Apshukan - 33 - last part books and stories free download online pdf in Gujarati

અપશુકન - ભાગ - 33 (અંતિમ પ્રકરણ)

" અપશુકન" નું આજે આ છેલ્લું પ્રકરણ છે. બધાં વાચકોએ આ નવલકથાને પ્રેમથી વધાવી લીધી, એટલું જ નહિ, લાઈક, કમેંટ્સ અને સ્ટાર આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો, એ બદલ હું બધાં જ વાચકોની દિલથી આભારી છું.
તમને આ નવલકથા કેવી લાગી? શું વધારે ગમ્યુ? આ નવલકથાનો અંત તમને ગમ્યો? જો તમારી આસપાસ પર્લ જેવી બાળકી હોય તો તમે
તેની સાથે કેવી રીતે વર્તશો? આ નવલકથા વાંચ્યા પછી આવી કોઈ તેજસ્વી બાળકી સાથે ઓરમાયું વર્તન નહિ જ કરો, તેવી આશા. આ સવાલોના જવાબ મને અચૂક કમેન્ટ બોક્સમાં આપશો, તો મને વાચકોના દિલ સુધી પહોંચ્યાંનો આનંદ થશે. અથવા binakapadia18@gmail.com પર ઈમેલ કરશો. શું અપશુકન પાર્ટ-૨ તમને વાંચવી ગમશે? જલ્દી મળીએ એક નવી વાર્તા સાથે...


પર્લ તો સાતમા આસમાને હતી!! હજુય તેને માનવામાં નહોતું આવતું કે તે જેને સૌથી વધુ ચાહતી હતી, તેની સાથે તેની સગાઈ થવાની છે! મનમાં ઘોડાનાં પૂર દોડી રહ્યાં હતાં. તો સાથે એક અજીબ પ્રકારનો ઉચાટ પણ હતો. બધું ઠીક થશે ને!!
સત્તર જુલાઈ, સવારે અગિયાર વાગે શ્રીજી બેંકવેટ હોલ મહેમાનોથી ભરેલો હતો. અંતરાનાં મમ્મી, ચિરાગ, ચારુ ટીનુ, મમતાબેન, તેનાં સાસુ સસરા, કુણાલ, ગરિમા બેન, મનોજ કુમાર... બધાં એક પછી એક હરોળમાં ગોઠવાયેલાં હતાં. મમતા અને ગરિમાનું વિલાયેલું મોઢું જોઇને કોઈ આંધળો માણસ પણ સમજી જાય કે આને વાંકું પડ્યું છે...
સૌથી પહેલી રો માં કોર્નર પર માલિની બેન, ક્રીમ કલરની સાડી સાથે ગળામાં કલ્ચર મોતીની માળામાં દાદીસાસુ તરીકે ખૂબ જ શોભી રહ્યાં હતાં.
અંતરા અને વિનીતે ટ્વીનિંગ કર્યુ હતું. અંતરાની સાડી પર્પલ કલરની હતી, સામે વીનીતનો ઝભ્ભો પર્પલ કલરનો હતો. બધા પર્લ અને પ્રિયાંકની મેઈન ગેટથી એન્ટ્રી ક્યારે થશે, તેની રાહ જોઈ રહ્યાં હતાં
અચાનક રોમેન્ટિક ઈંગ્લીશ સોંગનું મ્યુઝિક વાગવા માંડ્યું અને બધા કેમેરામેન અને વિડિયો ગ્રાફર મેઇનગેટ તરફ દોડ્યા.
યસ, પર્લ અને પ્રિયાંક એકમેકના હાથમા હાથ પરોવીને મેઇનડોર પર ઊભા હતાં.
લાઇટ પિંક કલરના ઓફ્ફ શોલ્ડર શરારામાં પર્લ પરી જેવી દેખાતી હતી.. પ્રિયાંકે પણ લાઈટ પિંક કલરની જ શેરવાની પહેરી હતી. એ પણ રાજાના કુંવર જેવો શોભતો હતો.. અંતરા દીકરી જમાઈ બંનેને જોઇને ઈમોશનલ થઈ ગઈ.
... પણ તેણે પોતાના ઇમોશન્સને કંટ્રોલ કરી રાખ્યા. પોતાનો ચહેરો કોઇ જોઈ ન લે, એટલે તે તરત જ સ્વસ્થ થઈ ગઈ.
પર્લ અને પ્રિયાંકના ફ્રેન્ડસ હાથમાં ગુલાબના ફૂલની પાંખડીઓ લઈને ઊભા હતા. જેવી બંનેની એન્ટ્રી થઈ એટલે બધાંએ તેમનાં પર ફૂલવર્ષા કરી.
સ્ટેજ પર મહારાજે સૌ પ્રથમ સગાઈની થોડી વિધિ કરાવી. એ પત્યા બાદ રીંગ સેરેમની હતી. બંને પક્ષના બધા જ ક્લોઝ ફેમિલી મેમ્બર્સ સ્ટેજ પર આવી ગયા.
પર્લની બાજુમાં અંતરા, વિનીત, માલિની બેન, મમતા, ગરિમા, કુણાલ ઊભાં હતાં. જ્યારે પ્રિયાંકની બાજુમાં નિતાબેન, પ્રણવભાઈ, વંશ અને તેમનાં મિત્રો ઊભા હતા.
ડબલ લેયરનું કેક સ્ટેજના રાઉન્ડ ટેબલ પર ગોઠવી દેવાયું હતું.. રિંગ સેરેમની માટે લાઈટ મ્યુઝિક વાગવાનું શરૂ થયું એટલે પહેલાં પર્લે પ્રિયાંકને રિંગ પહેરાવી. આખું વાતાવરણ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. હવે પ્રિયાંકે પર્લને રિંગ પહેરાવવાની હતી. જેવો પર્લે રિંગ માટે જમણો હાથ આગળ કર્યો કે તરત જ ક્રાઉડમાંથી કોઈનો અવાજ આવ્યો... “હાય હાય.. છોકરીને છ આંગળીઓ છે??”
પર્લ આ વાક્યો સાંભળીને છોભીલી પડી ગઈ... હજુ તો તે પોતાનો હાથ પાછળ લઇ રહી હતી ત્યાં પ્રિયાંકે તેનો હાથ પ્રેમથી પકડી લીધો... પર્લે થોડા ઉદાસ ચહેરે પ્રિયાંકની સામે જોયું ત્યારે પ્રિયાંકે તેને આંખોના ઈશારાથી જ જાણે કહી દીધું...
“ પર્લ, આઈ લવ યુ ફોરેવર...”
(સમાપ્ત)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED