The Author वात्सल्य અનુસરો Current Read કૂતરો.. By वात्सल्य ગુજરાતી પ્રાણીઓ Share Facebook Twitter Whatsapp Featured Books સુધા મૂર્તિ (મનની વાત) માંથી ભારતભરની બધી જ ભાષાઓમાં સંસ્કૃતના એક બહુ જ वाज्यनु लाषांतर थ... નિતુ - પ્રકરણ 63 નિતુ : ૬૩ (આડંબર)નિતુની નજર સામે વિદ્યાની અશ્રુ ભરેલી આંખો... જીવન પ્રેરક વાતો - ભાગ 09 - 10 શિક્ષકનું મહત્ત્વ: ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકની ભૂમિકા - 09 ... પ્રેમ થાય કે કરાય? ભાગ - 35 મમ્મી -પપ્પાસુરત :"આ કેવિન છે ને અમદાવાદ જઈને બદલાઈ ગયો હોય... ભાગવત રહસ્ય - 146 ભાગવત રહસ્ય-૧૪૬ અજામિલ નામનો એક બ્રાહ્મણ કાન્યકુબ્જ દેશમાં... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો કૂતરો.. (9) 3.4k 8.5k 1 કૂતરો .."કૂતરો" શબ્દ આપણો ગૂજરાતી શબ્દ છે.ભલે આપણે પશ્ચિમી હવા ને લીધે આપણે એને ટૉમી,ડૉગી,ડૉગ કે પાળેલા કૂતરાને હુલામણું જે નામ પાડ્યું હોય તે ઉપનામથી બોલાવતા હોઈએ!પરંતુ ગૂજરાતી શબ્દ "કૂતરો" જ સાચું છે.કૂતરો શબ્દ જાણી જોઈ હું આ લેખમાં વાપરી રહ્યો છું.આપણે કોઈને ગાળ દેવી હોય ત્યારે આવા નિર્દોષ પ્રાણીઓ જેવાં કે... કૂતરો,બિલાડો,વાંદરો,ગધેડો,ભૂંડ કે બળધીયો ઉચ્ચાર કરી આપણો ગુસ્સો અન્ય પર આ નામથી ઉતારતાં હોઈએ છીએ.ખરેખર તો આ બધાં પ્રાણીઓ ખૂબ નિર્દોષ છે.હા તેને ખીજવશો તો તેના આત્મરક્ષણ માટે વિરોધ જરુર નોંધાવશે.આપણી નજીકનું ઘરેલુ પ્રાણી પ્રથમ કૂતરો છે.આપણે એને નિયમિત ભરપેટ ખાવાનું નાખતાં હોઈશું તો તે આપણું આંગણું ક્યારેય નહીં છોડે.ભલે તમેં એને લકડી ડંડા મારો પરંતુ તે માર સહન કરીને પણ તમારો પ્રતિકાર નહીં કરે.મારે આજે આ ખૂબજ ઉપયોગી "કૂતરા" પ્રાણી વિશે થોડી વાતો કરવી છે.મેં ઘણાં એવાં કૂતરાં જોયાં છે કે તેને યોગ્ય તાલીમ આપવામાં આવે તો તે કામ બધુજ કરી આપે છે.તેની થોડી કાળજી રાખીને તેની દાકતરી તપાસ નિયમિત થાય તે ખૂબજ જરૂરી છે.કેમકે કૂતરાંના સ્વભાવ મુજબ જયાં એને ઉનાળામાં ઠંડક,ચોમાસે વરસાદથી રક્ષણ શિયાળે જરૂરી ગરમી પ્રાપ્ત કરવા માટે તે તેને ગમતી જગ્યાએ એ બેસી જશે.જયાં એ બેસે ત્યાં કેવા પ્રકારનાં કીટાણુ,વિષાણુ હોય તે નક્કી નથી હોતું માટે તેને રોગ જલ્દી લાગે છે.