ચક્રવ્યુહ... - 9 Rupesh Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

ચક્રવ્યુહ... - 9

ભાગ-૯

“મીસ્ટર રોહન, બ્રીલીયન્ટ આઇડીયા. મને આ પ્રોડક્ટને આ રીતે પ્રેઝન્ટ કરશો તેવો જરા પણ ખ્યાલ ન હતો. આપણી આ એડવર્ટાઇઝ ખુબ ધુમ મચાવશે.” મીટીંગમાં સુરેશ ખન્નાએ રોહને બનાવેલી એડ જોતા જ તેને શાબાશી આપતા કહ્યુ.

“થેન્ક્સ સર.”   “ગુડ જોબ યંગ મેન. આઇ એપ્રીસીયેટ યોર વર્ક. તમને તમારી કુનેહનું યોગ્ય વળતર મળશે જ.” મીટીંગમાં બધાની વચ્ચે સુરેશ ખન્નાના મોઢે રોહનના આટલા વખાણ સાંભળી બધા દંગ રહી ગયા કારણ કે સુરેશ ખન્ના આસાનીથી કોઇના વખાણ કરતા નહી.

છ મહીનામાં જ રોહનને તગડુ બોનસ અને પુરસ્કાર ઇન્ક્રીમેન્ટ આપવામાં આવ્યુ. દિન-પ્રતિદિન રોહન તેની કામ કરવાની કુનેહ અને પ્રામાણીકતાથી સુરેશ ખન્ના અને કાશ્મીરાના મન જીતી લીધા હતા. એક જ વર્ષમાં રોહનને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટનો હેડ બનાવી દેવામાં આવ્યો હતો. દિલ્લી બ્રાન્ચના ફાઇનાન્સ રીલેટેડ તમામ નિર્ણયો શ્રીમાન શ્રોફ, શ્રીમાન ઐયર અને રોહન સાથે મળીને જ કરતા અને તે ત્રણેયનો ફેંસલો આખરી ગણવામાં આવતો. કાશ્મીરા અને સુરેશ ખન્ના રોહન પર આંખ બંધ કરી ભરોસો કરતા તેનુ એકમાત્ર કારણ રોહનની કામ પ્રત્યેની દિવાનગી હતી. કંપનીની શાનમાં ચાર ચાંદ લાગે તે માટે તે દિવસ-રાત મહેનત કરતો હતો.   કોઇપણ કંપની માટે માર્ચ મહીનો અતિ મહત્વનો હોય છે તેમ ખન્ના ગૃપ માટે માર્ચ માસમાં તમામ કર્મચારીઓની ડ્યુટી બાર કલાકની થઇ જતી, જો કે તે માટે તમામ કર્મચારીઓને તેના માટે ડબલ પગાર ચૂકવવામાં આવતો એટલે કર્મચારીઓના કામ કરવાના ઉત્સાહમાં ઘટાડો થાય નહી.

રોહન તો છેલ્લા એકાદ માસથી સવારના સાતથી રાત્રીના બાર એક વાગ્યા સુધી ઓફિસમાં રહીને કામ કરે રાખતો. આખા વર્ષનું કરોડોનું ટર્ન ઓવર, આવક-જાવકના હિસાબ જાળવવા, બેલેન્સ શીટ અપડેટ કરવી, ઓડિટ માટેની તૈયારી કરવી, એ બધી તૈયારીઓમાં તે ગળાડૂબ જ રહેતો.

સુરેશ ખન્નાની એક ખાસિયત એ પણ હતી કે તે તેના અંગત કર્મચારીઓ પર ગળાડૂબ વિશ્વાસ રાખતા પરંતુ આંધળો વિશ્વાસ રાખતા નહી, તેનુ કારણ એ પણ ન હતુ કે તેને પોતાના નજીકના લોકો પર વિશ્વાસ ન હતો પરંતુ તે કંપનીની નાનામાં નાની મેટરથી માંડી મોટી નાણાકીય મેટર સુધીની બધી બાબતો પર નજર અચૂક રાખતા. તે જ રીતે તેને રોહન પર ભરોસો હતો જ પણ ઘણીવખત અજાણતા પણ માણસની ભૂલ થાય તે રીતે રોજેરોજના રિપોર્ટ સાંજે અથવા મોડી રાત્રે સુરેશ ખન્ના અચૂક ચેક કરતા જ.  કંપનીના માર્ચ માસનો હિસાબ ચેક કરી રહ્યા હતા ત્યાં તેને હિસાબમાં ગડબડ જણાઇ, આશરે દસ લાખ જેટલી રકમનો કોઇ હિસાબ મળતો ન હતો.

