પ્રકરણ 16
પોરબંદર પછી સુરત, કંડલા, મોરબી ના ડોકયાર્ડસ અને ત્યાં ના માછીમારો અને ડિસ્ટ્રીબ્યુટર્સ સાથે પ્રધાન એ કોન્ટેકટ ચાલુ કર્યા, આ બધી જગ્યા ની ફિશરીઝ કમ્પની માં પોતાનો હિસ્સો સેટ કરી અને પોતાની પેટર્ન થી ફિશ કેચિંગ, હાઈબ્રીડ અને સેલિંગ સ્ટાર્ટ કર્યું અને એમાં પણ પોરબંદર ની જેમ જ લોકલ દેશી દારૂ ના સપ્લાયર સાથે સેટિંગ કરી ને મિક્સચર બનાવી ને વહેંચવાનું.
લોકો ની જીભ ના સ્વાદતંતુ થી મગજ ના જ્ઞાનતંતુ સુધી પહોંચવાની આ ટેક્નિક ઉપરુક્ત તમામ જગ્યા એ ચાલવા માંડી અને બીજા વર્ષ માં મુંબઈ, નાસિક, રાંચી, ચંદીગઢ, વિશાખાપટ્ટનમ, કોલકાતા જેવી જગ્યા એ પ્રવેશ કર્યો જેમાં ડિસ્ટ્રીબ્યુટર્સ અને ફિશરીઝ કમ્પની અને જે તે એરયા માં કઈ માછલી ની ડિમાન્ડ કેટલી છે એની જાણકારી પ્રધાન કઢાવતો અને તમામ ની ઇન્કમ ની ડિટેલ્સ પોતાની "પ્રધાનસ સી એ ફર્મ" માં રાખતો જેથી સહુ ને આવક ને ચોખી રાખવા માં મદદ મળે, જ્યારે લોકલ પોલિટિકલ સપોર્ટ માટે ધર્મેન્દ્ર મેહનત કરતો, આમ બિઝનેસ મરજિંગ પોલિસી થી બધા ને ફાયદો થવા માંડ્યો અને એક મોટો બિઝનેસ બનવા માંડ્યો.
અને એજ દરમિયાન ધર્મેન્દ્ર ને ખ્યાલ આવયો કે પ્રધાન પોતે ડીપી ફિશરીઝ થકીજ પોતાનો પેરેલલ સિફૂડ સપ્લાય નો બિઝનેસ છેલ્લા છ એક મહિના થી કરે છે અને એ બાબત ની જાણ બીજા કોઈએ નહી પણ માલ સપ્લાય કરતા ટ્રક ડ્રાઇવરસ માથી એક રઘુનાથ એ કરી.
એમાં એનો સ્વાર્થ એ હતો કે જો આ વાત ની જાણ એ પોતે ધર્મેન્દ્ર ને કરે તો એ ધર્મેન્દ્ર ની ગુડ બુક માં આવી જાય અને એક પોલિટિકલ લીડર ની ગુડ બુક માં આવવા ના ફાયદા એ બખૂબી જાણતો હતો.
એના પરિણામ સ્વરૂપ આશ્ચર્ય રીતે ધર્મેન્દ્ર એ શાંતિ થી આ પાછળ નું કારણ પૂછ્યું. જવાબ મળ્યો " હવે હું પણ આગળ વધવા માંગુ છું. તું વ્યાપારિક અને રાજનૈતિક બને રીતે આગળ આવી ચુક્યો છે તો હું પણ કાઈ નહીં તો વ્યાપારિક રીતે આગળ આવવા માંગુ છું. માત્ર તારા પોલિટિકલ કોન્ટેક્ટ્સ ના આધારે આગળ આવી ને તારા પગ ની પાની નથી બનવા માંગતો ધરમ. "
" ઠીક છે આજ થી DP ના તમામ એલાઇન્સ ફિશરીઝ અને ડિસ્ટ્રીબ્યુટર્સ અને તું છુટા. તું તારી રીતે આગળ વધાર હું વચ્ચે નહીં આવું. ઈનફેક્ટ ક્યાંક ક્યારેક પણ મારી જરૂર લાગે તો હું હજી એજ તારો ધરમ છું. રિસન્ટ બિઝનેસ ની પરવાનગી માં કોઇજ જાત નો ફેરબદલ નહીં થાય. યુ આર ફ્રી ટુ મુવ ફોરવર્ડ. " એમ કહી ને એને ભેટ્યો. પ્રધાન ને અચરજ ન થયું કારણ કે એ પણ જાણતો હતો કે પ્રધાન પોતાના કોન્ટેકટ થી નેશનલ માર્કેટ માં આ બિઝનેસ કરી શકશે પણ ધર્મેન્દ્ર એ એટ એટલા બિઝનેસ મરજિંગ કરાવ્યા છે અને એમાં પોતાનું પર્સનલ રોકાણ કર્યું છે કે એને હવે આ બિઝનેસ માંથી કઈ મળે કે નહીં કોઈ ફરક નહીં પડે પલસ હવે એ MLA થઈ ચૂક્યો હોવા થી પાવર ના જોરે કોઈ પણ બિઝનેસ કરી શકે છે.
અને આમજ કલેશ વગર કોઈ પણ જાત ના પ્રોબ્લેમ વગર બને પોતપોતાના રસ્તે આગળ આવા મંડ્યા. પણ ધર્મેન્દ્ર એ પોતાની પેની નજર પ્રધાન પર રાખી મુકી હતી અને કેમ કે લગભગ દોઢ દાયકા થી સાથે કામ કરતા હોવા થી પ્રધાન પણ સચેત રહેતો હતો..
સચેત એટલા માટે કારણ કે એની સિફૂડ અને સિપ્રોડકી ની વાંચન ની આદત એ 2001 આવતા આવતા એક અમૂલ્ય વસ્તુ વિશે જાણકારી અપાવી હતી અને એની માટેજ પ્રધાન ધર્મેન્દ્ર થી અલગ થયો હતો અને એ હતું... દરિયાઈ સોનુ... સોના કરતા વધારે કિંમતી... એક દરિયાઈ જણસ, "એમ્બરગિસ"..
આ વિશે પ્રધાન શક્ય હોય એટલું સિક્રેટ રાખવા માંગતો હતો અને એ માટેજ એને એક અલાયદી દરિયાખેડુ ઓ ની ટિમ બનાવવા ની હતી જે હિન્દ મહાસાગર અને પેસેફિક મહાસાગર માંથી આ વર્ષે એક વાર એમ્બરગિસ કાઢી આવે અને એની માટે એને તદ્દન અલગ કોન્ટેકટ બનાવવા ના હતા અને એની માટે નજર ફેરવી કોલંબો, શ્રી લંકા..
વધુ આવતા અંકે...