જોગ સંજોગ - 2 Saumil Kikani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોગ સંજોગ - 2

પ્રકરણ 2

અડાજણ વિસ્તાર ના સન રેસિડેન્સી એપાર્ટમેન્ટ ના A 802 નંબર ના ફ્લેટ માં ગમગીની પ્રસરાય ગઈ હતી. પરોઢ નો 7 વાગ્યા નો સમય હતો અને ફ્લેટ માં લગભગ આસ પાડોશ ના 40 થી 50 વ્યક્તિ ઓ ની હાજરી ત્યાં હતી. એક 24 વર્ષીય યુવાન ખિલ ખિલાટ યુવતી નો મૃતદેહ સફેદ ચાદર માં લપેટાઈ ને પડ્યો હતો. એનું મોઢું સફેદ કપડાં થી ઢાંકયું હતું. દર્શન અને સાંત્વના આપનાર લોકો માટે એ ખિલખિલાટ કરતી છોકરી નો ચહેરો જોવા નું અસંભવ હતું. બધા દર્શનાર્થીઓ એ છોકરી મેં મૃત દેહ ના છેલા દર્શન કરી હાથ જોડી અને ગળે મળી ને ધર્મેન્દ્ર સિંહ ને આશ્વાસન આપી રહ્યા હતા અને એમજ દરેક સ્ત્રીઓ એ મંજુલા બેન મૃતક ની માં ને આશ્વાસન આપી રહ્યા હતા અને પછી હાથ જોડી ને બહાર નીકળી રહ્યા હતા.

થોડીક જ વાર માં એ છોકરી ની (અત્યાર પૂરતું એ છોકરી શીતલ જ છે એમ જાણી ને આગળ વધીએ). અંતિમ યાત્રા સાન રેસિડરન્સી માંથી નીકળી. સાન રેસિડેન્સી માં કુલ A, B એમ કરી ને 6 વિંગ હતા અને છ એ વિંગ માં શીતલ ખ્યાતનામ હતી એન સ્વભાવ ને કારણે. શાલીન, મસ્તી ખોર અને સદાએ હસતી રમતી. આ છ એ વિંગ ના લગભગ 200 થી 300 માણસો એ શીતલ ની અંતિમ યાત્રા માં ભાગ લીધો, એ ફૂલ ને અગ્નિ માં વિલીન થતા પહેલા એની દેહકૃતિ ના તમામ સોસાયટી ના સભ્યો દર્શન કરી એની આત્મા ને શાંતિ પહોંચે એવી પ્રાર્થના કરી વિદાય આપવા માંગતા હતા.

અર્ધી કલાક ના સમય માં અંતિમ યાત્રા અશ્વની કુમાર સ્મશાન ગૃહ માં પહોંચી. અને તમામ ધાર્મિક વિધિ કરી ને શીતલ ના પાર્થિવ શરીર ને electric cremenation chember માં લઇ જવા માં આવી અને આગ ના ચેમ્બર ની અંદર ના આગ ના ભડકા ની વચ્ચે શીતલ નું શરીર જતું રહ્યું અને ચેમ્બર નો શટર ડોર બન્ધ થઈ ગયો.

અતુલ એક સેફ ડિસ્ટન્સ જાળવી ને આખી અંતિમ યાત્રા માં સહભાગી થયો અને પોતાની મન ની માણીગર ના દર્શન કર્યા. જે વાત થી ધન્વંતરાઈ અજાણ હતા. બીજી એક વાત પણ હતી જેના થી ધન્વંત રાય અને અતુલ બને અજાણ હતા.. અમે ત્યાન્જ..

આ બાજુ ધર્મેન્દ્ર સિંહ ફોન માં રિંગ વાગી અને એજ સમયે બહાર ઉભા અતુલ ના ફોન પર પણ રિંગ વાગી. બને જણે સમાંતર સમયે ફોન પર નજર નાખી અને બને ના સ્ક્રીન પર "PRIVET NUMBER" વંચાતું હતું. બને જણે એક જ સમયે ફોન ઉપડ્યો અને એકજ સમયે ફોન ની સામે છેડે થી એક ઊંડા કર્કશ અવાજે કહ્યું

" શીતલ જીવે છે અને સલામત છે." એક જ સમય ના ફ્રેમ માં ધર્મેન્દ્ર સિંહ અને અતુલ બને આશ્ચર્ય માં પડી ગયા. જબરજસ્ત આંચકો લાગ્યો હતો આ વાક્ય સાંભળી ને કે " શીતલ જીવે છે અને સલામત છે". તો આ છોકરી કોણ હતી.? તો શીતલ કયા છે.? તો અતુલ ને વિડિઓ મેસેજ શીતલ એ જ મોકલ્યો હતો?

એજ દિવસે, એજ સમયે સુરેન્દ્રનગર માં,

આંતર રાજ્ય ના હાઈવે પાસે આદિ ને એક સપાટ ખેતર ની જમીન માં સાત આઠ માણસો જમીન થી લગભગ 3 એક ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતા લીલા રંગ ના સીધા દાંડી જેવી આકાર ના પાક જેમાં ઉપર ના ભાગ માં ગોળ ફૂલ છે અને એની ઉપર ફૂલ ને ખોલી દેવા માં આવ્યું હોય એવું ફૂલ છે એવા આ પાક ને લલણી કરી રહ્યા હોય છે.

એ ખેતર ને અડી ને એક નાનકડો હાઈવે પસાર થઈ રહ્યો છે ત્યાં એક ટ્રક ઉભો છે.

એ સાત આઠ ખેત મજૂરો ને એક બીજી વ્યક્તિ ઓર્ડર આપતી રહે છે.

એ વ્યક્તિ બુમ પાડી ને..

વ્યક્તિ: જલ્દી હાથ ચલાવો. હજી સુરત સુધી પહોંચાડવા નું છે. કામ વધુ છે અને સમય ઓછો. ફટાફટ હાથ ચલાવો..

પછી એ માણસ ફરી ને ટ્રક પાસે આવે છે અમે ક્લીનર ની સીટ પાસે આવી ને પોતાનો ફોન ઉપાડીને એક નંબર જોડ્યો.

માણસ: હલો.. કેશવ બોલું છું. માલ થોડીક જ વાર માં ઉપડશે. રાત્રે 10 વાગ્યા સુધી માં પહોંચી જશે.

સામે છેડે થી કર્કશ અવાજ આવ્યો..

ફોન માંથી: સાત કલાક ના રસ્તા માટે 12 કલાક ?? કેમ?

કેશવ: આ દરેક ટાઉન ના ચાર રસ્તે તમારા બાબુ ઓ મારા સગા છે ને. અંદર અંદર ના રસ્તે અને ત્રણ ટ્રક માં અદલા બદલી કરી ને આવીશ તો આટલો ટાઈમ યો લાગે જ ને.

ફોન પર સામે થી: ઠીક છે. જે છેલો ટ્રક હોય એનો નંબર અને બીજી ડિટેલ મોકલી દેજે.

કેશવ: હા. ભલે.

ફોન મૂકી દીધો. અને આ બાજુ એ પાક ની ઢગલીઓ ટ્રક માં મુકવા માં આવી રહી હતી. એ પાક અફીણ ના હતા.

વધુ આવતા અંકે...