પ્રકરણ 17
બીજા એક વર્ષ માં ધીમી પણ મક્કમ ગતિ એ પ્રધાન પોતાના લક્ષય તરફ આગળ વધી રહ્યો હતો પણ સાથે સાથે એ પણ ધ્યાન રાખી રહ્યો હતો કે એના નવા વેન્ચર ની જાણકારી ધર્મેન્દ્ર ને ન મળે, કારણ કે આ એ જણસ હતી કે જેમાં થી મબલખ માલ મળી શકે એમ હતો, પોતે નાના લેવલ પર પણ આના ઉપર એકલો ઇજારો ઇચ્છતો હતો અને એજ દરમિયાન એને વિશાખાપટ્ટનમ માં પોતાના માછીમારો સાથે મુલાકાત ગોઠવી અને એમને લંકન માછીમારો સાથે કઈ રીતે સાઠગાંઠ કરી ને શુ કરવું એ કહ્યું.
પ્રધાન એ પ્લાન બનાવ્યો કે હિન્દ અને પેસિફિક માંથી જેટલું એમ્બરગીસ મળે એને ભારત ની જગ્યા એ લંકા માં નાના નાના ગામ ના શિલ્પકારો ને વહેંચવી અને જેમાં લંકન માછીમારો નું ગાઈડન્સ મળે . જે સેલિંગ થાય અને નફો મળે એમાં માછીમારો ને એક ભાગ આપી દેવાનો. એક ભાગ એ લોકો પોતે રાખી લેવાનો અને એક ભાગ એ પોતે રાખે.
આમ કરી ધર્મેન્દ્ર ની પેટર્ન થી એમ્બરગીસ નો વ્યાપાર નાના ધોરણે ચાલુ કર્યો. અને તમિલનાડુ અને લંકન માછીમારો વર્ષે એક વાર એમ્બરગીસ ખેડી ને પોતે અને પોતાના માલિક ને માલામાલ કરતાં. આમ કરતા બીજા પાંચ વર્ષ નીકળી ગયા. પણ ધર્મેન્દ્ર તરફ થી કોઈજ મુવમેન્ટ ન લાગતા હવે ઇન્ડિયન સર્કિટ માં પણ એમ્બરગીસ સ્ટોન નું વેચાણ શરૂ કર્યું અને પૂરતું ધ્યાન રાખ્યું કે વાત બહાર આવે નહિ. કારણ કે હજી ભારત માં આ જણસ વિશે કોઈ ને ખાસ ખ્યાલ નહોતો સિવાય બીજી બે વ્યક્તિ ને. એક મરાઈન સાયન્ટિસ્ટ અનુકુલ બેનરજી અને બીજા મરાઈન વાઈલ્ડ ઓર્ગેનાઇઝેશન ના ભારત ખાતે ના ચીફ લોકેશ મહાપાત્રા. અને આ બને સાથે ના સંબંધ પ્રધાન એ સારી રીતે બાંધવા ના હતા, ધર્મેન્દ્ર ની આર્ક મા આવ્યા વગર. અને એની માટે પ્રધાન એ પોતાનું સી એ નું મગજ દોડાવા નું શરૂ કરી દીધું હતું.
એને છેલ્લા 8 વર્ષો નું લોકેશ અને અનુકુલ ના ફાઇનાન્સિયલ ડેટા કાઢ્યા જેમાં થોડી મેહનત અને થોડા રૂપિયા ખર્ચવા પડ્યા પણ સફળતા પૂર્વક એ ડિટેલ્સ મળી આવી અને એમાં મળી આવી અમુક ઇન્કમ જે એમના સિક્રેટ કઢાવી શકવા સક્ષમ હતા અને બસ એનો જ ઉપયોગ એને કર્યો એક કોમ્પ્યુટર પ્રિન્ટેડ લેટર લખી ને મોક્લી ને અને સાથે એક ડીલ પણ આપી. અહીંયા પ્રધાન પાસે એક પવરફુલ હથિયાર એ હતું કે એ ની પાસે ધર્મેન્દ્ર થી માંડીને તમામ મોટા માથા ની કાળી કમાણી ના ચિઠ્ઠા કાઢી અને કઢાવી શકતો હતો જેના વિશે ધર્મેન્દ્ર એ પણ નહોતો જાણતો. અને આ જ એનો હુકમ નો પાનું હતો.
અને આ ટેક્નિક અને સેફટી વેપન ના સહારે બીજો એક દાયકો પ્રધાન પોતાની સી એ ના ફર્મ ની સાથે સાથે સિફૂડ અને એમ્બરગીસ નો ધંધો કરતો રહ્યો. અને એની હાઉ સક્સેસફૂલી એમ્બરગીસ ને ધર્મેન્દ્ર ની નજરે થી ચુકાવતો ગયો.
પણ આ વખતે 2018 ની આસપાસ એમ્બરગીસ નું રહસ્ય ખોલવા માટે ધર્મેન્દ્ર નું ટ્રોજન પ્રધાન ની સી એ ફર્મ માં દાખલ થઈ ચૂક્યું હતું. અને એ ટ્રોજન હતી શીતલ.. ધર્મેન્દ્ર ની દીકરી...
શીતલ ને જ કેમ ટ્રોજન બનાવવા માં આવી, એમાં અતુલ કઈ રીતે પ્રવેશ્યો અને કઈ રીતે ધર્મેન્દ્ર એ એ જણસ ની ગંધ પારખી લીધી અને હવે એને કઇ રીતે એકવાયર કરવા ની કવાયત કરી એ બધું...
વધુ આવતા અંકે..