ચોર અને ચકોરી. - 17 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોર અને ચકોરી. - 17

.....(અંબાલાલ સાથે ચકોરી નો સોદો કરવા ગયેલો કેશવ અંબાલાલ ને કહે છે
"મારુ ખિસ્સુ ગરમ કરો તો હુ તેને તમારે હવાલે કરવા રાજી છુ.)...... હવે આગળ.....
કેશવ સાઈઠ વર્ષનો. ચોરોનો ઉસ્તાદ હતો. અને વાતો ઉપજાવી કાઢવામા પણ એક્કો હતો. તો સામે અંબાલાલ પણ જમાનાનો ખાધેલ. પંચાવન વર્ષનો આધેડ અને અનુભવી માણસ હતો. એ તરત પામી ગયો કે આ માણસ મારી સાથે બનાવટ કરી રહ્યો છે. એણે પણ એની સાથે રમત રમવાનુ નક્કી કર્યુ. એણે ચેહરા ઉપર કડવાશ ભર્યું સ્મિત ફરકાવતા કહ્યુ.
"હં. તો હુ તારુ ખિસ્સુ ગરમ કરુ તો તુ એ છોકરી મને સોંપી દેશે. બરાબર.?"
"હા શેઠ. મારે છોકરીનું શુ કામ? મારે તો દોકડા થી મતલબ." કેશવ આંખોમાં ચમક લાવતા બોલ્યો. અને બિલાડી ઉંદરને મારતા પહેલા જે રમત ઉંદર સાથે રમે એવી રમત અંબાલાલે કેશવ સાથે આદરી.
"પેહલા તો તારુ નામ કે પછી આપણે આગળ વાત કરીએ."
"કેશવ" કેશવે ત્વરિત નામ જણાવ્યું.
"કેટલા દોકડાની આશા રાખે છે મારી પાસે થી તુ?"
"શેઠ. તમે તો એને તમારી શેઠાણી બનાવવા માંગો છો. હુ એ શેઠાણીની શુ કિંમત લગાડી શકુ? તમે જ કયો તમે કેટલા આપશો?"
"મારી પાસે તો ઘણા દોકડા છે. અને તુ કે એટલા હુ તને આપી શકુ એમ છુ. હવે તારે મારી પાસે થી કેટલા પડાવવા છે એ મારે તારા મોઢે થી જ સાંભળવું છે." કેશવને હવે આ અંબાલાલ શેઠ અટપટો લાગવા લાગ્યો. એને મૂંઝવણ થવા લાગી કે આની પાસે કેટલા માંગુ કે એને વધારે પણ નો લાગે અને મને ઓછાય નો પડે અને શેઠ જરાય આનાકાની કર્યા વગર હુ કવ એટલા આપી દે. કેશવને વિચારમા ડૂબેલો જોઈને અંબાલાલે પુછ્યુ.
"શુ વિચારમા પડી ગયો? ઝટ ફાટ મોઢામાંથી તો એક વાત નો નિવેડો આવે. અને હા. એટલાજ માંગજે જેટલા તને હજમ થાય. નકર જુલાબ થાતા વાર નઈ લાગે." અંબાલાલ દાઢમાં બોલ્યો. પણ કેશવને એનો મર્મ નો સમજાયો. બે પાંચ મિનીટ લીધી એણે નિર્ણય લેવામા. અને પછી ખચકાતા ખચકાતા ધીમેથી બોલ્યો.
"શેઠ. પાંચેક.. લાખ.. આપોતો....* કેશવ એનુ વાક્ય પૂરું કરે એ પહેલા જ અંબાલાલ ટહુક્યો.
"હા. હા. કેમ નહિ." પછી પોતાના માણસને કહ્યું.
"એલ્યા લાલ્યા. ઓલો વચમા થાંભલો છે ને એની હારે આ કેસુડાને કચકચાવી બાંધ તો."અંબાલાલ ના શબ્દો સાંભળીને કેશવને પરસેવો વળી ગયો. જીભ જાણે જલાઈ ગઈ.
"શુ.. શુ લેવાને.. શેઠ?"
"તને તારી ઓકાત યાદ અપાવવા. તને શુ લાગે છે કે તમારી યોજના પાર પડી જાશે?"
"કેવી યોજના? તમે કેવા શુ માંગો છો ભાઈસાબ. મને કંઈ સમજ નો પડી." કેશવ ભોળાભાવે બોલ્યો. પણ જવાબમા અંબાલાલે એક જોરદાર થપ્પડ કેશવના ગાલે ફટકારી.
"પેહલા પોતાના દીકરાને મારે ત્યા ચોરી કરવા તે મોકલ્યો....."
".. હળાહળ જુઠ્ઠાણું છે આ. હુ તો જનમનો વાંઝિયો છુ. મારે કોઈ દીકરો ફિકરો નથી." અંબાલાલના અનુમાનને અધવચ્ચે કાપી નાખતા કેશવ ઝડપથી એકી શ્વાસે પોતાના બચાવમાં બોલી ગયો. પણ અંબાલાલે એક બીજી થપ્પડ એના એજ ગાલ પર લગાવી.
"જયારે મારી હવેલી અને ગેસ્ટ હાઉસ માથી ઈ ચોર ના પેટનાને કંઈ ના મળ્યુ તો મને અને મારા માણસને મારીને એ ચકોરીને ઉપાડી ગયો. મારા. મારા અતિ વિશ્વાસુ એવા સુખદેવનુ કાસળ કાઢતો ગયો."પોતાનો ઉભરો ઠાલવતા અંબાલાલે કહ્યુ.
"આ બધુ જુઠ્ઠ છે...."કેશવ ફરીથી પોતાના બચાવમા વચ્ચે બોલવા ગયો. પણ ત્રીજી લપડાક લગાવીને એને અંબાલાલે ખામોશ કરી નાખ્યો.
"એક શબ્દેય નો બોલતો ખબરદાર. વોય મા." ત્રણ ત્રણ લપડાક કેશવને મારવાથી અંબાલાલને. જીગ્નેશે ભાંગેલા જમણા હાથમા દુઃખાવો થતા એના મુખમાંથી. " વોય મા "કરતો ઉહકારો નીકળી ગયો. પોતાના ડાબા હાથે જમણા હાથના દુઃખતા ભાગને દબાવતા ઘાંટો પાડતા અંબાલાલ તાડુક્યો.
"બાંધો હાળા ને ઝટ થાંભલે." લાલ્યો ને કાંતુ ને આગળ આવતા જોઈ કેશવ ધમપછાડા કરવા લાગ્યો.
"હુ તો શેઠ તમારી મદદ કરવા આવ્યો તો. ને તમે મારી હારે આવુ વર્તન કરો છો.?".....
.....શુ હાલ કરશે અંબાલાલ કેશવના... વાંચો આવતા અંકમાં..,..