દૈત્યાધિપતિ - ૩૩ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દૈત્યાધિપતિ - ૩૩

સુધા તો પાછી આવી, અને રૂમમાં જઈ ઊંઘી ગઈ. રાત્રે શું થયું તે ખબર નહીં. સુધાને તો ફક્ત તેની ઊંઘની પડી હતી. તેથી તે તો ઊંઘીજ રહી. સવારે તો જાણે કોઈ જોવાજ ન આવ્યું હોય તેવું બધા વર્તવતા હતા. હસી - હસીને વાત કરતાં. અમેય સાથે તે વધારે વાત ન હતી કરતી. લાગતું હતું અમેય એ તેનું કામ બરાબર કર્યુ હતું. કોઈ કશુંજ કહેતું ન હતું. બધાને લાગતું સ્મિતાને ખબર હતી. તેને ન હતી ખબર. 

અને હવે, જ્યારે બ્રેકફાસ્ટ લેતી હતી, ત્યારે અમેય તેની સામે વાળી ખુરસી જઈને બેસ્યો. તેને કોફીનો મગ ઊંચો કર્યો. સુધાએ માથું હલાવ્યું. પણ કોઈએ જોયું નહીં. અત્યારે સવારે ગીતાંજલિ દેખાતી ન હતી. ક્યાંય પણ નહીં. અમેય અને તે એક કાઉન્ટર પર ભટકાયા. કોઈ જોવે તે પહેલા તેમણે થોડીક ક્ષણો નો સમય મળ્યો. સુધા એ પૂછ્યું, ‘ગીતાંજલિ.’

અમેયએ માથું હલાવ્યું. મતલબ ગીતાંજલિ સાથે કોઈ પ્રશ્ન ન રહ્યા. તો તે આવી કેમ નહીં?

આજે રાત્રે ગરબા હતા. એટલે ‘સંગીત’ હતું. 

આ લોકો મહેંદી ન હતા કરવાના. સવારે 7 વાગ્યે મંડપરોપાશે, પછી પીઠી અને લગ્ન હૉલમાં થશે. 

થેઓએ અને અમૃતા અહીં રોકાવી જશે, બાકી બધા જતાં રહેશે. 

વેન્યુ પાર્ટી હતી, પણ એ તો આંઠ દિવસ પછી. આ લોકોનું રિસેપ્શન પણ આવું જ હતું. આવું ન હોવું જોઈએ. લગ્ન પછી પતાવી દેવું જોઈએને. 

ખુશવંતને મળવા અઢી વાગે ગયા. રૂમમાં સ્મિતા ન હતી. 

ખુશવંત તેના વાળમાં કાંસકો ફેરવતો હતો. અમેય અને ખુશવંત આરામથી બેસ્યા, વાતો કરી. ઘણી વાતો કરી. સુધા સામે તો તે ફરતો જ ન હતો. 

પછી ખુશવંતે તેની સાથે વાત ચાલુ કરી. એ વ્યક્તિ જે તેને બાંધી, લોક કરી નાસી ગયો હતો, એણે સુધાને પૂરી દીધી. અને હવે તે સુધાને આઝાદ કરવાની વાત કરતો હતો. 

‘સુધા.. હવે અમારે તારી સાથે કોઈ કામ બચ્યું નથી. ફક્ત લગ્ન વખતે.. સ્મિતા બની તારે કોઈકને ભટકાવવાના છે. અને તે પછી તારે દેખાવવાનું નથી. જે ક્ષણે તૂ લગ્ન મંડપની બહાર નીકળી, તે ક્ષણથી સ્મિતા તારી જગ્યા લઈ લેશે. એટલે હવે.. એટલે હવે આ બધાનો અંત આવશે.’ 

અંત આવશે. 

આ બધુ પતિ જશે. 

સુધાને છેલ્લી વખતે દુખ થયું હતું. કદાચ સુધાની જિજ્ઞાસા સમી ન હતી.. તેથી તે દુખી હતી. પણ હવે, સુધાને ખબર હતી. આમતો ખબર ન હતી. કામ પતી ગયું હતું, એટલે ચાલે. 

કામ પત્યું, તો નમસ્કાર. 

આમ તો સારું જ હતું. 

‘પણ મારે ઘરે જવાનું, કઈ રીતે?’

‘કોણે વાત કરી, ઘરે જવાની?’

‘મતલબ તમે મને મારી નાખશો?’

‘મારી નહીં નાખીએ, અમેય છેને. તે તને મૂકી જશે.’

‘કયા?’

‘જ્યાં હું એને કહીશ, ત્યાં.’ 

સુધાએ વાતને છંછેડી. ખુશવંત શાંત થઈ ગયો. અમેય વાત કરતો બંધ થઈ ગયો. આ શું થયું?

ખબર જ ન પડી આ શું થઈ ગયું. 

અને સુધા તેના રૂમમાં જતી રહી. તે ફરી ઊંઘી ગઈ. ઊંઘતા ઊંઘતા બા યાદ આવી. 

હવે તો બહુ મોડુ  થઈ રહ્યું છે.. સુધાને આગનો પહેલો તણખો મળી ચૂક્યો છે. આ કથા તો અંત જ નથી પામતી. 

પણ અંત નજીક છે. આ કથાનો અંત નજીક છે. 

બસ.. હવે અંત આવશે.. પણ આ અંત ઉકેલવો અઘરો છે, 

અને સત્ય તો તેમ છે, કે આ અંત જ નથી.

સુધા ઉઠી ત્યારે ચાર વાગ્યા હતા. કોઈ આવ્યું ન હતું, અમેય હજુ ત્યાંજ હોય તેમ લાગતું હતું. 

અને દરવાજા પર બેલ વાગી. તે ઘડીયાળ જોતાં ઊભી થઈ. અને દરવાજે ગઈ તો કોઈ અજાણી સ્ત્રી હતી. 

તેને જોઈ તો હતી, પણ યાદ ન હતું આવતું તે કોણ હતી.. 

અમૃતા 

સુધાના અંતરમનમાં અવાજ આવ્યો. અમૃતા અંદર આવી અને તેની પાછળ દરવાજો બધં કરી દીધો. દરવાજા સામે જોયું, પછી આગળ ખસી ગઈ. અને તેના વાક્યો..