“દસ લાખ રૂપીયા!!! ખન્ના ઇન્ડસ્ટ્રીઝના માલીક માટે દસ લાખ રૂપીયા બહુ મામુલી રકમ હતી પરંતુ એક સામાન્ય નાગરીક માટે દસ લાખ એક મસમોટી રકમ હતી. થોડીવાર માટે તો સુરેશ ખન્નાને પરસેવો વળી ગયો. તેણે પોતાના ખાસ અને અંગત લોકો કાશ્મીરા, બન્ને મેનેજરો અને રોહનને બોલાવી અંગત મીટીંગ ગોઠવી.   “બોસ, આપણે કમ્પ્લેઇન કરવી જોઇએ.” સુબ્રતોએ પોતાનો સુઝાવ આપતા કહ્યુ.   “કમ્પ્લેઇન??? ના, કમ્પ્લેઇન કરીને કોઇ ફાયદો નથી, ઉલ્ટાનુ મીડીયા ચડાવી વધારીને છાપશે અને નાહક આપણી પ્રેસ્ટીજ ખરાબ થશે.”   “સર આપણે ગુપ્ત રીતે તપાસ ગોઠવવી જોઇએ.” રોહને કહ્યુ.   “હા હું પણ એમ જ માનુ છું પરંતુ જેણે પણ આ કામ કર્યુ છે એ બહુ સફાઇથી કર્યુ છે એમ કાંઇ આશાનીથી તેને પકડી શકાશે નહી.” સુરેશ ખન્નાએ રોહનને કહ્યુ.   “રાઇટ પણ ગમે તેવો હોંશીયાર માણસ પણ કાંઇક તો ભૂલ કરી જ જાય છે, લેટ મી ચેક એકાઉન્ટ રીપોર્ટ પાપા.” કાશ્મીરાએ ફાઇલ માંગતા કહ્યુ. છેલ્લા એક વીકના નાણાકીય રીપોર્ટ હતો. કાશ્મીરા એ બહુ ચીવટથી રિપોર્ટ ચેક કરવા લાગી પરંતુ તેને કાંઇ ભૂલ દેખાઇ નહી.   “પાપા હું ફાઇલ મારી જોડે રાખુ છું. રોહન તમે પણ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ પર ચાંપતી નજર રાખો, શ્રીમાન ઐયરે તમે મને સાથ આપજો અને મિસ્ટર રોય તમે રોહનની હેલ્પ કરજો. જે કોઇપણ હોય તેને છોડીશુ તો નહી જ.” કાશ્મીરા ફાઇલ લઇ જતી રહી.

“મને લાગે છે દરેક જાવક એન્ટ્રી સરખાવવી જોઇએ, આઇ થીન્ક તમારા પર્શનલ એકાઉન્ટની આવક જાવક પર પણ એક નજર ફેરવવી જરૂરી છે.” રોહને છેલ્લુ વાક્ય ડરતા ડરતા કહ્યુ.   “પર્શનલ એકાઉન્ટ કેમ? રોહન તને લાગે છે કે તેમા કાંઇ ગફલત હોય શકે?” કાશ્મીરાએ વેધક નજરે રોહનને પુછ્યુ.   “મેડમ સોરી ટુ સે પણ આ ગફલત થયેલી જ છે તો આપણે અણી થી અંત સુધી પુરતી તપાસ કરવી જોઇએ.”   “હા એ પણ સાચુ.” કહેતા કાશ્મીરાએ પોતાનુ અને તેના પિતાજીના પર્શનલ એકાઉન્ટની ફાઇલ ચેક કરવા લાગી.   “ઓહ માય ગોડ! રોહન યુ આર રાઇટ. અહી જો, પાપાના એકાઉન્ટમાંથી એક અઠવાડીયા પહેલા જ દસ લાખ ટ્રાન્સફર થયા છે, હું હમણા જ આ બાબતે પાપા સાથે વાત કરી લઉ છું, સાયદ તેણે કોઇને રકમ ટ્રાન્સફર કરી હશે અને તે ભૂલી ગયા લાગે છે.” કહેતી કાશ્મીરા ફાઇલ લઇને સુરેશ ખન્નાની કેબીન તરફ દોડી, રોહન પણ તેની પાછળ દોડ્યો.   “પાપા, લુક એટ ધીસ એન્ટ્રી, તમે જ તમારા ખાતામાંથી દસ લાખ એક વીક પહેલા ટ્રાન્સફર કર્યા છે, સાયદ તમે ભૂલી ગયા હશો.” કાશ્મીરાએ ફાઇલ આપતા કહ્યુ.   “અરે પણ છેલ્લા એક વીકથી મે કોઇપણ ટ્રાન્ઝેક્શન કર્યા જ નથી તેની મને સંપુર્ણ ખાતરી છે. નક્કી આ કોઇ મોટુ ફ્રોડ છે.” સુરેશ ખન્ના ટેબલ પર હાથ પછાડતા ઊભા થતા બરાડી ઉઠ્યા.

“સોરી પાપા, આઇ થીંક તમે ભૂલી.......” કાશ્મીરા પણ ડરથી તેનુ વાક્ય પુરૂ કરી ન શકી.   “સર, કાલ્મ ડાઉન. લો, પાણી પી લો. મગજ શાંત કરી વિચારશો, એટલે બધુ યાદ આવી જશે.” રોહને સુરેશ ખન્નાને પાણી આપતા કહ્યુ. 

“સો, ડુ યુ અલ્સો થીન્ક ધેટ, આઇ હેડ ફરગોટ ધીસ ટ્રાન્ઝેક્શન?”

“સર હું એમ કહેતો નથી કે તમે ભૂલી ગયા છો પણ આ બધી વાતની તપાસ આપણે બેન્કમાં પણ કરી શકીએ ને? વિના કારણ ટેન્શન લેવાથી તમારી હેલ્થ પર પણ અસર પડી શકે ને?” રોહને વાતને વાળતા કહ્યુ   “યા યુ આર રાઇટ રોહન, થેન્કસ ફોર યોર એડવાઇઝ.” સુરેશ ખન્નાએ પાણીનો ગ્લાસ પીતા કહ્યુ.   “સર હું હમણા જ બેન્ક જઇ બધી તપાસ કરાવી લઉ છું. અને આપને આ બાબતે રિપોર્ટ આપુ છું.”   “ઓ.કે. રોહન, એક કામ કર, મારી કાર લેતો જા, ફટાફટ પહોંચી જઇશ.” સુરેશ ખન્નાએ પોતાની આલીશાન કારની ચાવી આપતા કહ્યુ.   “અરે નહી સર, ઇટ્સ ઓ.કે. હું મારી બાઇકમાં કમ્ફર્ટેબલી બેન્ક જતો રહીશ.”   “અરે બરખુર્દાર, ફોર્માલીટી ન કર અને આ કાર લેતો જા. ઇટ્સ માય ઓર્ડર.” કહેતા સુરેશ ખન્નાએ ચાવી રોહનના હાથમાં થમાવી દીધી અને રોહન ફટાફટ બેન્ક રવાના થઇ ગયો.   “આ રોહન બહુ ટેલેન્ટેડ છે, નહી કાશ્મીરા? આવા એમ્પ્લોઇ ને લીધે જ આપણી કંપની ટોચ પર છે.”

“હા પાપા, બહુ ઇમાનદાર અને ટેલેન્ટેડ છે. તેની આંખોમાં કાંઇક કરી છુટવાની ભાવના તરવરે છે. કંપનીને અને પોતાના નાનામાં નાના કામથી માંડીને કોઇપણ કામ પ્રત્યે હંમેશા વફાદાર જ રહે છે રોહન.” કાશ્મીરાએ પણ રોહનની ખોબા ભરીને પ્રશંશા કરતા કહ્યુ.   “મારા મનમાં એક વિચાર આવે છે કાશ્મીરા.” લાગ જોઇ સુરેશ ખન્નાએ વાત કરતા કહ્યુ.   “શું વિચાર પાપા?”

“હમ્મ્મ, જવા દે એ બધી વાત અત્યારે. એ બાબતે આપણે પછી વાત કરીશું. આમ પણ અત્યારે માર્ચ એન્ડીંગ છે અને બહુ ભારે દોડધામ છે, આપણે એ પોઇન્ટ પર પછી આરામથી વાત કરીશું. આમ પણ અત્યારે આ બધી ફાઇનાન્શીયલ મેટર શોર્ટઆઉટ કરવાની છે આપણે.”   “યા પાપા, મારે પણ અત્યારે એક ઇમ્પોર્ટન્ટ મીટીંગ અટેન્ડ કરવાની છે, સી.એ. તરૂણ સાથે. થોડી લીગલ ફોર્માલીટી અને ફાઇનાન્શીયલ મેટર ડીસ્કસ કરવાની છે.” કાશ્મીરાએ કહ્યુ અને ત્યાથી નીકળી ગઇ.

**********

“મે આઇ કમ ઇન સર?” રોહને સુસ્રેશ ખન્નાની પરવાનગી માંગતા પુછ્યુ.   “યા કમ ઇન રોહન, તુ જઇ આવ્યો બેન્કે? શું જાણવા મળ્યુ?”   “રોહન વ્હોટ હેપ્પન્ડ? શું કહ્યુ બ્રાન્ચ મેનેજરે?” કાશ્મીરાએ દોડતા આવતા પુછ્યુ.   “સર અ વેરી બેડ ન્યુઝ ટુ અસ. હેકર્સે આપનુ એકાઉન્ટ હેક કરી પોતાના ખાતામાં દસ લાખ ટ્રાન્સફર કરેલા છે.” રોહને દુઃખી સ્વરે કહ્યુ.   “પણ રોહન જે બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરેલા છે તેનું કાંઇ નામ સરનામુ તો હશે ને?” કાશ્મીરા ગુસ્સાથી બરાડી ઊઠી.   “કાશ્મીરા કાલ્મ ડાઉન. પ્લીઝ કન્ટ્રોલ યોરસેલ્ફ.” સુરેશ ખન્નાએ તેને શાંત પાડતા કહ્યુ.   “ મેડમ, જે હેકર્સ હોય છેતે બહુ ચાલાક હોય છે, જે ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા છે તે કોઇ રજની શર્માનું છે. આઇ થીન્ક તેણે તમારા યુઝર આઇ.ડી. પાસવર્ડ હેક કરી તમારા એકાઉન્ટમાંથી દસલાખ પડાવી લીધા છે.”   “રજની શર્મા, એ રજનીને તો છોડીશું નહી. આપણે તેને કોર્ટ સુધી ઘસેડી જાશું.”   “વેઇટ અ મીનીટ મેડમ. બેન્ક મેનેજરના કહેવા મુજબ આપણે પોલીસ કેસ કરવો પડે તો જ તે આપણને બધી માહિતી આપે બાકી તે કોઇના ખાતાની માહિતી આપણને ન આપી શકે. આપણને તો ખબર જ નથી કે આ રજની શર્મા કોણ છે અને ક્યાં રહે છે.”
“ઓ.કે. ધેન લેટ્સ ગો પાપા. આપણે પોલીસ સ્ટેશને જઇએ અને ફ્રોડનો કેસ કરીએ એ રજની શર્મા ઉપર.”   “વેઇટ કાશ્મીરા, જલ્દબાજીમાં કોઇ નિર્ણય લેવો યોગ્ય નથી. દસલાખ મહત્વના નથી, તેનાથી પણ વધુ મહત્વની આપણી ઇજ્જત છે અને આપણી કંપનીની પણ.” સુરેશ ખન્નાએ પોતાની આંગળીઓ મંડલાકારે ટેબલ પર ફેરવતા કહ્યુ.   “પાપા, તમે આમ બોલો છો? આઇ કાન્ટ બીલીવ ધેટ.” કાશ્મીરા ગુસ્સાથી લાલગુમ થતી બોલી.   “જો બેટા, પોલીસ કેસ કરીએ એટલે આ વાત જગજાહેર થવાની છે અને તને તો ખબર છે કે આપણા જેવી કંપનીનો સૌથી મોટો દુશ્મન છે મીડીયા. આવી વાત જાહેર થયે મીડીયા વધારી ચડાવીને આપણા વિરૂધ્ધ છાપશે અને આપણી કંપની પર પણ અનેક ખોટી અફવાઓ બજારમાં જાહેર થશે અને હું નથી ઇચ્છતો કે દસલાખ જેવી નાની રકમ માટે હું કંપનીની રેપ્યુટેશનને ખતરામાં નાખુ.”
“પાપા, તમે કેમ આવી ગંભીર વાતને લાઇટલી લો છો? મારો તો મગજ એવો જાય છે કે તે મને સામે મળે તો તેને ભાંગીને ભુક્કો કરી નાખુ. ખન્ના’ઝ સાથે ફ્રોડ કરે છે એ, સમજે છે શું તેના મનમાં???”
“કાશ્મીરા, કોઇપણ વાત પર પ્રતિક્રિયા દાખવતા પહેલા તેના દૂરગામી પરિણામોની ચિંતા કરવી જરૂરી છે, નાની જીતને હાંસીલ કરવા માટે મોટી રેસમાં પાછળ રહી જઇએ તો હકિકતમાં એ આપણી જીત નથી પરંતુ આપણી મુર્ખામી સાબિત કરે છે. ભલે અત્યારે આપણે દસલાખ ગુમાવ્યા છે પણ આપણે તે દસલાખ મેળવવા કેસ કબાડા અને પોલીસને વચ્ચે લાવીએ અને મીડીયાને તો જે જોઇએ છે એ મળી જશે. મીડીયાની નેગેટીવ પબ્લીસીટીને કારણે આપણા બીઝનેશ પર કેટલો પ્રભાવ પડશે એ મારે તને સમજાવવાની જરૂર નથી. આ બધી બાબતો તુ આરામથી ઠંડા મગજે વિચારજે એટલે તને મારા આ દસલાખ જતા કરવાની નિતી સમજાઇ જશે.”
“ઓ.કે. પાપા, આઇ વીલ થીન્ક અબાઉટ ધેટ બટ રોહન આ ફ્રોડ થયુ છે તો આપણે સીક્યુરીટી એલર્ટ પણ રહેવુ જોઇશે ને જેથી ભવિષ્યમાં આવા ફ્રોડ આપણી સાથે થાય જ નહી.”
“યસ મેડમ, એ બધી વાત મે મારા મિત્ર સાથે કરી લીધી છે જે આવી બધી બાબતોમાં ખુબ હોંશિયાર છે. તે માટેની ટીપ્સ હું સરને જણાવી દઉ છું જેથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટના આપણી સાથે ઘટે નહી.”
“રોહન આ બધી ઓનલાઇન મેટર તારે સંભાળવાની છે, આઇ મીન મારા એકાઉન્ટમાં તુ મને જે ટિપ્સ આપવાનો છે તે તારે જ યાદ રાખવાનુ છે અને એ મુજબ કામ કરતુ જવાનુ છે. સૌ પહેલા તો એક કામ કર, પાસવર્ડ ચેન્જ કરી દે અને તેને યાદ કરી લે અને પછી સમયાનુસાર જે ટિપ્સ મને આપવાનો છે તે મુજબ કામ કરતો રહેજે.”   “ઓ.કે. સર. લેટ મી પ્રોસીડ સર.” જેવો રોહન ચેર પર બેસવા ગયો કે અચાનક તેને ચક્કર આવવા લાગ્યા. તેને ચારેય દિશાઓ ઘુમી રહી છે તેમ તેનુ માથુ ફરવા લાગ્યુ, પગ ધૃજવા લાગ્યા અને તે ખુરશી પર બેસવા જાય તે પહેલા જ તે જમીન પર ઢળી પડ્યો અને ટેબલનો ખુણો તેના ક્પાળમાં વાગતા જ ત્યાંથી લોહી નીકળવા લાગ્યુ. આ બધુ જોતા જ સુરેશ ખન્નાએ પટ્ટાવાળાને બેલ મારી અને સુબ્રતો અને પટ્ટાવાળાની મદદથી તાત્કાલીક તેને હોસ્પિટલ લઇ જવાનુ કહ્યુ. 

TO BE CONTINUED………..