Ek Poonamni Raat - 87 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત પ્રકરણ-87

એક પૂનમની રાત

પ્રકરણ-87

સિધ્ધાર્થે ઝંખનાને કહ્યું માત્ર વાસના સંતોષવાજ તું મારાં પ્રત્યે આકર્ષિત થઇ ? મારુ બ્રહ્મચર્યનું તપોબળ ભંગ કર્યું ? ઝંખનાએ કહ્યું સિધ્ધાર્થ તું ખોટું અર્થકરણ કરી રહ્યો છે. વાસના મારામાં પણ નહોતીજ. હું પણ એક અધોરણ એક તપસ્વીની જેમજ રહી છું તપ-સાધના કરીને મેં સિધ્ધિઓ મેળવી છે. અને વાસના કદી મારામાં હતી નહીં ક્યારેય ઇચ્છી નહોતી નહીંતર મેં અઘોર તપ અને કઠણ જીંદગી પસંદ જ ના કરી હોત. પણ મારી પ્રેતયોનીમાં આવી ગયાં પછી પણ મારી સિધ્ધિઓ નષ્ટ નથી થઇ એટલો મને આનંદ છે કે ઇશ્વરે મારાં ઉપર કૃપા કરી.

સાચું કહું સિધ્ધાર્થ હું પ્રેતયોનીમાં આવી એની પાછળ પણ આખી કથા છે મેં કેવું કેવું સહ્યુ છે અને એક કાળ ચંડાળ અઘોરીનાં કારણે મારી અવગતિ થઇ છે જેની વાત પછી ક્યારેક કરીશ. એણે મને વશ કરવા માટે મારી સાથે કેવા કેવા તાંત્રિક પ્રયોગો કરેલાં. હું એને વશનાજ થઇ મારું યૌવન મારી પાત્રતા અબોટ રાખી હતી કોઇ પરપુરુષનું ક્યારેય મેં પડખું નથી સેવ્યું હું તપસ્વીની હતી પણ મારી સુંદરતા જ મારાં માટે શ્રાપ બની હતી.

એક અગત્યની વાત સાંભળ અહીંનાં તારી આસપાસનાં પાત્રો જે તારાં ગુનેગારોનું લીસ્ટ છે એ બધામાંથી એક જણે મારી સાધના કરેલી અને એ પછી એ કોઇ મુસ્લીમ ફકીર પાસે મને વશ કરી પાપી કામ કરાવવા ઇચ્છતો હતો હું પ્રગટ થઇ પણ વશ થયાં વિના બધીજ બાબતો જાણી ગઇ હતી એમનાં રહસ્ય મારી પાસે બધાં ઉજાગર થઇ ગયાં હતાં. અને એમનાં કામ નહોતી કરી રહી મારી સિધ્ધીઓ સામે વામણાં પુરુવાર થયાં એટલે વધુ ઉગ્ર અને અકળામણમાં હવે મને મારવા હેરાન કરવા પાછળ છે હવે એ લોકોને ખબર છે કે આ યોનીમાં મૃત્યુ તો છે નહીં એટલે મારી શક્તિઓનો નાશ કરવા અથવા વશ કરી એમનાં પાપી કામ કરાવવા પાછળ પડ્યાં છે.

અને સિધ્ધુ ત્યાં મેં તને પ્રથમવાર જોયો મારી શક્તિઓને કારણે તારું તપ તારી મજૂબત મનોશક્તિ અને ધૈર્ય સાથે બહાદુરીપૂર્વક કામ કરતો જોઇ હું પ્રથમ વાર કોઇ પુરુષ તરફ આકર્ષાઇ. મને ખબર છે હું પ્રેત છું આ યોનીમાં પ્રેમને સ્થાન નથી પણ મારી સિધ્ધીઓને કારણે મારામાં ઇચ્છાધારી શક્તિ છે હું મારું અસલીરૂપ અને અનેક બીજા રૂપ લઇ શકું છું શરીર ધારણ કરીને પ્રેમ કરી શકું છું આનંદ મેળવી શકું છું. અને મને તારાં માટેનાં આકર્ષણ થયાં પછી તને મોહાંધ કર્યો મારાં પ્રત્યે પ્રેમ કરવા આકર્ષિત કર્યો.

