જોગ સંજોગ - 19 Saumil Kikani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોગ સંજોગ - 19

(19)

શીતલ ના રીકૃટમેન્ટ પછી જાણે CA ફર્મ એક નવી ઊંચાઈઓ પામવા માંડી, દરેક કસ્ટમર ની ડિટેલ, એમના એકાઉન્ટ્સ ના લેખા જોખા, બિઝનેસ ઓડિટ્સ રેકોર્ડસ બધું એ રીતે મેનેજ થતું કે હવે દેવિકા અને પ્રધાન એ કઈ જોવા નું રહ્યું નહોતું.

દેવિકા ફર્મ નું સુપરવિઝન કરતી અને પ્રધાન એમ્બરગીસ અને અધર મરાઈન પ્રોડક્ટ્સ ઉપર ધ્યાન આપતો. અને આટલા વર્ષો પછી પણ એને આ પ્રોડક્ટ નું રહસ્ય પ્રધાન સુધી ન પહોંચે એની કાળજી રાખી.

અને બીજા 6 મહિના માં નવું રીકરૂટમેન્ટ થયું અતુલ નું. અતુલ તદ્દન ફ્રેશર હતો અને એ ઇચ્છતો હતો કે એક સારી અને પ્રખ્યાત ફર્મ માં કામ કરવા નો મોકો મળે તો ભવિષ્ય ઘણું સારું થઈ શકે.

એટલે એ ફ્રેશર તરીકે જોઈન્ટ થયો અને સંજોગે એને શીતલ ના અન્ડર જ કામ કરવાનું અને શીખવા નું હતું. ધીમે ધીમે કામ થતું ગયું, કામ શીખતા શીખવાડતા ગયા અને પ્રેમ માં પડતા ગયા.

પણ આ પ્રેમ ની હેલી માત્ર એક જ વર્ષ ચાલી કારણ કે શીતલ જે કામ માટે અહીં જોડાઈ હતી એ કામ માં રચી પડી હતી અને એમાં 2019 ના અંત ભાગ માં એક લિંક હાથ માં આવી જે પ્રધાન માટે બ્રહ્મસ્ત્ર તરીકે યુઝ થઇ શકે એમ હતો.

થયું હતું એવુંકે એ અમુક કલાઇન્ટ્સ ના એકાઉન્ટ્સ ના ઓડિટ રિપોર્ટ્સ એ અને અતુલ ચેક કરી રહયા હતા અને ITR ના ફોર્મસ ને બધું ભરવા નું હતું એમાં અચાનક અતુલ નું ધ્યાન "કોટાશ્રીનિવાસન ફાઉન્ડેશન " ની ફાઇલ ઉપર પડ્યું જેમાં પાછળ 5 વર્ષો માં લગભગ 400 કરોડ નું ફન્ડ ટ્રાન્સફર બતાવતું હતું જેનો કોઈ રિલાયેબલ સોર્સ નહોતો. કારણ કે એ તમામ ટ્રાન્સક્શન 5-5 લાખ ના પાર્ટ્સ માં અમુક અમુક દિવસો માં થયા હતા. જેમાં થી અમુક ટ્રાન્સક્શનસ " મનોરમાં ફાઉન્ડેશન્સ" "દિવ્યા ફાઉન્ડેશન્સ" અને " હરિ ઓમ ફાઉન્ડેશન્સ" માં થયાં હતાં જેમાં "મિસલીનીયસ" પેમેન્ટ હતું.

400 કરોડ નું મિસિલિનીયસ અતુલ ને ખટક્યું અને એને શીતલ ને જાણ કરી. શીતલ ની આંખ માં ચમકારો થયો અને ચાલુ ઓફીસ માં કોણ છે કે નહીં એ જોયા જાણ્યા વગર અતુલ ને ચૂમી લીધો. અતુલ ના ગાલ રતુમડાં થઇ ગયા અને શીતલ નું મન પ્રફુલિત થઈ ઉઠ્યું, જે એક દોઢ વર્ષ માં શીતલ ના શોધી શકી એ આ 6 મહિના જુના ફ્રેશર એ શોધી નાખ્યું અને હવે એ ડિટેલ્સ પ્રધાન સુધી પહોંચવાની હતી.

અતુલ પ્રેમ વર્ષા માં ભીંજાતા એક ભૂલ કરી લપસી પડ્યો હતો.

આગલા 15 દિવસો માં ઉપરોક્ત તમામ ફાઉન્ડેશન્સ ના ઇન એન્ડ આઉટ શીતલ એ પોતાની રીતે કાઢ્યા, હજી પ્રધાન એના વિશે નહોતો જાણતો, અને એ ડિટેલ્સ કાઢી એના પૃફ્સ ભેગા કરી ને હવે એ એના પિતા પાસે ગઈ અને આખી એ રાત માં તમામ ડિટેલ્સ આપી અને કઈ રીતે શુ કામ થઈ રહ્યું છે એ જાણકારી મેળવી અને ડિટેલ્સ ને કાઉન્ટર કરતા બીજી માહિતી એ મળી કે દિવ્યા ફાઉન્ડેશન અને મનોરમાં ફાઉન્ડેશન્સ અનુક્રમે મરાઈન સાયન્ટિસ્ટ અનુકૂલ બેનરજી અને બીજા મરાઈન વાઈલ્ડ ઓર્ગેનાઇઝેશન ના ભારત ખાતે ના ચીફ લોકેશ મહાપાત્રા ની છે.

અને હવે કઈ નસ પર કેટલો પ્રહાર કરવો છે એ ધર્મેન્દ્ર ને ખ્યાલ આવી ગયો અને શીતલ દ્વારા એ પણ ખ્યાલ આવી ગયો કે DP ફિશરીઝ માં હવે ડી એટલે ધર્મેન્દ્ર નહિ પણ દેવિકા છે જે એની પત્ની છે અને બિઝનેસ પાર્ટનર પણ. અને અત્યારે 2019 માં DP ફિશરીઝ ની કેપ માર્કેટ 1000 કરોડ ની છે અને છેલ્લા દાયકા માં જ્યાં ફિશરીઝ બિઝનેસ તળિયે છે ત્યાં આ ની ફિશરીઝ કમ્પની મબલખ નફો મેળવે છે.

આ જાણી ને પ્રધાન ને હવે કઈ રીતે આખેટે લેવો એ વિચારવા માંડ્યો અને એવું તે શું છે પ્રધાન ના હાથ મા કે હજી ફિશરીઝ ફૂલ પ્રોફિટ માં ચાલે છે.. હવે એને પોતાની ત્રીજી આંખ ખોલવા નો વારો હતો...

અંશુમન .. ધર્મેન્દ્ર સિંહ નો સગો દીકરો..

વધુ આવતા અંકે....