The Author वात्सल्य અનુસરો Current Read નેહડા ની પાયલ..... By वात्सल्य ગુજરાતી સામાજિક વાર્તાઓ Share Facebook Twitter Whatsapp Featured Books ભીતરમન - 58 અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો.... ખજાનો - 86 " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા... ફરે તે ફરફરે - 41 "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર... ભાગવત રહસ્ય - 119 ભાગવત રહસ્ય-૧૧૯ વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો... પ્રેમ થાય કે કરાય? ભાગ - 21 સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો નેહડા ની પાયલ..... (7) 996 2.6k 2 "નેહડાની પાયલ " ઝાંઝરના ઝણકાર અને પગના પગરવની ઓળખ આપતી,ધીમી ચાલે છતાં ધરતી ધમધમ ધ્રુજતી ત્યારે તું જ છે,તેવી તારી ઓળખાણ થઇ જ જતી.નામ તો તારું પાયલ છે છતાં તારી ચાલવાની છટાથી બધાંને ઓળખાણ થઇ જતી કે પાયલ જ હોય ! તેવું સતત નીરખતો તેનો લંગોટિયો મિત્ર એટલે પવન! ગામડામાંથી શહેરનું સર્જન થતું વિકસિત ગામ એટલે 'લાખણી' લાખણી ગામ એટલે થરાદ-પાલનપુર રાજ્ય ધોરી માર્ગ પર વસેલું એક અવિકસિત પરંતુ વિક્સતા વાતાવરણની હવામાં હરણફાળ ભરતું દોડતું નગર,રેતાળ પરંતુ તળમાં મીઠા પાણીનું નગર એટલે લાખણી. દાડમ,મગફળી,બાજરી,ઘઉં,મકાઈ,જુવાર ઘાસ નીપજાવતી ભૂમિ એટલે લાખણી.જોડે મોટું તીર્થધામ એટલે ગેળાના પરચાધારી હનુમાનજીનું નાનકડું પરંતુ જગપ્રસિદ્ધ મંદિર,નર્મદા કેનાલ સાથે જોડતું ખેતીવાડીમાં પ્રગતિશીલ ખેડૂતોની ખેતી હરીફાઈમાં અવ્વલ આવતું આ નગર.શુદ્ધ હવા,મીઠું પાણી અને પ્રદુષણ મુક્ત આ ગામની દીકરી એટલે પાયલ! પાયલના બાપની સોળ વીઘા સોનું પકવતી જમીન,એ જમીનમાં ધરતીનું ધાવણ કહી શકાય તેવાં વૃક્ષ એટલે દાડમ,જામફળ,આંબાનાં ઝાડ સાથે ભોયસીંગનો પાક આ પ્રદેશની જાણે ઓળખ!સાથે દરેક મોટા ખોરડામાં ઢોર માટે અલાયદી વ્યવસ્થા.ઊંચી જાતની ભેંસની ઓલાદો અને દરેક ગામડે સવાર સાંજ દૂધની ધારા ઝીલતી ડેરીઓ,તંદુરસ્ત દૂધ,ઘી થી તરબતર આ પ્રદેશ,પાયલની તંદુરસ્તી પાછળ આ બધાં તત્ત્વોની દેન હતી.પાયલનું શરીર સૌષ્ઠવ એટલે જ બેનમૂન સુંદર હતું.ખડતલ હતું.સવારે પાંચના ટકોરે ડેરીમાં વાગતા સ્પીકરમાં પ્રભાતિયાંના મીઠા રાગથી તેની આંખ ખુલતી તે રાતના દસ વાગે નેસડામાં ઢાળેલા ઢોલીએ મંદ મંદ પવનના સ્પર્શ વડે ઘસઘસાટ મીઠી મીઠી નિંદર લઇ પાછી રોજિંદા ઘટમાળમાં પરોવાઇ જતી પાયલ ખૂબ સમજુ અને વ્યવહારુ કન્યા હતી. ડેરીમાં દૂધ ભરાવવા જતી પાયલના બેઉ હાથમાં દૂધથી છલોછલ ભરેલાં ગાય અને ભેંસના અલગ અલગ ભરેખમ દૂધનાં કૅન લઈને ખેતરોના વાંકાચુકા નેળીયામાં કમરથી વાંકી ચાલે ચાલતી ત્યારે ઘેરા ઘાટા કાળા કલરની ઓઢણી ઘણી વખત તેના માથેથી સરકી જતી.તે થોડી વાર કૅન હેઠે મૂકી થોડો પૉરો ખાઈ પાછી બેઉ હાથે ઉચકી આગળ ચાલતી કેમકે ડેરી તેના નેસડાથી ખાસ્સી દોઢ કિલોમીટર દૂર હાઇવે પર હતી.સાંજ-સવાર દૂધ ડેરીએ ભરાવવા જવું તે પાયલનો નિત્યક્રમ હતો. પાયલ તેના બાપનું એકનું એક સંતાન હતી.તેના બાપને મન પાયલ દીકરી નહીં પણ દીકરો હતી.બાપ વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા હતા.પાયલના બાપે કેટલાય દવાખાના,ભૂત,ભુવા, માનતા,બાધા બાદ ગેળા હનુમાનજીની કૃપાથી મોટી ઉંમરે તેને ત્યાં આ દીકરી પાયલનું અવતરણ થયેલું હતું.ઘર,ખેતર,ઢોરનું કામ તમામ પાયલ સંભાળતી.ખેતી પાકની વાઢ કાપણીની જરુર હોય ત્યારે તે મજૂર રોકી કામ સમયસર કરાવી લેતી.તેથી પાયલની તેના બાપને ચિંતા ન્હોતી. દીકરી એ દીકરાની ખોટ સાલવા ના દેતી. સમયનું કામ સમય વણથંભે કર્યે જ જતો હોય છે.પાયલ હવે બાલ્યાવસ્થાથી યુવાનીમાં પ્રવેશી ચૂકી હતી.તેના દરેક અંગમાં યુવાનીનો પવન ફંકાતો હતો.પવનનો નેહડો પાયલના ખેતર લગોલગ હતો.ક્યારેક ડેરીએ દૂધ ભરાવવા જાય ત્યારે પાયલનો સથવારો પવનને મળી જતો.બન્નેને ખેતરનું કામ કરી નાનપણમાં નિશાળે જવું અને ખેતરથી બે કિલોમીટર દૂર શાળા હોય એટલે ક્યારે શિક્ષણ છૂટી ગયું તે બેઉને ખબર જ ના પડી.માંડ વાચન લેખન કરી શકે તેટલું ભણતર ભણી બાપના આ નેહડામાં એવાં જોતરાઈ ગયાં કે યુવાની ઘરને ઉંબરે આવી ગઇ તે ખબર જ ન પડી. શેઢે ખેતર એટલે અવાર નવાર પાયલ અને પવન વચ્ચે મઝાક મસ્તી રહ્યા કરતી.ક્યારેક રિસામણાં પણ લાંબા ચાલતાં.ફરી કોઈ મહેમાન આવે અને એકમેક ને કોઈ વસ્તુની જરુર પડે ત્યારે લાખણી લેવા જવા પવનની જરુર પડતી ત્યારે પાયલ પોતાની નારાજગી બાજુ પર મૂકી હસીને બોલાવતી ત્યારે પાયલની સતત વાટ જોતો પવન આ તક ક્યારેય જતી ના કરતો. પાયલના ઘેર અજાણ્યા મહેમાન આવતા ત્યારે પવનનો જીવ અધ્ધર થઇ જતો. કેમકે તે પાયલને મનોમન ચાહવા લાગ્યો હતો.રખેને પાયલ ને કોઈ પરણી લઇ જશે તો વર્ષોથી પાયલની માળા જપતો પવન આ સીમાડે એકલો પડી જાય તે વિચારમાત્રથી મૂંઝવણ અનુભવતો.આજે તો પાયલ રસ્તે મળે તો કહી જ દઉં કે "પાયલ હું તને પ્રેમ કરું છું.તારે ભાઈ નથી,મારે બીજું કોઈ ભાઈ બેન નથી,તારું ખેતર અને મારું ખેતર એક શેઢે છે.તો ચાલને આપણે એ શેઢો કાઢી નાખી એક થઇ જઈએ!પરણ્યા પછી તારાં માં બાપ ખેતર ઢોર સચવાઈ જાહે,માટે તું બીજે પરણીશ તો પણ તારો એક પગ અને જીવ અહીં જ રહેશે!". મનમાં મનસૂબા બાંધીને પવન દૂધ ભરાવવા જતાં આજ પાયલ ની અગાઉ થી વાટ જોઈ ઉભો રહ્યો.પાયલ આવી,રસ્તે ગંભીર સ્વરે બોલ્યો "પાયલ! મને રાત્રે ખૂબ વિચાર આવ્યો તેથી ઊંઘ ના આવી.તારી ચિંતા થાય છે."પાયલ : મને પણ તારી ચિંતા થાય છે.પવન : તું જે વિચારે છે તે હું વિચારું છું,માટે પાયલ આપણે બેઉ એક થઇ જઈએ તો આ ખેતર,ઢોર,આપણા બેઉનાં મા-બાપના ભાગલા પડ્યા વગર બધું સચવાઈ જાય!પાયલ : હા પવન આપણે આપણા વડીલો માને તો આ વાત કરીએ.સમાજ એક છે,પરિવાર જુદાં છે.કદાચ માની જશે.બન્નેના વિચાર,આચાર એક જોઈ બેઉ એ રાત્રે બેઉના વડીલોને વાત કરી.સંમતિ મળી ગઇ અને લાખોનો વારસો,મિલ્કતોનો ભાગ પડતો બચી ગયો.પવન અને પાયલ પણ ખુશ.બેઉના આ નિર્ણયથી માં બાપ પણ ખુશ.બન્નેનાં ઘડિયાં લગ્ન લેવાણાં અને બે નેહડાના ખાલી ઊંઘવા પૂરતા નેહડા અલગ પરંતુ રસોડું એક બની ગયું. - સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય) Download Our App