એક પૂનમની રાત પ્રકરણ-86 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પૂનમની રાત પ્રકરણ-86

એક પૂનમની રાત

પ્રકરણ-86

વ્યોમા અને દેવાંશ બંન્ને અનિકેત અને અંકિતાની બહાર આવવાની રાહ જોઇ રહ્યાં હતાં. બહાર આવીને અંકિતા વ્યોમાને કહે વ્યોમા તું કેટલી લકી છે. તારાં નાનાતો જાણે ત્રિકાળજ્ઞાની છે. એમણે મને જોઇનેજ જાણે મારી કુંડળી જોઇ લીધી મારું જીવન વાંચી લીધું. હવે જીવનમાં સારું છે અને અનિકેતનાં મારાં જીવનમાં આવવાથીજ જાણે મારાં દુઃખ દૂર થઇ ગયાં. આઇ એમ સો હેપી. તારાં નાનાજીનાં આશીર્વાદ લીધાં અને બસ એમનાં શબ્દો અને આગાહી સાચી પડશે એવી મને આશા છે. વ્યોમાએ કહ્યું તારી વાત સાચી છે નાનાજી ખૂબ જ્ઞાની છે આપણાં વડોદરામાં મહારાજા ફેમીલી પણ એમને ખૂબ માને છે. મારાં અને દેવાંશનાં મિલનમાં પણ એમનાં આશીર્વાદ છે.

અનિકેતે કહ્યું દેવાંશ ખાસો સમય થઇ ગયો છે અમે નીકળીએ કાલે ઓફીસે મળીએ. આવનારા દિવસોમાં બધાં રહસ્ય ખૂલે અને આપણને સફળતા મળે મને લાગે નાનાજીનાં ધ્યાનમાં બધુંજ હશે.

દેવાંશે કહ્યું હાં નાનાજીને હું આવતીકાલેજ મારાં ઘરે લઇ આવીશ અને પાપા પણ અત્યારે ઘરે આવી ગયાં હશે એમની સાથે પણ હું વાત કરી લઇશ.

અનિકેત અને અંકિતા ત્યાંથી ઘરે પાછો જવા નીકળી ગયાં. દેવાંશે વ્યોમાને કહ્યું એય મીઠી શું વિચારોમાં પડી ગઇ ? તું નિશ્ચિંત રહે જે બધુજ સારું થશે તને ખબર છે ? હકારાત્મક ઉર્જા હમેશાં વિજયી થાય છે કોઇનું કંઇ ચાલતું નથી. આજે પાપા સાથે હું બધી વાત કરીને આવતીકાલ આપણાં બંન્ને કુટુંબનું મળવાનું નક્કી કરી લઊં છું અને સિદ્ધાર્થ અંકલ પણ પાપાને આજે બધી વાત કરવાનાં છે મને આપણી આવતીકાલ ખૂબ સુખમય અને સોનેરી દેખાય છે.

દેવાંશે આગળ કહ્યું વ્યોમા આપણી વચ્ચે જે કોઇ શક્તિઓ કામ કરી રહી છે એ બધાનાં નિકાલ આવી જશે. આપણાં પ્રેમ વચ્ચે કોઇજ નહીં રહે. એમ કહી દેવાંશે વ્યોમાનાં હોઠ પર અને કપાળ પર ચૂમી લીધી અને કહ્યું હું ઘરે જવા નીકળું.. અંદર બધાને કહીને નીકળું કાલે સવારે તું સીધી ઓફીસ આવી જજે. અને જે સમય નક્કી થાય મારા ઘરે આવવાનો ત્યારે સીધાં ઘરે મળીશું જોકે એ પહેલાં ઓફીસે આપણે વાત થઇ જશે. નાનાજી નક્કી કરે એમ બધું કરીશું.

વ્યોમાં દેવાંશને વળગી પડી અને બોલી દેવાંશ તું મળ્યો છે મને જીવનમાં બધુંજ મળી ગયું છે મને હવે બીજી કોઇ ઇચ્છા નથી બસ તને સમર્પિત છું તનેજ ખૂબ પ્રેમ કરું છું વચ્ચે કોઇ પણ આવે એ હવે નાનાજી નહીં થવાદે એમની વિધી અને એમનું શાસ્ત્ર આપણું બધું સારું કરશે. મને તારાં પર અડગ વિશ્વાસ છે.

દેવાંશે કહ્યું ચાલ અંદર હું બધાની રજા લઇને ઘરે જઊં કાલે સીધો ઓફીસે મળીશું. વ્યોમાએ કહ્યું ભલે. દેવાંશ ઘરમાં ગયો અને નાનાજીને પગે લાગીને કહ્યું હું પાપા સાથે અત્યારેજ વાત કરી લઇશ અને આવતીકાલે મારાં ઘરે આપનાં પગલાં પડે એવું ઇચ્છું છું એમ કહી બધાની રજા લીધી. નાનાજીએ આશીર્વાદ આપતાં કહ્યું કાલે અમે બધાં તારાં ઘરે આવીશું અને વિનોદ પણ તારાં પાપા સાથે વાત કરી લેશે. દેવાંશ કહ્યું ભલે નાનાજી.

વિનોદભાઇ ત્થા ઘરમાં સર્વેએ દેવાંશને વિદાય આપી અને દેવાંશ એની જીપ સ્ટાર્ટ કરી વ્યોમાની સામે જોઇ આંખનાં ઇશારે વાત કરી નીકળી ગયો.

************

બીજે દિવસે સવારે પરવારીને દેવાંશ એનાં પાપા પાસે ગયો અને બોલ્યો પાપા આપણે રાત્રે વાત થઇ એ પ્રમાણે વ્યોમાનાં પાપા મંમી એનાં મામા અને ખાસ નાનાજી સાંજે ઘરે આવશે એ પ્રમાણે હું એમને જણાવી દઊં છું વિક્રમસિંહજીએ કહ્યું દેવાંશ હુંજ વ્યોમાનાં પાપા અને નાના સાથે વાત કરી લઊં છું. સાંજે 9 વાગે એમને જમવાનું આમંત્રણ આપું છું વળી બધી વાત થઇ જાય અને તમારાં સંબંધ પણ નક્કી કરી લઇએ.

વ્યોમાનાં નાનાજી જગ્ગનાથ ભાઉ ખૂબ જ્ઞાની છે. એમની ઘણી પ્રસિધ્ધિ છે અને ગાયકવાડ કુટુંબનાં ખાસ જ્યોતિષી છે હું છું જણું છું આપણાં ઘરે તેઓ આવે અને એમનાં કુટુંબની એમનીજ દોહીત્રી આપણાં ઘરની વહુ બનશે એનો મને આનંદ છે. હું સાંજ પાંચ વાગ્યા સુધીમાં બધુજ કામ નીપટાવીને ઘરે આવી જઇશ અને તારી મંમી બધાની અહીં. જમવાની વ્યવસ્થા કરી લેશે. એની મદદમાં રસોઇયાની પણ વ્યવસ્થા કરી લઊં છું અને જે બહારથી મીઠાઇ વગેરે લાવવાની પણ વ્યવસ્થા હું કાળુભાને સોંપી દઊં છું એટલે તરુને પણ બોજ ના પડે અને બધાં આવે ત્યારે એ નિશ્ચિત બધાં સાથે બેસી શકે. હું એ માટે બધી વ્યવસ્થા ગોઠવી દઇશ.

દેવાંશ કહ્યું અમારી ઓફીસમાં ચીફ આવેલાં છે મારે ઓફીસમાં હાજર રહેવું જરૂરી છે. હું નીકળી શકું એમ નથી. વિક્રમસિહજીએ કહ્યું હું એમને સારી રીતે જાણું છું એમની સાથે પણ હું આજે વાત કરવાનો છું એનાં આગળનાં કામ અંગે પણ પોલીસની મદદ આપવાનો છું બધાં કામ એક સાથે અચાનક ગોઠવાઇ ગયાં છે પણ જે થઇ રહ્યું છે એ સારાં માટેજ છે.

દેવાંશે કહ્યું પાપા હું ઓફીસ જવા નીકળું છું જ્યારે જરૂર લાગે તમારી સાથે ફોન પર વાત કરી લઇશ. તરુબહેને કહ્યું તમારી બધી વાતો સાંભળી છે મેં. હું બધી જ તૈયારી કરી લઇશ. તમે ઓફીસથી કાળુભા અને એની પત્નિને ઘરે મોકલી દેજો. તેઓ મારી મદદમાં હશે પછી કોઇ વાંધો નહીં આવે. આજે તો આપણાં ઘરમાં જગન્નાથ ભાઉ આવવાનાં છે એમની ખ્યાતિ ખૂબ છે મેં સાંભળી છે. બેઉ છોકરાઓ ખૂબ સુખી થાય બીજુ આપણે શું જોઇએ ?

દેવાંશે કહ્યું માં હું પણ સમયસર પાછો આવી જઇશ. અત્યારે હું ઓફીસ જવા નીકળું એમ કહી એણે એની બેગ લીધી અને ઓફીસ જવા નીકળી ગયો.

************

આગલી રાત્રે સિધ્ધાર્થ અને ઝંખના હોસ્પીટલથી ઘરે આવવા નીકળી ગયાં. ખૂબ રાત થઇ ગઇ હતી. ઝંખનાએ કહ્યું સિધ્ધુ મને ખબર છે તારાં મનમાં એક સાથે ઘણી વાતો ચાલી રહી છે. તારી ફરજ પ્રત્યે તું સંપૂર્ણ સભાન છે વફાદાર છે. તારાં આ બધાં ગુણોજ મને વધુ આકર્ષિત કરે છે. તું સિધ્ધાંતવાદી અને સાચો છે. તારી પાસે અનેક જાતનાં કેસ અને પ્રશ્નો છે પણ આજે તને કહું કે બધીજ ઘટના કેસ એકબીજા સાથે સંકળાયેલા છે અને એમાં બીજી કાળી શક્તિઓ પણ સંડોવાયેલી છે અને એને વિધી દ્વારા સાંકળવામાં આવી છે. પણ હું તારી મદદમાં છું હું અધોરણ છું મારી પાસે શક્તિઓ છે અને મેં પ્રાપ્ત કરેલી શક્તિઓ મારાં મૃત્યુ પછી પણ મારી પાસે છે. મારુ મૃત્યુ અનાયસે અકાળે થયું છે હું અઘોરી સાધના કરનાર અઘોરણ હતી મેં કેવળ લોકોનાં પ્રશ્નોનાં નિકાલ કરેલાં. હું મૃત્યુ પામી ત્યારે માંડ 32 વર્ષની હતી યુવાન હતી મને વશ કરવા માટે તાંત્રિકે મારી ઉપર તંત્ર મંત્રનાં અનેક પ્રયોગ કરેલાં હું એને વશ ના થઇ એટલે... છોડ હું મારી વાત ક્યારેક કરીશ હમણાં તારાં મન પરજ બીજાં ઘણાં બોજ છે હમણાં તને એ બધી તનાવ વાળી વાતો નથી કરવી. એવું કહીશ કે મારો તારી સાથે ભેટો પણ અનાયાસે થયેલો અને મારી વિચક્ષણ શક્તિએ તને પારખી લીધેલો અને હું તારાં તરફ આકર્ષાઇ હતી.

સિધ્ધાર્થ તું લાઇબ્રેરી આવેલો ત્યારેજ મેં તને જોયેલો તારી સિધ્ધાંત નિષ્ઠા અને બ્રહ્મચર્યનાં તપોબળે મને આકર્ષેલી મને થયુ તારાં જેવાં મર્દનું મને સુખ મળી જાય તો આ પ્રેતયોનીનાં જીવનમાં પણ મને આનંદ આનંદ થઇ જાય. અઘોરી તપની મારી સિધ્ધ શક્તિઓએ મને ખૂબ મદદ કરી છે અને હું મારી ઇચ્છાનાં બળે કોઇપણ રૂપ ધારણ કરી શકુ છું હું ઇચ્છા શક્તિની મારી સિધ્ધીથી સફળતા મળી છે.

સિધ્ધાર્થ ઝંખનાને શાંતિથી એકચિતે સાંભળી રહેલો. એણે કહ્યું મારી સાથે આકર્ષિત થઇને તું માત્ર વાસના સંતોષવાજ આવી છે ? વાસનાનું તો મારાં જીવનમાં કોઇ સ્થાનજ નહોતું. ત્યારે ઝંખનાએ કહ્યું સિધ્ધુ એવું નથી સિધ્ધી સમાધી વાસના....


વધુ આવતા અંકે - પ્રકરણ - 87