મારો કાવ્ય ઝરૂખો ભાગ 48 Hiren Manharlal Vora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારો કાવ્ય ઝરૂખો ભાગ 48

1] કાવ્ય 01

સ્વરો ની રાણી લતાજીને...શ્રદ્ધાંજલી 🙏💐

ગીતો ગાયા એવા સુમધુર
થયાં ગીતો અમર વર્ષોવર્ષ
ખિતાબ મળ્યો કોકિલકંઠી નો

ગુંજતા ગીતો ગઈ કાલે
ગુંજે ગીતો તમારા આજે
ગુંજશે ગીતો સદીઓ સુધી તમારા

મધ માં ડૂબેલો હોય એવો
મીઠો સ્વર તમારો
આવે નહિ અવાજ
તમારી તોલે આજે પણ કોઈનો

સ્વર ના સમ્રાટ જોયા ઘણા
સ્વરો ના વિશ્વ મા માત્ર ને માત્ર
એક રાણીમા લતાજી આપ

લતાજી ના ગીતો સાંભળી
ખોવાઈએ અલગ વિશ્વ્ મા
અચાનક વિદાય લીધી આ વિશ્વથી

માતા સરસ્વતી ના આશીર્વાદ થકી
નામ રોશન કર્યું છે દેશ નું ગયાકી દ્વારા આપે
ગીતો દ્વારા લોકો ના દિલ મા રાજ તમારું

હાજર નથી સ્વદેહે તમો આજ તો શું થયું ??
ગાયેલા ગીતો દ્વારા દરેક લોકો ના દિલ મા
રાજ કરી અમર બની ગયા છો આપ સદાકાલ
🙏🙏🌹🌹💐💐

1) મેરી આવાઝ હી મેરી પહેચાન હે...

2) તુમ મુઝે યુ ભૂલા ના પાઓગે....

3) રહે ના રહે મહેકા કરેંગે....


2] કાવ્ય 02

વસંત પંચમી...

આજે વસંતપંચમી....
આપણો વેલેન્ટાઇન ડે......

”આવી રે આવી વસંત પંચમી આવી"
મારા વન વગડામાં મહોર્યો વસંત…”

”આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના
ફુલોએ બીજું કંઈ નથી પગલાં વસંતના.”

પાનખર નો અંત લાવી
નવા ઉત્સાહ નો તરંગ લાવી
આવી રે આવી વસંત પંચમી આવી

આળસ ખંખેરી ધરતી સજી સોળે કળાએ
આવી રે આવી વસંત પંચમી આવી...

કેસૂડાં ને નવા કુંપળો થી શોભે ઉપવન
આવી રે આવી વસંત પંચમી આવી

પવન મહેકાવે મોગરા ની સુગંધ
આવી રે આવી વસંત પંચમી આવી

નીકળે વણજોયાં મુરહત આજે
આવી રે આવી વસંત પંચમી આવી

કરો સાધના માં સરસ્વતી ની આજે
આવી રે આવી વસંત પંચમી આવી

આજે ફૂટે નવા ઉમંગ હૈયે મારે
આવી રે આવી વસંત પંચમી આવી

3] કાવ્ય 03

હું હિન્દુસ્તાન છું...

હું હિન્દુ, હું મુસ્લિમ
હું શીખ હું જ ઇસાઇ છું
દરેક ના હ્રદય માં ધબકતું
હું હિન્દુસ્તાન છું....

રામ ને રહીમ હું છું
ઈશુ ને ગુરુ ગોવિંદ હું છું
ગીતા, કુરાન, બાઇબલ હું છું
હું હિન્દુસ્તાન છું....

મંદિર ને મસ્જિદ હું છું
ગુરુદ્વારા ને ચર્ચ મા હું છું
દરેક ધર્મ ની પવિત્ર જગ્યા મા હું છું...
હું હિન્દુસ્તાન છું....

ગંગા યમુના સરસ્વતી હું છું
જેલમ, બ્રહ્મપુત્રા કાવેરી ના નીર મા હું છું
આરબ સાગર ને હિમાલય હું છું
હું હિન્દુસ્તાન છું....

શિક્ષક, ઇન્જીનીર ને ડૉક્ટર હું છું
સૈનિક, સાધુ સંત ને વૈજ્ઞાનિક હું છું
યોગ અને સાધના મા હું છું
હું હિન્દુસ્તાન છું....

ઉત્તર -દક્ષિણ મા હું છું
પુરવ ને પશ્ચિમ મા હું છું
નોખા નોખા વેષ ને પહેરવેશ મા હું છું
હું હિન્દુસ્તાન છું....

પર્વતો ને જંગલો મા હું છું
રણ મેદાન ને ઘૂઘવતા સાગર મા હું છું
સપાટ ખુલ્લા મેદાન મા હું છું
હું હિન્દુસ્તાન છું.....

વિશાળતા મા હું છું
વિવિધતા ને વિભિન્નતા હું છું
એકતા ને ભાઈચારા મા હું છું
હા હું હિન્દુસ્તાન છું.....

4] કાવ્ય 04

બાપ -દિકરી..નો પ્રેમ.

દિકરી ના આગમને ઘર નું આંગણું
મહેકી ઉઠે છે બાગ ની જેમ
એની બગીચા ને ક્યાં ખબર હોય છે ....

દિકરી ઓ ને મોટી થતા ક્યાં વાર લાગે છે
એની બાપ ને ક્યાં ખબર હોય છે ...

ક્યારે આવી જાય વળાવવા ની ઘડી
એની બાપ ને ક્યાં ખબર પડે છે...

વિદાઈ વેળા એ બાપ છુપાઈ
એક ખૂણે છાનો માનો રડતો ....

જાણે કાળજા નો ટુકડો છૂટો પડે છે
બીજા ને ક્યાં ખબર પડે છે....

દિકરી થી છુટા પડતા બાપ મન મા આસું સારે દુનિયા ને ક્યાં એની ખબર હોય છે ..

બાપ હંમેશા જુએ વ્હાલી દિકરી ની વાટ
દિકરી ની "મા" ને ક્યાં એની ખબર હોય છે..