મારો કાવ્ય ઝરૂખો ભાગ :47 Hiren Manharlal Vora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારો કાવ્ય ઝરૂખો ભાગ :47

કાવ્ય 01

મારો દેશ ...મારું અભિમાન ...

મારું ગૌરવ, મારું સ્વાભિમાન
મારું અભિમાન છે મારો દેશ
ભારત છે મારો દેશ

મારી આન, બાન અને શાન છે ભારત
મારી ઓળખ ને મારી જાન છે મારો દેશ

દેશ થી છે જીવન મારું અને
મારા દેશ નો છું હું પડછાયો

મારા લોહી ના એક એક બુંદ બુંદ ઉપર
અધિકાર છે મારા દેશ નો

ચાર વેદ, ગીતા આગમ ના સાર થકી
સાક્ષાત્કાર કરાવીશ ભવ્ય સાંસ્કૃતિક વારસો

વૈજ્ઞાનિક જોડે આધ્યાત્મિક સંયોગ સાંધી
શાંતિ ના પાઠ દુનિયા ને ભણાવીશ

સફળતા આભ આંબત્તી ઊંચાઈ એ લઇ જઈશ
કે શીશ ઊંચું કરી જોશે સૌ કોઈ તિરંગા સામે

નહિ ઝૂકું હુ ક્યારેય કે નહિ ઝૂકવા દઉં તિરંગા ને
નામ હું રોશન કરીશ તિરંગા નું વિશ્વભર

આવો આજે આપણે સૌ સાથે કસમ લઈએ
આપણા સૌના સઘન સધીયારા પ્રયત્નો થી
દુનિયા લે ભારત નું નામ માન થી શાન થી

કાવ્ય 02

"હું"..."હું"...ને "હું"...

વાતો થય કઈક એવી
હવા ભરાઇ છું "હું" કંઇક

મારા વગર હલે નહિ એક પતું
એવી મારા મન માં હવા ભરાઇ

મારા વખાણ સાંભળી હરખુ "હું"
દુનિયા માં નથી મારા જેવું કોઇ

"હું" છું તો છે બધું વાત મન માં ઠાંસી
જમીન થી બે વેંત અઘ્ધર "હું" હાલું

"હું" "હું" કરતાં ભૂલ્યો મારું ભાન
તુચ્છ છે બાકીના એવું કર્યું મેં ગુમાન

એક દિવસ આવ્યુ એવુ તોફાન
ચકનાનાચુર થયું મારું અભિમાન

છે બધી માયાજાળ પ્રભુ નો ખેલ
"હું" તો છું માત્ર ખેલ ની કઠપૂતળી
જાણ્યું તથ્ય ત્યારે ખુબ મોડુ થયું ...

કાવ્ય 03

જીવન છે કુરુક્ષેત્ર....

જીવન મંચ છે કુરુક્ષેત્ર નું જંગ મેદાન
અહીં ડગલે ને પગલે છે એક લડાઈ
જીવન ની આજ છે સચ્ચાઈ..આજ છે સચ્ચાઈ...

બુદ્ધ તું, મહાવીર તું, શિવ તું
મોહ, માયા, અહંમ, ક્રોધ છે રાવણ તણા દુશ્મન
રામ બની દુષણરૂપી રાવણ ને હણજે તું

ક્રિષ્ના બની વાંસળી વગાડજે તું
જરૂર પડે તો ગોવર્ધન પર્વત ઉંચકજે તું
જરૂર પડે તો સુદર્શન ચક્ર ચલાવજે તું

રાખજે ખુદ ઉપર વિશ્વાસ
જીત છે અંતે પાક્કી તારી
બસ બનતો નહિ તું મોહ મા ધ્રુતરાષ્ટ્ર્ર

છે દ્રોણ, ભીષ્મા, કર્ણ, દુર્યોધન ને
અશ્વથામાં તણા અદ્રશ્ય દુશ્મન તારી સામે
લડવી પડશે ખુદ ની લડાઈ એકલા હાથે તારે

તારા મહાભારત નો તુજ છો ક્રિષ્ના
તુજ છો અર્જુન અને તુજ છો અભિમન્યુ
સાત કોઠા પાર કરવા પડશે ખુદ તારે
લડવી પડશે ખુદ ની લડાઈ એકલા હાથે તારે

બનવું પડશે ખુદ યુધિષ્ઠિર
ભીમ અર્જુન સહદેવ ને નકુલ તારે
લડવી પડશે ખુદ ની લડાઈ એકલા હાથે તારે

હારતો નહિ, થાકીતો નહિ,
બહાદુર બની ઝઝૂમઝે અંત સુધી
દુશમ્નો ની નથી કમી અહીં
લડવી પડશે ખુદ ની લડાઈ એકલા હાથે તારે

જીવન મંચ છે કુરુક્ષેત્ર નું મેદાન
અહીં ડગલે ને પગલે છે એક લડાઈ
જીવન ની આજ છે સચ્ચાઈ... આજ છે સચ્ચાઈ

કાવ્ય 04

પ્રીત કરજો એવી કે....

પ્રીત કરજો એવી કે
કોઈ ના થાય પ્રીત મા ઘાયલ

પ્રીત કરજો એવી કે
પડછાયો એકબીજા મા દેખાય

પ્રીત કરજો એવી કે
પ્રીતમાં તમારી કસમ લેવાય

પ્રીત કરજો એવી કે
સુરજ શરમાઈ ને આથમી જાય

પ્રીત કરજો એવી કે
સવાર પડવા નું નામ ના લે

પ્રીત કરજો એવી કે
બગીચા ના ગુલાબ લાલ થઇ જાય

પ્રીત કરજો એવી કે
લોકો પ્રીત મા દગો દેવાનું ભૂલી જાય

પ્રીત કરજો એવી કે
રાધા ક્રિષ્ના પછી તમારું નામ લેવાય


કાવ્ય 05

જીંદગી.....

જન્મ ને મરણ વચ્ચે નો ખેલ છે જીન્દગી
જમીન અને આકશ વચ્ચે રહેલી છે જીન્દગી

સુખઃ અને દુખ મા વહેંચાયેલ છે જીન્દગી
પોતાના અને પારકા ના પારખા છે જીન્દગી

તડકો અને છાંયડો છે જીન્દગી
રેલગાડી ના પાટા જેવી છે જીન્દગી

હાસ્ય અને રુદન છે જીન્દગી
ક્યારેક કડવી તો મીઠી છે જીન્દગી

ક્યારેક વિષ તો કયારેક અમૃત છે જીન્દગી
આશા ને નિરાશા થી ભરેલી છે જીન્દગી

બંધાઈ જઈએ તો કુવા જેવી છે જીન્દગી
ખળખળ વહેતુ નાચતું કુંદતું ઝરણું છે જીન્દગી

વિશાળ અફાટ સમુન્દર છે જીન્દગી
કસોટીઓથી ભરપૂર જીન્દગી

વહેતા પાણી અને હવા જેવી છે જીન્દગી
સતત પરિવર્તન ને કાર્યશીલ છે જીન્દગી

સાતસુર થી સુમધુર સંગીતમય છે જીંદગી
સાત સ્વાદો થી રસમય બને છે જીન્દગી

ક્યાંક રણ તો સુગંધી બગીચો છે જીન્દગી
એક વણઉકેલ્યો કોયડો છે જીન્દગી

ધર્મયુદ્વ,કુરુક્ષેત્ર ને ગીતા છે જીન્દગી
તો ક્યાંક મહાવીર ને બુદ્ધા નો પાઠ છે જીન્દગી

ચાલતા રહેવાનું નામ છે જીન્દગી
બીજી વાર મળવા ની નથી આ જીન્દગી

મન ભરીને જીવવા જેવી છે જીન્દગી
જીવનયાત્રા ને યાદગાર બનાવા માટે છે જીન્દગી

ભગવાન ની દેણ છે આ જીન્દગી
કર્મો ખપાવવા માટે નું વરદાન છે જીન્દગી

જિંદાદિલી થી જીવવા જેવી છે જીન્દગી
મારી તારી ને આપણી કહાની છે જીન્દગી

I LOVE YOU JINDGI

હિરેન વોરા