ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 12 Dhruti Mehta અસમંજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • એક ષડયંત્ર.... - ભાગ 95

    (સિયા અને કનિકા વાત કરે છે અને તેના જીવનની મીઠી પળો યાદ કરે...

  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

શ્રેણી
શેયર કરો

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 12

અનુરાગ હાર માની બેસી રહે એમ નહોતો. હોસ્પિટલમા એને સહાયક તરીકે એક માણસ આપવામાં આવ્યો હતો જે એનાથી થોડીજ નાની ઉંમરનો હતો અને ગામમાં જ રહેતો હતો. તેનુ નામ મનોરથ હતું. તે શહેરમાં ભણીને આવેલો હતો અને ગામમાં પ્રવર્તતી ખોટી માન્યતાઓનો વિરોધી પણ હતો. તેણે અનુરાગને પુરેપુરો સાથ સહકાર આપવાનું નક્કી કર્યું હતું.

બંનેએ લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી ઘેર ઘેર જઈ સારવાર કરવાનું નક્કી કર્યું. પણ લોકો ગમે એટલા બીમાર હોવા છતા અનુરાગને જોઈ ઘરના બારણા એના મોં ઉપરજ બંધ કરી દેતા. ઘણી વાર હતાશ થતા અનુરાગને મનોરથ એના હસીમજાકથી ઉત્સાહિત કરતો. આમ તે ધીરે ધીરે અનુરાગનો મિત્ર પણ બની ગયો હતો.

પેલી સ્ત્રી જેનુ મૃત્યુ થયુ હતુ એની નાનકડી દીકરી અનુરાગને ક્યારેક ક્યારેક જોવા મળી જતી. મા વગરની તે છોકરીની હાલત પણ ખૂબ દયનીય હતી. અનુરાગ તેને જોઈ ખૂબ દુઃખી થતો પણ ગામ લોકોની અંધશ્રદ્ધા સામે તે કઈ કરી શકે તેમ નહોતો. આમજ જેમતેમ રીતે એક પૂરું વર્ષ નીકળી ગયુ.

સરકારી હોસ્પિટલ થોડી ઘણી સુધરી તો હતી પણ ક્યારેક ભૂલા પડેલા મુસાફરોની જેમ રડ્યા ખડ્યા લોકોજ ઈલાજ માટે આવતા. પણ એક દિવસ જે ઘટના બની તે પછી ગામલોકોનો થોડો ઘણો વિશ્વાસ અનુરાગ અને ડોકટરી ઈલાજ ઉપર બેઠો.

એકદિવસ અનુરાગ ગામમાં ફરી રહ્યો હતો ત્યાજ ખેતરમાં મોટુ ટોળુ એકઠુ થયુ હતુ. તપાસ કરતા ખબર પડી તો ગામના સરપંચના પગે સાપે ડંખ માર્યો હતો. ગામના ઊંટવૈદ કે ભૂવાના નાટકોથી પણ કોઈ અસર નહોતી થઈ રહી. આખરે અનુરાગે મામલો હાથમાં લીધો અને સરપંચને તાત્કાલિક સારવાર આપી બચાવી લીધા, પણ એમને બચાવવા માટે સરપંચના પગની પાનીનો હિસ્સો કાપવો પડ્યો. પણ મરતા સરપંચનો જીવ બચાવનાર અનુરાગને લોકોએ વધાવી લીધો.

ત્યારબાદ ગામમાં અંધશ્રદ્ધા અને ભૂવાની અસર ઓછી થઈ રહી અને અનુરાગ પાસે ધીરે ધીરે વધારે લોકો સારવાર લેવા આવવા લાગ્યા. અનુરાગની સમજદારીથી ગામના સરપંચને પણ હવે પોતાની ભૂલ સમજાઈ અને તે ગામ લોકોને પણ કોઈ પણ રોગના ઉપચાર માટે ડોક્ટર પાસેજ જવા સમજાવવા લાગ્યા હતા. હવે અનુરાગના હોસ્પિટલમાં લોકોની અવરજવર વધી જતા બીજા એક સહાયક ડોક્ટરની જરૂર ઊભી થતા તેણે સરકાર પાસે તેની રજૂઆત મૂકી હતી, અનુરાગના તે નિર્ણયથી તેના જીવનમા નવી સવાર પડવાની હતી તે વાતથી અનુરાગ અજાણ હતો.

એક અઠવાડિયા બાદ અનુરાગ જ્યારે પોતાની કેબિનમાં બેઠો હતો ત્યારે અચાનક કોઈએ દરવાજે દસ્તક દીધા.

"અંદર આવી જાઓ", અનુરાગને લાગ્યું કોઈ પેશન્ટ હશે માટે તેણે સામે જોયા વગર કહ્યું.

કોઈ ધીરા પગલે અનુરાગની સામે આવી ઉભુ. અનુરાગે સામે જોયા વગર ઈશરાથીજ સામે પડેલી ખુરશી ઉપર બેસવા કહ્યું.

"બોલો શુ તકલીફ છે તમને?" હજુ પણ અનુરાગનુ ધ્યાન કોઈ પેશન્ટના અગત્યના રિપોર્ટ જોવામાં લાગેલુ હતુ.

"જી સર હું અહી", જાણે કોઈ મધુર રણકતો અવાજ ટહુંકી ઉઠ્યો. અનુરાગ તે અવાજથી મંત્રમુગ્ધ થતો પોતાની જાતને સામે રહેલ વ્યક્તિને જોતા રોકી શક્યો નહિ. તેણે સામે જોયુતો, જેવો મધુર અવાજ હતો તે કરતા પણ ખુબજ વધારે સુંદર છોકરી આંખો નીચી ઢાળી એકદમ સાદી પણ એના ઉપર શોભતી ચિક્નની પિંક કલરની કુર્તી અને સફેદ ચુડીદારમાં બેઠી હતી. એના લાંબા સુવાળા વાળનો ચોટલો એની કમર સુધી પહોંચતો હતો.

"જ્યોતિ, જી મારું નામ જ્યોતિ કામદાર છે. અને મારી અહી હોસ્પિટલમા આસિસ્ટન્ટ ડોક્ટર તરીકે નિમણૂક થઈ છે", ફરી એજ રણકતા અવાજની ધૂનથી અનુરાગ ધ્યાનભગ્ન થયો, અને આગળ શું બોલવુ કઈ ન સૂઝતા એણે મનોરથને બોલાવી જ્યોતિને હોસ્પિટલનુ કામકાજ સમજાવી દેવા કહ્યું.


* ક્રમશ

- ધ્રુતિ મેહતા (અસમંજસ)