Letter - the step of love books and stories free download online pdf in Gujarati

પત્ર - પ્રેમ નું પગથિયું


સમી સાંજે બાલ્કની માં સરગમ આથમતા સૂર્ય ને જોઈ રહી હતી અને સ્વયમ્ એની સરગમ ને.થોડી વાર રહી ને સરગમ બોલી મને જોયા કરતા આથમતા સૂરજ ને જોવો વધારે આનંદ મળશે.

સ્વયમ્ - જોવું તો છું.

સરગમ - મને નહિ સૂરજ ને. પ્રકૃતિ નું સૌંદર્ય ખીલી ઊઠે છે સાંજે ના સમય એ તો.મન ને શું શાંતિ મળે નહિ!

સ્વયમ્ - હા .ખૂબ જ !!

સરગમ - શું હા? ક્યારના મારી સામે જોઈ રહ્યા છો ને બોલ્યા પાછા હા.

સ્વયમ્ - સાચે મન ને શાંતિ મળે તો હા જ બોલું ને.તને આથમતા સૂર્ય ને જોઈ ને કે ચાંદ ને નિહાળી ને મન ને શાંતિ મળે છે.એનો આનંદ તારા ચેહરા પર મને દેખાય છે.અને તારો આ જ ચેહરો નિહાળી ને મારા મન ને શાંતિ મળે છે.અનેરો આનંદ પ્રસરે છે.તો એમાં ખોટું શું બોલ્યો હું?

સરગમ નાની મુસ્કાન સાથે કહે છે.તમને બઉ સારી રીતે જાણું છું.તમારા બધા જવાબ મને ખબર હોય છે.તમારા પ્રેમ માં તો ક્યારની પડી જ ગઈ છું.તો પણ રોજ દિવસ પૂરો થતાં પહેલાં એમ લાગે છે કે હું રોજ તમારા પ્રેમ માં પડું છું.તમે આટલા સારા કેમ છો?

આટલું કહેતા જ સરગમ સ્વયમ્ નો હાથ પકડી લે છે અને એના ખભા પર એનું માથું નમાવી ને પોતાની આંખો બંધ કરી દે છે જાણે બંધ આંખે એ પ્રેમ અને પ્રકૃતિ બન્ને ને એકસાથે માણતી હોય.

સ્વયમ્ - કારણ કે તું સારી છે. બઉ જ સિમ્પલ છે.તું નાની નાની વાતો માં ખુશ રહે છે.તું લાગણી ની કિંમત સમજે છે એને અનુભવે છે.એટલે તને બધા જ સારા લાગે છે.

સરગમ - હજુ ચડાવો ચણા ના ઝાડ પર... કહીને હસવા લાગે છે.

સ્વયમ્ - અરે ખરેખર...મને તો તું હું તને જોવા આવ્યો ત્યારે જોતા જ ગમી ગઈ હતી અને આપડી વાતો માં તે પરિવાર વિશે જે વાતો કરી ત્યારે તો એક જ દિવસ માં તારા પ્રેમ માં પડી ગયો હતો...હું પહેલી નજર ના પ્રેમ મા નહતો માનતો, પણ તે મને ખોટો પાડ્યો.

સરગમ - હું પણ પહેલી નજર ના પ્રેમ મા નહતી માનતી.

સ્વયમ્ - હા એતો ખબર છે.યાદ છે ને આપડું નક્કી થયું પછી શું કહ્યું હતું તે મને?

સરગમ - હા યાદ છે હો.પણ સાચું કહું મે ક્યારેય નહતું વિચાર્યું કે મારા આ અરેંજ મેરેજ ધીરે ધીરે લવ મેરેજ માં બદલાઈ જશે એ પણ મેરેજ પહેલાં જ.

આમ જ સરગમ અને સ્વયમ્ સાત વર્ષ પહેલાં ની એમની પહેલી મુલાકાત માં ખોવાઈ ગયા.

*******************
સાત વર્ષ પહેલાં

સરગમ માટે સ્વયંમ ની વાત આવી હતી અને આજે સ્વયમ્ એને જોવા આવ્યો હતો.

