એક પૂનમની રાત પ્રકરણ -૯૩
ભંવરસિંહ દિવાળીમાં રુબીને લઈને ઘરે તો આવી ગયાં અમે છોકરાઓ વંદના અને મિલિન્દ પણ ખુશ થઇ ગયાં. તેઓ ભંવરસિંહને વળગી ગયાં યશોદાબેનને જાણ થઇ ભંવરસિંહ આવ્યાં છે તેઓ રસોડામાં વ્યસ્ત હતાં પરંતુ ભંવરસિંહના આગમનની જાણ થતાં આનંદ થયો તેઓ દરવાજે આવી ગયાં પણ ત્યાં ભંવરસિંહ સાથે કોઈ બીજી સ્ત્રીને જોતાં હૃદય ધબકાર ચુકી ગયું એમનાં મનમાં શંકા કુશંકાએ જન્મ લીધો. ભંવરસિંહનાં આગમનનો આનંદ જાણે ધોવાઈ ગયો.
યશોદાબેનને જોતાં ભંવરસિંહે ચહેરા પર કૃત્રિમ હાસ્યને પાથરીને કહ્યું યશોદા આ રુબી ડિસોઝા મારી સેક્રેટરી છે એ તમને મળવા આપણું ઘર જોવા આવી છે સાથે અહીંની દિવાળી જોવી છે. યશોદા એક ડગલું આગળ વધ્યાં ચહેરા પર હાસ્ય લાવી કહ્યું આવો આવો... રુબી પણ તૈયાર હતી એ એકદમ એમની પાસે દોડી ગઈ અને હગ કરીને કહ્યું હેપી દિવાળી યશોદાજી. સરે અહીંના ખુબ વખાણ કરેલાં એટલે સાથે અહીં આવવા કીધું એ બહાને બધાને મળાય ઓળખાણ થાય. આઈ હોપ કે તમને ગમશે ?
યશોદાબહેને કહ્યું આપણીતો સંસ્કૃતિ અને સંસ્કાર રહ્યાં છે અતિથિ દેવો ભવ. અને ભંવરની સાથે આવ્યાં છે એટલે ખાસ મિત્ર અને સહકર્મી હશો તમારું સ્વાગત છે પધારો. યશોદાબેન રુબીને ઘરમાં લઇ ગયાં. ભંવરસિંહે રામુને કહ્યું રામુ ગાડીમાંથી બધો સમાન અંદર લઇ આવ જોજે કાળજીથી લાવજે ખુબ મોંઘો સામાન છે.
વંદનાએ સાંભળીને કહ્યું વાહ પાપા શું શું ગીફ્ટ લાવ્યા છો ? મિલિન્દ પણ આનંદથી સાંભળી રહ્યો એણે કહ્યું પાપા મેં તમારી પાસે ખાસ ડીવાઈસ મંગાવેલું ફોરેનનું તમારી ઓફિસમાં તો કેટલું આવતું હશે ?
ભંવરસિંહે કહ્યું તે માંગેલું એનાં કરતાં વધારે એડવાન્સ અને એવી ઘણી વસ્તુઓ તમારાં બંન્ને માટે લાવ્યો છું સાચું કહું તો એ બધુંજ રુબી આંટી લઇ આવ્યાં છે એણે તમારી પસંદગીનો ખાસ ખ્યાલ રાખ્યો છે બધું પછી શાંતિથી જોજો.
યશોદાબેન બધું સાંભળી રહેલાં તેઓ રુબીને દાદી પાસે લઇ આવ્યાં રુબી કંઈક વધુજ નમીને દાદીને નમસ્કાર કરી બોલી બા આશીર્વાદ આપો હું રુબી સરની સેક્રેટરી...
દાદીમાએ આશીર્વાદ આપતાં હોય એમ હાથ ઊંચા કર્યા અને પછી આંખો બંધ કરી દીધી.. બધાની નજર દાદી તરફ હતી પછી ભંવરસિંહ બાને પગે લાગી કહ્યું બા જય શ્રી કૃષ્ણ તમારી તબીયત કેમ છે ?
દાદીએ આંખો ખોલી નમેલાં ભંવરસિંહનાં માથે હાથ ફેરવી કહ્યું તું કેટલાં સમયે આવ્યો ? તને તારી માં - વહુ કે છોકરાઓ કોઈ યાદ નહોતું આવતું ? કુટુંબને માત્ર પૈસાનીજ જરૂર છે ? આ યશોદા અડધી થઇ ગઈ છે નથી તું આવ્યો નાં ફોન... આ લોકો ફોન કરે ત્યારે વાત કરે આવું કેવું ? હવે યશોદાને સમય આપજે..આટલામાં બધું કહી દીધું તું બધું સમજેજ છે. મહેમાનની કાળજી રાખજો બધાં અને એમને જવું હોય ત્યારે ટીકીટ કરી આપજો એમ કહી આંખો બંધ કરી દીધી. યશોદાબેન નમ આંખે રસોડામાં ચાલ્યાં ગયાં.
બધું સાંભળી રુબિએ ભંવરસીંહ સામે જોયું ભંવરસિંહે રુબી તરફ...રુબિએ આંખોથી સાંત્વના આપતાં કહ્યું ચૂપ રહેજો..અને ભંવરસિંહે કૃત્રિમ હાસ્ય લાવી કહ્યું બા તમે લોકો કેમ યાદ નાં આવો ? પણ હમણાંથી ઓફિસમાં ખુબ કામ રહે છે અને મને પ્રમોશન મળ્યું હું ચીફ થઇ ગયો એ પછી મારે ખુબ જવાબદારી આવી પડી છે. મહેમાન અહીં રહેવાનાં છે અને સાથેજ પાછાં જવાનાં છીએ.
ભંવરસીંહ નો જવાબ સાંભળી રુબી આનંદમાં આવી ગઈ એની આંખોમાં ખુશી છલકાતી હતી. ભંવરસિંહે કહ્યું વંદના આંટીને તારી બાજુવાળો રૂમ બતાવ અને રામુને કહે એમનો સમાન ત્યાં રૂમમાં મૂકી દે.
રુબિએ કહ્યું થેન્ક્સ હું ફ્રેશ થઈને પછી આવું અને બોલી મિલીન્દ વંદના તમારાં માટે હું ઘણી ગીફ્ટ લાવી છું પછી તમને બતાવું અને આપું પછી કંઈક સ્ફૂર્યું હોય એમ યશોદાબેન પાસે રસોડામાં ગઈ અને બોલી બહેન તમે કેમ છો ? મારે અહીં નહોતું આવવું જોઈતું પણ તમને લોકોને મળવાનું ખુબ મન હતું કોઈ બીજા વિચાર નાં કરશો હું તો તમારી નાની બેન જેવી છું અહીં સુરતમાં મારાં બનેવી છે બેન તો ગુજરી ગયાં છે સમય મળે એમને મળી આવીશ અને તમને નહિ ગમે તો સુરત જતી રહીશ.
યશોદાબહેને રુબીને કહ્યું નાં નાં એવું કઈ નથી પણ બા ને એકજ ફરિયાદ છે એમના માટે કે ઘણા સમયથી આવ્યાં નહીં નાં ફોન કરે નાં છોકરાઓ સાથે વાત કરે. છોકરાઓ ફોન કરે તો ક્યારેક ઉપાડે ક્યારેક નાં ઉપાડે અને ઘણો સમય થઇ ગયો એમને અહીં આવે... એટલે છોકરાં તો હોરાય ને ? એટલે બા થોડા નારાજ છે.
રુબી કહે હું સમજુ છું તમનેય એવું થાય પણ સર એટલાં બીઝી રહે છે. આખો વખત મીટિંગ્સમાં હોય - દિલ્હી બેંગ્લોર અને હવે તો સીંગાપોર પણ જવું પડે છે બધું એમણે અટેન્ડ કરવાનું થાય છે પણ એમણે અહીં પણ આવવું જોઈએ.
યશોદાબહેને ભીની આંખે કહ્યું મારુ તો ઠીક છે પણ અત્યારે સમય કેવો આવ્યો ? પત્નીને પતિની ફરિયાદ કે છોકરાઓનો વિરહની વાતો ત્રાહિત સાથે કરવી પડે છે.
રુબી અર્થ સમજી ગઈ અંદર ને અંદર સમસમી ગઈ એણે કહ્યું હું ફ્રેશ થઈ આવું એમ કરી બહાર નીકળી ગઈ અને વંદનાએ બતાવેલ રૂમમાં ફર્સ્ટ ફ્લોર પર ગઈ.
******
ભંવરસીંહ યશોદાબેનનાં રૂમમાં ગયાં અને એમનાં માટે લાવેલ સાડીઓ, મેકઅપ સમાન, જવેલરી બધું આપ્યું અને યશોદાબેને કહ્યું તમારાં વિના આ કપડાં સાડી શુશોભન સામાન શણગાર શા કામનાં ? તમે તો મહેમાનની જેમ આવો છો અને જતાં રહો છો. કેટલાય સમયથી મારી સાથે કે છોકરાઓ સાથે શાંતિથી બેઠાં છો ? આ બધી ગીફ્ટ અમને મનાવવા લાવ્યાં છો ? છોકરાઓ તો બિચારા ખુશ થઇ જશે પણ મારો અંતરઆત્મા તમારાં વિના કેવો કકળે છે તમને સમજાય છે ?
ભંવરસિંહ કહે તેં પાછું તારું પુરાણ ચાલુ કરી દીધું. આ બધું કોના માટે કરું છું ? તમારાં માટે મારાં - આપણાં છોકરાઓનાં ભવિષ્ય માટે હવે થોડાં સમય પછી તો રીટાયર્ડ થઈને ઘરેજ આવી જઈશ પછી ૨૪ કલાક તમારી સામે બેસી રહીશ તમને એય નહીં પોષાય. હું કેટલાં હોંશથી બધું લાવ્યો છું એની કદર નથી ? આ રુબી પણ બધાને યાદ કરી કરીને બધું લાવી છે.
યશોદાબેને કહ્યું આ રુબીને તમારી સાથે લઇ આવવાનું કારણ ? એનું કુટુંબ કે કોઈ નથી ? મેં બા નો ચેહરો જોયો છે બા ને નથી ગમ્યું બિલકુલ. આમ પારકી સ્ત્રીને ઘરે તમે લઇ આવ્યાં એ પહેલાં આપણાં કુટુંબનો કે કોઈ વિચાર નાં કર્યો ?
ભંવરસિંહનાં ભવા ઉંચકાયા આંખો મોટી થઇ ગઈ એને ગુસ્સો આવી ગયો એણે કહ્યું તમારાં જેવા નેરો માઈન્ડ લોકોને જ આવા વિચાર આવે. વર્ષોથી એકજ ઓફિસમાં કામ કરતાં હોઈએ એટલે મિત્ર જેવા થઇ જાય એમાં શું ? અને મેં જ કીધું એને દિવાળીમાં મારે ઘરે ચલ એ અપરિચિત છે અને એનું કોઈ ફેમિલી નથી ..એ મારી ત્યાં ખુબ કાળજી લે છે પણ એનો કોઈ બીજો કોઈ અવળો મતલબ નાં કરશો.
યશોદાબહેન કહે એ અપરિચિત છે ફેમિલી નથી અને તમારી ખુબ કાળજી લે છે તમે મને સમજાવવા શું માંગો છો ? હું બધું સમજી ગઈ છું મારુ મોં નાં ખોલાવશો તમે કેટલાય સમયથી અહીં આવ્યાં નથી ફોન કરતાં નથી કેમ દુનિયામાં બીજા માણસો કામ નહીં કરતાં હોય ? તમેજ કરો છો ? પણ હવે તમને સુંવાળો સાથ મળી ગયો છે અમારી ક્યાં જરૂર છે ? તમારાં મહેમાન અહીં રહે ત્યાં સુધી સાચવી લઈશ પણ તમને ચેતવણી આપું છું કે કોઈ તમારું ગેરવર્તન થયું હું નહીં સાંખી લઉં અને ફરીથી કદી એને આપણાં ઘરમાં લઇ ના આવતાં આવી એ આવી...આતો મારાં સંસ્કાર છે કે તમને લોકોને આમ સાથે આવતાં સહી ગઈ હું પણ સ્ત્રી છું મને બીજી સ્ત્રીનો પગ પડે અને બધી સમજણ પડી જાય છે. તમે મને ગમે તેં સમજાવો એ તમારી માત્ર સેક્રેટરી નથી તમારી પથારી પણ ગરમ કરે છે તમારાં આંખોના ઈશારા અને વર્તન બધુંજ મને સમજાય છે. મહેરબાની કરીને મારાં રૂમમાં ફરી ના આવશો ક્યાં ઉપર પેલી જોડે સુઈ જજો ક્યાં બા સાથે અહીં નહીં એમ કહીને યશોદાબેન ગુસ્સામાં બહાર નીકળી ગયાં....
******
રુબી વંદના અને મિલિન્દ સાથે વાતો કરી રહી હતી અને લાવેલી બધી ગીફ્ટ બતાવી આપી રહી હતી. વંદના અને મિલિન્દ ખુબ ખુશ હતાં ત્યાં વંદનાની નજર યશોદાબેન પર પડી અને એ ત્યાં થી ઉભી થઇ ગઈ અને ....
વધુ આવતાં અંકે - પ્રકરણ ૯૪