Ek Poonamni Raat - 92 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ-92

એક પૂનમની રાત - ૯૨

 

ભંવરસિંહ એરપોર્ટ જઈને પાછો આવ્યો. બુકે લઈને બંન્ને જણાં ફ્લેટમાં આવી ગયાં. અડધી રાત વીતી ગઈ હતી છતાં મુંબઈગરા રાત માણવામાં વ્યસ્ત હતાં. નીરવ શાંતિની જગ્યાએ આછો ઘોંઘાટ જારી હતો. ઠંડો પવન વાઈ રહ્યો હતો. રુબી પોતાનાં મનમાં મનસૂબા ઘડી રહી હતી ભવરસિંહ સાથે પથારી ગરમ કરી એને પોતાનાં કાબુમાં કરવા મનશા પાકી કરી દીધી. રુબી અપરિણીત હતી પણ એના નજરમાં જે પુરુષ એને આકર્ષતો એની સાથે સંબંધ બાંધવા તતપર રહેતી. મેકવાન એનો ભૂતપૂર્વ બોસ એની સાથે રંગરેલિયા માનવી ચુકી પછી ભંવરસિંહ એનાં મનમાં વસી ગયેલો. ગુજરાતી રાજ્પુતથી એ આકર્ષાઈ પછી એને પામવા પેતરાં રચી એને વશ કરી દીધો.

ભવરસિંહ ચેઇન્જ કરીને આવે પહેલાં એણે ડ્રગ્સમાંથી ચપટી એનાં ડ્રીંકમાં ભેળવી દીધી અને બોલી "ભંવર તને આજે મેળવીને મારુ જીવન સ્વર્ગ થઇ ગયું. ભંવરસિંહ પણ મસ્તીમાં હતો એણે કહ્યું "તું મારી અપ્સરા છે તારી પાસેથી જે સુખ આનંદ મેળવ્યો એ કંઈક અલગ જ છે એમ કહી એણે પેગ ઉઠાવ્યો અને સીપ લેવા માંડયો.

રુબિએ પણ પીવાનું ચાલુ કર્યું રુબિએ કહ્યું ભંવર આજની રાત મને યાદ રહેશે આજીવન હું ભૂલી નહીં શકું હું તને સંપૂર્ણ સમર્પિત થઇ ગઈ છું એમ કહી એનાં ખોળામાં બેસી ગઈ. ભંવરસિંહને દારૂ અને ડ્રગ બંન્નેનો નશો ચઢી રહેલો એણે કહ્યું ડાર્લીંગ આ ડ્રીંક થોડું જુદું જુદું લાગે છે પણ નશો કંઈક અનેરો છે મજા આવી રહી છે. એમ બોલતાં બોલતાં એનાં ગાત્રો શિથિલ થઇ રહેલા.

રુબી ભવરસિંહને પ્રેમ કરતી એનું નિરીક્ષણ કરીને આગળ વધી એણે કહ્યું " ભંવર તારું ફેમિલી છે હું જાણું છું તારી પત્ની માં અને બે છોકરાઓ....તારા પ્રેમમાં એટલી પાગલ છું અને સ્વાર્થી થઇ ગઈ છું એલોકોનો મને ક્યારેક વિચાર આવી જાય છે પણ શું કહું તારો પ્રેમજ એવો છે કે હું બસ આપણાંજ વિચાર કરું છું એમ કહી એણે સમજીને સોગઠી મારી.

ભંવરે નશામાં કહ્યું રુબી યુ આર માય એવરીથીંગ ડાર્લીંગ હવે ફેમીલી ત્યાં છે હું તારી પાસે એલોકોની બધી જવાબદારી પુરી કરીશ પણ સાથ તો તારોજ જોઈશે.                       

છોકરાઓ મોટાં થઇ ગયાં છે માં ની કાળજી લઉં છું પણ હું અહીં એલોકો ત્યાં શનિ -રવિ ઘરે જઉંજ છું ને તું આમ મન આળું ના કર તારો પ્રેમ અને સાથ મળ્યો મને જાણે બધુંજ મળી ગયું છે આઈ લવ યુ રુબી...એમ બોલતાં બોલતાં એ રુબી પર ઢળી પડ્યો. રુબીને ખ્યાલ આવી ગયો ભંવર હવે સંપૂર્ણ એનાં તાબામાં છે હવે એ જે કરશે ભંવર એને જોશે. એને હું મારુ શરીર સોંપી બધુંજ મારુ ધાર્યું કરાવી શકીશ અને જરૂર પડે તંત્ર મંત્રનો પણ સાથ લઈશ પણ મારાંથી છૂટવા નહીં દઉં એ મનોમન હસી પડી અને ભંવરને ટેકો આપી બેડ પર લઇ આવી.

બીજો પેગ બનાવી એમાં ડ્રગ મેળવી એ ભંવર પાસે આવી આ બીજા પેગ એનામાં પણ એણે ડ્રગ મેળવી દીધી. બંન્ને જણા બેડ પર બેઠાં બેઠાં ડ્રગ મિશ્રિત દારૂ પીવા લાગ્યાં. થોડાં સમયમાં બંન્ને ટુન્ન થયાં. રુબિએ કહ્યું એય ભંવર આજની બાકીની રાત એકમેકમાં પરોવાઈ જઈએ એમ કહેતાં પોતાનાં બધાં વસ્ત્ર ઉતારી નાખ્યા અને ભંવરસિંહે એને લોલુપ નશીલી આંખે જોઈને કહ્યું વાહ હવે તને લૂંટીજ લઉ આવું કામણ ક્યારેય મેં અનુભવ્યું નથી તારું આ દેહ લાલીત્ય મને આકર્ષી રહ્યું છે એમ કહેતાં કહેતાં વસ્ત્રો ફગાવી એને વળગી ગયો.

બન્નેના વસ્ત્રહીન શરીર એકબીજામાં પરોવાઈ ગયાં પ્રેમ અને વાસનાની પરાકાષ્ઠા અંબાઈ ગઈ અને વાસના તૃપ્ત કરી બંન્ને ઘાઢ નીંદરમાં સરી ગયાં....

                         

              *******

 

આમ પ્રેમવાસનાનાં અનેક સંબંધો પછી ભંવર ફક્ત રુબીનેજ જોઈ રહેલો ધીમે ધીમે એને એનાં કુટુંબ પ્રત્યેનો સંપર્ક ઓછો કરવા લાગ્યો. દર મહિને પૈસા મોકલી દેતો ક્યારેક ઘરે જતો ક્યારેક ખુબ કામની વ્યસ્તતા બતાવી જવાનું ટાળવા લાગ્યો. મુંબઈમાં રુબીને પોતાની પાસે રાખીને એનું જીવન વિતાવવા લાગ્યો પણ રુબીને ભંવરને મેળવીને સંતોષ નહોતો એને ભંવરને કુટુંબથી તદ્દન અલગ કરવો હતો અને જીવનકાળનો પાછળનો સમય પણ એની સાથે વિતાવવો હતો.

રૂબીએ એક દિવસની સાંજે કહ્યું ભંવર એક વાત કહું ? ભંવર વ્હાલ કરતાં કહ્યું એક નહીં બે વાત કહેને વ્હાલી રૂબીએ લાડ કરતાં કહ્યું ભંવર તું રીટાયર્ડ થઈશ તું તારાં ઘરે તારાં કુટુંબ પાસે જતો રહીશ પછી મારુ શું થશે ? 

ભંવરસિંહ રુબીની સામે જોઈ રહ્યો એણે કહ્યું કેમ આવો પ્રશ્ન કરે ? હું તને મારી સાથેજ રાખીશ તને ક્યારેય નહીં છોડું તારો આ પ્રેમ અને તારી સાથેનો આ ભોગવટો મને કાયમ જોઈએ તારાં વિનાં જીવવું એ હું વિચારીજ નથી શકતો.

રુબી કહે તું કહે છે એટલું સરળ છે ? તારી માતા તારી પત્ની બાળકો મને સ્વીકારશે ? સામાજીક રીતે શક્ય છે ? આમને આમ આપણાં સંબંધને આજે ૮ વર્ષ થવા આવ્યાં મને મારાં ભવિષ્યનો વિચારતો મને આવેને ? મારુ શું થશે ? તારો છોકરો છોકરી મોટાં થઇ ગયાં ભણવાનું પૂરું થયું થોડાં વર્ષ પછી તું રીટાયર્ડ થવાનો તને મારો વિચાર આવે છે ? હું ક્યાં જઈશ ? મારુ કોણ ? હું તો જીવીશ ત્યાં સુધી તારું પડખું સેવીશ ખુબ સુખ આપીશ પણ મને મારી ચિંતા થઇ રહી છે...

