Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 5

આપણે આગળ જોયું કે.....
* અઘોરી અને મહારાણી રુપમતી ત્યાં પહોંચ્યા તો ત્યાં કોઈ નહોતું... પરંતુ ત્યાં પડેલા કડા ને જોઈ ને.. મહારાણી તરત જ ઓળખી ગયા કે..આ તો મહારાજ વિક્રમ નું છે...તેનો‌ મતલબ ....*

હવે આગળ...
તેનો મતલબ કે મહારાજ વિક્રમ એ તેમનો પીછો કર્યો હતો અને હવે તેઓ મહારાણી રુપમતી વિશે બધુ જ જાણી ગયા છે....

હવે શું થશે....તે વિચારે જ મહારાણી રુપમતી ને તો‌ આખા શરીરમાં ફફડાટ વ્યાપી ગયો...

આ અઘોરી એ જોયું.. તેણે કહ્યું... મહારાણી રુપમતી.. તમે ચિંતા ન કરો.. મારી પાસે કોઈ પણ સમસ્યા નો તોડ છે..

મેં ઘણી તંત્ર મંત્ર ની શક્તિ ઓ હાંસિલ કરી છે...તમે નિશ્ચિંત બની જાઓ... મહારાજ વિક્રમ તમને કંઈ જ નહીં કરી શકે...આ સાંભળી મહારાણી રુપમતી ને થોડી હાશ થઇ...

હવે અઘોરી અને મહારાણી રુપમતી બંને યજ્ઞ કર્યો હતો ત્યાં આવ્યા...પછી અઘોરી એ, તે યજ્ઞ પાસે એક મનુષ્ય ની ખોપડી પડી હતી તે હાથ માં લીધી... તેમાં તેના કમંડળ માંથી પાણી લીધું...અને કંઈક આંખો બંધ કરીને,જોર જોરથી મંત્રોચ્ચાર કરવા લાગ્યો..

બીજા હાથમાં થોડા અક્ષત લીધા...અને તેના પર પેલું ખોપડી માં ભરેલું.. અભિમંત્રિત જળ નો છંટકાવ કર્યો...

પછી તે અક્ષત (ચોખા ) અને એક પાંજરૂ .. મહારાણી રુપમતી ને આપ્યા..તેમજ જણાવ્યું કે તમે અત્યારે જ મહારાજ વિક્રમ ના શયનખંડ માં જઈને, તેમની માફી માગવાનું નાટક કરો..

જ્યારે મહારાજ વિક્રમ.. કંઈક વિચારી ને તમને.. જવાબ આપે તે પહેલાં જ..આ અક્ષત તેમના ચરણ માં નાખી દેવા.. જેથી તેઓ તુરંત જ...એક પોપટ માં પરિવર્તિત થઇ જશે...અને થોડો સમય માટે,બેભાન થઈ જશે..તે દરમિયાન, તમારે જરા પણ મોડું કર્યા વગર ,....તક નો લાભ ઉઠાવી ને.. પોપટ માં પરિવર્તિત થયેલા મહારાજ વિક્રમ ને..આ પાંજરા માં પુરી દેવા...જરા પણ ભૂલ કરવી નહીં..
.
મહારાણી રુપમતી એ કહ્યું પણ .. જયારે સવાર થતાં જ જ્યારે મહારાજ વિક્રમ તેમના શયનકક્ષ માં નહીં દેખાય તો, આખા રાજ્યમાં હોબાળો મચી જશે..તેમજ કેટલાય પ્રકારના સવાલ તો ઉઠશે જ... 😒

ત્યારે અઘોરી એ સમજાવ્યું કે.. મહારાજ વિક્રમ કોઈ કારણસર, કોઈ સિધ્ધિ મેળવવા ના હેતુ થી .. એકાંત માં તપસ્યા કરવા ગયા છે....તેમનો હેતુ સિદ્ધ થતાં જ... તેઓ પાછા ફરશે... મહારાજ વિક્રમ તમને જણાવી ને ગયા છે..તેમ જ તેમની કોઈ એ ચિંતા ન કરવી..અને તેમની શોધખોળ કરવાનો પ્રયાસ ન કરવો.. એવી આજ્ઞા આપી ને ગયા છે.. તેવું જણાવી દેવું..... જેથી કોઈ પણ તેમની આજ્ઞા નું ઉલંઘન નહીં કરે...તેમજ તેમને શોધવાની કોશિશ પણ નહીં કરે.... પછી શું કરવું.. મહારાજ વિક્રમ નું..તે વિચારવા નો સમય પણ મળી જશે આપણને....

પછી અઘોરી એ મહારાણી રુપમતી ને..સજાગ કરતા કહ્યું કે..હવે પરોઢ થવામાં બહુ સમય નથી...તમારે જલ્દી થી જવું પડશે..અને આપણી યોજના મુજબ..આપણા ષડયંત્ર ને અંજામ આપવો પડશે...માટે તમારે હવે મોડું ન કરતા..અહી થી જલ્દી થી પ્રયાણ કરવું જોઈએ...આ બધું વ્યવસ્થિત સમજી ને .‌અભિમંત્રિત અક્ષત ને એક પોટલી માં લઇ ને..અને બીજા હાથમાં.. પાંજરૂ પોતાના કામળા માં છુપાવી ને..હવે તે ષડયંત્ર ને અંજામ આપવા માટે..તેમજ અઘોરી ની સુચનાઓ પ્રમાણે જ અનુસરવા માટે.. મહારાણી રુપમતી ઝડપ થી મહેલ તરફ ડગ ભરવા લાગી...

તેઓ મહેલમાં પહોંચતા જ.. મહારાજ વિક્રમ ના શયનખંડ તરફ ઝડપથી પગલાં ભરવા લાગ્યા....
ત્યાં જઈને જોયું તો......

*શું મહારાજ વિક્રમ અઘોરી અને મહારાણી રુપમતી ની જાળમાં ફસાઈ જશે?? અને અઘોરી ની તેમજ મહારાણી રુપમતી નુ ષડયંત્ર પાર પડશે?? મહારાણી રુપમતી એ.. મહારાજ વિક્રમ ના શયનકક્ષ માં શું જોયું?? જાણીશું આગળ ના.. મહારાજ વિક્રમ ની સાહસ ભરી ને રોમાંચક સફર ના ભાગ -૬ માં.....*







.