એક પૂનમની રાત
પ્રકરણ-4
દેવાંશનો ખાસ જીગરી ફ્રેન્ડ મીલીંદ એનો ફોન આવી ગયો હતો દેવાંશે એને પછી મળવાનું કહીને ફોન તો મૂક્યો પણ એનાં મનમાં એની દીદીનાં એંગેજમેન્ટ ફંકશનની પાર્ટીનાં વિચાર આવી ગયાં. મીલીંદ ચૌહાણ એ પણ સુખી ઘરનો છોકરો હતો. એનાં પાપા કસ્ટમમાં ચીફ હતાં. એનું ફેમીલી અહીં વડોદરા રહેતું અને પાપા મુંબઇ. હમણાં એની દીદીનાં પ્રસંગે રજા લીધી આવેલાં. ઘણાં સમયથી એનાં પાપા મુંબઇ એકલાં રહેતાં. અહીં એની મંમી, એની નાની, દીદીની સાથે એ રહેતો એનાં પાપા પંદર દિવસે એકવાર આવીને જતાં.
મીલીંદનાં ફેમીલીમાં થોડી ઇન્ટરટેસ્ટીંગ વાત એને લાગતી એ લોકોનાં ઘરમાં એની નાની એમની સાથે રહેતાં અને નાના એનાં મામાનાં ઘરે. નાનીને એ ઘણાં વર્ષોથી અહીં જોતો. ખબર નહોતી પડતી કે શું કારણ છે ? કયારેક પૂછ્યું પણ નહોતું એનાં પાપા વર્ષોથી મુંબઇ રહેતાં. દેવાંશનાં મનમાં વિચારો આવી રહેલાં એની દીદીનું એંગેજમેન્ટ હમણાં થયું હતું એમણે જાતે શોધેલું એમનાં ફીઆન્સ મરાઠી હતાં અને કોઇ MNC કંપનીમાં સારી પોસ્ટ પર હતાં. સારુ ભણેલાં હતાં.
દેવાંશ એ લોકોનાં ફેમીલીમાં ખૂબ ભળી ગયેલો એટલે એને ઝીણામાં ઝીણી વાતો ખબર રહેતી મીલીંદની દીદી વંદના એમણે દેવાંશને રાંખડી બાંધતા અને પોતાનાં ભાઇ જેવું રાખતાં. દેવાંશ પણ વંદના દીદી સાથે ખૂબ હળતો ભળતો દેવાંશને ઘણી બધી વાતો યાદ આવી ગઇ અને મનમાં વિચાર્યુ આ પ્રોજેક્ટ હાથમાં લીધો છે શોધી લઊં પછી બે દિવસ પછી રાત્રે મીલીંદનાં ઘરે હાજરી આપવી પડશે.
દેવાંશે મનમાંથી બધાં વિચારો ખંખેર્યા અને પુસ્તક પર ધ્યાન કેન્દ્રીત કર્યું. એને થયું ઘણો સમય નીકળી ગયો. પુસ્તકનાં પ્રથમ અધ્યાય વાંચવો શરૂ કર્યો પછી જેમ જેમ વાંચતો ગયો એમ એમ એને રસ પડતો ગયો શરૂઆતમાં બાંધણી એની ખાસીયતો નિયમો વિગેરે વાંચ્યા એમાં પત્થર એની કારીગરી નક્શી એનાં પર ઘણુ બધુ વાંચ્યુ પછી એ આગળ વાંચતો ગયો એ એવુ વાંચવામાં એટલો ખોવાઇ ગયો કે સમયનું ભાનજ ના રહ્યું એણે આમને આમ ઘણાં પ્રકરણ વાંચી નાંખ્યાં. ત્યાં. તપનભાઇ એ આવીને કહ્યું દેવાંશ લાઇબ્રેરી બંધ કરવાનો સમય થઇ ગયો. તું ખૂબ રસપૂર્વક વાંચી રહ્યો છે તને જરૂરી લાગે તો આ પુસ્તક નોંધાવીને ઘરે લઇ જઇ શકે છે.
દેવાંશે જ્યાં તપનભાઇનો અવાજ સાંભળ્યો એનાં વાંચવામા વિઘન પડ્યું એણે ઘડીયાળમાં જોયું 9.00 વાગી ગયાં હતાં. લાઇબ્રેરી બંધ કરવાનો સમય થઇ ગયો હતો. એણે કહ્યું થેક્યુ તપનભાઇ હાં આ પુસ્તક હું ઘરે લઇ જવા માંગુ છું મને એમાં ખૂબજ રસ પડ્યો છે. તપનભાઇએ એ પુસ્તકની નોધણી કાર્ડ અને રજીસ્ટ્રમાં કરીને પુસ્તક દેવાંશને આપી દીધું.
