એક પૂનમની રાત
પ્રકરણ -૮૮
પુરાત્વખાતાની ઓફિસમાં ચુપકીદી હતી. ડો.દેવદત્ત ખુરાનાજી પૌરાણિક જગ્યાઓનું સવિસ્તર વર્ણન કરી રહેલાં. ભારતમાં પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિરો, પૌરાણિક ખંડેર થયેલી વાવ, મહેલ બધાનું વર્ણન સાંભળી બધાંજ એક ચિત્તે સાંભળી રહેલાં. દેવાંશ એકચિત્તે એક એક શબ્દ મનમાં ઉતારી રહેલો.બધાનું ધ્યાન દેવદત્તજી તરફ હતું અને અચાનક દેવદત્તજીએ કાર્તિક્ને ઉભો કર્યો અને એને નદી તટના પૌરાણિક મંદિરો અને બીજી જે કઈ માહિતી હોય જણાવવા કહ્યું.
કાર્તિકને માથે પરસેવો વળી રહેલો. દેવદત્તજીએ કહ્યું મેં તને પ્રશ્ન કર્યો છે. મને રીપોર્ટ આપ. કાર્તિકે કહ્યું હાં સર એમ કહી એણે વિશ્વામીત્રી નદીમાં મંદિરોનાં નામ જણાવ્યાં દેવદત્તજીએ કહ્યું નામ નહીં મને સવિસ્તર માહિતી જોઈએ છે કયાં મંદિરો જળવાય છે કોનામાં દુરસ્તીની જરૂર છે. જાહેર લોકો માટે ક્યાં જવું સલામતી ભર્યું છે ?
કાર્તિક એ પ્રશ્નમાં અટવાયો પછી બોલ્યો વિશ્વામિત્ર ઋષીનો આશ્રમ અને મંદિર દુરસ્તી માંગે છે. અને બીજા મંદિરમાં લોકો ખાસ મુલાકાતે આવતા નથી. સર હું ભરૂચ સુધીની ગુફાઓની મુલાકાત લઇ ચુક્યો છું એ ખુબજ પૌરાણિક અને ઐતિહાસિક છે એમાં ધરબાયેલાં ઘણાં ગુપ્ત રહસ્યો રહેલાં હોય એવું જણાય છે.
દેવદત્તજીએ હસતાં હસતાં કહ્યું વિશ્વામિત્ર ઋષીનો આશ્રમ નદી કિનારે નથી કાયાવરોણ પાસે છે. એમાં મંદિર પણ છે લાખો લોકોનું આસ્થા કેન્દ્ર છે. તારે અભ્યાસની વધુ જરૂર છે પૌરાણીક ખાતું તમને સાચી માહિતી અને રીપોર્ટ આપવા જણાવ્યું છે. તારે હવે કમલજીત સરની નીચે કામ કરવાનું છે. તારો સાથીદાર કોણ છે ? કાર્તિકે કહ્યું ભેરોસિંહ છે દેવદત્તજીએ કહ્યું તમારે હવે કમલજીત સરનાં હાથ નીચે એમની સાથે કામ કરવાનું રહેશે. તારાં રિપોર્ટ્સથી મને સંતોષ નથી આ મારુ સૂચન છેલ્લી ચેતવણી રૂપ છે નહીંતર તમને સેવામાંથી મુક્ત કરવામાં આવશે.
આખા હોલમાં સન્નાટો વ્યાપી ગયો. કાર્તિક નત મસ્તક કરી બેસી ગયો. એનાં મનમાં એક સાથે ઘણાં નકારાત્મક વિચારો આવી ગયાં. ત્યાર પછી દેવદત્તજીએ કહ્યું અત્યારે નવરાત્રી ચાલી રહી છે. તમે બધાંજ પૌરાણીક જગ્યાઓએ મુલાકાત લીધી છે.એમાં બીજી શક્તિઓ તથા બીજા ગેરકાનૂની કામ કરનારાઓએ અડ્ડા જમાવ્યા છે એમાંથી બધાને મુક્ત કરવાનાં છે. મારી પાસે કાળી શક્તિઓનાં પરચાનાં પણ રીપોર્ટ આવ્યાં છે. એનાં માટે અમે એક વિધીનું આયોજન કર્યું છે આપણી ભારતીય સંસ્કૃતિમાં આવાં અનેક દાખલાઓ અને પ્રસંગો બનેલાં છે. તમને થશે આવાં નવા જમાનામાં આ બધાની શી જરૂર ? થોડુંક હાસ્યાસ્પદ લાગશે પરંતુ આ જરૂરી છે. અને એનાં માટે અમે જ્ઞાની માણસો અને તંત્ર મંત્ર જાણકાર એવાં માણસોને આમંત્રણ આપવાનાં છીએ એનો સમય દિવસ અને સ્થાન તમને જણાવવામાં આવશે. આજથીજ નવું અભિયાન ચાલુ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. કમલજીત સર તમને એનાં અંગેની અગાઉથી જાણ કરશે. એમ કહી એમણે વ્યક્તત્વ પૂરું કર્યું.
કમલજીત સરે કહ્યું તમારાં લેખિત રીપોર્ટ અહીં સબમીટ કરીને તમે જઈ શકો છો તમને આગળના કાર્યની સુચી જણાવવામાં આવશે અને કાર્તિક તથા ભેરોસિંહ તમારે મારી સાથે કામ કરવાનું છે દેવદત્તજીએ જે સૂચન કર્યું છે તે પ્રમાણે એમનો રીપોર્ટ મને રૂબરૂ આપવાનો રહેશે. આમ કહી બધાને રીપોર્ટ સબમીટ કરી જવા માટે જણાવ્યું.
કાર્તિક અને ભેરોસિંહ બહાર નીકળ્યાં અને કાર્તિકે કહ્યું ભૈરો આ બધી ચાલ પેલાં દેવાંશનીજ છે એણેજ આપણો કોઈ નેગેટિવ રીપોર્ટ આપ્યો લાગે છે. ભૈરોસિંહ કહે આપણું કામ હજી અધૂરું છે હવે પૂરું કેવી રીતે કરીશું ? આપણી પાસે એડવાન્સ પેમેન્ટ પણ આવી ગયું છે. કાર્તિકે કહ્યું બધું થશે તું ચિંતા નાં કર પણ આપણે હવે આ કામ પણ કરવું પડશે નહીંતર છુટ્ટી નક્કીજ છે. આવી નોકરી ફરી નહીં મળે જે કામ હાથમાં લીધું છે એવાં કામ કાયમ નથી મળવાનાં. જોઈએ છીએ હમણાં આપણે નીકળીને આપણું પેલું કામ કરી લઈએ.
******
દેવાંશનાં ઘરમાં ચહલપહલ હતી તરુબેન કાળુંભાની પત્ની અને બધાની મદદથી વ્યોમાનાં ઘરેથી બધાં આવવાનાં એમને આવકારવા અને જમવાની રસોઈની તૈયારી કરવામાં લાગી ગયાં હતાં. વિક્રમસિંહજી સિદ્ધાર્થને અને સ્ટાફને કામ સમજાવી ઘરે આવી ગયાં હતાં. દેવાંશ પણ ઘરે આવી ગયો હતો. ઘરમાં બધી તૈયારી થઇ ગઈ હતી અને મહેમાનનાં આવવાની રાહ જોઈ રહ્યાં હતાં. વિક્રમસિંહજીએ પોતે વ્યોમાનાં પાપા અને નાનાજી સાથે વાત કરી લીધી હતી.
ગોધૂલી સમય થઇ ગયો હતો અને દેવાંશના આંગણે કાર આવીને ઉભી રહી. વિક્રમસિંહજી તરુબેન અને દેવાંશ મહેમાનને આવકારવા બહાર આવી ગયાં. કારમાંથી પ્રથમ નાનાજી ઉતર્યા પછી મામા -વિનોદભાઈ વ્યોમાની મમ્મી અને વ્યોમાં બધાં ઉતર્યા.
તરુબહેન નાનાજીને પગે પડી નમસ્કાર કર્યા અને બધાને ઉમળકાભેર આવકાર આપ્યો. નાનાજી ઘરનાં દરવાજે થોડીવાર ઉભા રહ્યાં. આંખો મીંચી કંઈક ધ્યાન ધર્યું અને પછી ઘરમાં પ્રવેશ કર્યો. વિક્રમસિંહજીએ પણ નમસ્કાર કરીને અભિનંદન કર્યું બધાને અંદર દીવાનખંડમાં બેસાડ્યાં. વિક્રમસિંહજીએ નાનાજીને કહ્યું આપનાં પગલાં અમારાં ઘરમાં પડ્યાં અમે સાચેજ કૃતજ્ઞ હ્ર્દય થયાં છીએ આપનાં વિશે ઘણી વાતો સાંભળી છે આપ તો ત્રિકાળજ્ઞાની અને શાસ્ત્રનાં જાણકાર છો.
તરુબહેને કહ્યું તમારી દોહીત્રી અમારાં ઘરમાં વહુ બનીને આવશે અમારાં ભાગ્ય છે. બંન્ને છોકરાઓ પણ એકબીજાને ખુબ પસંદ કરે છે. ત્યાં કાળુંભાની પત્ની બધાં માટે પાણી લઈને આવીને બધાંને જળપાન કરાવ્યું.
વ્યોમાં અને દેવાંશ ચુપચાપ બેઠેલાં એકબીજા સામે સ્મિત આપીને શાંતિથી સાંભળી રહેલાં. મામા દેવાંશના ઘરનું બેઠાં બેઠાં નિરિક્ષણ કરી રહેલાં.
નાનાજીએ કહ્યું મારાં બંન્ને છોકરાઓને આશીર્વાદ છે એમનું જીવન ખુબ સુખમય અને આનંદમાં જાય એનીજ કામના કરું છું. પછી કહ્યું બંન્ને છોકરાં આ જન્મથી નહીં અગાઉનાં જન્મથી સાથે છે. એટલે એમનું મળવું નક્કીજ હતું. પછી વિક્રમસિંહજી તરફ જોઈને કહ્યું વિક્રમસિંહજી તમેતો હવે પોલીસ કમીશનર થયાં છો અને તમારી કાર્યકુશળતા અને લાયકાત પ્રમાણે તમને બઢતી મળી છે હજી ઘણાં આગળ વધશો. વિક્રમસિંહજીએ કહ્યું નાનાજી આપનાં આશીર્વાદ છે તો બધુંજ સારું થશે. પછી નાનાજીએ પૂછ્યું તમારે એક દીકરી હતીને ? દેવાંશ પહેલાં ?
તરુબેન અને વિક્રમસિંહે એકબીજા સામે જોયું પછી વિક્રમસિંહજીએ કહ્યું હાં નાનાજીએ ૩ વર્ષની હતી અને એક અકસ્માતમાં એનું મૃત્યુ થયું હતું. તરુબેને કહ્યું નાનાજી મને એ ખુબ વહાલી હતી હતી એને ક્ષણ ક્ષણ યાદ કરું છું એ સાવ નાનકડી અને મીઠી હતી પણ કાળનાં પંજાએ એનું આયુષ્ય ઝૂટવી લીધું.
નાનાજી કહે મને ખબર છે પણ એનો આત્મા ઘણાં વર્ષો સુધી અહીંજ રહેતો હતો. તમારી વિધી પછી પછી એની સળગતી થઇ ગઈ છે. એ એનાં બીજા જીવનમાં સુખી છે.
તરુબહેનની આંખો ભીંજાઈ ગઈ અને બોલ્યા બસ એ જ્યાં હોય ત્યાં ખુબ સુખી રહે. એજ પ્રાર્થના કરું છું. નાનાજીએ કહ્યું દરેક જીવ એનાં કર્મ પ્રમાણે ભોગવે છે. પણ તમારો એનાં માટેનાં લગાવ અને અચાનક અકાળે જીવ ગયેલો એ વર્ષો સુધી તમારી સાથે રહેલો અને આજ ઘરમાં ફરતો રહેલો પણ હવે એ સદગતિ પામી ગઈ એજ સારું છે.
નાનાજીએ કહ્યું વ્યોમા... પછી અટક્યા અને બોલ્યાં દેવાંશ વ્યોમા તમે બહાર જાવ મારે વાત કરવી છે એમ કહી બંન્ને જણાંને બહાર મોકલ્યાં. એ લોકોનાં બહાર ગયાં પછી નાનાજી ચૂપ રહ્યાં. મામા નાનાજી તરફ જોઈ રહેલાં. વ્યોમાનાં પાપા મમ્મી તથા તરુબેન વિક્રમસિંહજી હવે નાનાજી શું કહેશે એ ઉચાટભર્યા રાહ જોઈ રહ્યાં હતાં.
નાનાજીએ કહ્યું આટલાં ચિંતામાં ના પડો. આ છોકરાઓની વચ્ચે હજી કોઈ શક્તિ છે જે એમનાં ગતજન્મને કારણે હજી એમની પાસે આવે છે. વ્યોમાનાં શરીરમાં પ્રવેશ કરે છે અને એની કામના પુરી કરે છે. દેવાંશને ખબર નથી પડતી પણ પછી વ્યોમાની હાલત જોઈને એને શંકા જરૂર થાય છે એ શક્તિને સદગતિ આપી એનું નિવારણ કરવાનું છે એનાં માટે આપણે એક વિધી કરવી પડશે અને એ વિધિ....
વધુ આવતા અંકે - પ્રકરણ : ૮૯