ભંવરસિંહે કહ્યું રુબી બંન્ને છોકરાઓ ભણી રહ્યાં વંદનાને કોઈ સાથે સંબંધ છે એની સાથે એનાં વિવાહ કરી લઉં. મિલીન્દને આગળ ભણવું હોય તો ભણાવીશ એને પરદેશ ભણવા જવું હોય તો મોકલીશ. માં હવે કેટલાં વર્ષ જીવવાનાં? યશોદા સાથે મારે કોઈ સંબંધ રહ્યો નથી પણ એને ઘરમાં પૈસા આપીને નિભાવીશ આ બધાં ઉપર તુંજ છે તને રાણી બનાવીને સાથેજ રાખીશ.  

રૂબીએ કહ્યું તેં તારાં કુટુંબનું બધું વિચારી લીધું મને સાથે રાખવા માંગે છે પણ શક્ય છે ? એકવાર તો તું તારાં ઘરે લઇજા બધાની સામે એક દિવસ રાખી જો પછી વિચારજે શું થાય છે ? જીંદગીભર રાખવાની વાત તો પછી વિચારજે. આજે સવારથી મને આજ બધાં વિચાર આવે છે આપણી ઉંમર વધતી જાય છે મને આપણો બધો વિચાર તો આવેને ?

ભંવરસિંહ વિચારમાં પડી ગયો. એણે કહ્યું કોફી પીવરાવને રુબી હું કંઈક વિચારીને નક્કી કરું છું ....       

 

 *****

 

દિવાળીનો સમય હતો. ભંવરસિંહને ઘણી કંપનીઓ અને વ્યક્તિગત સબંધો દ્વારા અઢળક ગિફ્ટ આવી હતી એનાં ફ્લેટનો એક રૂમ ભેટ સોગાદોથીજ ભરાઈ ગયો હતો. સાંજે રુબી અને ભંવરસિંહ ઘરે આવ્યાં પછી રૂબીએ કહ્યું ભંવર મને એક વિચાર આવ્યો છે. આ દિવાળી એક મોકો છે આટલી ગિફ્ટ્સ આપણે શું કામની ? એવું કરી શકાય ? ભંવરે કહ્યું શું ? રુબી કહે બધી ગિફ્ટ્સ લઈને તારાં ઘરે જઈએ બીજું પણ બધાં માટે ખરીદી કરીને લઇ જઈએ તું કેહેજે મારી સેક્રેટરીને પણ ત્યાંની દીવાળી જોવી હતી તમને બધાંને મળવું હતું એમ કરી મને લઇ જા અને જોઈએ બધાનો શું પ્રતિભાવ છે ? શું લાગે તને ?

ભંવરસિંહ વિચારમાં પડી ગયો....થોડીક ક્ષણો પછી કહ્યું તારો આઈડિયા સરસ છે ચાલ એવું કરીએ ૨ દિવસની રજા છે બીજી ૨ દિવસની રજા મૂકી દઈએ અને સાથેજ મારાં ઘરે જઈએ. આજે બધાં માટે શોપીંગ કરીને બાય રોડ નીકળી જઈએ કાલેજ.

રુબી ખુશ થઇ ગઈ એણે કહ્યું ભંવર ચાલ તું મેઈલ કરી દે રજાનો હું સીક લીવ લઇ લઉં છું આજે શોપીંગ પતાવી દઈએ કાલે નીકળી જઈએ. એમ કહી ભંવરને વળગી ગઈ.                         

 

******

 

ભંવરસિંહના વડોદરાનાં બંગલે ગાડી આવીને ઉભી રહી. રામુએ ગાડીનો અવાજ સાંભળતાંજ દરવાજો ખોલવા દોડી આવ્યો અને હર્ષથી બૂમ પાડી સાહેબ આવી ગયાં અને રુબીને જોતાં ચૂપ થઇ ગયો અને દરવાજો ખોલી અંદર જતો રહ્યો.

મિલિન્દ અને વંદના બહાર દોડી આવ્યાં અને ભંવરસિંહને વળગી ગયાં. વંદનાએ કહ્યું પાપા સારું થયું દિવાળીમાં તમે આવી ગયાં. રુબીને જોતાં કહ્યું પાપા આ કોણ છે ? ભંવરસિંહે કહ્યું આ રુબી આંટી છે આપણું ઘર જોવા અને તમને મળવા આવ્યાં છે દીવાળી સાથે કરીશું એ મારાં સેક્રેટરી છે.

 

ત્યાં યશોદાબેન દરવાજે આવ્યાં અને ....

વધુ આવતા અંકે - પ્રકરણ ૯૩

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED