Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 6



* આગળ જોયું તે પ્રમાણે.... મહારાણી રુપમતી.. અઘોરી એ કહ્યા મુજબ ના ષડયંત્ર ને અંજામ આપવા માટે....મહેલ માં... મહારાજ વિક્રમ ના શયનખંડ સુધી પહોંચી ગયા*

ત્યાં જઈને તેમણે જોયું કે...
હવે આગળ...

મહારાજ વિક્રમ ખૂબ જ ગુસ્સામાં લાલ પીળા થઇ રહ્યા હતા.... તેઓ આમતેમ આંટા મારી રહ્યા હતા.
આ જોઈ મહારાણી રુપમતી ના પગ‌ તો જાણે મહારાજ વિક્રમ ના શયનખંડ ની બહાર જ જડાઈ ગયા.... તેઓ ની હિંમત જાણે કે, જવાબ આપવા માંડી....

પરંતુ તરત જ મહારાણી રુપમતી ને અઘોરી ની વાતો યાદ આવતા... પોતાની જાતને સંભાળી લીધી... અને હિંમત ભેર પગ મહારાજ વિક્રમ તરફ ઉપાડ્યા...
"મહારાજ વિક્રમ ની જય હો..."મહારાણી રુપમતી એ કહ્યું..આ સાંભળતા જ મહારાજ વિક્રમ... મહારાણી રુપમતી તરફ ફર્યા....

મહારાણી રુપમતી એ તો પળ નો પણ વિલંબ ન કરતા તરત જ એમના ચરણો મા પડી ગઈ...અને અફસોસ થતો હોય તેમ માફી માગવાનું નાટક કરવા લાગી...


પછી જેમ અઘોરી એ કહ્યું હતું તેમ‌ જ.. મહારાજ વિક્રમ કંઈ પણ વિચારે કે બોલે તે પહેલાં જ પેલા અભિમંત્રિત અક્ષત તેમના ચરણોમાં નાખી દીધા...

અઘોરી ના કહ્યા મુજબ જ , મહારાજ વિક્રમ તો તુરંત જ એક પોપટ ના રુપ માં પરિવર્તિત થઈ ગયા...અને થોડી વાર માટે... બેભાન થઈ ગયા.. મહારાણી રુપમતી તો આ ચમત્કાર જોતાં જ આશ્ચર્ય ચકિત થઈ ગયા... તેમને ઘડી ભર તો તેમને પોતાની આંખો પર વિશ્વાસ જ ન આવ્યો..
પણ પછી થોડી સ્વસ્થતા જાળવી ને....આગળ શું કરવું તે અઘોરી ની સૂચના ઓ ને યાદ કરી... તુરંત જ તેને અનુસરવા તૈયાર થઈ ગયા...


પોતાની યોજના ને સફળ થતાં જોઈ મહારાણી રુપમતી..ખુશ થઈ ગયા..તરત જ પોપટ ના રુપ માં પરિવર્તિત થયેલા મહારાજ વિક્રમ ને પકડી ને પાંજરા માં પુરી દીધા...

પછી મહારાજ વિક્રમ (પોપટ) ના ભાન માં આવવાની રાહ જોવા લાગ્યા..

જેવા મહારાજ વિક્રમ ભાન માં આવ્યા કે તેઓ એ પોતાને એક પોપટ ના રુપ માં જોઈને.... આઘાત પામ્યા..તેમને તેમના રાજ્ય ની અને પ્રજા ની ચિંતા થવા લાગી...

પળવારમાં આ શું બની ગયું ???તે હવે તેઓની સમજ માં આવી ગયું હતું..

પણ હવે તેઓ એક પોપટ ના રુપ માં હતા તદુપરાંત એક પાંજરા માં બંદી હતા...
હવે તેઓ ને શું કરવું તે સમજાઈ રહ્યું નહોતું...

મહારાજ વિક્રમ ને ચિંતિત જોઈ સામે મહારાણી રુપમતી અટૃહાસ્ય કરી રહી હતી..તેમ જ કહી રહી હતી કે.."હું કંઈ મહારાણી ગુણવંતી નથી....કે તમારા સકંજામાં આસાનીથી આવી જઉ.. હવે તો હું આ રાજ્ય પર રાજ કરીશ અને તમે પોપટ બનીને ...આજીવન મારા બંદી બનીને રહેશો....હા..હા...હા....હા🤣🤣

હવે મહારાણી આ બધું કહી ને.. પોતાની એક ખાસ દાસી ને બોલાવી લાવી. પછી કહ્યું ,"આ મારો ખાસ પોપટ છે...તારે એનુ ધ્યાન રાખવાનું છે...એની ખાવાનું પણ તારે જ આપવાનુ છે....પણ એક વાત નું ધ્યાન રાખજે....જો આ પોપટ કોઈ પણ રીતે..પાજરા માંથી ઉડી ગયો તો તે જ દિવસે તારું મૃત્યુ સમજજે....આમ પોપટ ને સાચવવાની જવાબદારી એક દાસી ને સોંપી...મહારાણી રુપમતી તો જાણે કંઈ જ બન્યું જ ન હોય તેમ પોતાના શયનખંડ માં જઈ ... આરામ ફરમાવવા લાગી.....
*

હવે મહારાજ વિક્રમ આ કૈદ માંથી ક્યારેય આઝાદ થશે કે નહીં???😒..તેઓ પોતાના અસલી સ્વરૂપ માં પાછા આવી શકશે કે નહીં...અને જો આવશે તો કેવી રીતે.... મહારાજ વિક્રમ ની વ્યથા નો અંત કેવીરીતે આવશે?? તે બધું જાણવા માટે... આપણે મહારાજ વિક્રમ ની સાહસ ભરી ને રોમાંચક સફર માં આગળ વધીશુ... પછી ના ભાગ માં....*