ચોર અને ચકોરી. - 18 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોર અને ચકોરી. - 18

(ગયા અંક મા વાંચેલું.... લાલ્યા અને કાંતુને આગળ આવતા જોઈને કેશવ ધમ પછાડા કરવા લાગ્યો....).. હવે આગળ વાંચો.
સોમનાથના ઘરેથી કેશવના દૌલતનગર જવા રવાના થયા પછી. ચકોરી એ સોમનાથને કહ્યુ.
"સોમનાથ ભાઈ. આપણે તરત જીગ્નેશની મદદે જવુ જોઈએ. એ બિચારો કાલનો કોણ જાણે કઈ હાલતમા પડ્યો હશે."
"તારી વાત બરાબર છે ચકોરી. પણ તુ ચિંતા ન કર. હુ હમણા જ રામપુર જવા રવાના થાવ છુ." સોમનાથને પણ જીગ્નેશની ચિંતા થતી હતી.
"હુ પણ તમારી સાથે આવુ છુ ભાઈ. એમણે મુસીબતના સમયે મારી મદદ કરી હતી. હવે હુ શુ લેવાને પાછળ રહુ" ચકોરી બોલી તો સોમનાથે પુછ્યુ.
" તુ ત્યા આવીને શુ કરીશ?"
"લે. શુ કરીશ એટલે.? જીગ્નેશ કાલ સવારે અહીંથી ચા નાસ્તો કરી ને રવાના થયો હતો. પછી એને કંઈ ખાવા પીવાનુ મળ્યુ હશે કે નઈ મળ્યુ હોય. હુ સાથે હોઈશ તો એને કંઈ બનાવી ને ખવરાવી તો શકીશ." ચકોરી એ સાથે આવવાનું કારણ કહ્યુ તો સોમનાથને પણ એની વાત ગમી ગઈ.
"તારી વાત બરાબર છે. ચાલ તુયે." આમ સોમનાથ અને ચકોરી જીગ્નેશની મદદ કરવા ના ઇરાદાથી રામપુર જવા રવાના થયા.
કેશવ ધમ પછાડા કરતો રહ્યો ને કાંતુ અને લાલ્યાએ એને થાંભલા સાથે કચકચાવીને બાંધ્યો. કેશવ પોતાની આ દશા માટે પોતાના લાલચી સ્વભાવ ને મનોમન દોષ દેવા લાગ્યો. અંબાલાલ પાસે થી મોટી રકમ પડાવવા આટલુ મોટુ સાહસ કરવા કરતા ચકોરી ને કોઈ ચકલા વાળીને વેચી દીધી હોત તો દસ વીસ હજાર તો મળી ગયા હોત. આ પાંચ લાખ ની લાય મા રુપિયા તો ઠીક પણ હવે જીવ બચાવવો પણ મૂશ્કેલ લાગે છે. એ આમ વિચારો ના ઘોડા દોડાવતો હતો ત્યા એના કાને અંબાલાલ નો સ્વર અથડાયો. એ કાંતુને કહી રહ્યો હતો.
"કાંતુ. માળિયા ઉપર ઓલુ ચાબુક પડ્યુ છે એ લઈ આવ તો. એણે કેટલાય દિવસથી લોહી નથી ચાખ્યું તો આજે એને ચખાડી દઈએ." અંબાલાલ ની વાણી સાંભળીને કેશવ નો જીવ તાળવે ચોંટી ગયો. શ્વાસ અધ્ધર ચડી ગયો. બીકના માર્યા એના ડોળા ચકળવકળ ફરવા લાગ્યા. કરગરતા અવાજે ફરીથી એણે અંબાલાલ ને કાકલુદી કરી.
"એ શેઠ. હુ લેવાને જુલમ કરો સો. શુ બગાડ્યું સે મે તમારુ,? હુ તો એ સોડીને
તમને સોપવા માંગુ સુ." જવાબમાં અંબાલાલ દાંત ભીંસીને બોલ્યો.
"પાંચ લાખ રૂપિયા મા કાં?તારા દીકરાએ મારા સહુથી વિશ્વાસુ માણસ ને મોતને ઘાટ ઉતાર્યો. મારો હાથ ભાંગ્યો મારું માથું ફોડ્યું. હવે એ બધાનો હિસાબ હુ તારી પાસે થી લઈશ." અંબાલાલ આટલુ બોલી રહ્યો ત્યા કાંતુ હવામાં ચાબુક લહેરાવતો આવીને કેશવની સામે ઉભો રહ્યો. કાંતુને હાથમા ચાબુક લઈને ઊભેલો જોઈને. કેશવ નુ ઘ્યાન પહેલાં ચાબુક પર અને પછી કાંતુના કસાયેલા બાવડા ઉપર પડ્યુ. કાંતુના ભરાવદાર બાવડા જોઈને જ કેશવ ના તો મોતિયા મરી ગયા. ભગવાનમાં જરાય વિશ્વાસ ન કરનારો કેશવ મનોમન ભગવાનનુ સ્મરણ કરવા લાગ્યો. ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો. લાગ્યો. કે
"હે પ્રભુ. જો આયથી હેમખેમ નીકળી ગયો ને તો હુ ઓલી બ્રાહ્મણ કન્યાને મારા હાથે સીતાપુર એના કાકાના ઘરે મૂક્યાવિશ. મને આ દૈત્યો ના હાથમાથી ઉગારી લે." આમ પ્રાથના કરીને એણે ઢીલાઢફ અવાજે ફરીથી અંબાલાલ ને કાકલુદી કરી.
"ભઈ સાબ. મારે ને એ છોકરા ને કંઈ લેવા દેવા નથી......"કેશવનુ વાક્ય પુરું થાય એ પહેલાં અંબાલાલે કાંતુને ઈશારો કર્યો. અને સટ્ટાક કરતુક ને ચાબુક કેશવ ની પીઠ પર કાંતુએ ફટકાર્યું.....
લાલચી અને ચોરોના સરદાર એવા કેશવ ની અંબાલાલ શુ ગત કરે છે એ જાણવા વાંચતા રહો..
ચોર અને ચકોરી..