રુદયમંથન - 21 Setu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 54

    તેજાએ મારી વાત સાંભળી અને થોડો વિચાર કર્યો ત્યારબાદ એ જવાબ આ...

  • જીવન એ કોઈ પરીકથા નથી - 3

    "જીવન એ કોઈ પરીકથા નથી"( ભાગ -૩)સમીરને એની મમ્મી યાદ આવે છે....

  • ભાગવત રહસ્ય - 110

    ભાગવત રહસ્ય-૧૧૦   મહાભારતના શાંતિ-પર્વમાં એક કથા આવે છે.વૃંદ...

  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

શ્રેણી
શેયર કરો

રુદયમંથન - 21

"કેમ અચાનક અહી? કામ હતું?" - ઋતાએ નીચે આવતાની સાથે મહર્ષિને પૂછી લીધું.
" હા, કામ હતું! " મહર્ષિએ એની વાતમાં નરમાશ સાથે કહ્યું.
"ભલે, આવો.." ઋતાએ એને અંદર આવવા કહ્યું, બન્ને અંદર ગયા, મહર્ષિ સોફા પર બેઠો, ઋતા સામે પડેલી બીનબેગ પર જઈને બેઠી.
" સોરી, આઇ ડિસ્ટર્બ યુ બટ..."
"ડોન્ટ વરી, ચિલ યાર!" - બન્ને જુવાનિયા એમની ગમતી ભાષામાં બોલી રહ્યા.
" તમારો સવાલ અધૂરો હતો ને! પૂછી શકું શું હતો?" - મહર્ષિએ ઋતાની આંખમાં આંખ પરોવતા પૂછી લીધું, ઋતા જોર જોરથી હસવા માંડી.
"તમે એના માટે ખરી બપોરે અહી સુધી આવ્યા છો?" - ઋતાએ એ વાતને સાવ સહજ લીધી હોય એમ લાગ્યું.
"ના એ તો આવ્યો એટલે પૂછી લીધું." - મહર્ષિ થોડો ઠોથવાયો.
" તો આવવાનું સાચું કારણ જાણી શકું?" - ઋતાએ એના રૂઆબ સાથે પૂછ્યું.
" હા, મારા મનમાં બહુ ઉલજન છે."
" શું ઉલજન?'" - ઋતા બોલી.
"આજે સવારે લાઇનમાં ઉભેલા પેશન્ટ મેં જોયા, મોટા ભાગે દારૂડિયા હતા, એમનું કાઉન્સેલિંગ કરી ના શકીએ આપણે?" - મહર્ષિ એના મનની બોલી ગયો.
"ઓહ, આ વાત છે? તો તમે મારા મનમાં ચાલી રહેલી વાતને જ આગળ ધપાવી."
"મતલબ?" - મહર્ષિ કઈ સમજ્યો ના હોય એમ બોલ્યો.
" મતલબ હું અહી ચાર પાંચ વર્ષથી આ વસ્તુ કરવા માંગુ છું પણ એકલી પડી જાવું છું, જો આમ ને આમ રહેશે તો અહીંની વસ્તી આ લતને લઈને પતન થઈ જશે"- ઋતાએ વ્યથા સાથે કહ્યું.
"તો સોલ્યુશન શું છે?" - મહર્ષિએ ઋતાને પૂછ્યું.
"મારી જોડે એક આઈડિયા છે, પણ એ સફળ થશે કે નહીં એ મને નથી ખબર."- ઋતા બોલી.
"શું આઈડિયા? મને કહી શકો, જો મારાથી એમાં હેલ્પ થાય તો હું કરવા રેડી છું." - મહર્ષિએ એની વાતમાં રસ દાખવ્યો.
" તો ચાલો મારી જોડે, હું કઈક બતાવું." - ઋતા એની બિનબેગમાંથી ઉભી થઇ, એ એની આર્ટગેલેરી તરફ દોરી ગઈ.
મહર્ષિ એની જોડે ગયો, એની આર્ટ ગેલેરીઓમાં પ્રવેશતાની સાથે આવક થઈ ગયો, ગેલેરીના બધા પેન્ટિંગ એનું મન મોહી રહી હતી, એના રસનો વિષય એને મળી ગયો, દરેક પેન્ટિંગમાં જાણે એ પોતે ડૂબી ગયો હોય એમ નિહાળવા લાગ્યો, આજુબાજુ ટેબલ પર પડેલાં વાસના બનેલાં આર્ટક્રાફટ એની નજરે પડ્યા, તેની ગુંથણીમાં જાણે એ ગૂંથાઈ જ ગયો.એ ભૂલી ગયો કે ઋતા એને કઈક દેખાડવા અહી લઈ એવી હતી.
"વાઉ...અમેઝિંગ!" - કહેતાં જ મહર્ષિનું મોઢું ખુલ્લું રહી ગયું.
"ઠેંક યુ..."
"આ બધું તમે કર્યું છે? આઈ મીન આ પેન્ટિંગસ.."- મહર્ષિ સજાગ થતાં બોલ્યો.
"હા..કોઈ કોઈ વાર કરી લઉં છું શોખ છે તો!"
"અને આ ક્રાફટ?"
"એ જ તો બતાવવા હું તમને અહી લાવી છું."- ઋતાએ કહ્યું, એને એક વાંસની ટોપલી હાથમાં લેતાં કહ્યું.
"બહુ સુંદર છે" - મહર્ષિ ઋતાની સામે જોતા બોલી રહ્યો, ઋતાની નજર એક થઈ, એ અનાયાસે શરમાઈ ગઈ,"આઇ મીન આ ટોપલી!"- મહર્ષિ થોડું લુચ્ચું હસ્યો.
"હા એ તો સુંદર જ હોય ને! કલાકારી કોની છે?" - ઋતાએ એની શરમને છુપાવતા હાસ્યરસ વેર્યો.
"રિયલી બહુ સરસ આર્ટ છે તમારું." - મહર્ષિએ સાચે દિલથી વખાણ કર્યા.
"ના...આ આર્ટ મારું ના કહેવાય! હું આ બધું બનાવતા અહીંની આદિવાસી બહેનો પાસેથી જ શીખી છું." - ઋતાએ એનો જસ રતનપુરાની ગમાર બહેનોને નામ કરી દિધો.
"શું વાત કરો? આ લોકો આટલું સરસ બનાવી લે છે?" - મહર્ષિએ પૂછ્યું.
"આ તો મેં શીખતા શીખતા બનાવ્યું છે, બાકી અહીંની બહેનોનું ફિનીશિંગ આના કરતાં પણ ગજબ છે."
" તો એ તો બહુ સારું કહેવાય." - મહર્ષિ ખુશ થતા બોલી ઉઠ્યો.
"મારે આ આમની આ કલાને એમનું ઉપાર્જન બનાવવું છે!" - ઋતા મૂળ વાત પર આવી.
"હા તો એનાથી ઉત્તમ કઈ હોઈ જ ના શકે!" - મહર્ષિએ સહમતિ દાખવી.
"પણ આ બધો ઉપાડો લેવા માટે હું એકલી પડી ગઈ છું, આમ તો તમારા દાદા આવે ત્યારે મારે આ વાત રાખવી હતી, પણ છેલ્લા ત્રણ મહિનાથી તેઓ આવ્યા જ નહિ...અને હવે!" - એ નિરાશ થઈ ગઈ.
"તો શું થઈ ગયું, હું છું ને! દાદાની બદલે હું તમારી મદદ કરીશ!" - મહર્ષિએ ઋતાને સાંત્વના આપી.
"રીયલી?" - ઋતાનું સપનું જાણે સફળ થતું હોય એમ લાગ્યું, એ ખુશીથી ઉછળી પડી અને મહર્ષિનો હાથ પકડી લીધો.
" સાચે, હું પૂરી હેલ્પ કરીશ, પણ મારી એક શરત છે!" - મહર્ષિએ કહ્યું
" શું શરત?" - ઋતાએ એનો હાથ મહર્ષિના હાથમાંથી છોડાવતા કહ્યું.
"શરત એ કે આ કલાને વ્યસનમુક્તિ સાંકળવાની!" - મહર્ષિએ એની શરત કહી.
"મતલબ? એ વળી કઈ રીતે થાય?" - ઋતાએ પૂછ્યું.
"દરેક વ્યક્તિને અહી રોજગારી આપવાની, જેનામાં આવડત છે એને બમણી રકમ ચૂકવવાની પરંતુ તેઓ વ્યસનથી દૂર રહે એ શરત!" - મહર્ષિએ એનો પ્રસ્તાવ રાખ્યો.
" પણ અહીંની પ્રજા સુધરે તો ને? આખો દિવસ ડાહ્યા રહે પણ રાત પડે એટલે નશો કરે જ." ઋતાએ અહીંનું તથ્ય કહ્યું.
" તો એ જ આપણો મોટો પડકાર રહેશે! અને સફળતા પણ મળશે, ખેતમજૂરી કરવા કરતાં આ એમનાં માટે સરળ રહેશે, થાક ઓછો વર્તાશે અને આખો દિવસ આપના સંગમાં રહેશે તો કાઉન્સિલિંગ પ્રોપર કરી શકાશે." - મહર્ષિએ એની સૂઝ દાખવી.
" એ તો ઠીક, પણ આ બધાનું માર્કેટિંગ? એ કઈ રીતે પોસીબલ છે?" - ઋતાએ વધુ આગળનું વિચાર્યું.
" એ તમે મારા પર છોડી દો! દાદા તરફથી વેપારી સૂઝ તો વારસામાં મળી છે!" મહર્ષિ ઈતરાયો.
" તો તો થઈ જશે!" - ઋતા હસી.

ક્રમશઃ