બીજું કે આપણે રાંધેલું એઠું વધ્યું કૂતરાને ભેગું કરી તેની ખુલ્લી પડેલી ચાટમાં નાખીએ છીએ.પરિણામે તે ચાટ માં રખડતાં ઢોર,બીમાર કૂતરાં,પશુ,પક્ષી તે તેના મોઢા કે ચાંચ વડે ખાય છે,ત્યારે તેનામાં અને અન્યમાં રોગ સંક્ર્મણ થવાની શક્યતા વધુ હોય છે.માટે કૂતરાંની ચાટ એવી જગ્યાએ મૂકો કે તે આરામથી બેસી કે ઉભા ઉભા ખાઈ શકે તેવી જગ્યાએ રાખો તો બાકીના પ્રાણીઓ બગાડ ના કરે.બીજું કે જે જગ્યાએ ચાટ મુકીએ છીએ તે જગ્યામાં ખુલ્લું મુકવાથી કે તે ચાટને આપણે નિયમિત ધોવા કે સાફ કરતાં નથી તો માખીઓ,મચ્છર,જીવાતનો ઉપદ્રવ વધી જાય છે.માટે કૂતરાની ચાટ યોગ્ય ઊંચાઈયે અને સાફ કરેલી જગ્યાએ મુકાય તો ઘણું સારું.આપણાં દેશી કૂતરાંની થોડી કુદરતી કુટેવો છે.જેમકે દીવાલે પેશાબ કરવો,કારના ટાયર માં પેશાબ કરવો,સ્વચ્છ જગ્યાએ જાજરૂ કરી જાય,ઘર આંગણે પોતું મારી સાફ કરેલી જગ્યાએ ગંદા પગ લઇ બગાડી મૂકે માટે તેના પેશાબ કે બેસવાની જગ્યાએ સતત જંતુ મુક્ત કરતા રહેવું પડે.સાથે સાથે તે સફાઈ કરેલી જગ્યાએ ઉપર જ ટોયલેટ જાય છે.આવા બધાં કુલક્ષણોને કારણે આપણને આવાં કુતરાઓ પ્રત્યે ખૂબ જ ખીજ ચડે છે.પરિણામે આપણે તેને મારવાનું વિચારીએ છીએ."આપણા બધાંની એક ખોટી તેવો છે કે આપણે તેને ખાવાની વસ્તુ યોગ્ય જગ્યાએ મુકવાની જગ્યાએ ઘરના આંગણે કૂતરાને કૂ... કૂ... કૂ... ઉ. કહી બૂમ પાડી ખાવાની વસ્તુ તેને ફેંકીએ છીએ."શાસ્ત્રોકત વાત એવી છે કે કૂતરાને આપણે રોટલી/રોટલો બનાવીએ તે પૈકી પ્રથમ એક રોટલી/રોટલો તેના નામનો હોય છે.એઠું ખવડાવવું કે કૂતરાંને નાખવું એ પાપ છે."બીજી બાજુ કૂતરાંને જો ભરપેટ ખાવાનું ના મળે તો તે શિકાર કરીને તે પોતાની ભૂખ સંતોષશે.માટે તેને તેના હક્કનું નિયમિત ખાવાનું નાખવામાં આવે તો તે શિકાર નહીં કરે.આપણે એટલા બધા ધાર્મિક થઇ ગયા છીએ કે કુતરાઓના હક્કનો રોટલો કે રોટલી આપણે રખડતાં પ્રાણીઓને આપણા આંગણે જ નાખીએ છીએ.જેથી દરેક શહેરમાં,ગામડામાં રખડતાં પ્રાણીઓનો ખૂબજ ત્રાસ છે.જેનો સરકાર,નગર કે પચાયતને માથાનો દુખાવો છે."કૂતરો ઘાસ ખાઈ શકતો નથી,તે શાકાહારી પ્રાણી છે,તેને ખાવા માટે અન્નનો રોટલો જ જોઈએ.પરંતુ આપણી ભૂલો આપણને ભારે પડી રહી છે.કેમકે કૂતરાં હવે લૂખો રોટલો ખાતાં નથી તેને પણ માણસની જીભ જેમ તેલ યુક્ત મસાલેદાર ખાવાનો ચટકો લાગી ચુક્યો છે."બીજી બાજુ આપણે ધાર્મિકતાના અંચડામાં કુતરાઓના રોટલા ગાયોને નાખતા થઇ ગયા છીએ. એટલે ગાયો પણ ઘાસ ખાવાનું છોડી રહી છે.તેમને પણ માણસની સ્વાદ રુચિ જેમ ચાઈનીઝના ચટકા લાગી ચુક્યા છે.સમય થાય એટલે જે તે આંગણે રોટલો નાખે તે આંગણે રખડતી ગાયો,આખલાઓએ અડિંગો જમાવી દીધો છે.પરિણામે ક્યારેક પોતાનો હક્ક માટે અસ્તિત્વની લડાઈ કૂતરાં,ગાયો,આખલાઓ વચ્ચે થતાં તેનો ભોગ નિર્દોષ,બાળક,વૃદ્ધ,વાહન ચાલક કે અન્ય લોકોને બનવું પડી રહ્યું છે.માટે પ્રથમ નહીં તો એઠો રોટલો યોગ્ય જગ્યાએ કુતરાઓને નાખો. ગાયોને કડબ,બાજરીના પૂળા નાખો.કૂતરાને રોટલા અને ઢોરને ઘાસ જ ખવડાવો.આ લેખ એટલા માટે લખવાનુ મન થયું કે ઘણા રહીશો આખી રાતનો ગંધાતો એંઠવાડો સવારમાં જયારે તગારું,તપેલું ભરી નાખવા જાય છે ત્યારે તે નિર્દોષ પશુ,પક્ષી,ઢોર માટે ફેંકવા જાય છે ત્યારે ધર્મની જગ્યાએ પાપ કરી રહ્યાનો એહસાસ થાય છે.દેખા-દેખીથી દૂર રહી આ ન કરવું જોઈએ."જરૂર પૂરતું જ રાંધો,રાંધેલું તમામ ખાઈ જાઓ""જે રાંધો છો તે પૂરેપૂરું જમી લો.સવારનું રાંધેલું સાંજે ના જમો."માટે એંઠવાડો થવાનો પ્રશ્ન જ ન રહે.મૂળ વાત એ છે કે જેટલો એંઠવાડ વધશે તેટલાં કૂતરાં,ઢોરોનો ત્રાસ વધશે.અગાઉ મેં લખ્યું તેમ "પ્રથમ રોટલી કૂતરાં માટે રાખો,એઠી ના નાખો તો જ તે ધર્મ છે."ઘણાંને કૂતરાં પાળવાની ટેવ છે.સાથે સાથે તમારી ટેવ બીજાં માટે ત્રાસ બની શકે.માટે કૂતરાં બોલી નથી શકતાં તેથી તેની તમામ માગણી જરૂરિયાત ભસીને જ મેળવે છે.જે સમજનાર છે તેને જ તેની ભસવાની ભાષા સમજાય છે. અજાણ્યા કે પાડોશીને ત્રાસદાયક છે તે કૂતરાં પાળવાના શોખીનોએ પ્રથમ સમજવું જોઈએ.તમારી ધાર્મિકતા બીજાંને ત્રાસદાયક ના લગાવી જોઈએ.તમેં પાલતુ પ્રાણીઓ પાળો તેનો કોઈ વિરોધ નથી પરંતુ તમને આનંદ આપનાર પાલતુ પ્રાણી પડોશી કે સોસાયટીના રહીશોને ત્રાસદાયક ના લાગવું જોઈએ.કૂતરું એ તમારી આખી રાત બટકું રોટલા માટે ચોકિયાતનું કામ કરે છે. તે ભસીને તમને જગાડે છે.તેના જેવું સેન્સેટિવ પ્રાણી બીજું કોઈ નહીં મળે.ગમે તેટલું થાકેલું કૂતરું સહેજ અવાજ થાય કે તરતજ જાગીને ભસવા લાગે છે.કૂતરું માણસ વગર ક્યારેય એકલું રહી શકતું નથી.