બારી ની બહાર જોઈ રહેલા રાધિકાબેન ને શ્યામભાઈ બોલાવી રહ્યા હતા પણ રાધિકાબેન ને તો જાણે અવાજ કાને પડતો જ નહતો. એ તો એમના વિચારો માં જ મગ્ન હતા. ચાંદ ને નિહાળી ને ભૂતકાળ માં ગરકાવ થઇ ગયા હતા. અચાનક શ્યામભાઇ એ આવીને એમના હાથ પર હાથ રાખ્યો ત્યારે એ વર્તમાન માં પાછા આવ્યા પણ આંખો માં નમી સાથે.
શ્યામભાઇ - શુ વિચારે છે?
રાધિકાબેન - કઈ નહી
શ્યામભાઇ - તને ખબર છે ને ખોટું બોલતા નથી આવડતુ તને? બોલ હવે શુ થયું?
રાધિકાબેન - વિચારું છું કે જે ઘર ને આપડે આમ સજાવી ને રાખ્યું. જ્યાં આપડા સુખ દુઃખ વીત્યા. જ્યાં આપડા બાળકો ની બાળપણ ની યાદો છે એ ઘર નો કાલે નિર્ણય કરવામાં આવશે કે ભાગ પાડવા કે વેચી નાખવું?? શુ આ ઘર ની આપડા બાળકો માટે કોઈ કિંમત નથી??
શ્યામભાઇ - અરે એવું કેમ વિચારે છે રાધુ? પરિવર્તન સંસાર નો નિયમ છે. જરૂરી નથી ને કે આપડે જ્યાં વર્ષો કાઢ્યા ત્યાં આપડા બાળકો પણ કાઢે. આપડે પણ પરિસ્થિતિ પ્રમાણે ઢળવું પડે. અને ઘર નું શુ છે નવા ઘર માં નવી યાદો બનશે. પરિવાર તો છે જ ને.
રાધિકાબેન - પરિવાર.... હા બે પુત્રો જેમને હવે અલગ થવું છે. પણ કોના થી?? માઁ બાપ થી? ભાઈ થી?? જે બે ભાઈ ને લોકો રામ લક્ષ્મણ કહેતા હતા એમને હવે અલગ રેહવું છે. અને શુ કહ્યું તમે નવું ઘર?? શુ એ લોકો એ ઘર વેચવાનો નિર્ણય કરી લીધો છે?આપડે તો નક્કી કર્યું હતું ને કે કાલે પહેલા ઘરમાં જ ઉપર નીચે અલગ રહેવા પર વિચારીશુ પછી જ બીજો કોઈ નિર્ણય લઈશુ. તો શુ એ લોકો એ જાતે જ નક્કી કરી લીધું?
શ્યામભાઈ ને સાંજ નો સમય યાદ આવી ગયો જયારે એ તેમના પૌત્ર ને ગાર્ડન માં ફરવા લઇ જવા માટે નીકળતા હતા ને રૂમ માંથી અવાજ આવતા તેમનું ધ્યાન એ વાત પર ગયું કે એમના પુત્રો એ નક્કી કરી જ લીધું છે કે કાલે થોડી વાર આ જ ઘરમાં માં ભાગ પાડવાની વાત કરવાનું નાટક કરશે પછી ઘરમાં માં ઝગડા ના વધે એનું કારણ આપીને ઘર ને જ વેચી નાખવાની વાત શરૂ કરશે. કેમ કે પહેલા જયારે આ વાત નીકળી તો શ્યામ ભાઈ એ સાંભળવાની જ ના પડી દીધી હતી. તો તેમના બન્ને છોકરાઓ એ આ રીતે વાત આગળ કરવાનું વિચાર્યું કારણ કે કાલે ચર્ચા કરવા માટે અમુક સંબંધી ને પણ બોલવામાં આવ્યા હતા તો એમની સામે શ્યામ ભાઈ એ આ લોકો ની વાત સાંભળવી જ પડશે.પણ તેઓ આ વાત પત્ની ને કરીને વધારે દુઃખી કરવા માંગતા ના હતા. તેથી તેમને પત્ની ને માનસિક રીતે સ્વસ્થ કરવાનો અત્યાર થી જ પ્રયત્ન કર્યો.
શ્યામભાઇ - અરે ના... હજી તો કાલે ચર્ચા કરવાની છે તો એમ થોડી આપડા છોકરા અત્યાર થી નક્કી કરી લેવાના. આતો હું બન્ને બાજુ વિચારતો હતો એટલે કહ્યું. ચાલ સુઈ જા હવે.
રાધિકાબેન - હા તમે સુઈ જાવ હું થોડી વાર માં આવું.
શ્યામભાઈ - સારુ.
શ્યામભાઇ સુવા તો ગયા પણ થોડી ના ઊંઘ આવાની હતી. બન્ને ભૂતકાળ વિશે વિચારી રહ્યા હતા.
*****
શ્યામભાઇ અને રાધિકાબેન ના અરેન્જ મેરેજ હતા.પરંતુ જોનારા ને એવુ જ લાગે કે લવ મેરેજ જ હશે. રાધિકાબેને ઘર માં આવતા જ ઘરને પોતાનું બનાવી લીધ હતું. સાસરી માં ફક્ત સાસુ સસરા અને એક નંણદ જે એની સાસરી હતી. શ્યામભાઇ ને બીજા કોઈ ભાઇ નહી. તેથી ઘર ની બધી જવાબદારી સાસુ એ એમને જ આપી દીધી હતી. અને રાધિકાબેન એ બધી જવાબદારી બઉ જ સારી રીતે નિભાવી હતી. મેરેજ ના થોડા વર્ષ માં બે બાળકો વેદ અને અંશ આગમન થી ઘર ખુશીયો થી ગુંજી ઉઠ્યું. વેદ મોટો અને અંશ 3 વર્ષ નાનો. બન્ને ભાઈઓ માં બઉ જ પ્રેમ. શાળા માં ક્લાસ સિવાય બન્ને સાથે જ હોય. વેદ અંશ નું ખુબ ધ્યાન રાખતો એને સાચવતો. અને અંશ વેદ ને માન આપતો. ભાઇ ભાઇ કરીને એની સાથે જ રહે. પણ કહે છે ને બધા દિવસ સરખા નથી હોતા તેમ મેરેજ પછી બન્ને ના સંબંધ ઓછા થવા લાગ્યા અને તેનું કારણ બન્ને ની પત્ની. વેદ ની પત્ની વેદિકા અને અંશ ની પત્ની આશ્કા. બન્ને ને જોઈન્ટ ફેમિલી માં રેહવું ગમતું નહતું. તેથી કોઈ ને કોઈ બહાના બનાવી ને પતિ ને અલગ રહેવાનું કેહતી. અને પોતાના પતિ ને ઘર ના બીજા સભ્યો વિશે ચડાવતી. આખરે એ દિવસ આવી ગયો જયારે એમના સપના સાચા થવાના હતા.
*****
બીજા દિવસે
શ્યામભાઇ નું આખું ફેમિલી અને કુટુંબ ના બીજા નજીક ના સભ્યો હોલ માં બેઠા હતા.
રાધિકાબેન - બોલો કોણ ઉપર ના ફ્લોર પર રહેવા માંગે છે અને કોણ નીચે?
વેદ - મમ્મી... મને લાગે છે કે ઉપર નીચે અલગ થવા થી પણ કોઈ મતલબ નથી. એ વાત માં પણ ઝગડો જ થશે કે કોણ ઉપર રહેશે કોણ નીચે?
રાધિકાબેન - અરે એમાં ઝગડો શેનો બેટા? આપડે ઉપર નીચે બધું સરખું તો કરાવ્યું છે. તો પછી આમ...
અંશ - અમે ઉપર ના ફ્લોર પર રહીશુ.
વેદ - તું જાતે આમ કેમનો નક્કી કરી શકે કે તું જ ઉપર રહીશ. મારે પણ ઉપર ના ફ્લોર પર જ રેહવું છે.
અંશ - પેહલા મેં કહ્યું હતું એટલે હું જ રહીશ.
રાધિકાબેન - બસ કરો બન્ને. આ શું માંડ્યું છે તમે?
વેદ - જો મેં કહ્યું હતું ને મમ્મી આ વાત માં પણ ઝગડો જ થશે.એના કરતા એ સારુ રહેશે કે અમે અલગ જ રહીયે... અલગ ઘર માં.
રાધિકાબેન - વેદ (આશ્ચર્ય થી )
અંશ - હા મમ્મી મને પણ એવુ લાગે છે કે વેદ ની વાત સાચી છે.
રાધિકાબેન - વાહ અંશ... તું પણ?? લગ્ન પછી તો ભાઇ ની કોઈ વાત માં સહમત નહતો થતો અને આ વાત માં તરત જ સહમત થઇ ગયો.
વેદિકા - તો સારુ જ છે ને મમ્મીજી... આ રોજ રોજ ના ઝગડા થી શાંતિ તો મળશે.
રાધિકાબેન ની આંખો માં પાણી આવી જાય છે. અને કુટુંબ ના સભ્યો સલાહ આપે છે કે એમ પણ હવે તો ખાસ કોણ જોઈન્ટ ફેમિલી માં રહે છે. જો એમની ઈચ્છા અલગ રેહવાની હોય તો ભલે અલગ રહેતા. કદાચ અલગ રહેવા થી એમના સંબંધ સુધરી જાય.
રાધિકાબેન શ્યામભાઇ ની સામે જોવે છે પણ એ પણ એવુ જ કહે છે કે જેમ છોકરાઓ ની ઈચ્છા હોય એમ કરે. આ સાંભળી ને બન્ને છોકરા અને વહુ તો ખુશ થઇ જાય છે. અને રાધિકાબેન સ્તબ્ધ બની ને જોઈ રહે છે. હવે એમને કોઈ વાત માં મન રહેતું નથી.
વેદ - જો હવે નક્કી થઇ જ ગયું છે કે બન્ને અલગ ઘર મા જ રહીશુ તો આ ઘર નો પણ નિર્ણય કરી જ દઈયે. આ બંગલૉ વેચી ને જે રકમ મળશે એમાં આરામ થી અમારા બન્ને માટે નવું ઘર ખરીદી શકાશે.
વિષ્ણુભાઈ (રાધિકાબેન ના ભાઇ )- તો દી અને જીજુ તમારા બન્ને માંથી કોની પાસે રહેશે?
વેદ - મને લાગે છે કે મમ્મી પાપા એ અંશ જોડે રેહવું જોઈએ. અંશ નું બાળક હજી નાનું છે તો મમ્મી ત્યાં હશે તો આશ્કા ને સારુ રહેશે.
વેદીકા - હા સાચી વાત. આશ્કા બિચારી એકલી કેમની ઘર અને બાળક સંભાળી શકશે.નહિ તો મમ્મી પાપા ને અમે અમારા ઘરે જ રાખત.
આશ્કા - so sweet ભાભી... તમે મારાં માટે કેટલું વિચારો છો. પણ તમે જરાય ચિંતા ના કરો હું મેનેજ કરી લઈશ. કેમ કે રાહુલ ને એના દાદીજી દાદાજી ની કેટલી માયા છે. એતો એમના વગર રહેતો જ નથી. એમા પણ નવા ઘર મા રાહુલ કેવી રીતે રહેશે. મમ્મી પાપા ત્યાં હશે તો એને જલ્દી ફાવી જશે.
બન્ને માંથી કોઈ ભાઇ પોતાના મા બાપ ને રાખવા તૈયાર નથી થઇ રહ્યા એ જોઈ ને શ્યામભાઇ અને રાધિકાબેન ને આઘાત લાગે છે.
વિષ્ણુભાઈ - એક કામ કરો બન્ને... તમે નજીક નજીક મા જ ઘર ખરીદજો જેથી દી જીજુ બન્ને ઘરે રહેશે જ્યાં એમની ઈચ્છા થશે ત્યાં.
વેદિકા અને આશ્કા ને આ વાત ગમતી તો નથી પણ હાલ કંઈ બોલતી નથી. કેમ કે વધારે બોલી ને એ બીજા ઘર મા શિફ્ટ થવાની વાત બગાડવા માંગતી નથી.
વેદ - પણ મામા
શ્યામભાઇ એક નિર્ણય સાથે ઉભા થાય છે.
શ્યામભાઇ - બસ.... પણ બણ કંઈ જ નહિ.
બહુ થયું તમારા બન્ને નું.
અંશ - પણ પાપા અમે તો...
અંશ આગળ કંઈ બોલવા જાય એ પેહલા જ શ્યામભાઇ હાથ બતાવી ને એને ચૂપ કરાવી દે છે.
શ્યામભાઇ - શું પણ અમે તો અંશ? લોકો છોકરી
ને બોજ માને છે. બધા ને છોકરો જોઈતો હોય છે કેમ કે એ વંશ આગળ વધારે છે. ઘડપણ ની લાકડી બને છે. પણ અહીંયા તો બે બે છોકરા હોવા છતાંય અમે નિરાધાર થવા જઈ રહ્યા છીયે.
બન્ને પોત પોતાના ઘર નું વિચારે છે. નવું ઘર વસાવું છે. પણ એ નવા ઘર મા ઘરડા મા બાપ નથી લઇ જવા. એકબીજા ની ચિંતા બતાવીને પોતાના ઘરે નથી રાખવા તમે લઇ જાવ કેહવું છે. પણ કોઈ અમારૂ નથી વિચારતું કે આ ઉંમર મા અમે ક્યાં જઇશુ. બસ બન્ને ને બહાના બતાવી ને છટકી જવુ છે.તમારે જે વાત કરવી હતી એ થઇ ગઇ હવે મારો નિર્ણય સાંભળો... જેને બીજું ઘર લેવું હોય એ લઈ શકે છે પરંતુ આ ઘર નહિ વેચાય.
આ સાંભળી ને ચારેય ની આંખો પહોળી થઇ જાય છે. કેમ કે એમને ખબર છે કે એકલા હાથે તો એ લોકો નવું ઘર હમણાં થોડા વર્ષો મા ખરીદી જ નહિ શકે.
વેદ - પાપા એવુ કંઈ નથી અમે તો... (આગળ બોલતા અટકી જાય છે )
શ્યામભાઇ - તમને શું લાગે છે કે મને કંઈ ખબર નથી?તમારા ચારેય ની વાત મેં સાંભળી લીધી હતી કે તમે આ ઘર વેચવા માટે ઝગડા નું બહાનું બતાવશો. અને એટલે જ ઉપર નીચે રહેવાની વાત મા ઝગડયા.
આ સાંભળી ને ચારેય ના મોઢા ઉતરી ગયા.
શ્યામભાઇ - હવે બધા મારી વાત સાંભળો.મેં એક નિર્ણય લઇ લીધો છે. મેં કાલે સાંજે જ વકીલ સાથે વાત કરી ને વિલ બનાવી લીધી છે. જે મુજબ હવે આ ઘર પર મારાં બન્ને માંથી કોઈ પુત્ર નો અધિકાર નથી તથા અમારૂ આ ઘર હવે ફક્ત અમારું જ નહિ પરંતુ અમારા જેવા બીજા 10 15 બદનસીબ માઁ બાપ નું પણ છે અને એટલા જ બીજા અનાથ બાળકો નું પણ.માઁ બાપ ને બાળકો મળી રહશે અને અનાથ બાળકો ને માઁ બાપ... ભલે ઉંમર વધુ હશે ઘરડા હશે પણ પ્રેમ હજી પણ દરિયા જેટલો હશે જે એ અનાથ અને લાયક બાળકો ને મળશે. આ બધું ટૂંકસમય મા જ થઇ જશે.
અંશ - તો પાપા અમે ક્યાં રહીશુ?
શ્યામભાઇ - તમારા નવા ઘર મા... જ્યાં રોજ ના ઝગડા થી તમને મુક્તિ મળશે.
વેદ - પણ અમે તો ઘર ખરીદયું પણ નથી તો અમે ક્યાં જઇશુ એતો વિચારો તમે?
શ્યામભાઇ - તમે વિચાર્યું હતું અમારું?
રાધિકાબેન-(રડતાં રડતા)આવુ ના કરો... જરા એમનું તો વિચારો.
શ્યામભાઇ - જોયું?? કે હજી આંખો બંધ છે. તમારી માઁ હજી પણ તમારું જ વિચારે છે.
ચલો તમારા માટે નહિ પણ તમારી મમ્મી માટે થોડું વિચારું છું તમારું.
થોડો વાર રહીને
શ્યામભાઇ - વીલ મુજબ તમારો કોઈ અધિકાર તો નથી પણ તમે ઈચ્છા હોય તો આ ઘર મા રહી શકો છે પરંતુ અમારા પુત્રો તરીકે નહિ એક ભાડુઆત તરીકે.
આ સાંભળી ચારેય એકબીજા સામે આંખો ફાડી જોઈ જ રહે છે.
શ્યામભાઇ એમનો નિર્ણય સંભળાવી રાધિકાબેન ને લઈને ત્યાં થી ઉભા થઇ પોતાના રૂમ મા જતા રહે છે.
સમાપ્ત.