સ્વયમ્ એના માતા પિતા સાથે સરગમ ના પિતા અને એમના દોસ્ત કે જેમને આ વાત બતાવી હતી એમની સાથે બેઠો હતો.એટલા માં પાયલ ની રણકાર નો અવાજ આવતા સ્વયમ્ નું ધ્યાન એ તરફ જાય છે .

સ્વયંમ અને સરગમ ને બીજા રૂમ માં એકલામાં વાત કરવા મોકલવામાં આવ્યા હોય છે.

સ્વયંમ - હાય
સરગમ - હાય...
સ્વયંમ - આપડે એકબીજા નો બાયોડેટા તો જોયો જ છે એટલે એકબીજા વિશે એટલું તો જાણીએ જ છીએ.તો આપડે એના સિવાય ની વાત કરીએ.

સરગમ ખાલી નાનું સ્મિત આપે છે.

સ્વયંમ - મારી પસંદ ની વાત કરું તો મને ક્રિકેટ રમવું અને જોવું બન્ને ખૂબ પસંદ છે.પરિવાર અને મિત્રો સાથે સમય ગાળવો , એમની સાથે ફરવું ગમે છે. ટ્રીપ નો શોખ છે. નવરાશ ના સમય માં મૂવી જોઉં છું. અને તમને શું ગમે છે?

સરગમ - મને સંગીત ખૂબ પસંદ છે.નવરાશ ના સમયે કે ચાલુ કામ માં પણ હું સોંગ સાંભળતી રહું છું.મને લવ સ્ટોરી વાંચવી ગમે છે.ક્યારેક ક્યારેક કંઇક લખી દઉં છું નાની વાર્તા કે શાયરી.

સ્વયંમ - તો તમે આ વાર્તા , શાયરી તમારા પુરતી જ સીમિત રાખો છો કે લોકો ને તમારું લેખન વાંચવાનો મોકો મળે છે?

સરગમ - એક એપ પર મૂકું છું હું. જેથી મને સાચા રિવ્યૂ મળી શકે.

સ્વયંમ - સરસ....અને પરિવાર વિશે તમારું શું માનવું છે?મતલબ તમને સાસુ સસરા સાથે રહેવા માં કોઈ પ્રોબ્લેમ તો નથી ને?

સરગમ - મારું માનવું છે કે જે મારા માતા પિતા સાથે ના થવું જોઈએ એ હું કોઈ ના માતા પિતા સાથે ના કરી શકું. જો હું એમ ઈચ્છતી હોય કે મારો ભાઈ મારા માતા પિતા ને હંમેશા સાચવે એમની સાથે જ રહે.તો હું કોઈ ના દિકરા ને એના માતા પિતા થી દુર કેમની કરી શકું? અને આમ પણ આ જ એ ઉંમર હોય છે જ્યારે આપડા માતા પિતા ને આપડી વધારે જરૂર હોય છે.અને લગ્ન પછી સાસુ સસરા એ જ માતા પિતા જ કહેવાય ને.તો પછી અલગ કોના થી થવાનું?

સ્વયંમ સરગમ ના વિચારો થી ખૂબ જ પ્રભાવિત થયો હતો.પહેલી નજર નો પ્રેમ હંમેશા આકર્ષણ જ હોય એવી એની માન્યતા ખોટી સાબિત થઈ રહી હતી.એને પોતાની આખી લાઈફ આ જ વ્યક્તિ સાથે વિતાવવી હતી એ સમજાય ગયું હતું. સ્વયંમ બસ મંદ મંદ મુસ્કાય રહ્યો હતો.

સરગમ - હવે જઈએ??
સ્વયંમ - તમારે કંઈ પૂછવું નથી?
સરગમ - ના..તમે થોડા માં ગણું કહી દીધું છે.
સ્વયંમ - અને તમે થોડા માં મને ગણું સમજી ગયા...તો મારો જવાબ શું હશે એ પણ જાણી જ ગયા હશો ને?

સરગમ કઈ જવાબ નથી આપતી બસ એક નાનકડા સ્મિત સાથે નજર ઝુકાવી લે છે.

સ્વયંમ - તમે તો મારો જવાબ સમજી ગયા પણ મને તમારા જવાબ નો ઇંતેજાર રહશે.આશા રાખું છું મારી પસંદ ની મુવીઝ અને તમારા પસંદ ના સોંગ્સ નો સાથે આનંદ લઈશું અને એક નવી વાર્તા ની રચના કરીશું.

આટલું કહી ને સ્વયંમ સ્મિત કરતાં કરતાં રૂમ ની બહાર નીકળવા લાગે છે અને પાછળ સરગમ પણ રૂમ ની બહાર નીકળે છે.

સરગમ ને તો સ્વયંમ ના જવાબ ની ખબર પડી જ ગઈ હતી પણ સ્વયંમ સરગમ ની હા જાણી ને ખૂબ જ ખુશ થાય છે. બન્ને ની સગાઈ થાય છે અને સ્વયંમ સરગમ ને એના લીધે કોઈ વાત નું દુઃખ ના પહોંચે એનું અને એની ખુશીઓ નું ધ્યાન રાખે છે.

સ્વયંમ સાથે સરગમ ખુશ હોય છે. પણ હજુ સુધી એને સ્વયંમ સાથે પ્રેમ નહતો થયો.સરગમ માટે પ્રેમ એક દિવસ માં થઈ જાય એ સમજવું મુશ્કેલ હતું.કદાચ કોઈ અજનબી તમારું દિલ જીતી જાય એવી મોમેન્ટ ક્રીએટ નહતી થઈ.

એક દિવસ ફોન પર વાત પૂરી કરીને મૂકતા પહેલાં...
સ્વયંમ - bye ..tc...Love you
સરગમ કઈ બોલતી નથી.
સ્વયંમ - શું થયું? કેમ કઈ બોલતી નથી?
સરગમ - સ્વયંમ મારે કંઇક કહેવું છે.
સ્વયંમ - સમજી ગયો તારે શું કહેવું છે. જો સરગમ તારે આનો જવાબ આપવાની કોઈ જરૂર નથી. હું ઈચ્છું છું કે તું દિલ થી જાતે નીકળે ત્યારે જ આ શબ્દો મને કહે ના કે હું બોલ્યો એટલે તારે પણ કહેવું જ.આ ફક્ત મારી લાગણી હતી જે મારે શબ્દો થી દર્શાવવી હતી તો મે કહ્યુ. તને જ્યારે એવું ફીલ થાય ત્યારે જ તું બોલજે.હું એ દિવસ ની રાહ જોઇશ.
સરગમ - thank you સ્વયંમ મને સમજવા માટે.
સ્વયંમ - સ્મિત સાથે bye dr...
સરગમ - bye

સ્વયંમ સરગમ ની પ્રોફાઈલ પ્રતિલિપિ માં ખોલે છે.જેમાં સરગમ ની લખેલી વાર્તા અને શાયરીઓ સ્વયંમ વાંચે છે.જેમાં થી એક હોય છે.

अक्सर खामोश रहे जाती हैं कई मुलाकाते
और धडकने बढा जाती हैं खत में लिखी बाते
इसी लिए भले जमाना रहा मुलाकातो का
पर जरीया बनना तुम हमारी बातो का

સરગમ ની જન્મદિવસ આવવાનો હતો. સ્વયંમ એના માટે શું ગિફ્ટ લેવી એ વિચારતો હતો.અચાનક એને સરગમ એ લખેલી શાયરીઓ ને બધું યાદ આવે છે.

સ્વયંમ સરગમ ને સમજતો હતો.એની સાદગી એને ગમતી હતી.ધીરે ધીરે સરગમ ને સમજતા સ્વયંમ ને એટલી તો ખબર પડી કે સરગમ ને મોંઘી ભેટ કરતાં નાની પણ લાગણી વાળી વસ્તુ થી વધુ લગાવ છે. પછી ભલે ને એ એક પત્ર પણ કેમ ના હોય.સારી સારી જગ્યાઓ કરતાં એના માટે પ્રિય વ્યક્તિ નો સાથ મહત્વ નો છે.

તેથી જ એ સરગમ ને એક અલગ ભેટ આપવા માંગે છે.જે ભલે મોટી ને મોંઘી ના હોય પણ લાગણી થી છલકતી હોય.

20 સપ્ટેમ્બર એ સરગમ નો જન્મ દિવસ હોય છે.આગલી સાંજે સ્વયંમ એક પત્ર લખી ને કાકા ની છોકરી મારફતે સરગમ ને પહોંચાડે છે.અને કહે છે કે આ કવર એ રાત્રે 12 વાગે જ જુએ.

એ સાંજે પહેલી વાર સરગમ ને 12 વાગે એની ઉતાવળ થતી હતી...જન્મ દિવસ માટે નહિ પણ એ કવર ખોલવા માટે. 12 વાગતા જ તેના ફ્રેન્ડ્સ અને સિસ્ટર ના ફોન ને ઇગ્નોર કરી ને પહેલાં કવર ઓપન કરે છે.

-----------------------------------------------------------------------

મારી વ્હાલમ,

Happy Birthday સરગમ....તને એમ થતું હશે ને કે ફોન નહિ ને પત્ર થી કેમ વિશ કરું છું? પણ મને એ પણ ખબર છે કે તને ખુશી પણ થતી હશે કે આજે મોબાઈલ ના જમાના માં તને એક પત્ર મળ્યો. એ પણ આપડા ખાસ દિવસે. હા તારો જન્મ દિવસ મારા માટે તો બઉ જ મહત્વ નો છે કેમ કે આ જ દિવસે તું આ દુનિયા માં આવી.કદાચ મારા માટે જ.મારી દુનિયા ના ચિત્ર માં પ્રેમ ના રંગ પૂરવા માટે.એટલે જ આ આપડો ખાસ દિવસ.

બીજું તો શું કહું તને? કઈ સમજાતું નથી.કેટલું બધું લખવુ છે પણ ક્યાં થી શરૂઆત કરું, કેટલું લખું કઈ જ ખબર નથી પડતી.હું લાગણી ને વ્યક્ત કરવામાં માનું છું અને મોટા ભાગે કરી પણ દઉં છું.પણ આજે આ પત્ર લખતાં સમયે ગણી બધી લાગણી એકસાથે બહાર નીકળે છે. ખબર નથી પડતી કેમ આવું થાય છે.કદાચ આજ પહેલા ક્યારેય મે પ્રેમપત્ર લખ્યો નથી ને એટલે.હા પ્રેમપત્ર ....મારા મન ની લાગણી,મારો તારા પ્રત્યે નો પ્રેમ આ પત્ર થી જ તો આજે વ્યક્ત કરી રહ્યો છું એટલે આ પ્રેમપત્ર જ કેહવાય ને....હા ફોન પર ગણી વાર કહી ચૂક્યો છું પણ આ પત્ર ની નવો જ અનુભવ મહેસૂસ થાય છે.જાણે આજે પહેલી વાર મારી લાગણી વ્યક્ત ના કરી રહ્યો હોઉં. I love you sargam .....

હવે શરમાય ના જતી આખો પત્ર વાંચજે.કદાચ ગણી ભૂલ પણ હોય અને કદાચ હું મારી લાગણી શબ્દ સહ લખી ના પણ શકું પણ તું સમજે છે ને મને..મારા મન ને મારી લાગણી ને....એટલે જાણી છું કે તું એ મહેસૂસ કરી શકીશ.

પહેલી વાર તને જોઈ ત્યારે જ જાણે તારા પ્રેમ માં પડી ગયો હતો.તારા પરિવાર વિશે ના વિચારો જાણી ને સમજાય ગયું હતું કે મને બસ આ જ છોકરી જોઈએ મારી દુનિયા મારા પરિવાર ની દુનિયા સુંદર બનાવા માટે.તું ચિંતા ના કરતી હવે મારો પરિવાર ખાલી મારા માતા પિતા કે ભાઈ બહેન નહિ પણ તારા માતા પિતા અને ભાઈ બહેન પણ છે જ.જે તારી દુનિયા એ જ મારી દુનિયા... આપડી દુનિયા...એટલે આપડે સાથે આપડા પરિવાર નું ધ્યાન રાખીશું.

તને ખબર છે જેમ જેમ તને જાણતો જાવ છું એમ તારા પ્રેમ માં વધારે ઊંડો ઉતરતો જાવ છું.મને એમ થાય છે કે હું ખૂબ જ ખુશનસીબ છું કે તું મારી લાઇફ પાર્ટનર છે.હવે બસ હું એ દિવસ ની રાહ જોઉં છું જ્યારે તું દિલ થી એ પ્રેમભર્યા શબ્દો મને કહીશ....મારા માટે તને એ લાગણી ની અનુભવ થાય જે મને તારા માટે થઈ રહ્યો છે.બસ અત્યારે આટલું જ લખું છું. અને હા ....Thank you આ દુનિયા માં આવવા માટે..Thank you મને પસંદ કરી ને આ લગ્ન માટે હા પાડવા માટે....Thank you મારી લાઇફ માં આવવા માટે...એન્ડ વન્સ અગેઈન Happy Birthday My love....

લિ. - સરગમ નો સ્વયંમ
------------------------------------------------------------------------

પત્ર વાંચી ને સરગમ ની આંખો માંથી આંસુ વહેવા લાગે છે.હા ખુશી ના આંસુ....આ આંસુ પણ ખરા હોય છે નહિ? ખુશી માં પણ નીકળે અને દુઃખ માં પણ.સરગમ 4 5 વાર આ પત્ર વાંચે છે.અચાનક ફોન ની રિંગ વાગતા સરગમ જુએ છે કે સ્વયંમ નો ફોન છે.ફોન ઉપાડતાં એની ધડકન ની ગતિ તેજ થઈ જાય છે જેમ પત્ર વાંચતા થઈ રહી હતી.

સરગમ - હેલ્લો
સ્વયંમ - Happy Birthday my love
સરગમ - ( શરમાતા) thank you
સ્વયંમ - શરમાય લીધું?
સરગમ - (ખીજાય ને)જાવ ને... અડધો કલાક મોડા પડ્યા તમે...12.30 થયા.
સ્વયંમ - હા એતો મને ખબર હતી કે પત્ર ફક્ત એક જ વાર નહિ વંચાય ...વધારે વાર રિપિટ થશે...એટલે જ જાણી જોઈને મોડો કર્યો

સરગમ કઈ બોલતી નથી.

સ્વયંમ - કાલે આખો દિવસ ફેમિલી ફ્રેન્ડસ સાથે એન્જોય કરી લેજે...અને સાંજે રેડી રહેજે લેવા આવીશ...કેમ કે આવતા બર્થ ડે થી તો આપડે સાથે જ હોઈશું .

સરગમ - સારું...

બીજા દિવસે સરગમ સાંજે રેડી રહે છે અને સ્વયંમ એને લેવા આવે છે.પહેલાં બન્ને એક વૃદ્ધાશ્રમ જઈને ત્યાં જન્મ દિવસ ઉજવે છે અને પછી બન્ને દરિયા કિનારે જાય છે. બન્ને જગ્યા સરગમ માટે અણધારી અને પ્રિય જગ્યાઓ માંથી એક હતી.

આથમતો સુરજ , દરિયા કિનારો , મંદ મંદ લેહરતો પવન ... અદ્ભૂત નજારો જોઈને સરગમ ખુશ થઈ જાય છે.અને સરગમ ને ખુશ જોઈ ને એનો સ્વયંમ ખુશ થઈ જાય છે.અચાનક સરગમ સ્વયંમ ની હાથ એના હાથ માં લઈને ચાલવા લાગે છે.સામે થી સરગમ પોતાનો હાથ એના હાથ માં લે છે એટલે સ્વયંમ ને સુખદ આશ્ચર્ય થાય છે.બન્ને મૌન છે પણ મન માં એક અલગ સુકુંન છે.

ચાલતાં ચાલતાં બન્ને ભીડ થી થોડે દૂર દરિયા કિનારા ની નજીક પહોંચે છે.અને ત્યાં જ રેતી માં બેસે છે.સ્વયંમ ને લાગે છે k સરગમ ક્યારની કંઇક કહેવા માંગે છે પણ કહી નથી શકતી.એટલે એ પૂછી જે લે છે.

સ્વયંમ - શું થયું સરગમ..કઈ કહેવું છે?
સરગમ નર્વસ થઈ જાય છે પણ પછી પર્સ માંથી એક કવર કાઢી ને સ્વયંમ ને આપે છે.આ એ જ કવર છે જે સ્વયંમ એ સરગમ ને આપ્યું હોય છે. સ્વયંમ નવાઇ થી કવર સામે જોવે છે અને એમાં થી પત્ર કાઢે...એનો જ લખેલો પત્ર હોય છે.એ સરગમ ને પૂછવા જ જાય છે પણ એની નજર પત્ર ની પાછળ ની સાઇડ જાય છે.

------------------------------------------------------------------------
વ્હાલમ,

પત્ર વાંચતા ખરેખર મારી ધડકન તેજ થઈ ગઈ હતી ને લખતાં તો એના થી પણ વધારે તેજ.તમે સાચું જ કહ્યું હતું પત્ર મે એટલા ટાઈમ મા ખબર નહિ કેટલી વાર વાંચી લીધો. બેસ્ટ બર્થ ડે ગિફ્ટ છે આ પત્ર.

મને નહતી ખબર કે પ્રેમ એક નજર માં પણ થાય એમ એક પળ માં પણ થાય.હા તમારા માટે લાગણી ધીરે ધીરે વધી રહી હતી પણ આ પત્ર તો મારા માટે પ્રેમ નું પગથિયું બની ગયું. અરેંજ મેરેજ માં પણ આ લાગણી આ પ્રેમ મળશે એવું નહતું વિચાર્યું ક્યારેય.પણ તમને મળી ને મારા બધા વિચારો ખોટા સાબિત થઈ રહ્યા છે.

મને તમારા જેમ મારી લાગણી પૂરી રીતે વ્યક્ત કરતા તો નથી ફાવતું બસ એટલું જ કહીશ કે તમારે મને નહિ મારે તમને thank you કહેવું જોઈએ મારી લાઇફ માં આવવા માટે.મને પ્રેમ પર વિશ્વાસ અપાવા માટે....I love you સ્વયંમ....

લિ. સ્વયંમ ની સરગમ
------------------------------------------------------------------------
પત્ર વાંચી ને સ્વયંમ ખૂબ જ ખુશ થાય છે.એની આંખો માં એ ખુશી દેખાઈ આવે છે. સ્વયંમ સરગમ સામે જોવે છે તો એ થોડી નર્વસ હોય છે અને દરિયા સામે જોઈ રહી હોય છે. સ્વયંમ સરગમ ને બોલાવે છે.બન્ને ની આંખો મળે છે પણ કોઈ કઈ બોલતું નથી.સ્મિત ની આપ લે થાય છે અને હાથ માં હાથ રાખી ને એકબીજા માં ખભા પર માથું ઢાળી દે છે.

**************
વર્તમાન

સ્વયંમ - (સરગમ નો હાથ પકડી ને )જાણે દરિયા કિનારે ફરી બેઠા હોય એવો અનુભવ થાય છે.
સરગમ - હા..જાણે હમણાં ની જ વાત હોય.(અચાનક હાથ છોડતા) ચલો યાદો ના સાગર માં ડૂબકી લગાવી દીધી હોય તો સ્વરા ને મમ્મી પપ્પા ના ઘરે થી લઈ આવીયે.
સ્વયંમ - હા...જેમ સ્વયંમ એની સરગમ વગર અધૂરો છે એમ એની લાડલી સ્વરા વગર પણ અધૂરો જ છે.

આમ સ્વયંમ અને સરગમ યાદો ના સાગર માં ડૂબકી લગાવી ને એમની પાંચ વર્ષ ની પુત્રી સ્વરા ને લેવા એના નાના નાની ના ઘરે જાય છે.


સમાપ્ત.





બીજા રસપ્રદ વિકલ્પો