મારો કાવ્ય ઝરૂખો ભાગ 52 Hiren Manharlal Vora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારો કાવ્ય ઝરૂખો ભાગ 52

કાવ્ય 01

રંગો નો તહેવાર....હોળી

એ.... આવી...એ..આવી...
આવી...આવી...હોળી .. આવી..
ચોરે પ્રગટાવી હોળી આહુતિ આપજો
અભિમાન અને નફરતની...
આવી છે હોળી..

દુશ્મની ભૂલી
રંગાઈ જજો પ્રેમ ના રંગ થી
રમજો પ્રેમ ના રંગો ની હોળી
આવી છે હોળી..

આવો નાના...આવો મોટા ...
આવો...યુવા..આવો...આવો ..
સૌ રમવા આવો..... હોળી

કોઈ લાવે કેસુડો....કોઈ લાવે ગુલાલ..
કોઈ લાવે પાણી...કોઈ લાવે પિચકારી..
સૌ રમવા આવો...હોળી

લાલ.. ગુલાબી.. કેસરી..વાદળી ..
જાંબુડી..,સફેદ ,..લીલો ને પીળો..
રંગ લાવજો સૌ પ્રેમ ના ...નફરત ભૂલી .
સૌ રમવા આવો....આવી છે હોળી

નારાજગી.. દુશ્મની.. કડવાશ ભૂલી
સૌને રંગી નાખજો..પ્રેમ ના રંગો થી
રંગવા મા જો જો.. રહી ના જાય કોઈ કોરો
સૌ રમવા આવો... હોળી

હોળી છે રંગબેરંગી રંગો નો ત્યોહાર
પ્રેમ ને દોસ્તી નો ચડજો સૌને રંગ
દુશ્મની ભુલાવી ખુશ રહેજો દોસ્ત બની....
સૌ રમવા આવો .... હોળી

કાવ્ય 02

શું છે જિંદગી ???

માનો તો મોજ છે જિંદગી
રોજ નવો પડકાર છે જિંદગી

જન્મ થી મરણ સુધી ની
એક સુંદર સફર છે જિંદગી

ઘોડિયા થી નનામી સુધી
અલગ અલગ હાથે ઝુલાવે છે જિંદગી

અવિરત આગળ વધતી જાય જિંદગી
થંભવા નું નામ નથી લેતી ક્યારેય જિંદગી

યાદ રાખવું સુખ હોય કે દુખ છે ક્ષણિક
એક જગ્યા એ અટકે નહિ ક્યારેય જિંદગી

બચપણ વીતે મસ્તી ના માહોલ મા
જવાની નો તબક્કો વીતે મોજ મસ્તી મા

પ્રોઢાવસ્થા મા જોવા મળે જવાબદારી નો ભાર
બુઢાપા મા કાગડોળે મોત ની રાહ જોવાઈ

બોજ ને મુકિએ એક બાજુ તો મોજ છે જિંદગી
બોજ-મોજ વચ્ચે મસ્તી થી જીવવા ની જિંદગી

દરરોજ હાથ માંથી ધીમે ધીમે
સરકતી જાય છે પ્યારી જિંદગી

એક પ્રેરણાદાયક ઉદાહરણ રૂપે
જિંદાદિલી થી જીવી લેવાઈ
એનું નામ જિંદગી...... 🌹💞


કાવ્ય 03

પ્રેમ ની તરસ....( નારી ની તાકાત )

ટટ્ટાર, આસમને અડતું વૃક્ષ ( પુરુષ )
ઝંખે આલિંગન વેલ નું

વેલ ના સ્પર્શ માત્ર થી
નિર્જીવ વૃક્ષ ચેતન્વંત થાય...

પથ્થર ના પહાડ માંથી ફૂટે કુપળ
જયારે ઝરણાં નું સિંચન ચોમાસે થાય

ઓટ ને ભરતી સાથે ધુઘવતો દરિયો
નદી ના મિલન માટે તડપતો દેખાય

કોરા ભટ્ટ તાપ થી ધકધકતા રણ મેદાન મા
નાની એવી મીઠી વીરડી ઉપવન સર્જી જાય

નાજુક નમણી હરણી એક નઝર માત્ર થી
જંગલ ના રાજા સિંહ નો શિકાર કરી જાય

પ્રકૃતિ ની જેમ અલ્લડ, મસ્તીખોર પથ્થરદીલ પુરુષ
પ્રિયતમા ના આગમને વિનમ્ર બની નમવા મજબુર થઈ જાય ..

કાવ્ય 04

મહિલા દિન...

બૌદ્ધિક સમાજ મા નિયમ ને બંધન
બહેન દીકરીઓ ને માત્ર લાગુ
આતે કેવો ભદ્ર સમાજ તારો ન્યાય??

પુરુષ ફરે ભૂરાટા આખલા ની જેમ
જયારે નારી આજે પણ ગાય ગણાય

સ્ત્રીસશક્તિકરણ ના ફૂંકાય માત્ર બણગા
નઝર પુરુષ ની ખરાબ ખોટી નારી વાગોવાઈ

વિકસેલી એકવીસમી સદી મા પણ
વસમી પરિસ્થિતિ છે નારી ની

આજે મહિલા વિશ્વ દિને
વિચાર બદલાવનીછે જરૂર સૌને

રાખો વિશ્વાસ, બનાવો તાકાતવર દીકરીને
તો છલાંગ લગાવશે દીકરીઓ પણ
આસમાન ને અડતી

સુંદર રીતે ઘર સાચવી શકતી નારી માટે
બહાર ના કામ ડાબા હાથ નો છે ખેલ

નર ની જેમ શક્તિઓ થી ભરપૂર છે નારી
આત્મવિશ્વાસ આપવા ની છે જરૂર

અબળા કહેવાતી નારી તું છો નારાયણી
ધારે તો હાસિલ કરી શકે છે લોખંડી બુલંદી

પુરુષ ના જન્મ થી લઇ
દરેક સફળતા મા હાથ છે નારી તારો

આખુ જગ આભારી છે નારી તારું
વિશ્વમહિલા દિને મહિલાઓ ને દિલ થી સલામ .... 🌹👍🙏

કાવ્ય 05

વધતી ઉમર....

આંખ ના નૂર ઓછા થયા ને આવ્યા ચશ્મા
વહી જતી ઉમર ને કેદ કરવા
નાહક નો મે પ્રયત્ન કર્યો

ટાલ પડતા પાંખા થયા કેશ ને
કલપ કરી વધેલા કેશને કાળા કર્યા
ઉમર છૂપાવવા નો મે પ્રયત્ન કર્યો

ફાંદ ચાડી ખાય ઉમર ની ને
ફિટ ટી શર્ટ પેન્ટ પહેરી
જુવાન દેખાવવાનો મે પ્રયત્ન કર્યો

ત્રણ ચાર કિલોમીટર ચાલતા
ચડે શ્વાસ અને લાગે થાક
છતા ફીટ છું બતાવવા મે પ્રયત્ન કર્યો

બીપી સુગર બોર્ડર ઉપર ઊભા રહી
ટકોરા મારી ચાડી ખાય ઉમર ની
કહે હવૅ તો ઘ્યાન રાખ તબિયત નુ

વધતી ઉંમરે દિલ છે મારું મજબુત
દિલ ઊપર હાથ રાખી
વહી જતી ઉમર ને કેદ
કરવા નાહક નો મે પ્રયત્ન કર્યો... 😂

હિરેન વોરા
તા. 04/03/2022