દેવાંશે પુસ્તકને એની બેગમાં મૂકીને લાઇબ્રેરીની બહાર નીકળ્યો. એને મનમાં પુસ્તકનાંજ વિચાર આવતાં હતાં. એને થયું લાઇબ્રેરી બંધજ ના થવી જોઇએ આખી રાત વાંચવા માટેની છૂટ હોવી જોઇએ કેટલી શાંતિ છે અહીં.. કંઇ નહીં હવે હું ઘરે જઇને વાંચીશ. એણે બાઇક ઘર તરફ લીધી.
દેવાંશ સીધો ઘરેજ પહોચ્યો. એની મંમી તરલીકા બહેને કહ્યું 9.30 થવા આવ્યા દીકરા કેટલું લેટ થયુ ચાલ જમીલે તારી જોબ માટે એપ્લાય થઇ ગયુ ને ?
દેવાંશે બેગ મૂકી ફ્રેશ થવા ગયો પછી ચહેરો લૂછતાં લૂછતાં આવીને કહ્યું હાં માં થઇ ગયું બધુજ મને આજે જે મળે એ આવું પૂછે છે મને લાગે છે જીવનમાં જોબ મળવી ખૂબ અગત્યનું કામ છે. પછી હસતાં હસતાં બોલ્યો માં મીલીંદનો પણ ફોન હતો શુક્રવારે એની વંદના દીદીનાં એંગેજમેન્ટ છે અને પાર્ટી છે પરમદિવસે તો ત્યાં જવાનું છે.
તરલીકાબહેને કહ્યું હાં હું તો એ ભૂલીજ ગઇ હતી અરે મીલીંદ પહેલાં અહીં આવેલો મેં કહ્યું એતો લાઇબ્રેરી જવાનો હતો... દેવાંશ કહ્યું હાં એનો ફોન આવી ગયેલો.
દેવાંશ જમીને ઉભો થયો પછી એણે કપડાં બદલ્યાં એની મંમીએ કહ્યું દીકરા થાકેલો સૂઇ જજે વાંચવા ના બેસ દેવાંશે કહ્યું તને ખબર પડી ગઇ કે હું વાંચવા બેસવાનો છું માં અત્યારથી ઊંઘ નથી આવતી વાંચવા દે મને... ખૂબ ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ છે.
દેવાંશે આગળ બોલતાં કહ્યું માં એક વાત કહું ? માં એ કહ્યું બોલને ? શું કહેવું છે ?
દેવાંશ માંની નજીક આવીને કહ્યું માં તું હવે થાકી પાકી સૂઇ જઇશ. મને ઊંઘ નથી આવતી. પાપાનો સમય નક્કી નથી એ ગમે ત્યાંરે આવશે. આપણાં ઘરમાં હું અને તું ... આખું ઘર જાણે ખાલી ખાલી લાગે છે. હું ઘણીવાર મીલીંદનાં ઘરે જઊં ત્યારે એની મંમી એની નાની, એની દીદી, દીદીનાં ફ્રેન્ડસ બધાં.. ઘર જાણે ભરેલું ભરેલું લાગે એકદમ લાઇવ.. વાતોનાં વડા હોય કંઇને કંઇ મ્યુઝીક ચાલતું હોય મીલીંદ એની દીદી સાથે વાતો કરે ઝગડે ... હું ત્યાં જઊં ત્યારે વિચારમાં પડી જઊં કે અહીં કેવી મજા છે. બધુ લાઇવ લાગે છે.
તરલીકાબહેને કહ્યું એનાં પાપા પણ ક્યાં હોય છે ? તારે તો પાપા વહેલાં મોડાં હમણાં આવી જશે. દીકરા હું બધુ સમજુ છું પણ હું તારી સાથે શું વાતો કરું ? તારાથી મોટી બહેન હતી તને ખબર છે હજી માંડ 3 વર્ષની હતી અને એ એકસીડેન્ટમાં એને ગુમાવી બેઠી હતી તરલીકાબહેનની નજર સામે જાણે એ અકસ્માત આવી ગયો એમની આંખો ભરાઇ આવી.
એમણે ડુસ્કુ નાંખતા કહ્યું એ પછી તારો જન્મ થયો ત્યારે તારી બહેન જીવતી હોતતો એ વંદના જટેલીજ હોત. આપણુ ઘર પણ ભર્યુ ભર્યુ હોત એમ કહીને નિસાસો નાંખ્યો
દેવાંશ કહ્યું સોરી મંમી મેં ખોટી વાત કાઢી... આજે મીલીંદનો ફોન આવેલો એમાં બધુ યાદ આવી ગયું હાં એનાં પાપા મુંબઇ રહે છે પણ અહીં આ લોકો એવુ જતાવા પણ નથી દેતાં બધાં આનંદથી રહે છે એનાં નાના એનાં મામાનાં ઘરે રહે છે નાની અહીં.. પણ જબરા પ્રેક્ટીકલ છે મને તો સમજાતુંજ નથી કે આ બધુ કેમ આમ છે ?
તરલીકાબહેન કહે દીકરા જીંદગીમાં ઘણીવાર ગતમું ના ગમતું સ્વીકારવું પડે છે અને પછી પણ હસતાં હસતાં જીવવું પડે છે. એ લોકોએ વાસ્તવિક્તા સ્વીકારી લીધી છે એટલે અહી જીવી શકે છે એજ સાચી રીત છે. આપણે કોઇનાં જીવનમાં વધારે ડોકીયું નહીં કરવાનું કંઇ નહીં તારે વાંચવું છે ને તું વાંચ... તેં આજે મને અંગીરાની યાદ કરાવી દીધી... દીકરી અંગીરા....
દેવાંશ એનાં રૂમમાં લેમ્પ સળગાવીને એ પુસ્તક લઇને વાંચવા બેઠો પણ એની મંમી નાં મનમાં એની મોટીબહેન જે નાનપણમાં માંડ 3-4 વર્ષની ઊંમરે એક અકસ્માતમાં ગૂજરી ગઇ હતી જે એનાં જન્મ પહેલાંનો બનેલો બનાવ હતો એની બહેન એનું નામ અંગીરા હતું.
અત્યારે તરલીકાબહેનને અંગીરા યાદ આવી ગઇ હતી. એમનાં વિક્રમસિંહ સાથે લગ્ન પછી પ્રથમ બાળક દીકરી અંગીરાં જન્મી હતી બંન્ને જણાં કૂબજ ખુશ હતાં. ખૂબ લાડથી ઉછેરી રહેલાં. એમાંય વિક્રમસિંહને અંગીરા ખૂબ લાડકી હતી તો એને ખૂબ લાડ કરતાં. એ નાની હતી ત્યારથી એટલી બધી એક્ટીવ અને જિદ્દી હતી અને એની ભ્રમરો જાણે ચઢેલીજ રહેતી એને જોઇને વિક્રમસિંહ હસી પડતાં અને બોલતાં ઓ માયે બેબી કેમ ગુસ્સે છે ? મારી જાણે સાક્ષાત ચંડી છે એમ કહી ગળે વળગાવી દેતાં પછી અંગિરા ખડખડાટ હસી પડતી. એનુ નામ પણ અંગીરા રાખ્યું હતું.
ઘરમાં એનાંથીજ જાણે વસ્તી હતી અંગીરા મોટી થઇ રહી હતી આજે એ ત્રણ વર્ષ પૂર્ણ થયા અને ચોથુ વરસ બેસવાનુ હતું વિક્રમસિંહ ડ્યુટી પરથી વહેલાં આવી ગયેલાં એને લઇને બંન્ને જણાં એમનાં કુળદેવી દર્શન કરવા લઇ જઇ રહેલાં. બાઇક પર ત્રણે જણાં જઇ રહેલાં. તરલીકાબહેન ખૂબ ખુશ હતાં. એમણે માનેલી માનતા પુરી કરવા એમનાં કુળદેવી માં ચામુંડાનાં દર્શને જઇ રહેલાં. વિક્રમસિંહ પુર બહારમાં બાઇક ચલાવી રહેલાં અને અચાનક સામેથી એક કાર આવી અને ઓવરટેક કરવામાં વિક્રમસિંહની એકદમ સામે આવી ગઇ હતી વિક્રમસિંહ સભળતાથી બાઇક બાજુમાં કરી પરંતુ જોરથી આંચકો લાગતાં તરલીકાબહેનનાં હાથમાંથી અંગિરા છટકી ગઇ એ રોડ પર પડી ગઇ હજી કંઇ વિચારે પહેલાં પેલી કાર એનાં પરથી ફરી ગઇને આગળ નીકળી ગઇ અંગીરાની એ દર્દનાક ચીસ હજી તરલીકાબેનને સતાવે છે એની આંખમાંથી આંસુ ટપકી ગયાં આજે 15 વરસ થયાં પણ હજી અંગિરા....
વધુ આવતા અંકે - પ્રકરણ - 5