હેત્વી.... वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હેત્વી....

હેત્વી.....
--------
કૉલેજ તરફથી સાત દિવસનો ઉત્તર ભારતનો પ્રવાસ ગોઠવાયો.સૌને પ્રવાસમાં એન્જોય કરવાની તાલાવેલી જાગી.કોઈ એવો કોલેજીયન ન્હોતો કે પ્રવાસ જવા આનાકાની કરે.સૌ જવાની તૈયારી કરવા લાગ્યાં.પ્રવાસ આવનારા તમામ સ્ટુડન્ટને બસમાં બેઠક સીટ નક્કી કરવા વર્ગમાં દરેક વર્ગ શિક્ષકે ચર્ચા કરી.પોતપોતાના મનગમતા દોસ્તો સાથે બસમાં સહ પ્રવાસી પસંદગીની બેઠકનું લિસ્ટ તૈયાર કરી દીધું.સૌને રાત્રે હોસ્ટેલમાં જમી પરવારી નીકળવાનું હતું.પ્રવાસમાં જેને તકલીફ રહેતી હોય તેવા દોસ્તોને સૂચના આપી દીધી કે દવા,નાસ્તો,જરૂરી સામાન યાદ કરીને લઇ લેવો.કૉલેજ કેમ્પસમાં દરેકને હોસ્ટેલ ફરજીયાત હતી. હોસ્ટેલ પણ કેમ્પસમાજ હતી. દરેકને કોમ્યુનિકેશન માટે વાતાવરણ સરળ હતું.
રાત્રે સૌ જમ્યા,બસ આવી ગઇ હતી.ગર્લ્સ હોસ્ટેલમાંથી બધીજ ગર્લ્સ પણ પુરી તૈયારી સાથે સમયસર બસમાં ગોઠવાઈ ગઇ હતી.સાથે આવનારા પ્રોફેસર કોણ સ્ટુડન્ટ્સ નથી આવ્યા ની તપાસણી કરી.જાણવા મળ્યું કે "હેત્વી" નથી આવી.
ગર્લ્સ હોસ્ટેલમાં દરેક રૂમમાં તપાસ કરી તો 'હેત્વી' રૂમના ખૂણે પાથરેલી પથારી પર ઉંધી સુતેલી ડૂસકાં ભરી રહી હતી.લેડી રેક્ટરે પૂછ્યું...હેત્વી! કેમ સૂતી છો હજુ? કેમ રડે છે? કેમ શું થયું? ચાલ ઉભી થા,બધાં તારી વાટ જુએ છે.બધાં જ પોતપોતાના ગ્રુપમાં બસમાં ગોઠવાઈ ગયાં છે.
હેત્વી :મેમ મારે નથી આવવું.
રેક્ટર : કોઈ કારણ? આખા દી' ની સઘડાં તૈયારી કરી રહ્યાં છે અને તું હવે કહે છે કે મારે નથી આવવું તે ના ચાલે...
હેત્વી આંસુ લૂછી બોલી... મેમ..! મારા પપ્પા મમ્મી ખૂબ ગરીબ છે.હું સ્ટડી અને પંડના ખર્ચથી વધુ હું મારા મનોરંજન માટે કે મોજશોખ માટે રૂપિયા ક્યાંથી લાવું?મારી પાસે કોલેજની ફી ભરવાના રૂપિયા,મારી મમ્મીનાં ઘરેણાં વેચીને મારા પપ્પાએ મને આપ્યા હતા.તે સિવાય મારી પાસે કંઈ નથી.તમતમારે જાઓ.હું હોસ્ટેલમાં જાતે બનાવી ખાઈ લઈશ.મારી ચિંતા ના કરો.ચોકિયાત અને મેમ તમેં પોતે અહીં છો તો મને એકલું નહિ લાગે.મારી મમ્મીનાં લગ્ન વખતનાં ગમતાં ઘરેણાં વેચાવી મારે ક્યાં સુધી આવી મોંઘી સ્ટડી કરવી? અને ભણવાની ઈચ્છા પણ છે કે મારાં મમ્મી પપ્પાનો હું સહારો બનું.હાલ હું એમને સહારે ભણું છું.કાલે એ વૃદ્ધ થશે ત્યારે તેમણે મારે સહારે જીવવાનું છે.મારે ક્યાં ભાઈ છે કે હું આવું બધું મોજશોખનું વિચારું? હું ખૂબ કષ્ટ વેઠી ભણું છું.હું કઈ રીતે સ્ટડી કરું છું તે મારું મન જાણે છે.
એક શ્વાસે હેત્વીએ તેની રેક્ટર અને પ્રવાસમાં જતાં સર સામે પોતાની આપવીતી સંભળાવી દીધી.બેઉ વિચારવા લાગ્યાં કે શું કરવું.હેત્વીના આંખનાં આસું પણ જોવાતાં ન્હોતાં.
પ્રોફેસર બોલ્યા હેત્વી બેટા ! આ પ્રવાસ એન્જોય માટે છે એ વિકલ્પ છે.ખરેખર પ્રવાસ એ એક પ્રકારનું સમુદાયિક શિક્ષણ છે.તેને માત્ર એન્જોય પૂરતું સીમિત ના સમજ.સમય થઇ ગયો છે નિર્ધારિત સ્થળે પહોંચવા માટે એટલે એ બધું ના વિચાર ! તું જલ્દી તૈયાર થઇ આવી જા.તારા માટે હું પૈસાની સગવડ કરું છું.પૈસાની બાબતમાં તું દુઃખી ના થા.અમને આ બાબતે ઓફિસમાં આવી કીધું હોત તો અથવા તારાં રેક્ટરને કીધું હોત તો બધું એડવાન્સ થઇ જતે ! તારી આ બાબતની જાણ તારા ફ્રેન્ડસ ગ્રુપમાં શૅર કરી હોત તો આ પ્રશ્ન ના આવતે.કમસેકમ તારી બેનપણીઓને જાણ તો કરવી જોઈએને? રેક્ટર મેડમે હેત્વીને સમજાવી તૈયાર કરી સૌ બસમાં ગોઠવાયાં.બસનો પ્રથમ પડાવ પુષ્કર સરોવર હતું.ત્યાં જમવાનું અને પુષ્કર સરોવરનાં દર્શન કરી રાત્રિ રોકાણ હતું.રસોડું સાથે હતું.હેત્વીને માત્ર હાથ ખર્ચ પૂરતા રકમની જરુર હતી.દરેક સ્ટુડન્ટ્સને કહી દીધું.હેત્વીને દરેકે યથાશક્તિ મદદ કરવાની છે.સૌએ સરની વાતને વધાવી લીધી.સૌને ગમતી હેત્વી માટે ખૂબ માન હતું.તેના સૌ મિત્રોએ મળીને ક્યારેય દુઃખી ના કરવાની બાધા લીધી.હવે પછી હેત્વી અમારા બધાંની બેન છે.તેને બહેન સમજી તેનો જે ખર્ચ થશે તે અમેં બધાં ઉઠાવી લેશું.એને ભાઈ નથી તો રક્ષાબંધને અમેં એને ઘેર રાખડી બંધાવા જઈશું.
હેતવીને આ વાત થી ખૂબ હર્ષ થયો.તેને એક નહિ અનેક ભાઈ બહેન મળ્યાં.તેની સમસ્યાનું નિરાકરણ સહ પ્રવાસી મિત્રોની હૂંફથી આવી ગયું.સૌ કિલ્લોલ કરતાં આગળ વધ્યાં.તેમણે આગ્રા,દિલ્હી,હસ્તિનાપુર,હરિદ્વાર,દહેરાદૂન, સિમલા,ગોકૂળ,મથુરા વગેરે તીર્થમાં જવાનું હતું.પોતપોતાના ઘેરથી નાસ્તો લાવેલા તે હેતવીને આપ્યા વગર કોઈ ખાતું નહિ.તેને તેના મિત્રો પાસેથી જરુર કરતાં વધુ પ્યાર મળવા લાગ્યો.પ્રવાસમાં ઘણા અવનવા અનુભવને અંતે સૌ સાત દિવસ મોજ મસ્તી સાથે કોલેજમાં પરત આવ્યાં.પ્રવાસના અનુભવની એકબીજાંને વાતો શૅર કરવા લાગ્યાં.