જેમ ગમે તેટલાં મોટાં ઘટાદાર વૃક્ષ હોવા છતાં ઘરચકલી માણસ વસાહતમાંજ પોતાનાં બચ્ચાનો માળો બનાવી ઉછેર કરે છે.આ તેની ખાસિયત છે.કૂતરી સુવાવડી હોય ત્યારે આપણે દરેક ઘરે 'ટહેલ' નાખીએ છીએ "અટેલ પટેલ મારા વાડામાં કૂતરી વિયાણી ધરમની ટહેલ"જેવાં ગીતો ગાઇ નાનાં ભૂલકાઓ,બહેનો ખાસ શીરો બનાવી સુવાવડી કુતરીને સ્પેશિયલ નાખે છે.જે પ્રસૂતા બહેનોને જ પ્રસુતાની પીડાની ખબર હોય છે.શક્ય છે કે તે અનુભવમાં સ્ત્રીઓ સુવાવડી કૂતરી માટે સારું ચોપડેલું રાંધી યોગ્ય પાત્રમાં નાખે છે.આપણા ભારતીય તહેવારોમાં ખાસ ઉત્તરાયણ પર્વમાં દાન કરવાનો મહિમા છે.તેવે સમયે સામુહિક લાડૂ બનાવી કૂતરાંને નાખે છે.જયારે ખેડૂતો ચોમાસામાં કે શિયાળામાં પ્રથમ વાવેતર કરે ત્યારે દરેક ખેતરે ખેતરે "વરતીવેલ" જેવો શબ્દ વાપરી એક ખેડૂત પોતાનો કૂતરાં માટે ભાગ કાઢી બીજા ખેતરમાં વાવેતર કરતા ખેડુને ઉઘરાવેલા રોટલાઓનો ટોપલો આપે છે,અને તે ખેડૂત પોતાનો ભાગ ઉમેરો કરી ત્રીજા,ચોથા એમ ફરતી સીમમાં દરેક કુતરાઓને રોટલો મળી જાય છે.તેને "વરતી વેલ" કહે છે.મારા ગામની ભાષામાં એને વરતીવેલ કહીએ છીએ.આ રીતે જેમ ગામમાં કૂતરાં છે,તેમ સીમમાં રહેતાં કૂતરાં પણ ભૂખ્યાં રહેતાં નથી.આટલી સુંદર વિચારધારા આપણા દેશ સિવાય બીજે દેશમાં જોવા નહીં મળે.ઘણે ઠેકાણે ઘણા ધાર્મિક વૃત્તિના લોકો સવારમાં આખા ગામમાં પ્રભાત ફેરીમાં રોટલા,ચણ દાનમાં જે મળ્યું હોય તે ચબુતરે,મંદિરે કે ખુલ્લી જગ્યામાં પશુ,પક્ષી,કીડી માટે છોડી આવે છે. આજ પણ ગામડાની બહેનો સુખડી,કુલેર બનાવી કીડીના નગરાં પુરે છે.ખાસ શીતળાસાતમ,નાગપાંચમ,ઋષિ પાંચમ કે ઘણા તહેવારોમાં આખા વરસમાં આવી ધાર્મિક પ્રવૃત્તિ થતી જ રહે છે.આપણા ભારત દેશના દરેક ગામડે,શહેરે પોત પોતાની રીતે દાન ધર્મનું આયોજન થતું જ હોય છે.આપણને કોઈ પ્રસંગે ક્યાંય જવાનું થાય ત્યારે પ્રકૃતિનું આપોઆપ સંચાલન કેવી રીતે થાય છે,તે નજર રાખવી જોઈએ.હજુ ઘણું લખવું છે.પરંતુ વાચક મિત્રોનો રસ જળવાઈ રહે તેમ સમજી અહીં ટૂંકાવું છું.આ માહિતી તમને સારી લાગી હોય તો બે શબ્દ મારે માટે લખજો,Rates પણ આપજો."જય હિંદ."- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )પાટણ સિટી... પાટણ તા.01/04/2022 :શુક્રવાર Download Our App