છે પાંચ મિનિટમાં..." - પ્રયાગે વળતો જવાબ આપ્યો.
"દાદા.. અહીં જે મોર આવે છે એ જબરા છે...આ બધાય જોડે આવે ને મારી જોડેથી તો દૂર જતા રહે છે!"- નયને દાદાને મોરની વાત કરતા કહ્યું.
"ઇ તો તું અજાણ્યો સે ને એટલે...બે ત્રણ વાર જઈશ એટલે તારા હેવાયા થઈ જાશે!"- કહીને દાદા હસી પડ્યા.
"એટલે એના માટે મારે અહી રોકવું પડે ને?"
" હાસ્તો...રોકાઈ જાઓ..શું કામ છે..આમ પણ હમણાં તો રાજા મૂકીને જ તો આવ્યા સો ને?"- દાદાએ એને રોકવા કહ્યું.
" હું તો રોકાઈ જ જાઉં..પણ અહી બહુ ગરમી પડે! હું તો થાકી ગયો.."
"ઇ તો આદત નથી ને એટલે..."
" પણ મજા આવી ગઈ હો દાદા! અમરાપર આવવાનું મન થાય બીજી વાર!"- નયને વખાણ કરતા કહ્યું.
" ભલે તો મન ફાવે ત્યારે આવી જવું..."
" મને તો અહી ખાવાની મજા પડી ગઈ!"- નયને એનો મનગમતો ટોપિક છેડ્યો.
" હજી તો તમે નાસ્તો જ કર્યો છે, જમવાનું તો હજી બાકી છે!"- દાદાએ કહ્યું.
" સાચે?"- કહેતાં નયન ખુશ થઈ ગયો.
"હા...ચાલી હાથ પગ ધોઈ લો...જમવાનું તમારી રાહ જોવે છે!"- દાદાએ ખાટલેથી ઊભા થતાં કહ્યું.

ક્રમશ