ચક્રવ્યુહ... - 38 Rupesh Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચક્રવ્યુહ... - 38

પ્રક્રરણ-૩૮

“આજે દિવસ કઇ બાજુ ઉગ્યો છે કાંઇ સમજાતુ નથી. દસ વાગવા આવ્યા છતા કાશ્મીરા ઓફિસ જવા રેડ્ડી થઇ નથી. બહુ કહેવાય.” સુરેશ ખન્નાએ ઘડિયાલમાં જોતા વિચારતા હતા ત્યાં ઉપરના માળેથી જયવંતીબેન આવતા દેખાયા.   “અરે જયવંતી, કાશ્મીરા ઊઠી કે નહી? ખ્યાલ છે તને?” સુરેશ ખન્નાએ તેને પુછ્યુ અને હાથ પકડીને સોફા પર બેસાડતા પુછ્યુ.   “નહી ખન્ના સાહેબ, મને કાંઇ ખબર નથી. સાચુ કહુ તો ઇશાનના ગયા પછી મારો તો દિમાગ સુનકાર થઇ જતો મને લાગે છે, કાંઇ યાદ પણ રહેતુ નથી. ક્યારેક તો એ પણ ભૂલી જાઉ છું કે દવા પીધી છે કે નહી. છેલ્લી દસ મિનીટ પહેલાનું પણ યાદ રહેતુ નથી. લાગે છે ક્યાંક માનસિક સંતુલન ખોઇ ન બેસુ તો સારૂ.”

“અરે જયવંતી એવુ ન વિચારાય, બધુ સારૂ થઇ જશે. દિલ્લીના સર્વશ્રેષ્ઠ ડોક્ટરને ત્યાં તારો ઇલાજ ચાલુ છે. તુ પહેલાની જેમ જ સો ટકા તંદુરસ્ત થઇ જશે.”   “આઇ હોપ સો ખન્ના સાહેબ બાકી હવે જીવવાની ઇચ્છા છે નહી. એકનો એક મારો પૂત્ર મને છોડીને જતો રહ્યો, હવે શું બાકી રહ્યુ છે જીવવામાં. મનની ઇચ્છાઓ તેના માટે હતી તે બધી ઇચ્છાઓને તે સાથે લઇ ગયો.” બોલતા બોલતા જયવંતીબેનની આંખ ભરાઇ આવી.   “કાલ્મ ડાઉન. ટેન્શન લેવુ એ તારા માટે હિતાવહ નથી. ચલ ચા નાસ્તો કરી લે પછી સવારની ટેબ્લેટ હું આપી દઉ પછી ઓફિસ જાંઉ.” કહેતા ખન્ના સાહેબ સર્વન્ટને કહી નાસ્તો સર્વ કરવા કહ્યુ અને પોતે કાશ્મીરાની તપાસ માટે તેના રૂમ તરફ પગ ઉપાડ્યા.   ખન્ના સાહેબે જોયુ તો કાશ્મીરા આરામથી ઊંઘી રહી હતી. તેને જોઇને ખન્ના સાહેબને કાશ્મીરાનું બાળપણ યાદ આવી ગયુ. ઊંઘવા મળે એટલે જાણે દુનિયાની બધી ખુશીઓ મળી જાય કાશ્મીરાને, આજે કાશ્મીરાને આ રીતે ઊંઘતી જોઇને ખન્ના સાહેબ ભાવુક બની ગયા, બસ દરવાજે ઊભા ઊભા તેની વ્હાલસોયી દીકરીને જોતા રહ્યા. ત્યાં કાશ્મીરાની ઊંઘ ઊડતા તે પથારી પરથી સફાળી બેઠી થઇ ગઇ.   “અરે પાપા તમે? ક્યારે આવ્યા તમે?” કાશ્મીરાએ બેઠા થતા પુછ્યુ.   “હમણા જ આવ્યો બેટા. આજે આટલી મોડે સુધી તુ ઊઠી નહી એટલે તને જગાવવા આવ્યો હતો પણ તને આરામથી સુતેલી જોઇ મન ભાવુક બની ભૂતકાળમાં સરી ગયુ હતુ.”   “મોડે સુધી?” બોલતા કાશ્મીરાએ ઘડિયાલમાં જોયુ તો અગિયાર વાગી ગયા હતા.   “ઓહ માય ગોડ. અગિયાર વાગી ગયા અને પાપા તમે મને ઉઠાડી નહી. આઇ એમ ટુ લેઇટ. આઇ હેવ ટુ ગો ટુ ધ ઓફિસ વેરી સુન.”   “બેટા, કાલ્મ ડાઉન. આરામથી રેડ્ડી થવાનુ. તારા પિતાજીની જ ઓફિસ છે.” બોલતા બોલતા ખન્ના સાહેબ હસવા લાગ્યા અને તેની આંખ પણ ભીની થઇ ગઇ.   “અરે પાપા, કેમ રડો છો? શું થયુ તમને?”   “કાંઇ નહી બેટા. આ તો ખુશીના આંસુ છે. આજે ઇશાન આપણી વચ્ચે નથી પણ મારી બધી જવાબદારીઓ આજે તે સંભાળી લીધી છે અને મને ચિંતામુક્ત કરી દીધો છે. એક પૂત્રની જેમ તુ મારા ખભેખભો મીલાવી મને સાથ આપી રહી છે એ જોઇ મારી આંખ ભરાઇ આવી અને બીજુ કે અ બધુ કાયમી નથી, આજે નહી તો કાલે તારે મને છોડીને સાસરે જવાનુ જ છે ને બેટા. આ બધા વિચારોથી ઘેરાયેલો હું ભાવુક બની ગયો હતો.”   “અરે પાપા, તમે પણ કઇ વાતને ક્યાં ખેંચી જાઓ છો? લગ્ન બાદ પણ હું તમારા ઘરે જ રહેવાની છું. મારે ક્યાંય જવુ નથી તમને છોડીને.” બોલતા કાશ્મીરા તેના પિતાજીને ભેટી પડી.   “બેટા, એ તો સસારનો વણ લખ્યો નિયમ છે કે દિકરીએ એકના એક દિવસ મા બાપને છોડીને સાસરે જવાનુ જ હોય છે. આ તો રોહન સાથે તારી સગાઇ......” બોલતા બોલતા ખન્ના સાહેબ અટકી ગયા.   “સોરી બેટા, વળી મે તને ન ગમતી વાત છેડી દીધી. આઇ એમ સોરી.”

“ઇટ’સ ઓ.કે. પાપા, હવે મને રોહન સાથે કોઇ ધૃણા નથી.”   “વાહ, વેરી નાઇસ બેટા. આઇ લાઇક ધેટ. ખુશ રહો બેટા. રોહન બહુ સારો છોકરો છે. આટલુ બની ગયુ તેની સાથે છતા હજુ તેની વફાદારી કમ થઇ નથી. કોઇ ખુશનસીબ જ હશે જેને રોહન જેવુ પાત્ર જીવનસાથી તરીકે મળશે. ચલ તુ હવે આરામથી તૈયાર થઇ જા પછી આપણે બન્ને સાથે ઓફિસ જવા નીકળીએ.” કહેતા ખન્ના સાહેબ કાશ્મીરાના માથા પર હાથ પસવારતા ત્યાંથી નીકળતા જ હતા ત્યાં કાશ્મીરાએ તેમનો હાથ પકડી રોકી લીધા.   “પાપા મારે તમારી સાથે એક વાત કરવી છે. પ્લીઝ ઇફ યુ હેવ ટાઇમ.”   “યસ માય ચાઇલ્ડ, તારા માટે હું હંમેશા ફ્રી જ છું.”   “પાપા..... પાપા..... રોહન,,,,, રોહન.....” ધુરંધર કાશ્મીરાની જીભ આજે બોલતા લોચા વાળતી હતી.   “શું થયુ રોહન સાથે વળી? એની પ્રોબ્લેમ વીથ હીમ. જો તુ કહે તો તેને મુંબઇ બ્રાન્ચમાં શીફ્ટ કરી દઇએ જેથી તે તારી સામે રહે જ નહી અને તને તેનાથી કાંઇ તકલિફ ન થાય.”   “અરે પાપા, હમણા તો કહ્યુ કે મને તેનાથી કોઇ પ્રોબ્લેમ નથી હવે છતા તમે તેને મુંબઇ મોકલવાની વાત કરો છો.”   “હા તો શું થયુ રોહન સાથે એ કહે મને?”

“પાપા, આઇ લાઇક રોહન. આઇ વોન્ના મેરી વીથ હીમ.”

“વ્હોટ? આર યુ મેડ કાશ્મીરા? તુ રોહન સાથે લગ્ન કરવાની વાત કરે છે? તુ???”   “યસ પાપા, મને મારી ભૂલ સમજાઇ ગઇ છે, રોહનના ગુણોએ મારુ દિલ જીતી લીધુ છે અને હવે તેની સાથે સગાઇ કરવામાં મને કોઇ પ્રોબ્લેમ નથી.”

“ઓહ માય ગોડ, વાઉ. આઇ એમ સો હેપ્પી કાશ્મીરા. જયવંતી સાંભળ્યુ તે કાશ્મીરા શું કહે છે? અરે દિવ્યા ઘરમાં આજે બત્રીસ ભાતના ભોજન બનાવ, બહુ મોટી ભેટ મને કાશ્મીરાએ આપી છે આજે.” દોડતા દોડતા ખન્ના સાહેબ નીચે ઊતરવા લાગ્યા.   “શું થયુ ખન્ના સાહેબ, કેમ આમ બાવરા બનીને દોડવા લાગ્યા?” જયવંતીબેને ધીમા અવાજે પુછ્યુ.   “અરે જયવંતી તુ સાંભળશે તો તારુ આ બધુ દર્દ ભાગી જશે, અરે આપણી કાશ્મીરા રોહન સાથે લગ્ન કરવા રાજી થઇ ગઇ છે.”   “શું??? આઇ કાન્ટ બીલીવ ધેટ ખન્ના સાહેબ, માણસ ઊંઘમાં સ્વપ્ન જુવે અને મને તો લાગે છે તમે જાગતા જાગતા સ્વપ્ને સરી પડ્યા છો.”   “મમ્મી, પાપા ઇઝ રાઇટ. મે જ હમણા પાપાને આ વાત કરી. મને રોહન સાથે લગ્ન કરવામાં કોઇ પ્રોબ્લેમ નથી.”   “બહુ સારૂ કર્યુ બેટા, ઇશાનના ગયા પછી ઘરમાં આજે પ્રથમ વાર કાંઇક ખુશીના સમાચાર કાને પડ્યા છે. આઇ એમ પ્રાઉડ ઓફ યુ બેટા.” કહેતા જયવંતીબેન ઊભા થવા ગયા પણ અચાનક ચક્કર જેવુ આવતા તે ફરી સોફા પર જ બેસી ગયા.   “મમ્મી ધીમે પ્લીઝ. ઉતાવળે ઊભા નહી થવાનુ.” બોલતી કાશ્મીરા તેની મા પાસે આવી અને તેને ભેટી પડી.”   “હું આજે જ રોહનના પિતાજી સાથે આ વિષે વાત કરી લઉ છું અને તેમને સગાઇ માટે અહી બોલાવી લઉ છું.” ખન્ના સાહેબે કહ્યુ.   “નહી પાપા. હજુ રોહન આ સબંધ માટે તૈયાર નથી. આપણે તેને સમય આપવો પડશે.  મારી કરેલી ભૂલને લીધે હજુ તે સંપૂર્ણ સ્વસ્થ થયો નથી. મે કાલે જ તેને મારા દિલની વાત કરી હતી પણ તેણે મારી પાસે વિચારવાનો સમય માંગ્યો છે તો  આપણે હવે તેના જવાબની રાહ જોવી જ રહી.”   “ડોન્ટ બી સેડ બેટા. મને વિશ્વાસ છે રોહનનો જવાબ પોઝીટીવ જ આવશે.”

“આઇ હોપ સો પાપા.”

To be continued……………