સમય વીતતો ચાલ્યો, સૌ મિત્રોને હેત્વીએ રજાના દિવસે હોસ્ટેલના પ્રાર્થના ખંડમાં એકત્ર કર્યાં.હેત્વીએ કીધું કે આ વખતે આપણે પ્રવાસ ગોઠવવો નથી પરંતુ નક્કી કરેલ કોલેજના સ્ટુડન્ટ્સ આપણી કોલેજમાં આવે તેવું આયોજન કરીએ તો કેવું? સૌ મિત્રો એકીટશે વિચાર કરવા લાગ્યા....સૌ બોલી ઉઠ્યા એ કઈ રીતે ?
હેત્વી બોલી આ વખતે આપણી કોલેજમાં મહા શિબિરનું ત્રણ દિવસ આયોજન કરીએ અને ઇચ્છુક તમામને ઇન્વિટેશન આપીએ. સાથે થોડી ફી નક્કી કરીએ. ત્રણ દિવસ નું શિડ્યુલ નક્કી કરીએ.દરેક સમયને આપણે એવી રીતે મેનેજ કરીએ કે આપણને જીવનમાં આવતી મુશ્કેલીઓ સામે ઝઝૂમવાની પ્રેરણા મળે.માટે સૂચનો સાથે, કવિ,લેખક,સંગીતકાર,સિંગર,ડાન્સર,ચિત્રકાર, ક્રિકેટર,રમતવીર જેવી પ્રતિભાઓને બોલાવી તેમની અનુભવની વાણીનો લાભ લઈએ.
હેત્વીની દરખાસ્તથી સૌને એકીસાથે તાળીઓના ગડગડાટથી હેત્વીની વાતને વધાવી લીધી.... આવનારા વેકેશનમાં ત્રિ-દિવસીય શિબિર અંગે દરેક નિપૂણ સ્ટુડન્ટ્સને વિશેષ જવાબદારી સોંપી.ગમતી વ્યક્તિ,ગમતો વિષય હોય અને સંજોગ,કામ કે જવાબદારી પ્રત્યે પ્રેમ હોય,સમય, શિસ્ત પાલન હોયતો ધારેલું કામ અવશ્ય સફળ થાય છે.શિબિર રંગે ચંગે પૂર્ણ થઇ.દરેકના જીવનમાં આવી શિબિરો થાય તો ખૂબ જ અનુભવો થાય છે.આવી શિબિર કરવાથી ઘણાં પાસાની ઉણપ જીવનમાં દૂર થાય છે.
હેત્વી ગરીબ જરુર હતી પરંતુ તેણીએ બધાંને પ્રેમથી પ્રેમના તંતુએ બાંધી સૌને એક કરી ગરીબાઈને ભગાડી દીધી.આજે તો હેત્વી રાજ્યની આયોજના અધિકારી તરીકે સેવા આપી રહી છે.(પ્રવૃત્તિ એવી કરો કે જે જીવનનાં નબળા પાસાં મજબૂત કરે.તમારું કામ સકારાત્મક હોય, ઉત્પાદનલક્ષી હોયતો કોઈ પણ ક્ષેત્ર અઘરું નથી.તેના માટે કાર્ય પ્રત્યે પ્રેમ,નિયમિતતા અને સમયસૂચકતા,નિયમિત સ્વાધ્યાય જોઈએ.)
- સવદાનજી મકવાણા (વાત્સલ્ય)