Ek Pooonamni Raat - 2 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - 2

એક પૂનમની રાત
પ્રકરણ-2
દેવાંશ જોબ માટે એપ્લાય કરીને એના પાપાને ફોન કરે છે. એનાં પાપાએ ફોન ઉપાડતાંજ કહ્યું દેવાંશ તું મારાં કાર્યાલય ઉપર આવીજા તારાં કામની વાત છે રૂબરૂ તને કહુ એમ કહી ફોન મૂકાયો. વિક્રમસિહ પારઘીનું પોલીસ બેડામાં મોટું નામ હતું. એ ખૂબજ પ્રમાણિક ખંતિલા પોલીસ અફસર હતાં. એમનાંથી મોટાંભાગનાં કર્મચારી ડરતાં કારણ કે એમની પ્રામાણિકના સામે કોઇનું જૂઠ ચાલતું નહીં. એમનાં ઉપરી સાહેબોને પણ વિક્રમસિહ માટે ખુબ માન હતું. વિક્રમસિહની દરેક વાત ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકતાં.
દેવાંશ બાઇક લઇને સીધોજ એનાં પાપાના કાર્યાલય પહોંચ્યો. એણે પાર્કીગમાં એની બાઇક પાર્ક કરીને પછી એ અંદર ઓફીસમાં ગયો. બધાં કર્મચારી દેવાંશને જોઇને હાય દેવાંશ કરી બોલાવવા લાગ્યાં એમાંય એનાં પાપાનાં ખાસ સહકર્મચારી PSI સિધ્ધાર્થે કહ્યું હાય દેવાંશ જા તારાં પાપા તનેજ યાદ કરે છે ચાલ હું પણ અંદર આવું તારી સાથેજ.
દેવાંશ એનાં પાપાની ચેમ્બરનું બારણુ ખોલીને પૂછે છે મેં આઇ કમ ઇન ? અને એના પાપા હસતાં હસતાં એક મોટી ફાઇલમાંથી માથું કાઢીને બોલ્યા આવ દીકરા તારીજ રાહ જોતો હતો. અને પાછળ પાછળ સિધ્ધાર્થ પણ અંદર આવ્યો.
વિક્રમસિંહે કહ્યું આવ સિધ્ધાર્થ... પછી દેવાંશને કહ્યું આ સિધ્ધાર્થ અંકલેજ તને બોલાવ્યો છે. સિધ્ધાર્થ કર વાત.
સિધ્ધાર્થે કહ્યું પહેલાં તો તારી જોબ તને મળી જાય એના માટે બેસ્ટ લક. બીજુ કે તું શું પીશ ? ચા કે કોફી ?
દેવાંશ કહ્યું થેંક્સ અંકલ પણ તમને કેવી રીતે ખબર પડી કે મેં જોબ માટે એપ્લાય કર્યુ છે ? સિધ્ધાર્થે એનાં પાપા તરફ નજર કરી. દેવાંશે કહ્યું ઓહ હું સમજયો. પાપાએ કીધું. જોબમાં એપ્લાય તો કર્યુ છે જોઇએ શું થાય છે ?
સિધ્ધાર્થે કહ્યું એ તો પાકી મળીજ જવાની છે. બોલ શું પીવુ દેવાંશે કહ્યું અંકલ મસ્ત મસાલેદાર ગરમા ગરમ ચા મળી જાય તો મજા આવી જાય. સિધ્ધાર્થે દેવાંશને બોલતો સાંભળી હતી પડ્યો અને એણે બૂમ પાડી પ્યુનને બોલાવી ચા ઓર્ડર કરી.
દેવાંશે કહ્યું પણ મને કેમ બોલાવ્યો એ તો કહો ? એણે પાપા સામે જોઇને કહ્યું મારા કામની શું વાત હતી ?
વિક્રમસિહે કહ્યું તું તો જબરો ઉતાવળયો થાય છે. સિધ્ધાર્થ તને કહે છે બધુ સાંભળ શાંતિથી.
દેવાંશે કહ્યું ઓકે કહો અંકલ... પછી પાછુ મારે હજી લાઇબ્રેરી જવાનું છે. બહુ કામ છે મારે.
