Agashi and Yaad books and stories free download online pdf in Gujarati

અગાશી અને યાદ

વાસી ઉત્તરાયણની સાંજ નો સમય અને ચારે બાજુ કોલાહલ . ક્યાંક ' એ લપેટ ' ની બૂમો તો ક્યાંક સ્પીકર પર ગરબા વાગી રહ્યા હતા ને દિવાળી ની જેમ આતશબાજી ની શરૂઆત થઈ રહી હતી .જાણે આજે ઉત્તરાયણ , નવરાત્રી અને દિવાળી નો ત્રિવેણી સંગમ થઈ રહ્યો હતો . ચારેબાજુ માત્ર કોલાહલ જ હતો.બહાર થી શાંત તો ફક્ત આરોહી જ લાગતી હતી જે અગાશી ની પાળી એ બેઠી હતી પણ એના મન માં ચાલતા વિચારો તો સમુદ્ર માં આવતી ભરતી ઓટ જેવા હતા.જે ક્યારેક ભૂતકાળ ની યાદો માં આંટો મારતા તો મન એકદમ શાંત થઈ જતું અને અચાનક ચહેરા પર એક નાનકડું સ્મિત આવી જતું પરંતુ સ્મિત આવતા ની સાથે જ એને એના ભવિષ્ય નો વિચાર આવી જતો જે શાંત મન માં વંટોળ લાવવાની સાથે એના આંખો માં આંસુ લાવી દેતા હતા.

આજે બીજા બધા લોકો ઉત્તરાયણ નો છેલ્લો સમય માણી રહ્યા હતા અને અમુક લોકો ઉત્તરાયણ નો સમય જલ્દી પૂરી થયા ગયો એવું વિચારી ને એક નિસાસો નાખી રહ્યા હતા . એમના માટે તો આ ફક્ત આ વર્ષ ના ઉત્તરાયણ ની છેલ્લી સાંજ હતી જે આવતા વર્ષે ફરી આવવાની હતી પરંતુ આરોહી માટે આ એવી સાંજ હતી જે ફરી ક્યારેય નહતી આવવાની કા તો એમ કહો કે એ લાવવા નહતી માંગતી.

અગાશી ની પાળી એ બેઠેલી આરોહી ઘડીક આથમતા સૂર્ય સામે જોતી તો ઘડીક એની પાળીએ થી સોસાઈટી ના લાઈન ની બહાર જોતી તો વળી ઘડીક એની નજર પાળી તરફ મંડાયેલી રહેતી અને એની આંગળીઓ પાળીને એવી તો માસૂમિયત થી સ્પર્શ કરી લેતા જાણે એ પાળી ને નહિ " એનો " સ્પર્શ મહેસૂસ કરી રહી હોય.

આરોહી મન થી એના અર્જુન સાથે એવી રીતે વાતો કરતી હતી જાણે અર્જુન એની સામે જ ના બેઠો હોય .

" અર્જુન,
આજે કદાચ છેલ્લી વાર આમ પાળી પર બેસી ને અહીંયા તારી હાજરી મહેસૂસ કરી રહી છું અને પ્રયત્ન કરીશ કે તારી યાદો નો સાથ અને આમ તારી સાથે વાતો પણ છેલ્લી વાર હોય.પણ કહે છે ને અમુક આદત છોડતા જીવ નીકળી જતો હોય છે .અમુક આદત વ્યસન બની જાય છે કોઈને શરાબ નું વ્યસન હોય છે તો કોઈ ને સિગારેટ નું વ્યસન હોય છે આ બધા વ્યસન છોડવા પણ માણસો ને અઘરા પડે છે તો મને તો વ્યક્તિ નું વ્યસન છે. એ પણ એવું વ્યસન કે જેમાં તારી હાજરી ના હોવા છતાં પણ દિવસ રાત મને તારી હાજરી નું આવરણ મહેસૂસ થાય છે. તારી સાથે વાતો ના કરું તો મારો દિવસ પૂરો નથી થતો.તું જોવા તો ગણી વાર મળી જાય છે પણ આટલા વર્ષોમાં ફક્ત એક જ વાર આપડે આ પાળીએ સાંજ વિતાવી હતી. એ પણ આમ ઉત્તરાયણ ની સાંજ.એટલે તકલીફ તો ખૂબ પડી રહી છે પણ હું સાચા દિલ થી પ્રયત્ન કરીશ તને યાદ ના કરવાનો તારી સાથે વાત ન કરવાનો.તને ખબર છે ને કેમ?

આવતી વસંતપંચમી એ મારા લગ્ન છે અને હું મારા જીવન ની શરૂઆત કોઈ સાથે અન્યાય કરીને નથી કરવા માંગતી.
લગ્ન પછી પણ જો હું આમ તારી યાદો અને વાતો નહિ છોડુ તો એ મારા પતિ સાથે અન્યાય કે વિશ્વાસઘાત જ કેહવાશે ને? હા હું સમજુ છું મારે આ સંબંધ નક્કી થયો ત્યાર થી જ કરવાનું હતું. પણ તને તો ખબર જ છે ને મે કેટલો પ્રયત્ન કર્યો હતો.પણ આજે મારે મારા પ્રયત્ન માં હજુ એક પગથિયું ઉમેરું છું જેથી કરીને હું ફરી અસફળ ના થઉં. જો હું એમ નહિ કરું તો મને એક ગિલ્ટ બઉ હેરાન કરશે કે હું મારા ક્ષણિક સુખ માટે કોઈક ની સાથે ના દેખાય તેવો પણ અન્યાય કે વિશ્વાસઘાત તો કરી જ રહી છું.એટલે કાલ થી હું રોજ સાંજે અગાશી પર આવવાનું બંધ કરી દઈશ.તારી યાદ આવતી તો અચાનક બંધ કેમની થાય ? અને એ મારા હાથ માં પણ નથી ને ...પણ હું આમ અગાશી પર આવવાનું તો બંધ કરી શકુ ને એતો મારા હાથ માં છે. તારી સાથે વાતો કરતી હતી હવે એ સમય માં હું ખુદ ને વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરીશ અર્જુન.

તને યાદ છે આપડી આ અગાશી પર પહેલી મુલાકાત?હા આમ તો ગણી વાર આપડે એકબીજા ને આવતા જતા કે શાળા એ મળેલા હતા અને ક્યારેક વાત પણ કરી હતી પણ આ એ મુલાકાત હતી જેને મને બદલી દીધી હતી.મારો તારા તરફ જોવાનો નજરીયો બદલાય રહ્યો હતો જેની જાણ મને ખુદ ને જ ન હતી.

ચાલ આજે આ અગાશી પર ની છેલ્લી વાતચીત માં હું જ તને યાદ અપાવી દઉં.દર ઉત્તરાયણ પર તું અમારી સામે રહેતા તારા કાકા ના ઘરે આવતો હતો.આપડે દસમાં ધોરણ માં હતા ત્યારે પણ ઉત્તરાયણ પર તું તારા કાકા ના ઘરે આવ્યો હતો અને પછી તમે બધા અમારી અગાશી પર પણ આવ્યા હતા સાંજે.આમ તો એક જ ક્લાસ માં ભણતા હોવાથી એકબીજા ને ઓળખતા જ હતા પણ વાત ખૂબ ઓછી કરેલી હતી.યાદ છે એ દિવસે આપડે બોર્ડ ની એક્ઝામ ની વાત કરતા હતા અહીંયા જ પાળી પર બેસીને ત્યારે હું બઉ જ નર્વસ ફીલ કરતી હતી પરીક્ષાને લઈને અને તું મને હિંમત આપતો હતો.તને તો મારી એક્ઝામ સારી જ જશે એ વાત પર મારા કરતાં પણ વધુ વિશ્વાસ હતો.

{ અર્જુન - મને વિશ્વાસ છે આરોહી આપડી એક્ઝામ સારી જ જશે.તું જો જે તારું રિઝલ્ટ સારું જ આવશે.ભલે આપડે ખૂબ ઓછી વાતચીત કરેલી છે. ભલે એકબીજા ને બઉ જાણતા નથી પણ છતાં હું તને અભ્યાસ ની બાબત મા તો ઓળખી જ ગયો છું.85%થી ઓછા તો તારે આવશે જ નહિ.

હું - જોઈએ શું થાય છે

અને તે અચાનક મારા હાથ પર તારો હાથ મૂકી ને સ્મિત આપ્યું અને આપડી નજરો મળી .

અર્જુન - એક વાત કહું આરોહી...હવે આગળ આપડે ક્યાં હોઈશું એ નથી જાણતો પણ એટલું જરૂર જાણું છું કે તું હંમેશા મને યાદ રહીશ. કદાચ ઇચ્છવા છતાં તું ના ભૂલાય એવું કંઇક છે તારા માં જે મને તને ભૂલવા નહિ દે }

આટલું કહી ને તું તો ત્યાં થી ચાલ્યો ગયો પણ હું તારા એ સ્પર્શ,તારી એ આંખો માં ત્યાં જ અટકી ગઈ અને હજુ પણ અટવાયેલી જ છું અર્જુન.મને નહતી ખબર આ નજરો નું મળવું , તારો સ્પર્શ મારા માં આટલો ઊંડો ઉતરી જશે.આ એ જ અગાશી એ જ પાળી જે અત્યાર સુધી સામાન્ય હતી એ મારા માટે આટલી ખાસ જગ્યા બની જશે કે હું ખુશ હોઉં કે ઉદાસ અહીંયા બેસું એટલે એક અલગ જ સુકુન મળશે.તને ખબર છે અર્જુન હું રોજ સાંજે અહીંયા આવીને બેસુ છું તારી સાથે આખા દિવસ ની વાતો કરું છું.જાણે તું મારી સામે જ ના હોય.ક્યારે મને તારી હાજરી વગર પણ તારી જ હાજરી ની આવી આદત પડી ગઈ મને સમજાયું જ નહીં.ઉત્તરાયણ પર તો હું તને બઉ જ યાદ કરતી કેમ કે તારા કાકા બીજે રહેવા ગયા એટલે તું પણ તો નહતો આવતો.હું નથી જાણતી કે આ પ્રેમ છે કે આકર્ષણ કે આદત પણ મને આ અગાશી ની પાળી એ બેસી ને તને મહેસૂસ કરવામાં જે સુકુન મળે છે એ શબ્દો માં વર્ણવી શકું એમ નથી.તારી પાસે ક્યારેય કોઈ અપેક્ષા નથી રાખી કે તને મળવાનો પ્રયત્ન પણ નથી કર્યો પણ હા એટલું જરૂર ઈચ્છીશ કે તું જ્યાં પણ હોય જેની પણ સાથે હોય હંમેશા ખુશ રહે.

આજે આ અગાશી પર આપડી છેલ્લી મુલાકાત છે અર્જુન અને પ્રયત્ન કરીશ કે વાતો પણ છેલ્લી હોય. હા હવે મને ઉત્તરાયણ પર પણ અગાશી પર આવવાનું મન નહિ થાય ખાસ કરીને આ મારા ઘર ની અગાશી.કેમ કે જો આવીશ તો મારી સાથે તારી યાદો પણ આવશે ને... જ્યાં પણ રહે ખુશ રહેજે અર્જુન.

આટલું વિચારતા જ આરોહી અગાશી ની પાળી પર થી ઉભી ગઈ અને આંખો માં આંસુ સાથે અગાશી પર થી નીચે જતી રહી.

સમાપ્ત -



બીજા રસપ્રદ વિકલ્પો