King Vikramaditya and his adventures - 4 books and stories free download online pdf in Gujarati

રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 4

મહારાજ વિક્રમ ને,લાલ રંગ નો દોરો પહેરાવી.. મહારાણી રુપમતી બહાર નીકળી ગયા..
હવે આગળ...***

રાણી રુપમતી ના બહાર ગયા પછી..મહારાજ વિક્રમ પણ‌ તેમની પાછળ પાછળ.. તેઓ ક્યાં જાય છે..તે જોવા કામળો ઓઢીને.... વૃક્ષો પાછળ છુપાતા છુપાતા..જવા લાગ્યા...

જેમ જેમ મહારાણી રુપમતી જંગલ તરફ આગળ વધતા જતા હતા..તેમ‌ તેમ મહારાજ વિક્રમ ની‌ ધડકનો કંઈક અજુગતું બનવાનું વિચાર થી તેજ થઇ રહી હતી..

અને તેમને શંકા હતી તે જ ‌સાચી પડી... મહારાજ વિક્રમ નિરાશ થઈ ગયા... મહારાણી રુપમતી પણ તે જ અઘોરી પાસે જઈ પહોંચી...

ફરી મહારાજ વિક્રમ એ જ જોવા જઈ રહ્યા હતા..
ત્યાં જતાં જ થાળ ધરાવ્યો.. પછી અઘોરી પાસે જઈ ને.. મહારાણી રુપમતી પણ બેઠા..

અઘોરી એ પ્રશ્ન કર્યો કે.. કોઈ ને તારા પર શંકા તો નથી ગઈ ને??મેં કહ્યું હતું ..એ પ્રમાણે જ બધું કર્યું છે ને? કંઈ ચુક તો નથી થઈ ને??

મહારાણી રુપમતી એ જવાબ આપતા.. જણાવ્યું કે.. પેલી નગરશેઠ ની પત્ની તો, મારું નામ લેવા જ જઈ રહી હતી... ત્યારે જ મારો તો ખેલ ખતમ થઈ જતો...સારું થયું બોલી નહિ...પણ મને લાગે છે કે.. મહારાજ વિક્રમ ને થોડોક શક થઈ ગયો હતો...

જેથી એ રાત્રી ના જાગીને અમારો પહેરો ભરી રહ્યા હતા.. પણ‌ સારું થયું તમે મને અગમચેતી રૂપે.....પેલો લાલ રંગ નો દોરો આપ્યો હતો..જે મહારાજ વિક્રમ ને પગ ના અંગુઠા માં પહેરાવતા જ .. તેઓ ઘેરી નિંદ્રા માં સરી જાય છે...અને હું અહીં આવી શકું છું.. નહીં તો મુશ્કેલ થઈ જતી...

અઘોરી એ થોડા ગંભીર ચહેરે. ... કહ્યું ..પણ ..મેં તને કહ્યું હતું એ યાદ તો છે ને... કે મહારાજ વિક્રમ સુઈ જાય પછી જ.. તેમને એ લાલ રંગ નો દોરો પહેરાવો... નહીં તો એ અસર નહીં કરે...તું જ્યારે જઈને એ દોરો કાઢીશ પછી જ , મહારાજ વિક્રમ જાગશે...એ વાત નું બરાબર ધ્યાન તો રાખ્યું છે ને...??

મહારાણી રુપમતી એ કહ્યું..હા હા ..બધું જ યાદ છે.. તમે નિશ્ચિંત રહૂ....બધું જ યોજના મુજબ જ ચાલી રહ્યું છે.. હવે તમે નાહક બધી ચર્ચા માં સમય વેડફી રહ્યા છો..

આપણી વિધિ પૂરી કરો.. નહીં તો વાતોમાં જ સવાર પડી જશે...અને મને મોડું થઈ જશે...

આ બધું જ મહારાજ વિક્રમ એક ઘટાદાર વૃક્ષ ની પાછળ છુપાઈને સાંભળી રહ્યા હતા....હવે તેમને‌ ધેરી નિંદ્રા માં સરી પડવાનું રહસ્ય સમજાઈ ગયું...

મહારાણી રુપમતી પણ..રુપા ના પગલે જ ચાલી રહી હતી...આ જોઈ તેમને બહુ જ આઘાત લાગ્યો.. તેમણે તેમની બંને રાણીઓ ને ખુબ જ પ્રેમ આપ્યો હતો...તો પછી શા માટે મહારાણી રુપમતી એ તેમની સાથે આવું કર્યું તે સમજાઈ નહોતું રહ્યું..

પણ..આ વિચાર માં તેઓ થોડા સમય માટે ભાન ભૂલી ગયા...અચાનક તેમને ધ્યાન પડ્યુ કે.. મહારાણી રુપમતી પરત ફરવાની તૈયારી કરી રહી છે..તો‌ તેઓ ઝડપથી.. ફરવા ગયા.. ત્યાં તેમના હાથમાં થી, તલવાર પડી ને...થોડો આવાજ થઈ ગયો....અઘોરી બરાડ્યો.. કોણ છે ત્યાં...??

પણ મહારાજ વિક્રમ તરત જ સાવધ થઈ ગયા....પોતાને સંભાળતા..તરત ત્યાં થી પલાયન થઈ ગયા..

પરંતુ ઉતાવળ માં.. તેમના હાથ નું એક હીરા જડિત કડું ત્યાં પડી ગયુ...જે મહારાજ વિક્રમ ને... મહારાણી રુપમતી એ જ થોડા દિવસ પુર્વે જ... મહારાજ વિક્રમ ના જન્મદિવસ ની ભેટ સ્વરૂપે આપ્યું હતું.....

અઘોરી અને મહારાણી રુપમતી ત્યાં પહોંચ્યા તો ત્યાં કોઈ નહોતું... પરંતુ ત્યાં પડેલા હીરા જડિત કડા ને જોઈ ને.. મહારાણી તરત જ ઓળખી ગયા કે..આ તો મહારાજ વિક્રમ નું છે...તેનો‌ મતલબ ........

હવે મહારાજ વિક્રમ શું કરશે...? શું મહારાણી રુપમતી ને કોઈ સજા આપશે?? કે પછી અઘોરી તેનું તંત્ર મંત્ર નો ઉપયોગ કરી.. મહારાજ વિક્રમ ને કોઈ હાનિ પહોચાડશે???.
જોઈશું આગળ ના ભાગમાં...
મહારાજ વિક્રમ ની સાહસ ભરી ને રોમાંચક સફર માં...




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED