શ્વેત, અશ્વેત - ૩૧ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્વેત, અશ્વેત - ૩૧

સુધા એ જોયું તો મૃગધાના હાથ પર સાચે નિશાન હતા. એટલે આ વાગ્યું છે તે.. 

‘એજ તો. આ બેંગલ્સથી હું એલર્જીક જ હોઇશ. મે કોઈ બીજા બેંગલથી આવું નથી થતું.’ 

મૃગધાની વાત સુધાને સાચી લાગી. 

‘પણ સ્ટીલના બેંગલ્સ ક્યાંથી મળ્યા?’

‘મૈસૂરું ૨૦૧૫માં કોલેજ કેમ્પમાં ગઈ હતી, ત્યાંના માર્કેટથી લીધા હતા. પહેલા તો મે આવું કઈ પણ ન’તું થતું.’

સુધાએ તેની પરની પ્રિન્ટિંગ ખૂબ જ ગમી હતી. એલ્યુમિનિયમ ફોઈલના પેકેટમાં સુધાએ તેનું રિફલેક્શન જોયું. 

‘આ બીજો રૂમ છે એમાં તમે શું કરો છો?’

‘એ રૂમ તો સ્ટડી જેવો છે. ખાલી સાફ કરીએ છીએ. નથિંગ મચ.’ 

બસ આટલું કીધું અને હજુ તો સુધા વાસણનું ખાનું બંધ કરે છે કે ધડામથી મૃગધા નીચે પડી. સુધાએ ચીસ પાડી. તે તો એટલી ગભરાઈ ગઈ કે તેના દાંત કચ - કચાવવા લાગ્યા. 

તેના શ્વાસ તો.. એકદમ રોકાઈ જ ગયા. 

તે નીચે બેસી, મૃગધાને ફેરવીને જોયું તો તેના મુખ પરની રેખાઓથી સુધાને ખ્યાલ આવ્યો: તે મરી ન હતી. મૃગધા ઉપર જ સિંક હતી. ત્યાંથી થોડુંક પાણી લઈ, પાણી ના છાંટડા મૃગધાંના મો પર કર્યા તો મૃગધાની આંખો ખૂલી ગઈ, અને આંખો ભરાવવા લાગી. ત્યાં અચાનક અવિરાજ આવી પોહંચ્યો. 

મૃગધાને જોતાં વેત તેણે પાણીનો ગ્લાસ ભર્યો, તેની સાથે બેસી તેનો પંજો ઘસવા લાગ્યો. 

‘ફરી?’

મૃગધા એ ફક્ત માથું હલાવ્યું. 

‘મૃગધાનો હાથ લઈ તેઓ મેઈન રૂમમાં ગયા.’ 

અવિરાજે  સુધાને પૂછ્યું, ‘તમે આટલી મોડી રાત્રે કિચનમાં કેમ ગયા હતા?’

‘મારે સુધાની સાથે વાત કરવી હતી.’ મૃગધા બોલી ઉઠી. 

સુધા બોલી, ‘શું મૃગધાને આવું થતું રહે છે?’

‘હા. છેલ્લા બે ચાર દિવસથી.’ 

પણ મૃગધાની નજર અડગ હતી સામેના દરવાજા પર. પિસ્તા રંગની દીવાલમાં સંતાયેલો કાળો દરવાજો- અને તે દરવાજા પાછળ ઊંઘતો હતો અમેય. 

‘અમેય?’

‘ના. કોઈ બીમારી છે.’ 

‘શું?’ સુધા અવિરાજને પૂછવા લાગી. 

‘મને એવું લાગે છે કે હું.. ના. કશું નઇ.’  મૃગધાના મુખ પર દુખ હતું. 

‘ચેક અપ કરાવ્યું. આધિપત્યથી પાછા આવીએ ત્યારે કરાવીશ.’ થોડીક વાર તે આમ બેસી રહી, પછી તે અને અવિરાજ બંનેઉ પેકિંગ કરવા જતાં રહ્યા. 

સુધા પણ અમેયને ઉઠાડવા અંદર આવી. અહી ઉપર લટકતી ઘડિયાળ માંથી થોડીક લાઇટ આવી રહી હતી. 

અમેયનો ચેહરો એકદમ શાંત હતો. આંખો બંધ હતી. તેની પાંપણ કાળી હતી, લાંબી હતી. અમેયએ કાળું ટી શર્ટ પહેર્યુ હતું. તેનો એક હાથ ઓશીકા પર હતો, અને એટલો સફેદ હતો એ હાથ કે તેની લીલી નસ સાફ દેખાતી હતી. તેના હોઠ જાણે ઉભરાવી આવતા લોહી જેમ લાલ હતા. ટી શર્ટ અમેયની છાતી સાથે વળગી ગઈ હતી, તેના શોલ્ડર્સ સ્લીવને દબાવી રહ્યા હતા... 

અમેય ઉઠી ગયો. 

અમેય સુધાને જોતો રહ્યો. 

‘સુધા..’

‘એમેય..’

અને ખોવાઈ ગયા. પછી સુધાને યાદ આવ્યું કે અહી ત્રીજી વ્યક્તિ છે- ચોથી પણ હતી. તે અમેયને ઉઠાડી બાથરૂમમાં નહાવા જાતી રહી. અમેય પેકિંગ કરવા લાગ્યો. 

સુધાને અમેયના વિચારો આવી રહ્યા હતા. તેનો સુદંર ચેહરો... ગળામાં પડતો એક અંગ્રેજી ‘વી’ જેવો એક આકાર. તેના નીચે એની છાતી.. ત્યાં. 

સુધા હજુ એ વિચારોમાં ખોવાઈ હતી કે અમેયની આંખો તેને પાછી યાદ આવી ગઈ. 

અમેયની રંગ બદલતી આંખો. 

ટૂંક જ ક્ષણમાં અમેય એ પણ નહાઈ લીધું. અને થોડીક જ ક્ષણોમાં તેઓ નીકળી પળ્યા. 

હવે પાછો સામે હતો તે રસ્તો.. બે નકાબ રસ્તો. ખાલી. કાળું. 

ગભરાવી દે તેવો રસ્તો. 

અને  વિચારો. અમેય ડ્રાઈવ કરતો હતો. આ બંનેઉ ભાઈ બહેન ડ્રાઈવ કરવામાં સારા હતા. એટલે તેઓ જ ડ્રાઈવ કરતા. 

અમેય આધિપત્યનો ‘અ’ હતો. સુધા એ વિચાર્યું. 

પણ દૈત્યાધિપતિનો ‘અ’ તો અળધો હતો.