સિધ્ધાર્થે કહ્યું જો દેવાંશ અમારી પાસે એક કંપલેઇન આવી છે એમાં અમે તપાસ શરૂ કરી છે પણ હજી કંઇ તથ્ય હાથમાં નથી આવ્યુ. પણ મને કેસ જોતાં એવું લાગ્યુ કે તને રસ પડશે. સિધ્ધાર્થે દેવાંશને એવી રીતે વાત કરી કે જાણે એમાં રહસ્ય હોય. દેવાંશે પાપાની સામે જોયું પછી પૂછ્યું પણ એમાં મારે શું ? એમાં મારું લાગતું વળગતું શું છે ?
સિધ્ધાર્થે કહ્યું અરે બેટા ધીરજ તો રાખ એજ તને કહું છું તું પાવાગઢતો જાણેજ છે ને ? પાવાગઢ જતાં પહેલાં રસ્તામાં થોડા જંગલનો એકાંત ભાગ આવે છે એમાં ઘણાં વચ્ચે તળાવ નાનાં જર્જરીત કૂવા વગેરે આવે છે એમાં ખાસ વાત એ છે કે પાવાગઢ હજી 20 કિમિ બાકી હોય ત્યાં જમણીબાજુના રસ્તે મોટુ તળાવ આવે છે એમા એકલાં મોટાં મોટાં ગુલાબી અસલ કમળો થાય છે એવાં સરસ ખીલે છે કે બે ઘડી જોયાં કરવાનું મન થાય એકદમ નિરવ શાંતિ... એ તળાવમાં જળચરો ઘણાં છે એમાં માછલી દેડકા સર્પ, અજગર વીછીં જોવા મળે ત્યાં પુષ્કળ સરીશ્રૃપ જાતીનાં પ્રાણીઓ ખૂબ છે ત્યાં માણસો ઓછાં જાય છે એટલે તળાવની કુદરતી સુંદરતા જળવાઇ રહી છે.
દેવાંશ સિધ્ધાર્થને શાંતિથી સાંભળી રહેલો એને રસ પડવા માંડ્યો હતો અને ત્યાં ગરમા ગરમ ચા આવી ગઇ. દેવાંશે કહ્યું અંકલ પછી કહોને શું છે આગળ.
સિધ્ધાર્થે દેવાંશને અને વિક્રમસિંહને ચાનો પ્યાલો આપ્યો. એક પોતે લીધો... વિક્રમસિહ પણ સિધ્ધાર્થની વાત ધ્યાનથી સાંભળી રહેલાં. સિધ્ધાર્થની વર્ણન કરવાની રીત એવી સરસ હતી કે જાણે આંખ સામે દૃશ્ય રચાઇ જતું હતું. ચૂસ્કી મારીને સિધ્ધાર્થે આગળ કીધું.
એ તળાવની સાવ અડોઅડ એક નિર્જન મોટી વાવ આવેલી છે. આ તળાવ એટલું મોટું છે કે વાવ જલ્દી નજરે નથી પડતી. અને ઝાડી એટલી બધી ઉગી ગઇ છે કે મોટાં ભાગનાં વાવનો ભાગ એનાંથી ઢંકાઇ ગયો છે.
સિધ્ધાર્થ દેવાંશની આંખોમાં જોઇ રહ્યો હતો. દેવાંશની આંખમાં કૂતૂહૂલ હતું એ આગળ સાંભળવા રાહ જોઇ રહ્યો હતો. સિધ્ધાર્થે કહ્યું હવે કંપ્લેઇન આ વાવ અંગે આવી છે કે ત્યાં ભૂલમાંથી કોઇ પસાર થાય તો...
દેવાંશે કહ્યું ? શું પસાર થાય તો શું ? સિધ્ધાર્થ કહ્યું ત્યાંથી કોઇ નજીકથી પસાર થાય તો વાવમાંથી અવાજ આવે છે કે બચાવો બચાવો પણ કોઇ દેખાતું નથી અને નજીકથી પસાર થનારને આવો અવાજ તો સંભળાય છે પણ જાણે કોઇ અંદર ખેંચતુ હોય એવો અનુભવ થાય છે હાલમાં અત્યાર સુધી આવી લોકવાયકા અમે સાંભળી હતી પણ આવી બધી વાતો ચાલ્યાં કરે અને ધ્યાન નહોતાં આપતાં પરંતુ બે દિવસ પહેલાં જબરો બનાવ બની ગયો પછી અમારાં તંત્રએ એની તપાસ કરવાની શરૂ કરી.
દેવાંશે કહ્યું કેમ એવું શું બની ગયું ? ત્યારે સિધ્ધાર્થે વિક્રમસિહ તરફ નજર કરી. વિક્રમસિહે કહ્યું દીકરા બે ત્રણ દિવસ ઉપર, અમારી ચોકીનોજ સબ ઇન્સપેક્ટર એનાં ફેમીલી સાથે પાવાગઢથી પાછા આવતાં એ રસ્તા પર ચઢી ગયેલો ખાસ તો એ તળાવ બતાવવા માટે ગયો હતો પરંતુ એ લોક વાવની નજીકથી પસાર થયાં અને એને બચાવો બચાવો એવી કોઇ છોકરીની બૂમો સાંભળી એણે જીપ ઉભી રાખી અને ઝાડીમાંથી નજર કરતાં એને કોઇ દેખાયુ નહીં પણ અવાજ એણે રેકર્ડ કરી લીધો છે. આવી વેરાન, નિર્જન અને એકાંત જગ્યાએ એકલી છોકરી કોણ હોય ? એણે બૂમ પાડી પૂછ્યુ કોણ છો ? કોણ છો ? ક્યાં છો ?
પણ ખબર નહીં પછી એણે શું જોયું કે એ ત્યાંથી ફેમીલી લઇને સીધો ઘરે આવવા નીકળ્યો અને બે દિવસથી એને તાવ છે હજી નથી ઉતર્યો અને બબડાટ કરે છે સ્પષ્ટ જવાબ નથી આપતો કે શું જોયુ ? દેવાંશમાં તો શરીરનાં રૂંવાડા ઉભા થઇ ગયાં.
દેવાંશ બોલી ઉઠ્યો વાહ આતો ઇન્ટેરસ્ટીંગ છે પણ એમને થયું શું કેમ જવાબ નથી આપી રહ્યાં ?
વિક્રમસિહે કહ્યું ડોક્ટરે તપાસીને કહ્યું એમને ઊંડો ડર પેસી ગયો છે બે ત્રણ દિવસમાં નોર્મલ થઇ જશે. તને દીકરા એટલે બોલાવ્યો છે કે તારાં ધ્યાનમાં આવી કોઇ જગ્યા અંગે વાંચવાનું આવ્યુ છે ? તે ઘણાં જીવત્વનાં પુસ્તકો વાંચયા છે તું ભણ્યો છું તો તને ખબર હોય અને અમને તપાસ કરવા બાબતે મદદ મળે.
દેવાંશે કહ્યું હું તમને વધુમાં વધુ 2 દિવસમાં રીપોર્ટ કરીશ આવું કશું વાંચ્યું છે પણ સ્થળ યાદ નથી પણ એકજ શરતે તમને બધી માહિતી લાવી આપું કે જ્યારે તપાસમાં જાવ મને સાથે લઇ જવાનો.
વિક્રમસિહે કહ્યું તું માહિતી આપ પછી વિચારીશું આ જોખમી કામ છે એમ તને બધે ના લઇ જવાય દીકરા આ જે માંદો પડ્યો છે એ બહાદુર સિપાહી છે તો પણ એનાં હાંજા ગગઢી ગયાં છે વિચારીને કરવાનું.
દેવાંશે કહ્યું હું માહીતી આપીશ પછી સિધ્ધાર્થ સામે જોઇને કહ્યું માસ્ટર ચા હતી અંકલ થેંક્સ પણ આ તપાસમાં હું સાથે આવીશ. પ્લીઝ હું ડરતો નથી આવી બધી શક્તિઓ અને સ્વરૂપો સાથે કેવી રીતે વર્તવું એવું પણ મને ખબર છે. મજા આવી જશે જાણીને.
વિક્રમસિહે કહ્યું "દેવ" તું ધારે છે એવું નથી હોતું કોઇનાં કોઇ માણસની આવી ચાલ હોઇ શકે. આવાં ગતકડાં કરી લોકોને લૂંટતા હોય છે એટલે તો અમારે તપાસ ગોઠવવી પડી છે.
આ દુનિયામાં આવું કશું નથી હોતું કાંળા જાદુ ભૂત, પ્રેત, પિશાચ, ચૂંડેલ કંઇજ નથી માણસોનાં કર્મ એવાં હોય છે. તું જા શોધી લાવજે.
દેવાંશ ઓફીસમાંથી ઉભો થયો પાપા અને સિધ્ધાર્થને બાય કીધું બહાર નીકળ્યો પણ એનાં મનમાં તો આજ વિચારો અને અવાજ સંભળાતો રહ્યો બચાવો બચાવો....
વધુ આવતા અંકે - પ્રકરણ - 3

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED