ચક્રવ્યુહ... - 34 Rupesh Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચક્રવ્યુહ... - 34

( ૩૪ )

આજે ઇશાનના મૃત્યુને એક મહિનો થઇ ગયો હતો જેથી તેના મૃત્યુ પાછળ આજે બ્રહ્મ ભોજનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સુરેશ ખન્ના તો ઇશાનના મૃત્યુના શોકમાંથી સંપૂર્ણપણે બહાર આવ્યા ન હતા. રોજ થોડા સમય પૂરતા ઓફિસ જઇ આવતા બાકી ઘરે જ રહેતા. બીજી બાજુ જયવંતીબેન તો સંપૂર્ણ રીતે અસ્વસ્થ જ હતા. આમ પણ તેને અનિદ્રાની તકલિફ હતી ઉપરથી આવડૉ મોટૉ આઘાત લાગતા તેની તકલિફ વધી ગઇ હતી. રાત્રે પણ અચાનક ઊંઘમાંથી ઉઠીને ઇશાનના નામની બૂમો પાડતા ઘરમાં ગાંડાની જેમ ફરવા લાગતા. જયવંતીબેનને ઇશાનની યાદમાંથી બહાર લાવવા માટે જ કાશ્મીરાએ ઇશાનનો એક પણ ફોટો ઘરમાં લગાવ્યો ન હતો. ઇશાનના રૂમમાં જ સુખડના હાર ચડાવેલો તેનો ફોટો રાખ્યો હતો અને ઇશાનની બધી વસ્તુઓ યથાસ્થાન ગોઠવી તે રૂમ લોક કરાવી દીધો હતો પણ આજે મૃત્યુ પછીની વિધી અને બ્રહ્મ ભોજ હોવાથી હોલમાં ઇશાનનો એ ફોટો સવારથી હોલમાં રાખવામાં આવ્યો હતો અને પુજાની બધી તૈયારીઓ ચાલુ હતી.   “દિવ્યા તને કેટલી વાર કહ્યુ છે કે ઇશાનની છબી પર આ અશુભ હાર ચડાવતી નહી છતા વળી આ બધુ તે ચાલુ કર્યુ?” ઉઠતાવેંત જ નીચે આવતાવેંત જ જયવંતીબેનની નજર ઇશાનના ફોટા પર પડતા જ તેણે કાળો દેકારો ચાલુ કરી દીધો અને ઇશાનની ફોટો પરથી હાર કાઢી ફેંકી દીધો.   “મમ્મી પ્લીઝ કાલ્મ ડાઉન. તુ ઉપર રૂમમા જા અને આરામ કર.” કાશ્મીરાએ દોડતા આવી જયવંતીબેનને સમજાવતા કહ્યુ અને દિવ્યાને બૂમ પાડીને બોલાવી મમ્મીને ઉપર લઇ જવા કહ્યુ.   “નથી જવુ મારે ઉપર, તમે બધા સાથે મળીને આ વિધી પુજાપાઠ કરી રહ્યા છો, સમજાતુ નથી શું થાય છે આ બધુ મારી પીઠ પાછળ?”

“મમ્મી પ્લીઝ, તમને કયારે હકિકતનું ભાન થશે કે ઇશાન હવે આ દુનિયામાં નથી અને એ ક્યારેય હવે આપણી સાથે નહી આવે. મમ્મી ઇશાન ઇઝ નો મોર નાઉ.” કાશ્મીરા ગુસ્સાથી લાલઘુમ થઇને ત્રાડ પાડી બેઠી અને તેનો અવાજ આખા હોલમાં ગુંઝી ઉઠ્યો.   “દિવ્યા મમ્મીને ઉપર રૂમમાં લઇ જા, પંડિતો હમણા આવતા જ હશે. પુજાનો સમય થઇ રહ્યો છે.” કાશ્મીરાએ ઓર્ડર કરતા કહ્યુ અને ડોક્ટરને કોલ કર્યો.   “ડોક્ટર સાહેબ, પ્લીઝ તમે જલ્દી ઘરે આવી જાઓ, મમ્મી કાબુ બહાર છે અને તેમનો સ્વભાવ દિન પ્રતિદિન બગડતો જ જાય છે.”

“ઓ.કે. કાશ્મીરા, હું પહોંચુ છું ઘરે.”

**********  

“મેડમ, પંડીતજી સાહેબનું પુછે છે. તેઓ હજુ સુધી આવ્યા નથી. પુજાનો સમય થઇ રહ્યો છે.”

“છેલ્લી અડધી કલાકથી પાપાને કોલ કરુ છું પણ તેનો ફોન સ્વીચ્ડ ઓફ જ આવે છે. સમજાતુ નથી શું કરવુ. તુ પંડીતજીને કહે કે પુજા શરૂ કરે હું કાંઇક કરુ છું.”

“હેલ્લો રોહન, પાપા ઓફીસે છે. હું ફોન કરુ છું પણ સ્વીચ્ડ ઓફ જ આવે છે તેનો ફોન.”   “નહી મેડમ, સર તો આજે ઓફીસે આવ્યા જ નથી. બહુ જરૂરી કામ છે તો હું અથવા શ્રોફ અંકલ આવી જાય ઘરે.”   “ના એવુ કાંઇ કામ તો નથી પણ આજે ઇશાનના મૃત્યુના પાછળ આજે પુજાવિધી રાખવામાં આવી છે અને પાપાને અત્યારે ઘરે હોવુ જોઇએ તેના બદલે તે નથી ઘરે કે નથી ઓફીસે. કાલે મે તેમને કહ્યુ પણ હતુ કે આજે પુજા છે છતા પણ તે કોઇને કહ્યા વિના બહાર નીકળી ગયા.    “ઓ.કે. હું તેમને કોલ કરુ છું. કાંઇ ખબર મળ્યે તમને કહું.”   “ઠીક છે, આજે હું ઓફીસે નહી આવુ તુ જરા સંભાળી લેજે.”

