મહોરું - 11 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

મહોરું - 11

( પ્રકરણ : ૧૧ )

તેના લમણે રિવૉલ્વર મૂકનાર બીજું કોઈ નહિ, પણ અચલ., હા ! તેનો પ્રેમી અચલ જ હતો, એ જોઈને કલગી ખળભળી ઊઠી હતી. ત્યાં જ અત્યારે કલગીના કાને અવાજ પડયો : ‘મને બચાવો. મને ઉપર ખેંચી લો.’ અને કલગીનું ધ્યાન બાલ્કનીની બહાર, તેનો હાથ પકડીને ઝૂલી રહેલા અચલના સાથી તરફ ખેંચાયું. હવે કલગીને એ તગડા માણસનું વજન પણ વર્તાયું.

કલગીના હાથ પરની એ માણસના હાથની પકડ છૂટી ગઈ. ‘અઆાાા...’ની ચીસ સાથે એ માણસ ત્રણ માળ નીચે- જમીન તરફ ફેંકાયો તો કલગીના મોઢેથી પણ ‘નહિઈઈઈ’ની ચીસ નીકળી ગઈ ને એનું મોઢું ખુલ્લુંને ખુલ્લું રહી ગયું. તે જેને દિલોજાનથી પ્રેમ કરતી હતી એ અચલ તેની જિંદગી સાથે ખૂબ જ ખરાબ રીતના ખેલ્યો હતો અને અત્યારે અચલે પોતાના સાથીની સીડી તરફ લઈ ચાલ્યો.

‘તું...’ કલગીના મનનો આઘાત હજુ શમ્યો નહોતો : ‘... તું શરૂઆતથી જ આમાં સામેલ હતો ?!’

‘...તો તું શું સમજે છે, તને સોહા ઈન્ટરનેશનલમાં કોણે રેકમેન્ડ કરી ?! તું કૉમ્પ્યુટરમાં માસ્ટર છે, પણ તેમ છતાંય મેં એવી વ્યવસ્થા કરી કે, તને એમની સાથે કામ તેઓે કરવા દે.’

‘મને ઉપર લઈ લો, બોસ ! નહિતર હું નીચે પડી જઈશ.’ એ માણસ ગભરાટભેર બોલી ગયો, અને કલગીને એમ કે અચલ પોતાના આ સાથીને ઉપર ખેંચી લેશે, પણ એના બદલે અચલે એ માણસના હાથ પર જોરથી રિવૉલ્વરનો ફટકો મારી દીધો.

જિંદગીનો ભોગ લીધો હતો ! શું આ.., શું આ તેનો અચલ હતો !?!

‘ચાલ મારી રાણી !’ કહેતાં અચલે કલગીને વાળ પાસેથી પકડી અને તેને રૂમની અંદર ધકેલી. કલગી રૂમના દરવાજા પાસે પહોંચીને પટકાઈ. કલગી ઊભી થઈ એટલે અચલ તેને પકડીને ‘..તો તેં મને ફસાવી ?!’ રોષભેર બોલતાં કલગીએ અચલના હાથમાંથી છૂટવાનો પ્રયત્ન કર્યો, તો અચલે કલગીને ધકકો મારી દીધો. કલગીનો પગ પગથિયા પરથી લપસ્યો અને તે ગબડતી-ગબડતી બીજા માળ પર પહોંચીને ઊંધા માથે પડી.

‘આ બધું ખૂબ જ આસાનીથી ‘સમેટાઈ ગયું હોત...’ અચલે સડસડાટ સીડીના પગથિયાં ઊતરી આવીને કલગીને બાવડા પાસેથી પકડીને ઊભી કરી : ‘... જો તેં એ દસ મિલિયન ડૉલરને હાથ ન લગાવ્યો હોત.’

‘તેં..,’ કલગીએ અચલના પેટમાં મુકકી મારી : ‘...તેં મારી જિંદગી છીનવી લીધી. લોકો મને મારી નાંખવા માટે મારી પાછળ પડયા છે.’

‘હા, અને તને બચાવનાર કોઈ નથી.’ અચલ કલગીને લઈને પહેલા માળની સીડીના પગથિયાં ઊતરતાં બોલ્યો : ‘અને એટલે જ મેં તને પસંદ કરી. મે તારી સાથે પ્રેમનું નાટક કર્યું. તારી મા નથી, બાપ નથી. તારા મર્યા પછી તને કોઈ યાદ પણ નહિ કરે.’

‘પણ...!’ અચલે કલગીને ગ્રાઉન્ડ ફલોર પર પહોંચાડી એટલે કલગીએ પૂછયું : ‘તું પોતે પણ તો આ ડૉલર ચોરી શકે એમ હતો ને ? !’

‘હા પણ તો શું હથિયારોનો વેપારી એન્ટોનિયો મને જીવતો છોડી દેત ખરો ?! કયારેય નહિ.’ અચલે કહ્યું : ‘..મને બલિનો બકરો જોઈતો હતો એટલે મેં તારો ઉપયોગ કર્યો ! હવે તું મને બેન્કમાંથી એ બધાં ડૉલર કઢાવી આપીશ. સમજી !’ કલગીએ  અચલના પેડુમાં જોરથી ઘૂંટણ મારી દીધું. અચલ પીડાથી પેડુ પર હાથ દબાવતાં બેસી પડયો. કલગી આ હોટલની બહાર નીકળવાના મેઈન દરવાજા તરફ દોડી.

‘કલગી...!’ પીડાને પરાણે દબાવતાં અચલ ઊભો થયો

‘...ઊભી રહે..,’ અને તે કલગીને પકડી પાડવા દોડયો.

આટલી વારમાં કલગી લોખંડની જાળીવાળા દરવાજાની બહાર નીકળી ચૂકી હતી. કલગીએ જાળી બંધ કરી અને સ્ટોપર મારીને, સ્ટોપર પર લટકતું તાળું વાસી દીધું અને ફૂટ- પાથની જમણી બાજુ દોડી.

‘કલગી ઊભી રહે,’ અચલ જાળી પાસે પહોંચીને જાળીને ધણધણાવી નાંખતાં ચિલ્લાયો.

કલગીએ દોડતાં-દોડતાં જ પાછું વળીને જાળી તરફ જોયું, ત્યાં જ તે કોઈકની સાથે અથડાઈ. તેણે ચહેરો ફેરવીને જોયું, ત્યાં જ તેની સાથે અથડાનાર ઊંચા-તગડા, ચકચકતી ટાલવાળા, મોટી-ભરાવદાર મૂછોવાળા એ માણસે તેના મોઢા પર પોતાનો મજબૂત હાથ દબાવી દીધો. કલગીની આંખો ફાટી ગઈ. એ ટાલિયો માણસ પેલો દુપટ્ટાવાળો ફેરિયો જ હતો, જે કલગીને તે ખૈબર હોટલના કિચનમાં લાગેલી આગ વખતે મળેલી અનામિકા સાથે કૉફી પીવા ગઈ અને ત્યાંથી પાછી ફરતી હતી ત્યારે દુપટ્ટા વેચતો મળ્યો હતો !

કલગી પોતાની જાતને એ માણસના હાથમાંથી છોડાવવા ગઈ, ત્યાં જ એક સફેદ કાર આવીને ઊભી રહી. પાછળની સીટનો દરવાજો ખુલ્યો અને ટાલિયા માણસે તેને સીટની અંદરની તરફ ધકેલીને એની બાજુમાં બેસી જતાં દરવાજો બંધ કર્યો. આની સાથે જ કાર આંચકા સાથે આગળ વધી ગઈ. કલગીએ સીધી થતાં ડ્રાઈવિંગ સીટ તરફ જોયું તો તેના મોઢેથી આશ્ચર્યભર્યો શબ્દ નીકળી ગયો

‘રોકસાના તું...?!’

‘હા, હું..!’ કાર આગળ ધપાવ્યે રાખતાં રોકસાનાએ કહ્યું : ‘હું ઈન્ટેલિજન્સ ઑફિસસર છું, ઈન્ટરપોલની !’ રોકસાના બોલી : ‘હું કૉમ્પ્યુટર ક્રાઈમ ડીવિઝનમાંથી છું. અમે વરસોથી તારા પ્રેમી અચલ પાછળ છીએ. એનું અસલી નામ જિતેશ છે. અને ડૉકટર બુશરાને તો તું જાણે જ છે !’

‘...તો શું ડૉકટર બુશરા પણ આમાં સામેલ છે ?’

‘હા. એ રિશ્વતખોર પોલીસ ઑફિસર છે.’ બુશરાએ કહ્યું : ‘અને તારી બાજુમાં બેઠા છે એ મારા ઉપરી અધિકારી સમીઉલ છે.’

રોકસાનાએ સમીઉલ તરફ જોયું.

સમીઉલે વાતનો દોર પોતાના હાથમાં લીધો : ‘અચલ તારી પાસે બેન્કમાંથી ડૉલર કઢાવવા માંગે છે ને !’ ‘હા !’

‘તો આપણે અચલને એમ કરવા દઈશું.’ સમીઉલ બોલ્યો, ‘અચલ હજુ પણ તને શોધતો હશે. જો તું ફરી એની પાસે જઈશ તો એ તને પકડીને ડૉલર કઢાવવા બેન્કમાં લઈ જ જશે. અને ત્યારે અમે એને રંગે હાથ પકડી લઈશું.’

‘કલગી !’ રોકસાનાએ કાર ઊભી રાખતાં કહ્યું : ‘તું અમારો સાથ આપવા તૈયાર છે ને ? આમાં જોખમ...’

‘..હું મોતના મોઢામાંથી પાછી ફરી છું.’ કલગી બોલી : ‘હવે હું અચલ જેવા શયતાનને પકડવામાં તમારો સાથ આપતાં મરી પરવારું, તો એની મને પરવા નથી.’

‘ગુડ !’ સમીઉલ બોલ્યો : ‘તો હવે સાંભળ, આપણે આ બધું કેવી રીતના કરીશું !’

અને પછી સમીઉલ અને રોકસાનાએ કલગીને પ્લાન સમજાવ્યો અને પછી તેને કારમાંથી ઊતારી મૂકી.

કલગી ઉતાવળા પગલાં ભરતી પાછી અચલે તેને જે બંધ હોટલના એક રૂમમાં રાખી હતી એ તરફ આગળ વધી. તેને ખાતરી હતી કે, હજુ પણ અચલ તેને એ વિસ્તારમાં જ શોધી રહ્યો હશે.

અને કલગીની આ ગણતરી સાચી પડી. તે એ હોટલ નજીકની એક ગલીમાં વળી, ત્યાં જ સામેથી અચલ ઉતાવળે પગલે આવતો દેખાયો. અચલની નજર કલગી પર પડી અને કલગી અનાયાસે જ અચલની સામે આવી ગઈ હોય એમ ચહેરા પર ગભરાટ લાવી દેતાં પાછી વળી અને દોડવા લાગી. પણ અચલે દસમા પગલે જ એને પકડી લીધી.

‘નહિ, મને છોડી દે.’ બોલતાં કલગી અચલના હાથમાંથી છૂટવા હાથ-પગ ઉછાળવા માંડી. ‘નહિ, શાંત થઈ જા, કલગી....’ અચલ બોલ્યો‘. નહિતર હું તને ગોળી મારી દઈશ !’

કલગી સ્થિર થઈ ગઈ, ત્યાં જ એક કાર આવીને ઊભી રહી. અચલે તેને પાછલી સીટ પર ધકેલી અને પછી એની બાજુમાં ગોઠવાયો. કલગીએ જોયું તો ડ્રાઈવિંગ સીટ પર ડૉકટર બુશરા બેઠી હતી.

‘ડૉકટર બુશરા તમે..? !’ કલગીએ આશ્ચર્ય ઊછાળ્યું : ‘તમે પણ આમાં સામેલ છો ?’

બુશરા મુસકુરાઈ : ‘હવે આપણે સીધા જ બેન્કમાં પહોંચીએ.’ અને બુશરાએ કાર આગળ વધારી.

‘કલગી !’ અચલે કહ્યું : ‘તારે કોઈ પણ જાતની હોંશિયારી કે ચાલાકી બતાવ્યા વિના બેન્કમાંથી બધાં ડૉલર કાઢીને મને આપી દેવાના છે.’

‘હું તને ડૉલર આપી દઉં એ પછી તો તું મને જીવતી જવા દઈશ ને ? !’

‘હા, પછી હું તને તારે જ્યાં જવું હશે ત્યાં જવા દઈશ.’ અચલ બોલ્યો અને પછી બબડયો

‘પણ જેના આ બધાં ડૉલર છે એ હથિયારોનો વેપારી એન્ટોનિયો તને જીવતી નહિ જ છોડે.’

‘..શું કહ્યું તેં ?!’ કલગીએ પૂછયું.

‘કંઈ નહિ.’ મનોમન મલકતાં અચલે કહ્યું.

અને બેન્ક આવી એટલે બુશરાએ કાર ઊભી રાખી.

અચલ કલગીને લઈને બહાર નીકળ્યો. બુશરા પણ બહાર આવી. કલગીને લઈને એ બન્ને જણાં બેન્કના મેઈન ડૉર તરફ આગળ વધ્યા, ત્યારે થોડેક દૂર, સફેદ કારમાં બેઠેલો ઈન્ટરપોલ ઑફિસર સમીઉલ એ ત્રણેય તરફ તાકી રહ્યો.

કલગી મેઈન ડૉર પાસે પહોંચતાં જ બોલી : ‘પહેલાં હું બાથરૂમ જઈશ.’

‘નહિ !’ અચલે કહ્યું : ‘તારે મારી નજરથી દૂર થવાનું નથી.’ ‘મારે બાથરૂમ જવું જ પડશે.’ કલગી બોલી : ‘તું જવા નહિ દે તો હું બૂમાબૂમ કરીને લોકોને ભેગા કરી દઈશ.’

‘ઠીક છે.’ બુશરાએ અચલને સમજાવ્યો : ‘હું આની સાથે જાઉં છું.’ અને તે કલગીને લઈને અંદર દાખલ થઈ. અચલ પણ અંદર દાખલ આવ્યો.

બુશરા કલગીને લઈને એક તરફ આવેલા બાથરૂમ તરફ આગળ વધી ગઈ.

બાથરૂમમાં-જમણી બાજુના બીજા બાથરૂમમાં કલગી દાખલ થઈ. તેણે અંદરથી દરવાજો બંધ કર્યો અને કમોડની પાછળના ભાગમાં હાથ નાંખ્યો. રોકસાના અને સમીઉલ સાથે વાત થયા મુજબ ત્યાં પોલીથીનની થેલી ભેરવાયેલી હતી. કલગીએ એ થેલી ખેંચી કાઢી અને એમાંની વસ્તુઓ બહાર કાઢવા માંડી.

બહાર, વૉશબેઝિનની ઉપર લાગેલા અરીસામાં ચહેરો જોઈ રહેલી બુશરાએ બૂમ પાડી : ‘જલદી કર, કલગી !’

‘હા !’ કલગીનો અવાજ આવ્યો અને થોડીક પળો પછી કલગી બાથરૂમ બહાર નીકળી.

કલગી આગળ વધી ત્યારે અચલ એક તરફના સોફા પર બેઠો હતો.

કલગી સેફ વૉલ્ટ-લૉકરનું કામ સંભાળતી મહિલા કલર્ક પાસે પહોંચી. તેણે પોતાનું લૉકર ખોલવા માટેની વિધી પતાવી અને પછી તે એ મહિલા કલર્ક સાથે બાજુની ભોંયરાની સીડી તરફ આગળ વધી.

બુશરા અચલ પાસે પહોંચીને એની બાજુમાં બેઠી.

કલગી એ કલર્ક સાથે નીચે પહોંચી. લોખંડની જાળી પાસે કલર્ક ઊભી રહી ગઈ. કલગી પોતાના લૉકર પાસે પહોંચી. તેણે પોતાની પાસેની ચાવીથી લૉકર ખોલ્યું અને એમાંના સિકયુરિટી બોન્ડ કાઢીને હેન્ડબેગમાં ભર્યા અને તાળું વાસીને બહાર નીકળી.

બેન્કના મેઈન ડૉર પાસે જ અચલ અને બુશરા ઊભા હતા.

‘હું કારમાં આ બેગ મૂકીને ચાલી જઈશ.’ કલગીએ અચલ અને બુશરાની નજીક પહોંચતાં કહ્યું : ‘...કિસ્સો ખતમ !’

‘ના, તું અમે કહીએ એમ કરતી જા.’ અચલ બોલ્યો : ‘પહેલાં અમે ડૉલર ગણીશું.’

અને અચલે કલગીનો ડાબો હાથ પકડી લીધો તો બુશરાએ તેનો જમણો હાથ પકડયો.

બન્ને કલગીને લઈને બહાર નીકળ્યા. તેઓ કારની નજીક પહોંચ્યા, ત્યાં જ કારમાંથી કાળું પેન્ટ અને કાળા જાકિટ પહેરેલા બે ખડતલ આદમી બહાર નીકળી આવ્યા. એ બન્નેના હાથમાં રિવૉલ્વરો હતી.

અચલ, બુશરા અને કલગી કંઈ સમજે કરે એ પહેલાં જ તેમની આસપાસ બે કાળી વૅન આવીને ઊભી રહી અને એમાંથી ટપોટપ બીજા ચાર પડછંદ આદમીઓએ ઊતરી આવીને એમને ઘેરી લીધાં. એ ચારેયના હાથમાં પણ રિવૉલ્વરો પકડાયેલી હતી.

‘ચુપચાપ વૅનમાં બેસી જાવ, નહિતર ત્રણેયની લાશો ઢાળી દઈશ.’ એ બધાં આદમીઓનો બૉસ લાગતા કરડી આંખોવાળા આદમીએ રિવૉલ્વરની અણી બતાવતાં કહ્યું.

‘ના !’ કહેતાં અચલ હરકત કરવા ગયો, ત્યાં જ બે આદમીઓએે તેને પાછળથી પકડી લીધો અને બુશરા પણ ભાગવા ગઈ, પણ બીજા બે આદમીઓએ એને પણ પકડી લીધી અને જોરજબરજસ્તીથી બન્નેને વૅનમાં ધકેલ્યા.

‘ચાલ, તોરલ ! તું પણ અંદર બેસ !’ કહેતાં કરડી આંખવાળા આદમીએ કલગીને અચલની બાજુમાં વૅનની સીટ પર બેસાડી. અને ત્યારે જ કલગીને એ વાતની ગંધ આવી કે, આ લોકો સમીઉલના આદમી નથી.

પણ...પણ તો પછી આ લોકો હતા કોણ ? !

‘કોણ છો, તમે ? !’ કલગી કંઈ પૂછે એ પહેલાં જ અચલે કરડી આંખોવાળા આદમીને રોષભેર પૂછયું.

એ આદમીએ અચલના મોઢે રિવૉલ્વર ફટકારી. અચલના નાકમાંથી લોહી નીકળી આવ્યું.

‘તમે લોકોએ જેના રૂપિયા ચોર્યા છે ને, એ હથિયારોના વેપારી એન્ટોનિયોના માણસો છીએ અમે !’ કરડી આંખોવાળા આદમીએ પોતાની આંખો ઓર વધુ કરડી કરતાં કહ્યું, અને એ સાથે જ વૅન એક આંચકા સાથે ઉપડી અને પૂરપાટ ઝડપે એન્ટોનિયોના અડ્ડા તરફ દોડી.

( વધુ આવતા અંકે )