પ્રકરણ 18
1994: ડુમસ ડોક, સુરત..
પ્રધાન અને ધર્મેન્દ્ર બન્ને પોતાની એક બિઝનેસ ડીલ સેટ કરવા માટે સુરત આવ્યા હતા જેમાં સુરત ના ડાયમન્ડ કિંગ રોશન હીરાવાલા, કાપડ ઉદ્યોગ ના બચ્ચન કહેવાતા હસમુખ વિઠલાણી અને ફાર્મા કિંગ અનુરોધ મહેતા હતા.
ધર્મેન્દ્ર એ પોતાની રેન્જ છેલ્લા 4 વર્ષો માં એટલી વધારી હતી કે સ્ટેટ ટુ નેશન તમામ નાના અને મધ્યમ બિઝનેસ મેન એમની સાથે હાથ મિલાવવા માટે દોડા દોડી કરતા હતા.
પ્રધાન ના મતે સારા હાઇવે માત્ર ટ્રાવેલિંગ જ નહીં પણ સારા બિઝનેસ નું હૃદય છે અને સમુદ્ર એક યુનિવર્સ છે જેમાં થી અને જેના થકી તમે ઇચ્છો એ વ્યાપાર કરી શકો. અને એટલેજ ફિશરીઝ બિઝનેસ સાથે આ બધા બીજા બિઝનેસ ને જોડતો ગયો હતો અને એ કારણ થી જ આ બને સુરત આવ્યા હતા.
પ્રધાન માત્ર એના કામ અને સંપર્ક સેટ કરવા ની ટેક્નિક ઓબસર્વ કરતો અને ફિશરીઝ રિલેટેડ બિઝનેસ ને આગળ કઈ રીતે માર્કેટ માં ઉપર લાવી શકાય એ જોતો હતો. અને એ દરમીયાન એક નામ ઉપર એ નજર રાખી રહ્યો હતો અને એના વિશે જાણી રહ્યો હતો અને એ હતો હર્ષદ મેહતા. અને એના વિશે જાણી ને પોતે શુ કરવું છે ભવિષ્ય માં એ એને મનોમન પ્લાન બનાવી દીધો હતો.
પ્રધાન અને ધર્મેન્દ્ર બને પેલા ત્રણ જણ ની રાહ જોઇજ રહ્યા હતા ત્યાં એક નાનકડી બાળકી ની કણસવા અને રોવા નો અવાજ બને ને સંભળાયો, બને અવાજ ની દિશા માં આગળ વધ્યા તો જોયું કે માત્ર 5 એક મહિના ની આસપાસ ની બાળકી જાડી જાખરા માં ગોદડી માં વીંટેલ હાલત માં સૂતી હતી અને રડતી હતી.
ધર્મેન્દ્ર એ તરત જ બાજુ ની ચા ની રેંકડી પર થી દૂધ લઈ જેમ તેમ કરતા પીવડાવ્યું અને પછી એ બાળકી શાંત થઈ અને સુઈ ગઈ. સમય ગુમાવ્યા વગર પોતાની રાજનૈતિક વગ નો ઉપયોગ કરી ને તત્કાલિત પીડિયાટ્રિક હોસ્પીયલ માં એ બાળકી ને લઈ ગયો અને આ બાજુ પ્રધાન ને ડીલ ડન કરવા માટે કહેતો ગયો. આ ઓપન ઓપર્ચ્યુનીટી હતી પણ એનો લાભ ન લીધો કારણ એ જાણતો હતો. પણ આ ડીલ થી એકલા ડીલ કોની સાથે અને કઈ રીતે કરવી એનો અનુભવ લઇ લીધો.
આ બાજુ 3 દિવસ ની મેહનત પછી બાળકી સંપૂર્ણ રીતે ઠીક થઈ એટલે પ્રધાન ના મન માં ઠંડક પહોંચી સને એટલેજ આ ત્રણ દિવસો માં એને નક્કી કર્યું હતું એ સ્ટેપ લીધું.
બધી લીગલ એડવાઇસ લઈ અને લિગલ સ્ટેપ્સ લઈ ને એ બાળકી ને એડોપ્ટ કરી અને એનું નામ આપ્યું શીતલ..
બસ પછી પારકી થાપણ પોતાના ઘર માં આવી અને લક્ષ્મી માં ની પરમ કૃપા ફળી, પેલી સુરત ની ડીલ સફળ થઈ તેમજ આગળ ના તમામ પોલિટિકલ બિઝનેસ પણ સફળ થયા અને બને ફિલ્ડ માં ધર્મેન્દ્ર સેટ થતો ગયો.
આ બાજુ પ્રધાન પણ પોતાના પ્લાનિંગ અનુસાર અમુક વસ્તુ પોતાની સીમિત રાખી ને આગળ વધતો ગયો. પ્રધાન માત્ર ઓબસર્વેશન, એનાલિસિસ, અને સ્ટડી ના આધારે આગળ વધતો. જેમાં એને ઘણી સફળતા મળી.
આમ બને સાથે અને અલગ અલગ રીતે આગળ વધતા ગયા અને રોડમેપ બનાવતા ગયા પણ કોઈ સંજોગ એવા ભેગા થવા ના હતા કે બને ના જોગ (કર્મ) એક બીજા ને ક્રોસ કરવાના હતા...
***********
2003:
શેરમાર્કેટ માં એક નવી ipo લોન્ચ થઈ જેના સમાચાર આવ્યા " છેલ્લા 12 વર્ષો થી ભારત ભર માં ફિશરિઝ માર્કેટ ને એકવાયર કરતી કમ્પની DP ફિશરીઝ એ પોતાનું IPO લોન્ચ કર્યું જેની માર્કેટ કેપ વેલ્યુ 20 કરોડ રૂપિયા છે"..
બીજા દિવસ ના ન્યુઝ માં આવ્યું " માત્ર એક જ દિવસ માં 30 ટકા નું વળતર આપતી કંપની DP ફિશરીઝ રોકાણકારો ની દિવાળી.".
આ ન્યુઝ લાઇનસ પ્રધાન ને નવી ટોચ ઉપર લઈ જઈ રહી હતી અને ધર્મેન્દ્ર ને એની તરફ નજર રાખવા વધુ સતેજ રાખતી હતી, પણ ધર્મેન્દ્ર એક રીતે ખુશ હતો કે હજી પણ ફિશરીઝ કમ્પની માં એનો "D" હજી અવેલેબલ છે અને એનો ઉપયોગ એ ધારે ત્યારે કરી શકે છે, જ્યારે પ્રધાન પણ આ વાત જાણતો હતો પણ એને એની કોઈ ચિંતા નહોતી.. કારણ કે હવે dp માં "D" દેવિકા રાજગોર નો હતો જે હવે છેલ્લા 7 મહિના થી દેવિકા પ્રધાન થઈ ચૂકી હતી. જે ખૂબ જ સેક્રેટલી અને લીગલી થયું હતું.
દેવિકા રાજગોર ... પ્રધાન ની CA ફર્મ ની પાર્ટનર હતી અને હવે એની ફિશરીઝ બિઝનેસ અને લાઈફ પાર્ટનર હતી અને દેવિકા વાળું એન્ગલ પણ ધર્મેન્દ્ર ની પેની નજર ની બહાર હતી.
2018:
Ca ફર્મ નું કામ વધતા અમુક રિકૃટમેન્ટ કરવા માં આવી જેમાં શીતલ સિલેક્ટ થઈ પણ પ્રધાન નહોતો જાણતો કે શીતલ કોણ છે અને આ રિકરૂટમેન્ટ એને શુ નુકશાન કરાવી શકે છે.
એ વાર્તા વધૂ આવતા અંકે...