રુદયમંથન - 7 Setu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુદયમંથન - 7

ભરવારસદે પહોંચેલા દેસાઈ પરિવારને રતનપુરા પહોંચતા ધાર્યા કરતાં વધારે વાર લાગી ગઈ, બપોરના સાડા ત્રણ વાગ્યા હશે, પણ રતનપુરાનું વરસાદી વાતાવરણ જાણે સાંજ પડી ગઈ હોય એવું અંધરકોર થઈ ગયું હતું, વાતાવરણમાં ઠંડક પ્રસરેલી હતી, અમદાવાદનો ઉકળાટ અને મનનો ઉકળાટ જાણે અહીંની ઠંડકમાં શમી ના જવાનો હોય?
બસ એ બધાય ઘરોની વચ્ચે આવીને ઉભી રહી, ઘરોના નેવેથી ટપકતાં વર્ષબિંદુ જાણે તેઓનું સ્વાગત કરવા મધુરું ગીત છેડી રહ્યા હતા, ત્યાંના મકાનોમાં રહેતી વસ્તીમાં વરસાદના બિંદુના અવાજ સાથે કઈક ઝીણો પગરવ પ્રસરી રહ્યો હતો, આમ અચાનક બસ ભરીને શહેરીજનો જોઈને તેઓ કુતુહલવશ બધાયને જોઈ રહ્યા હતા, કદી ન જોયેલા ચહેરાં આમ અચાનક એમનાં રતનપુરા કેમ એવા ભાવ એમનાં ચહેરે સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.
સાવ સામાન્ય દેખાતાં વ્યક્તિઓ સાચે સાવ સાદું જીવન જીવી રહ્યા હતા, એમનાં ત્યાંના નાના છોકરાઓએ પૂરતાં કપડાં પણ નહોતા પહેર્યા, ઘરની બહારની લીંપણવાળી જગ્યાએ બેસીને ભીનાં લિંપણમાં બેસીને એમની મસ્તીમાં મગ્ન હતાં, ઘરની પછિતની પાછળ ઊભેલી ઘરની વહુઓ એમનાં ઘુંઘટની આડમાંથી આવેલાં મહેમાનોને જોઈ રહી હતી, એમનાં પહેરેલા ઘરેણાં કદાચ સોનારૂપાના નહોતા જાણતા પરંતુ તેઓને શોભી રહ્યા હતા, તેઓ વર્ણે શ્યામ હતી પરંતુ એમનાં ઘાટીલા શરીર અને શણગાર છાજી રહ્યાં હતાં, બસને આંગણે આવેલી જોઈને બધાય પુરુષો પ્રથા પ્રમાણે ભેગા થઈ ગયા હતા, ઘર આંગણે આવેલા સૌ અતિથિ જ હોય એવી ભાવના એમનાં સૌમાં ઝલકી રહી હતી.
તેઓએ બસમાં ડોકિયું કર્યું, કોઈ વ્યક્તિ ઓળખીતું દેખાતું નહોતું, કદાચ બસ લઈને મુસાફરો ભુલા પડ્યાં હોય તેવું એઓએ અનુમાન કર્યું, પરંતુ આંગણે આવેલ સૌ એમને મન અતિથિ જ હતા! ભલે પ્રજા આદિવાસી જણાતી હતી પરંતુ તેઓ બધા સજ્જન અને ભોળા દેખાઈ રહ્યા હતા, એકાદ વ્યક્તિ પાછળની બાજુએ ભાલા લઈને ઊભી હતી, રખેને કોઈ મુશ્કેલી હોય તો કામ આવે! વરસાદી મોસમમાં વેરું ધસી આવવાની ભીતિ અહી કદાચ સૌથી વધુ હશે એના પરથી અનુમાન કરી શકાય એમ હતું.
તેઓમાં એક મોટી ઉંમરના આધેડ બધા વતી આગળ આવ્યાં, કદાચ એ વસ્તીમાં તેઓ અનુભવી હશે! અને બસના બારણાં પાસે આવ્યા, વરસાદમાં ભીંજાતું દુબળું શરીર એમનું વધારે દુબળું લાગી રહ્યું હતું પરંતુ મજૂરી કરીને કસાયેલું જણાતું હતું, એમણે બસમાં એમની નજર માંડી, "કેથેથી આઇવી સે હવારી?" એમણે મોટેથી બુમ પાડી, વરસાદી ફોરામાં અવાજ ઊંચો રાખ્યો.
આગળ બેસેલા અમદાવાદીઓને કદાચ એમની તળપદી બોલીમાં સમજ ના પડી, પરંતુ મુનીમજી અને કેસરીભાઈ અહીં ધર્મદાદા જોડે આવતા જતાં એટલે એમને સમજ પડતી હતી, બોલતાં ના આવડે પરંતુ સમજ બધી પડતી.
"મુનીમકાકા, આવોને જરા! આ ભાઈ શું પૂછે છે?" આકાશે પાછળના ભાગમાં સમાન ઉતરતા મુનીમજીને બૂમ પાડી.
"હા, આવ્યો...તમને નહિ ખબર પડે અહીંની બોલી તો પાછી!" - બોલતાં બોલતાં એ એક એક સીટ પકડતા તેઓ આગળ આવ્યા.
"શું કે છે?" - એમણે બસની બહાર ઊભેલા માણસને પૂછ્યું, એમની નજર હજીય એની પર નહોતી પડી.
"અરે! રામ રામ જેસંગજી, તમે આહી? કોને લઈને આઇવા સો?" એ માણસે મુનીમજીને એકી નજરે ઓળખી કાઢ્યા અને આ અજાણ્યા પ્રવાસીઓને સાથે લાવવાનું પણ પૂછી લીધું.
"રામ રામ! દલાજી, મજામાં ને?!" મુનીમજી એ દલાજીને અભિવાદન આપ્યું.
"આવો આવો! આહિ છાપરે ઊભા રાખો બધાને! વરસાદ બહુ વરસે સે!" દલાજીએ બધાને ઉષ્માભર્યો આવકાર આપ્યો.
"હા ભલે!" એમણે કહ્યું, એમ કહેતાં એમનાં ચહેરા પર રતનપુરામાં આત્મીયતાનો ઉમળકો જોવા મળ્યો.
ધર્મસિંહ જોડે ઘણી વાર તેઓ આવતાં એટલે અહીંના મહોલથી તેઓ પહેલેથી અવગત હતા, ઉપરથી ધર્મસિંહના અહીંની પ્રજા માટે કરેલાં ઉમદા કર્યો અને એમનાં નિખાલસ સ્વભાવના કારણે અહીંની નિર્દોષ પ્રજા એમને પિતાતુલ્ય માન આપતી હતી, ધર્મસિંહ જોડે એટલી બધી દોલત હતી પરંતુ એમને જરાય ઘમંડ નહોતો એના કારણે તેઓ રતનપુરાની માટીના લગાવને એમનાં મૃત્યુ બાદ પણ ધબકતું કરવા મીટ માંડીને ગયા, પરિવાર અહી થોડાં દિવસ રહેશે અને અહીંની માટીની સોડમથી ભાવવિભોર થઈને અહીંની પ્રજાની જેમ નિખાલસ અને નિર્દોષ બને એ જ એમનો હેતુ હતો.આ માટે ધર્મદાદા પૂર્વતૈયારી માટે મુનિમજીને એમની સાથે લઈને આવતાં અને વાતે વાતે એમને 'અહી આવો ત્યારે' એવા ઉચ્ચારણો કરતાં, પરંતુ આવા ઉચ્ચારણ માટે દેસાઈ પરિવાર આખો અહી આવીને રહેશે એની ખબર મુનીમજીને પણ નહોતી, વિલ ખુલતા એમને આ ઉચ્ચારણનો સાચો અહેસાસ થયો!
"બધા પોતપોતાનો સમાન લઈ લેજો, જો જો કઈ રહી ના જાય!" મુનિમજી આવું કહેતાં બસની નીચે ઉતર્યા અને થોડે દૂર છાપરે જઈને ઊભા રહ્યાં, વરસાદના કારણે થોડા પલળી ગયા હતાં એમને હજી પલાડવામાં છાપરાના કાણા એમનો પૂરતો સહયોગ આપી રહ્યા હતા, તેઓને વરસાદ પ્રત્યે લગાવ હતો એટલે એમને એ શીતળ બુંદનો સ્પર્શ મીઠો લાગી રહ્યો હતો.
"કેટલો વરસાદ છે? કઈ રીતે નીચે જઈશું?" ત્રિશાએ એની સ્લીંગબેગ ખબર નાખતાં નાખતાં કહ્યું.
"શું કરીએ જવું તો પડશે! બસમાં તો હવે અકળામણ થાય છે." - માધવીએ એની ટ્રોલી બેગ નીચે ઉતરતાં કહ્યું.
" ઊભા રહો બધા એમ જ! નીચે ઉતરીને વરસાદમાં ઊભા રહીશું?" મેઘ બોલ્યો.
"ના ભઈલા! મુનીમજી ઊભા છે એ છાપરે જતાં રહેજો ફટાફટ!"- કેસરીભાઈએ રસ્તો કરી આપ્યો.
" છત્રી હોય તો આપો ને પ્લીઝ!" - શિખાએ કહ્યું.
"કેમ સાથે નથી લાવ્યા મેમસાહેબ?" - કેસરીભાઈએ કહ્યું.
"મને શું ખબર અહી આટલો વરસાદ હશે?" - શિખા બબડી.
" તો અમનેય નહોતો ખ્યાલ! એ તો હવે પડ્યા એવા દેવાય!"- પવન બોલ્યો અને શિખાને નીચે ઉતરવા ઈશારો કર્યો.
"છી...નીચે તો બહુ કિકચડ છે! મારા શૂઝ ખરાબ થઈ જશે." સ્વીટી બસના પહેલા પગથિયાં પાસે ઊભા રહીને ચિલ્લાઇ.
"હા તો શું થયું? તારા માટે કઈ આરસીસીના રોડ નહિ બનાવવાનું હમણાં!" - આકાશ જરા ખિજાયો.
"પણ મોટપાપા! જુઓને ..." - સ્વીટીએ નિસાસો નાખતાં કહ્યું.
" હા તો બેસી રહો જેને કીચડ નડે છે તેઓ બસમાં જ!" - આકાશે નખરા કરતાં સૌને કહ્યું અને એ પોતે નીચે ઉતરીને છાપરાની ઓથે ઊભો રહી ગયો.મજબુર તો એય હતો ને સૌની સાથે!
એની પાછળ પાછળ બધા નીચે ઉતર્યા, નખરા બધાય હવાઈ ગયા, આખા દિવસનો થાક અને કંટાળો હવે ભીની માટીની સોડમમાં પાણી સાથે વહી રહ્યો હતો અને દેસાઈ પરીવાર રતનપુરાની ધરાને ખુંદતાજઈ છાપરા નીચે નીતરી રહ્યા હતાં!

ક્રમશ:

મળીએ આગળના ભાગમાં...
વરસાદની મજા અને રતનપુરા લોકો સાથે....