સિધ્ધાર્થ મને હતું કે તારાં તપોબળે કદાચ તું આકર્ષીત નહીં થાય પણ મારાં પ્રેમે તને મોહાંધ કર્યો મારો પ્રેમ સાચો હતો હું માત્ર વાસના સંતોષવા માત્રજ નહીં પણ તને સાચો પ્રેમ કરવા માંડી હતી હું તારી ઓફીસ લાઇબ્રેરી અને એકવાર કમીશ્નર ઓફીસમાં તારી સામે આવી હતી તને વારંવાર જોવાનું મળવાનું મન થયુ હતુ બરોડા ટાઇમ્સની પત્રકાર હુંજ હતી મેંજ ઇન્ટવ્યુ લીધો હતો. તને પ્રેમ કર્યા પછી ધીમે ધીમે મને બધીજ જાણ થઇ હતી કે તું એનેક ક્રાઇમ કેસમાં ફસાયેલો છું અને મેં નિર્ણય લીધો હું તારી મદદ કરીશ દરેક કેસ ઉકેલવા તારી સાથેજ રહીશ મને એનો પણ ખૂબ આનંદ છે.

આ યોનીમાંથી સિધ્ધાર્થ તું મારી સદગતિ કરીશ અને આ પછીનાં જીવનમાં પણ હુંજ તારી સંગિની રહીશ. તને પામી મેળવીને હું ધન્ય થઇ ગઇ છું સિધ્ધાર્થ....

સિધ્ધાર્થ ક્યારનો ઝંખનાને સાંભળી રહેલો. ઝંખનાની કબૂલાત અને એક એક વાતથી એનાં તરફ વધુ ને વધુ ઢળી રહેલો. એણે ઝંખનાનાં ગાલે ચુંબની ભરીને કહ્યું ઝંખના તને મેળવીને તને પ્રેમ કરીને ભલે મારું બ્રહ્મચર્ય ભંગ થયું મને અફસોસ નથી બલ્કે તને મેળવીને હું પણ ધન્ય થયો છું.

ઝંખનાએ કહ્યું સિધ્ધુ આઇ લવ યુ મારાં ગત જન્મનાં કરતાં અત્યારે દુનિયા બદલાઇ ચૂકી છે પ્રેમ દર્શાવવાનાં કે કરવાની રીતો બદલાઇ ચૂકી છે પણ પ્રેમ એ પ્રેમ છે એને રીત કે સમયની કોઇ અસર નથી થતી પ્રેમ, પ્રેમજ રહે છે.

બંન્ને જણાં પ્રેમ કરતાં વાતો કરતાં પોલીસ સ્ટેશન આવી ગયાં. સિધ્ધાર્થે કહ્યું હું કામ આટોપી લઊં અને સર હોય તો રીપોર્ટ કરી લઊં પછી ઘરે જઇએ. ઝંખનાએ કહ્યું તારે કંઇ ખાવું નથી તું ક્યારનો રખડયા કરે છે. સિધ્ધાર્થે કહ્યું તને જોઇને ધરાઇ ગયો છું એમ કહી હસવા લાગ્યો. ઝંખનાએ કહ્યું તું અંદર આંટો મારી આવ તારાં નાઇટનાં સ્ટાફ સિવાય કોઇ છે નહીં સર તો ઘરે પહોંચી ગયાં છે. ફોન પર વાત કરી લેજો.

સિધ્ધાર્થને હસુ આવી ગયું એણે કહ્યું વાહ મારી અંતર્યામી હું આવું છું તરત પાછો. એમ કહીએ અંદર ગયો. નાઇટ સ્ટાફને સૂચના આપી અને જાણી લીધુ કે કમીશ્નર સર ઘરે જવા નીકળે કલાક ઉપર થઇ ગયો. એ હસતો હસતો બહાર આવીને કહ્યું ચાલ ઘરે તેં કીધેલુ એમજ છે. ઝંખના સિધ્ધાર્થને વળગી ગઇ અને કહ્યું જલ્દી ઘરે લે હું તને કંઇક બનાવી આપીશ.

***************

સિધ્ધાર્થે જીપ પાર્ક કરી અને ઘરમાં બંન્ને જણાં આવ્યાં. અને સિધ્ધાર્થ ઘર ખોલીને કહ્યું આવી જાવ મારી ઝંખના રાણી એમ કહી ઝંખનાને અંદર બોલાવી ઝંખનાએ કહ્યું આમ સીધા બારણેથી આજે પહેલીવાર આવુ છું એમ કહી રૂપાની ઘંટડી ખખડે એમ હસી પડી.

સિધ્ધાર્થે કહ્યું એટલેજ મેં આવકારી કે તારે હવે બીજા સૂક્ષ્મ રૂપે નહીં આવવું પડે. મેં તારો પણ સંપૂર્ણ સ્વીકાર કરી લીધો છે. અડધી રાતથી વધુ સમય થઇ ગયો હતો.

સિધ્ધાર્થે કહ્યું ઝંખના હું ફ્રેશ થઇને આવું ત્યાં સુધી આપણાં બંન્ને માટે કોફી બનાવી લે જમવું બીલકુલ નથી તારી વાતો સાંભળીનેજ ધરાઇ ગયો છું ઝંખના હસી પડી.

સિધ્ધાર્થે ફ્રેશ થઇને આવ્યો. ઝંખનાએ કહ્યું કોફી તૈયાર છે. સિધ્ધાર્થે કહ્યું લાવ. બંન્ને જણાં સોફા પર બેઠાં અને એકબીજાને કોફી પીવરાવા લાગ્યાં. ઝંખનાએ સિધ્ધાર્થને કહ્યું એક વાત કહું ?

સિધ્ધાર્થે કહ્યું કહેને .... ઝંખનાએ કહ્યું તું તો હવે નવો નવો પરણ્યો હોય એવાં લાડ કરે કરાવે છે. સિધ્ધાર્થે કહ્યું પ્રેત સાથે લગ્ન ના થાય નહીંતર હું એ માટે પણ તૈયાર છું મારાં સદનસીબ છે કે તું શરીર ધારણ કરી શકે છે એ પણ ખૂબ સુંદર અને આકર્ષિત કરે એવું જેથી હું ભોગ પણ ભોગવી શકું છું.

ઝંખના સિધ્ધાર્થને વળગી ગઇ અને બોલી તને ખબર છે આજે નવરાત્રીનો પહેલો દિવસ છે આપણે ખૂબ પ્રેમ કરીએ નવમે દિવસે માઁ જોગણી સામે આપણે લગ્ન કરી લઇશું. પ્રેત અને મનુષ્યનું મિલન અને લગ્ન પણ માન્ય થશે. આપણાં માટે લગ્ન એક માત્ર વિધી વિધાન છે બાકી આપણે તો એક થઇજ ચૂક્યા છે અને એ લગ્ન પણ ખૂબ જ્ઞાની માણસજ આપણાં કરાવશે જે કાયમ માટે આપણને સાથમાં રાખશે.

સિધ્ધાર્થ ઝંખનાની આંખોમાં જોઇ રહેલો એ ઝંખનાનો ચહેરો પકડી એનાં હોઠ પર હોઠ મૂકી મધુરસ લૂંટવા લાગ્યો. બંન્ને જણાં એકમેકને વળગી ગયાં એકબીજાને ખૂબ પ્રેમ કરવા લાગ્યાં.

સિધ્ધાર્થ અને ઝંખના ખૂબ પ્રેમ કરતાં કરતાં પરાકાષ્ઠનો આનંદ લીધો ઝંખનાએ કહ્યું આવું અમૃત સમાન સુખ ક્યારેય પામી નહોતી મને થાય છે તું મળ્યો અને આ અઘોરણ તારાં પ્રેમથી ન્યાલ થઇ ગઇ.

સિધ્ધાર્થ તને ખબર છે આ પ્રેમજ ઇશ્વરનું સ્વરૂપ છે. એમાંજ તપ તપસ્યા છે કેટલો વિરહ વેઠ્યો હશે જાણતાં અજાણતાં આપણે કે હવે આ ધન્ય ઘડી પ્રેમની આપણને મળી છે જે મારાં માટે બહુમૂલ્ય છે.

સિધ્ધાર્થે કહ્યું મારાં જીવનકાળમાં આવી ઘડી ક્યારેય આવી નહોતી. ઇચ્છીજ નહોતી હું માત્ર મારી ફરજ અને કર્તવ્ય પાછળજ વફાદારીમાં રહ્યો જીવ્યો છું તારાં પ્રેમે મને હવે બાવરો બનાવી દીધો છે હવે પળ પળ તારું સાંનિધ્ય ઇચ્છું છું. ઝંખનાએ કહ્યું હું પળ પળ ફક્ત તારી સાથેજ રહીશ.....

વધુ આવતા અંકે - પ્રકરણ - 88

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED