Valentine's Vibes books and stories free download online pdf in Gujarati

Valentine's Vibes

ફેબ્રુઆરી મહિનો એટલે જાણે પ્રેમ નો મહિનો.બધા ટીનએજર 14 ફેબ્રુઆરી ની રાહ જોતા હશે. મીંગલ લોકો 14 ફેબ્રુઆરી દિવસને પ્રેમ ના દિવસ તરીકે ઉજવવા માટે રાહ જોતા હશે કે ક્યારે ક્યા કેવી રીતે હું આ દિવસ ને મારાં પાર્ટનર માટે ખાસ બનાવું. તો સિંગલ લોકો જે પ્રેમ માં છે એ રાહ જોતા હશે કે કેવી રીતે એ પ્રેમ નો ઈઝહાર કરશે.

આવા જ કંઈક વિચાર આર્વી ને આવી રહ્યા હતા.આર્વી ઓફિસ માં તેની સાથે કામ કરતા આરવ ને પ્રેમ કરતી હતી પણ છોકરી ની જાત એટલે પેહલા કેહતા ડરતી હતી શરમાતી હતી.
આ તરફ આર્વી વિચારી રહી કે શું આરવ પણ તેને પ્રેમ કરતો હશે? શું એ આ વેલેન્ટાઈન પર એને પ્રપોઝ કરશે? પછી એને આખો દિવસ વિચાર કર્યા પછી નક્કી કર્યું કે ભલે આરવ એને પ્રપોઝ કરે કે ના કરે... ભલે એ એને પ્રેમ કરતો હોય કે નહિ. પણ એ તો આરવ ને પ્રેમ કરે છે તો એ એકવાર એના દિલ ની વાત આરવ ને જરૂર કહેશે. 14 ફેબ્રુઆરી એ ઓફિસ ચાલુ હોવાથી તેણે આરવ ને સાંજે મળી ને દિલ ની વાત કહેવાનું વિચાર્યું.
ઓફિસ માં -
આર્વી - હાઈ આરવ... ગુડ મોર્નિંગ
આરવ - હાઈ... ગુડ મોર્નિંગ...(હેપ્પી વેલેન્ટાઈન ડે કેહવા જાય છે પણ કેહતો નથી )
આર્વી - કંઈક કેહવા જતો હતો ને? કેમ બોલ્યો નઈ?
આરવ - કંઈ નઈ... આજે વહેલી આવી ગઇ? એ જ બોલવાનો હતો.
આર્વી - ઓહહ.... હા બસ એમ જ
આરવ - હમ્મ... (કેહવું ઘણું છે પણ કહી શકતો નથી )
આર્વી - આરવ તું આજે સાંજે ફ્રી છે? મારે થોડી વાત કરવી છે.
આરવ - હા... (અચાનક કંઈક યાદ આવતા )ના.. સોરી આજે થોડું કામ છે.
આર્વી - અચ્છા આજે તો વેલેન્ટાઈન ડે છે એટલે કામ તો હોવાનું જ ને?(મન માં દુઃખ તો થાય છે પણ હસવા ની કોશિશ કરે છે )
આરવ - હાહાહા.... હા આમ તો વેલેન્ટાઈન ડે છે એટલે જ ખાસ જવાનું છે.
આર્વી - હમ્મ સરસ....
આર્વી દિલ નું દુઃખ આંખો થી ના નીકળી જાય એટલે બાય કહીને એના ડેસ્ક પર જતી રહે છે.આખો દિવસ એનો મૂડ બઉ જ ખરાબ રહે છે કેમ કે દિલ ની વાત કહ્યા પેહલા જ એનું દિલ તૂટી ગયું હોય છે.
સાંજે ઓફિસ થી નીકળી ને એ ઘર તરફ જતી હોય છે પણ રસ્તા માં એ આરવ ને એક ફૂલો ની શોપ પરથી ગુલાબ ના ઘણા બધા બુકે લેતા જોવે છે. આ જોતા જ યંત્રવત જ એનું એકટીવા ઉભું રહી જાય છે. એનું મન આરવ ની ગર્લફ્રેન્ડ ને જોવાનું થાય છે. મન ને સમજાવાની ઘણી નાકામ કોશિશ કરે છે પણ આખરે એ આરવ ની પાછળ પાછળ એને ખબર ના પડે એમ એની ગર્લફ્રેન્ડ્ ને જોવા નીકળી જ જાય છે. આગળ જતા આરવ ચોકલેટસ અને ગિફ્ટસ લેવા રોકાય છે. આ બધું જોઈને આર્વી ને બહુ જ દુઃખ થાય છે તો પણ એ હજી એની પાછળ જાય છે. એને જોવું હોય છે કે આરવ એ કેવી છોકરી પસંદ કરી હોય છે. થોડી જલન પણ થતી હોય છે.
15 મિનિટ પછી આરવ ની કાર એક મોટા બંગલો આગળ આવી ને ઉભી રહે છે. બહાર બોર્ડ માર્યું હોય છે ક્રિષ્નાધામ અનાથઆશ્રમ અને વૃદ્ધાશ્રમ. પેહલા તો બોર્ડ વાંચી ને આર્વી ને સુખદ આશ્ચર્ય થાય છે પછી અચાનક વિચાર આવે છે કે કદાચ અહીંયા કામ કરતી કે અહીંયા ની માલિક કોઈ છોકરી હોય એના પ્રેમ માં હોય આરવ. અને એટલે જ એ અહીંયા આવ્યો હોય.થોડી વાર રહી ને ધડકતે હૈયે એ પણ અંદર જાય છે.અંદર જતા જ સિક્યુરિટી વાળા એને રોકે છે તો આર્વી ઓફિસ માં મળવું છે ડોનેશન આપવા એવુ કહી દે છે.
બંગલો ખુબ સુંદર દેખાય રહ્યો હોય છે. ગેટ પછી તરત ગાર્ડન એરિયા વચ્ચે પગદંડી અને થોડું આગળ જતા 2 સાઇડ 1 1 દરવાજો....1 સાઇડ ઓફિસ અને બીજી બાજુ વેઇટિંગ રૂમ. એ ધીમે રહી ને બારી માંથી જોવે છે તો આરવ ઓફિસ માં કોઈક છોકરી જોડે વાત કરી રહ્યો હોય છે. આર્વી ને તો એમ જ લાગે છે કે આ જ એ છોકરી છે જેને એ પ્રેમ કરે છે. એ આવુ વિચારતી જ હોય છે કે આરવ અને એ છોકરી ઉભા થતા દેખાય છે. એ ફટાફટ વેઇટિંગ રૂમ બાજુ છુપાવા જતી રહે છે અને પાછળ થી જોવે છે કે આરવ એ છોકરી સાથે ઓફિસ ની બીજી સાઇડ તરફ વળ્યો છે એટલે એ પણ ધીમે થી એની પાછળ જાય છે. ત્યાં થી એ બન્ને પગથિયાં ચડી ઉપર જઈ રહ્યો હોય છે એટલે આર્વી થોડી વાર નીચે જ ઉભી રહે છે અને થોડી વાર પછી ઉપર જાય છે. ઉપર જતા જતા આર્વી ને ગુસ્સો શરમ બધી ભાવના એકસાથે ફીલ થાય છે આમ કોઈનો પીછો કરવાના લીધે.
ઉપર જઈને લેફ્ટ સાઇડ વળવાનો રસ્તો હોય છે. આર્વી ધીમે ધીમે એ રસ્તે આગળ જાય છે ત્યાં એક દરવાજો હોય છે અંદર જોતા સુધી માં આર્વી નું દિલ એટલી જોર થી ધડકવા લાગે છે કે જાણે હમણાં જ બહાર આવી જશે. આંખો બંધ કરી ને ઊંડો શ્વાસ લઈને આર્વી અંદર જોવે છે તો આરવ ખરેખર વૃદ્ધા અને બાળકો ને જ ગીફ્ટ્સ ચોકલેટસ અને ફૂલો નો બુકે આપી રહ્યો હોય છે. આ જોઈને આર્વી ની આંખો માંથી આંસુ આવી જાય છે એટલા માં જ આરવ ની નજર આર્વી પર પડે છે.
આરવ- આર્વી તું અહીં??
આર્વી - હું.. હું.. એને કંઈ સુજતુ ના હોવાથી નીચું મોં રાખી ને ઉભી રહે છે.
આરવ - આર્વી કંઈક તો બોલ.
આર્વી - આરવ તું... તું સવારે આ કામ ની વાત કરતો હતો??
આરવ - હા પણ તું કેમ આ બધું.... અને તું અહીંયા કેમની?
આર્વી કંઈ જ બોલતી નથી.
એટલા માં ત્યાં રહેતા એક દાદી બોલ્યા કે " અરે આરવ તું સાવ પાગલ છે પાગલ. એક છોકરી આમ આ તમારા પ્રેમીઓ ના દિવસે તને ખબર પણ નથી ને તારી પાછળ પાછળ આવી છે. એની જોડે તારા કોઈ પ્રશ્ન ના જવાબ નથી. ઉપર થી તને પૂછે છે કે ખરેખર તું અમને મળવા જ અહીંયા આવ્યો છે. એની આંખો માં નમી પણ છે તો પણ તું સમજતો નથી કે એ તને પ્રેમ કરે છે. તું કોઈ બીજા ને તો પ્રેમ નથી કરતો એ જોવા તારી પાછળ આવી છે.
આર્વી શરમ ના મારી ઉપર જ નથી જોતી ને આરવ તો આ સાંભળી ને અવાચક થઇ જાય છે કે શું આ સાચું હશે? એ બસ આર્વી ની સામે જોઈ રહે છે.
આરવ - આર્વી.... શું આ સાચું છે?
આર્વી - હા માં માથું હલાવી ને નીચે જ જોઈ રહે છે.
આરવ - ખુશ થતા થતા... God is great....
આર્વી આશ્ચર્ય થી એની સામે જોવે છે.
આરવ - આર્વી હું પણ તને પ્રેમ કરું છું. પણ આ વેલેન્ટાઈન પર પ્રપોઝ કરવાનો કોઈ વિચાર નહતો. હું તને તારા જન્મદિવસ પર પ્રપોઝ કરવાનો હતો. પણ આજે આ થઇ જ ગયું છે તો હવે રાહ નથી જોવી. આટલુ કહી ને આરવ ઘૂંટણ પર બેસી ને લાવેલા બુકે માંથી એક બુકે આર્વી તરફ કરે છે અને કહે છે i love you આર્વી.
તો સામે આર્વી પણ તરત બુકે લઈને i love you too કહે છે અને આરવ ને ઉભો કરે છે.
આરવ ઉભો થઈને તરત આર્વી ને ભેટી પડે છે અને ત્યાં ઉભેલા બધા બાળકો અને દાદા દાદી તાળીઓ પાડે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED