Featured Books
શ્રેણી
શેયર કરો

રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 9

આ સાંભળી મહારાણી રુપમતી ને હાશ થઇ... પછી તો મહારાણી રુપમતી એ.. અઘોરી ને જ.... રાજમહેલ માં સ્થાન આપવાનુ વચન પણ આપી દીધું...** હવે આગળ...

મહારાણી રુપમતી એ તો બીજા જ દિવસે અઘોરી ને રાજ સભામાં ઉપસ્થિત રહેવા કહ્યું....
પછી મહારાણી રુપમતી ખુશ થઈ ને. .. પોતાના રાજમહેલ માં પરત ફરી....

બીજા દિવસે અઘોરી તો.. મહારાણી રુપમતી ના કહેવા મુજબ રાજસભા માં હાજર થઈ ગયા.... મહારાણી રુપમતી એ તેને બધા ની સામે આવકાર આપ્યો અને... અઘોરી ની એક મહાજ્ઞાની સાધુ તરીકે, બધા ને ઓળખ કરાવી...તેમજ મહારાજ વિક્રમ જલ્દી થી પોતાની સિધ્ધિ મેળવી, રાજમહેલ માં પરત ફરી શકે...તે માટે પણ આ મહારાજ યજ્ઞ કરશે તેવું જણાવ્યું...
તેમજ અઘોરી ને, રાજમહેલ માં જ રહેવાની સગવડ કરી આપી....

હવે બીજી બાજુ...
મહારાજ વિક્રમ (પોપટ) ઉડી ઉડી ને થાકી ગયો હતો...તે પોતાના રાજ્ય થી ખુબ જ દુર...એક ઘનઘોર જંગલ માં આવી ગયો હતો....
ભૂખ પણ ખૂબ જ લાગી હતી...ત્યાં તેણે જોયું કે... ઘણા બધા પોપટ એક સાથે એક ઘટાદાર વૃક્ષ પર બેઠા છે..અને ચણ ચણી રહ્યા છે...

તો મહારાજ વિક્રમ (પોપટ) પણ તે ટોળામાં સામેલ થઈ ગયા...આ વૃક્ષ પર નવ્વાણું (૯૯)પોપટ હતા... મહારાજ વિક્રમ ના આવવાથી સો (૧૦૦) થઈ ગયા હતા...

પરંતુ...
તેમને એ ખબર નહોતી કે તેઓ તો ઉલ‌ માંથી ચૂલ માં પડવાના હતા...😒

તે ત્યાં વૃક્ષ પર જઈને, બધા સાથે બેઠા ત્યારે ખબર પડી કે...તે વૃક્ષ પર તો કોઈ આદિવાસી શિકારી એજાળ બિછાવેલી હતી...😧

તેઓ પણ બધા પોપટ સાથે એક શિકારી દ્વારા બિછાવેલી જાળ માં ફસાઈ ચુક્યા હતા... 😒..

મહારાજ વિક્રમ તો મહાજ્ઞાની હતા...તેમણે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી હતી....તેથી મહારાજ વિક્રમ તો ...પશુ પક્ષી ઓ ની ભાષા પણ જાણતા હતા....


તેથી તેમને એ જાણતા વધુ વાર ન લાગી કે... બધા જ પોપટ અંદરોઅંદર વાતો કરી રહ્યા હતા કે... "હવે આપણું મૃત્યુ નક્કી જ છે."

અમે સાંભળ્યું છે કે, આ આદિવાસી શિકારી તો આવી રીતે પક્ષી ઓ ને પકડી ને... મારી ને ખાઈ જાય છે..😒😒

હવે અંદરોઅંદર ચર્ચા થવા લાગી કે.. કંઈક રીતે જો આપણે જાળ માં થી આઝાદ ન થયા..તો થોડી જ વારમાં આદિવાસી શિકારી આવી જશે... પછી થોડા જ સમયમાં જ આપણે તેનું અને તેના પરિવાર નું રાત્રી નું ભોજન બની જઈશુ...😩😪

આ વાત સાંભળીને... મહારાજ વિક્રમ કે જેઓ પશુ પક્ષી ઓ ની ભાષા માં વાત પણ કરી શકતા હતા... તેઓ પોપટ ની ભાષા માં બોલ્યા....

તેમણે કહ્યું કે જુઓ મૃત્યુ થી બચવું હોય તો મારી પાસે એક ઉત્તમ ઉપાય છે...તમે બધા હું કહું તેમ કરશો તો આપણે બધા જ બચી જઈશુ...

બધા જ આ નવા આવેલા પોપટભાઈ ની વાત સાંભળી ને..એક સાથે બોલી ઉઠ્યા..." હા હા...અમે તમે કહેશો તેમ જ કરીશું...પણ અમને મૃત્યુ થી બચાવી લો....".. પોપટભાઈ એ તો આગેવાની સંભાળી અને બોલવા લાગ્યા....એમ પણ એ ક્યાં..માત્ર સામાન્ય પોપટ હતા..😃😅. એતો આપણા મહારાજ વિક્રમ હતા.‌..તેઓ તો પોતાના મહારાજ વિક્રમ ની છટા થી જ બોલવા તૈયાર થઈ ગયા... બીજા બધા પોપટ પણ આતુરતા થી અને આશ્ચર્ય સાથે સાંભળવા લાગ્યા...

હવે આપણા મહારાજ વિક્રમ..પોપટ ભાઈ..એ આગેવાની સંભાળી
..
તેમ જ પોતાનો ઉપાય બધા સામે રજૂ કર્યો...
બધા જ પોપટ તેમની વાત સાથે સહમત થયા..અને સાથ સહકાર આપવાનું વચન આપ્યું...

મહારાજ વિક્રમ નો તે ઉપાય શું હતો?? શું તે ઉપાય કારગત નિવડશે?? શું બધા પોપટ અને આપણા મહારાજ વિક્રમ (પોપટભાઈ) આ આદિવાસી શિકારી ની દાળ માં થી બચી શકશે???કે પછી બીજી કોઈ મુસીબત.. પોપટભાઈ ની રાહ જોઈને જ બેઠી હશે???
જાણીશું.. આગળ ના મહારાજ વિક્રમ ની સાહસ ભરી ને રોમાંચક સફર ભાગ-૧૦ માં...