“જી મેડમ.”

**********    

“સર, કાશ્મીરા મેડમનો કોલ હતો તમને યાદ કરે છે ઘરે.” લગભગ અડધી કલાકે સુરેશ ખન્નાને કોલ લાગ્યો ત્યાં રોહને પુછ્યુ.   “ક્યાંય જવુ નથી મારે. આઇ વોન્ટ ટુ લીવ અલોન.” ખન્ના સાહેબ નશામાં ચૂર હોય તેવુ લાગ્યુ તેના બોલવા પરથી એટલે રોહન સમજી ગયો કે તે ક્યાં હશે એટલે તેણે બહુ લાંબી ચર્ચા કર્યા વિના જ ફોન કટ કરી નાખ્યો અને શ્રોફ અંકલને કહીને તે ખન્ના સાહેબને લેવા જતો રહ્યો.

*********  

એક બાજુ પુજા ચાલુ હતી અને બીજી બાજુ રોહન સુરેશ ખન્નાને લઇને ઘરે આવ્યો. ખન્ના સાહેબ બેફામ બકવાટ કરી રહ્યા હતા. તેને સમય અને સ્થળનું જરાય ભાન હતુ નહી. બન્નેને જોઇને કાશ્મીરા દોડતી ત્યાં આવી પહોંચી.

“પાપા વ્હોટ ઇઝ ધીસ? આજના દિવસે આટલી સરાબ પીવાની?”   “મેડમ, સોરી ટુ સે પણ અત્યારે સર કાંઇ સમજે તેવી હાલતમાં નથી. તમે પુજામાં બેસો હું સરને ઉપર રૂમમાં લઇ સુવાડી દઉ છું.”   “ઠીક છે. એઝ યુ લાઇક.” પગ પછાડતી કાશ્મીરા ત્યાંથી જતી રહી.

**********  

લગભગ અડધી એક કલાક પછી રોહન નીચે આવ્યો ત્યાં નીચે પુજા પુરી થઇ ચૂકી હતી. રોહને જોયુ તો કાશ્મીરા માથા ઉપર હાથ દઇને બેઠી હતી. રોહન સમજી ગયો કે કાશ્મીરા બહુ ટેન્શનમાં હશે.

“મેડમ, આઇ ક્નો તમે ખુબ જ ટેન્શનમાં છો પણ આ કઠીન સમયમાં આ રીતે હિમ્મત હારવાથી સમસ્યાનો હલ નહી નીકળે. આ વિકટ પરિસ્થિતિનો સામનો હિમ્મતથી કરવાનો છે. હું સમજુ છું કે મારી હેસિયત નથી તમને નસીહત આપવાની પણ આ તો તમને આ રીતે ટેન્શનમાં બેઠેલા જોઇને મારી જીભ ઉપડી ગઇ. સરને મે ઉપર રૂમમાં સુવડાવી દીધા છે, હવે હું નીકળુ છું.” કહેતો રોહન ચાલતો થયો ત્યાં કાશ્મીરાએ પાછળથી તેને બોલાવ્યો.   “આઇ એમ સોરી રોહન.” કાશ્મીરાએ આ રીતે પાછળથી કહ્યુ ત્યાં રોહનના પગ થંભી ગયા.   “વ્હોટ મેડમ? સોરી? હું કાંઇ સમજ્યો નહી.”

“તને સમજવામાં મે બહુ ભૂલ કરી છે રોહન. આપણા વચ્ચે જે કંઇ પણ બન્યુ તે બધુ ભૂલીને તુ અમને આ રીતે મદદ કરી રહ્યો છે તે જાણી મને ખુબ પસ્તાવો થાય છે.”

“ઇટ’સ ઓ.કે. મેડમ, લગ્ન એ કાંઇ નાનીસુની વાત નથી, દરેક વ્યક્તિને તેનો મનપસંદ જીવનસાથી ચુઝ કરવાનો સંપુર્ણ અધિકાર છે અને રહી વાત મારી સાથે લગ્ન ન કરવાની તો તે આપનો નીજી મામલો છે. હું આપને પસંદ નથી તો શું થયુ, તમારી કંપનીમાં મારા કામની તો ઇજ્જત તમે અને સર બન્ને કરો જ છો. જેમ હું આપણા  બન્ને વચ્ચે જે થયુ તે યાદ કરીને ઓફિસ મેટરમાં તમે એ વાતને વચ્ચે લાવતા નથી બસ એ જ  રીતે હું પણ બધુ ભૂલીને મારુ કામ ફરજ સમજીને કરુ છું. ધેટ’સ ઓલ.”

“બહુ મોટુ હ્રદય છે તારુ રોહન. પ્લીઝ મને માંફ કરી દે.”   “મેડમ, મારા મતે તમે એવુ કાંઇ ખોટુ કામ કર્યુ જ નથીએ તો હું કઇ બાબતે તમને માંફ કરું? અને રહી વાત તમને મદદરૂપ થવાની તો એ તો હું કરું જ છું અને ભવિષ્યમાં પણ કરતો રહીશ.” હસતા હસતા રોહને હળવાશથી વાત કહી દીધી અને ત્યાંથી ગયો.

“પાપા સાચુ કહેતા હતા કે રોહનને રીજેક્ટ કરી મે મોટી ભૂલ કરી છે, પણ હવે શું થાય. સાયદ રોહન જેવો હોનહાર જીવનસાથી મારા નસીબમાં નહી હોય.” એક ઊંડો નીઃસાસો નાખતી કાશ્મીરા દરવાજા સામે જોઇ રહી.......... 

To be continued..............